STORYMIRROR

Lady Gibran

Tragedy

3  

Lady Gibran

Tragedy

છેલ્લો પત્ર

છેલ્લો પત્ર

2 mins
29K


એક પત્ર કોઈ ને લખેલો.. કોઈએ લખેલો.. કદાચ છેલ્લો..

પ્રિયે,

વિષય : આ લાશ હજી જીવે છે..

તને ભુલવા બીજે મન પરોવુ છું, તો બધામાં તુ જ સામે આવે છે.. શું હું પાગલ છું?

હું જીવન મરણ, સત્ય અસત્ય, શાશ્વત નશ્વર... બધું જાણુ છું પણ કેમ અટકું છું? કેમ ભટકું છું? કેમ કોઈની સલાહની અસર નથી થતી?? કેમ મારી સમજણ જેનાથી સૌ તરે છે, એ મને જ ડુબાડે છે?

પ્રેમમાં માગણી ના હોય, સમજું છું... તો કેમ તારો પ્રેમ ચાહું છું?

ક્યારેક... નહીં નહીં... ઘણી વાર હું ખુદને ધિક્કારું છું.. હું તને પ્રેમ કરું છું તો કેમ ચાહું છું?

આ લાશ હજી જીવે છે.. જીવતી લાશ.. હજી પૂરી મરી નથી..

બધું જ છે ને કશું જ નથી.. બધા જોડે હસે છે, ખાય છે, પિવે છે, બોલે છે..

આ જીવવું છે??

તો હું હજી જીવું છું..

પળ પળ કોઈની યાદ માં મરુ છુ...પાગલ ની જેમ રાહ જોવુ છું...નહિ આવે ખબર છે..

પણ રાહ જોવું છું..

એ ક્યારેય નહિ આવે, પણ યાદ બધું જ આવે છે..

યાદ કરીને સ્મિત પણ આવે છે, ને આંસુ પણ!

જીવંત કે મૃત?

તનથી જીવંત, મનથી મૃત !

ખબર નહિ ક્યાં જઈને અટક્શે બધુ.. કાં સુધરી જઈશ, કાં પત્થર થઈ જઈશ, કાં મરી જઈશ! તારા વગર રહી લઈશ.. પણ એક પળમાં સો વાર યાદ આવે છે.

ભરપુર કોશિષ કરું છું તારા વગર ખુશ રહેવામાં અને ખુશ થાઉં ત્યાં તરત તું યાદ આવે છે.. પછી ખુબ ઊદાસ થાઉ છું

કેમ તું યાદ આવે છે?

આ જીવવું છે? તો હું હજી જીવું છું..

લિ..'આપણે'માંથી 'તું' બાદ થતા વધી પડેલ 'હું'..


Rate this content
Log in

Similar gujarati story from Tragedy