જંગલમાં ડાકણ
જંગલમાં ડાકણ
એક ગોરખપુર નામનું નાનકડું ગામ હતું.અનેક લોકો રહેતા હતા. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય તો ખેતી હતી. પણ ખેતીમાં સારી આવક ન થતા કેટલાક લોકો ગામની નજીકના એક નાનકડા શહેરમાં નોકરી કરવા જતા હતા. આ ગામમાં એક રાજુ નામનો યુવાન પણ રહેતો હતો. તેનો પરિવાર ઘણો જ ગરીબ હતો.
આ રાજુ પણ બીજા કેટલાક માણસોણી જેમ, બાજુના શહેરમાં નોકરી કરવા જતો હતો. ઘણીવાર તેને શહેરમાંથી આવતા રાતે મોડું થઇ જતું હતું. હવે આ ગામાંમથી શહેરમાં જતા રસ્તામાં એક ભયંકર જંગલ આવતું હતું. આ જંગલમાં કોઈ હિંસક પ્રાણીઓ તો ન હતા. પણ લોકોનું કહેવું હતું કે આ જંગલમાં એક ડાકણ રહેતી હતી. જે રાતે લોકોને ડરાવતી હતી. એટલે ખાસ કરીને કોઈ રાતે તે જંગલમાંથી પસાર થતું નહિ.
હવે એક દિવસની વાત છે. આજે રાજુને દુકાનમાંથી પગાર મળવાનો હતો. બધાને પગાર આપતાં આપતા થોડું મોડું થઇ ગયું. એટલે રાજુને પણ ઘરે જવામાં મોડું થઇ ગયું. અને રાત પડી ગઈ. તે જંગલવાળા રસ્તે ઘરે જવા નીકળ્યો. તેને થોડો ડર પણ લાગતો હતો. પણ બીજો કોઈ રસ્તો પણ હતો. એટલે રજુ ધીમે ધીમે જઈ રહ્યો હતો.
એટલામા તેને જંગલમાં કોઈના રડવાનો અવાજ સંભળાયો. રાજુએ ધ્યાન આપી સાંભળવાની કોશિશ કરી તો એ અવાજ કોઈ બાઈનો હતો. રાજુને ખુબ જ નાવાઈ લાગી. આટલી મોડી રાતે આવા જંગલમાં કોણ બાઈ રોતી હશે. રાજુ જે બાજુથી રડવાનો અવાજ આવતો હતો. તે બાજુ ગયો. ત્યાં જઈને જોયું તો અવાજ એક ગુફામાંથી આવતો
હતો. તે એ ગુફામાં ગયો. ત્યાં જઈને જોયું તો એક સ્ત્રી બેઠી બેઠી રડતી હતી. રાજુ ધીમે પગલે એ બાઈની પાસે ગયો.
પણ રાજુ એ બાઈને જઈને કંઇક પૂછે તે પહેલા તેના માથામાં એક જોરદાર ફટકો પડ્યો. અને તે બેભાન થઇ ગયો. એ પછી તેને કશું યાદ રહ્યું નહિ. એ જ્યારે જાગ્યો ત્યારે સવાર થઇ ગઈ હતી. અને તે જંગલમાં જ પડ્યો હતો. પણ આ શુ ? તેને જોયું તો તેના ખીસામાંથી પાકીટ અને હાથની ઘડિયાળ ચોરાઈ ગઈ હતી. તે અઆખી વાત સમજી ગયો. આ કોઈ ડાકણ બાકણ ન હતી. પણ કેટલાક ગુંડા તત્વો જ આ રીતે ડાકણના નામથી લોકોને ડરાવતાહતા. અને લુંટફાટ કરતા હતા.,
રાજુએ પણ નક્કી કર્યું કે તે ગમે તેમ કરીને આ લોકોને સબક શિખવાડશે.
રાજુ બીજા દિવસે શહેરમાં ગયો. અને પોલીસ સ્ટેશન જઈ આ જંગલવાળી વાત કરી. પોલીસ ઇન્સ્પેકટર સાહેબ આખી વાત સમજી ગયા. બીજા દિવસે રાતે પોલીસ અને રાજુ બધા આયોજન કરી જંગલમાં ગયા. અને પેલી ડાકણ બની લોકોને ડરાવતી ગુંડાટોળીને શોધવા લાગ્યા. એટલામાં પાછો કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાયો. એ અવાજ એક ગુફામાંથી આવતો હતો. રાજુ પોલીસને સાથે લઈને એ ગુફામાં ગયો. જેવી પેલી બાઈ દેખાઈ બધા તેની પર તૂટી પડ્યા. આખરે પેલી બાઈનો પોલ ખુલી ગયો. અને તેનું નાટક પકડાઈ ગયું. તેણેપોતાનો ગુનો કબુલ કર્યો કે તે લોકો આ રીતે જંગલમાં લોકોને ડરાવીને લુંટફાટ કરતાં હતા.
બસ એ પછીથી ગામલોકોના મનમાંથી એ જંગલ અને ડાકણનો ડર નીકળી ગયો.