Bansari Mashru

Crime Others

4.4  

Bansari Mashru

Crime Others

જીવનશૈલી !

જીવનશૈલી !

5 mins
266


સાંજે 6 વાગ્યાનાં સમયગાળામાં શહેરની બહાર દૂર હાઈ-વે પર 27 વર્ષનાં યુવકની લાશ મળી છે, હત્યા હોવાનું તારણ આવી રહ્યું છે" રમાબહેન અને પરેશભાઈ ટીવી જોઇ રહ્યાં હતાં. ન્યૂઝ ચેનલ પર એન્કર બોલી રહી હતી.

"લાશ નો ફોટો મળ્યો છે, પરંતું કોની છે, ક્યાંથી છે, જેનું કઈ સમજમાં આવતું નથી, પરંતું શરીર નાં નિશાન જોઇ ને લાગી રહ્યું છે, હત્યા કરી ને લાશ ને ફેકી દેવામાં આવી છે"

ન્યૂઝ એન્કર બોલી રહી હતી.

ન્યૂઝ ચેનલ માં લાશ નો ફોટો જે પર્થિવ શરીર માંથી મળી આવ્યો હતો એ બતાવામાં આવ્યો.

રમાબહેન અને પરેશભાઈ તો સ્તબ્ધ બની ને નસ કાપો તો લોહી નાં નીકળે એવી હાલત મા ટીવી સામે જોઇ રહ્યાં.

રમાબહેન તો એક વાર માટે બેભાન જ થય ગયા.

આ એમનો નાનો પુત્ર રિધાન હતો. રમાબહેન અને પરેશભાઈ તરત જ હોસ્પિટલ એ પહોચ્યાં જ્યાં રિધાન ને લય ગ્યાં હતાં. હોસ્પિટલ જતાં ખબર પડી રિધાન નાં માથાં નાં ભાગે પત્થર મારી ને તેની હત્યા કરવામા આવી હતી. હોસ્પિટલ માં રિધાન નાં માતા પિતા ની સાથે રિધાન નો મોટો ભાઇ આકાશ, ભાભી અક્ષિતા અને રિધાન ની મન્ગેતર સારિકા પણ હતાં. સારિકા નાં તો આંસુ જાણે રુક્વાનુ નામ નહોતા લેતાં, જેની સાથે આખુ જીવન વિતાવના સપના જોયાં હતાં માનો અત્યારે બધું ખરાબ સ્વપ્ન ની જેમ દેખાય રહ્યું હતુંં.

રિધાન નાં મૃત્યું ની અંતીમ વિધિ કરવામા આવી,પોલીસ એ આગળ હત્યા નો કેસ હોવાથી હત્યારા ને શોધવા માટે કાર્યવાહિ શરુ કરવમાં આવી. પાસાં ઘણાં હતાં પરંતું કોઇ નાં માટે કારણ નોતું મળી રહ્યું.

રિધાન રમાબહેન અને પરેશભાઇ નો નાનો પુત્ર, હસમુખા સ્વભાવ નો, ચંચળ પણ એટલો જ કોઇ ની પણ સાથે રહે તરત જ દૂધ માં ખાંડ ની જેમ ભળી જાય, આ સ્વ્ભાવ ને કારણે એનાં મિત્રો પણ એટલા જ હતાં. રિધાન પોતાનાં પરિવાર સાથે મુંબઈ માં જ રહેતો. મુંબઈ ની નામાંકિત કૉલેજ માંથી એન્જિનિરીંગ પૂરું કરેલું, પોતાનાં સ્વભાવ અને સામેવાળા ની સાથે નિખાલસતા થી વાત કરવાની કળા એ એને કેમ્પસ માં જોબ નાં સિલેકશન સમય એ પહેલી જ વાર માં સારા પગાર ની નોકરી મળી ગય. રિધાન નો મોટો ભાઇ આકાશ એ રિધાન થી સાવ વિપરિત એક દમ શાંત નદી નાં પાણી ની જેમ જીવન મા પણ જે બાજુ નું વહેણ હોય ત્યાં વહે. આકાશ એકાઉન્ટન્ટ હતો ઝાઝું નાં કમાતો પણ એ ખૂશ હતો પોતાનાં જીવન થી. રિધાનની ભાભી અક્ષિતા સ્કૂલ માં ટીચર. રિધાન નાં મમ્મી હાઉસ વાઇફ હતાં જ્યારે પપ્પા ગવર્નમેન્ટ જોબ થી રિટાયર્ડ થયેલા. જોબ માં સિલેક્ટ થતાં જ રિધાન નાં લગ્ન માટે પણ છોકરી જોવાં લાગ્યા હતાં. સારીકા રિધાન નાં પપ્પા નાં નજીક નાં મિત્ર ની છોકરી, જ્ઞાતિ એક જ હોવાથી રિધાન નાં પપ્પા એ એમના મિત્ર ને વાત કરી, સારીકા પણ સ્વભાવ માં બોલકળી, દેખાવે એકદમ નીર્દોષ ચહેરો, આંખો ની ચમક ચંદ્ર ની તેજસ્વીતા ને પણ અન્જાવે એવી. સારીકા એ ફેશન ડિઝાઇન કરેલું, શહેર માં પોતાનું ખુબ જ પ્રખ્યાત બ્યુટીક હતુંં એનુ, માનો કોઇ પણ સારીકા ને જોવે તો પોતાની જીવનસંગીનિ બનાવનું વિચારે. આ હતુંં રિધાન નું ખુબ જ સુખી પરિવાર. આખું પરિવાર ખુબ જ ખુશી થી રહેતુંં પરંતું આ પરિવાર ની ખુશી જાણે ક્ષણભાર જ હશે.

પોલીસ એ જ્યારે કેસ આગળ વધાર્યો ત્યારે બધા પાસાં જોયાં, કોણ હશે કે જેણે રિધાન ની આવી ક્રુર હત્યા કરી હશે?

તપાસ માં સૌપ્રથમ સંદેહ રિધાન નાં ભાઈ આકાશ પર ગયો જેનુ એક માત્ર કારણ પુરતું હતુંં રિધાન ની સફળતા.

આગળ તપાસ કરતા જાણવા માં આવ્યું આકાશ એ રિધાન ની હત્યા ન્હોતી કરી. આકાશ તો પોતાનાં ભાઈ ની સફળતાં થી ખુબ જ ખુશ હતો.

જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ એક વાર શંકા સારીકા પર પણ ગય હતી. સારીકા નું કૉલેજ નાં સમય મા કોઇ તેના કલાસમેટ સાથે અફેર હતુંં, સારીકાનાં પ્રેમી એ સારીકા ને પામવાની ઘેલછા એ રિધાન ની હત્યા કરવાનુ તારણ આવી રહ્યું હતુંં, પરન્તું તેની તપાસ કરતા એ તો લગ્ન કરી ને ઠરીઠામ થય ગ્યો હોવાનું જણાયું.

રિધાન ની હત્યા કોણે કરી અને શું કામ કરી તેનું ક્ય જ ખબર ન્હોતી પડી રહી. જે જગ્યા એ રિધાન ની હત્યા થય હતી એ જગ્યા એ થી પોલીસ ને એક દૂપટૌ મળી આવ્યો હતો જે રિધાન ની ભાભી અક્ષિતા નો હતો. અક્ષિતા ની પુછપરછ કરતાં ખબર પડી રિધાન ની હત્યા તેના ભાભી એ કરી હતી. પોલીસ એ કારણ પૂછતાં અક્ષિતા એ કહ્યું,

"રિધાન ભાઈ ખુબ જ હોશિયાર અને ઘણુ કમાતા પણ હતા સામે તેમને પત્નિ પણ સારીકા જેવી મળી હતી ખુબ સુંદર અને તેણે પણ બધી જ સફળતા મેળવલી,ઘર મા પણ ક્ય પણ કામ થાય કે કરવામા આવે તો પહેલા રિધાન અને સારીકા ને જ પુછવામાં આવતુંં, અમારી તો જાણે અવગણના જ થતી. આ ઇર્ષ્યા થી મેં રિધાન ભાઇ ની હત્યા કરી દીધી પછી સારીકા ના લગ્ન કે તેનું ઘર મા આવાનુ અસંભવ જ છે."

કોર્ટ એ અક્ષિતા ને રિધાનની હત્યાનાં ગુનાહમાં આજીવન કેદની સજા ફટકારી.


"રિધાનભાઇ, રિધાનભાઇ ઉઠો સવાર નાં 8 વાગ્યા છે, તમારે ઓફિસે જવાનું મોડું થાશે ફટાફટ ઊઠો" અક્ષિતા ક્યારની રિધાન ને ઉઠાડી રહી હતી.

"રિધાનભાઇ તમને ભાવતા ઇડલી સંભાર નાશ્તા મા બનાવ્યા છે ફટાફટ ઉઠો આજે સાન્જે સારીકા ને લેવા પણ જવાનું છે તમારે." અક્ષિતા હજી રિધાન ને ઉઠાડી રહી હતી.

રિધાન અચાનક થી ઉઠે છે સામે એના ભાભી અક્ષિતા હતાં. એને જોયુ સવાર નાં 8 વાગ્યા હતાં અને સમજાયું આ હત્યા બધું તો સપનું હતુંં. સવારે નાશ્તા ના ટેબલ પર આખો પરિવાર સાથે બેઠો હતો ને રિધાન એ પોતાના સપના વિશે વાત કરી, ત્યારે આખું પરિવાર હસી ને લોટપોટ થય ગયું.

આકાશ એ કહ્યું રિધાન અમે તારી સફળતા થી કદાચ તારા કરતાં પણ વધારે ખૂશ છીએ. હજી તું અને સારીકા મળી ને ઘણી સફળતા મેળવો એ જ અમારી આશા છે.

"ભાભી તો મા સમાન હોય છે રિધાનભાઇ અને કંઈ માતા પોતાના બાળક ની સફળતા ને લઈ ને ઇર્ષ્યા કે દેખાદેખી ની ભાવના રાખે?, રિધાન ભાઇ તમે મારા બાળક જેવાં છો તમારી સફળતા હજી થાય એવી અમારી આશા છે અને રહી વાત સારીકાની તો અમે પહેલા બહેનપણી બનીશું પછી જ દેરાણી જેઠાણી" અક્ષિતા એ કહ્યું.

રમાબહેન અને પરેશભાઇ તો પોતાના પરિવાર ની નજર જ ઉતારી રહ્યાં.

આ તો રિધાન નું સ્વપ્ન માત્ર હતુંં પરંતું ખરેખર આજે હકીકત આ સ્વપ્નની ઘણી આગળ છે. વૈભવશાળી જીવનશૈલી, મોટું ઘર, ગાડી ઓ, વર્ષ માં એક વાર બહાર નાં દેશ નું વેકેશન આ બધા નો મોહ એટલો વધી રહ્યો છે કે તેની સામે ઘર માં બધા સાથે બેસી ને જમવાની મજા, વેકેશન માં બધા એ ભેગા થય ને પત્તા રમવાની મજા, ઘર ના વડીલો સાથે બેસવાની મજા જાણે રહી જ નથી. રહી છે તો માત્ર ઇર્ષ્યા અને દેખાદેખી ની ભાવના, સામેવાળા થી ક્યક સારુ કરવાની ઘેલછા પછી એ પરિવારનાં સભ્યો સામે હોય કે મિત્રવર્તુંળ સામે. લોકો આજે સફળતા નાં બધા શિખર સર કરી રહ્યાં છે પરંતું એમા ને એમા લોકો ક્યાક ને ક્યાક બધા સંબંધ ની મર્યાદા ભૂલી રહ્યાં છે. જીવન આપણ ને ઘણી વાર એવી પરિસ્થિતિ પર ઊભું રાખી દ્યે છે જ્યાં આપણી અપેક્ષા ઘણી હોય છે પરંતું વાસ્તવિકતા આપણી અપેક્ષા થી ઘણી અલગ, અને આ જ હકીકત છે.


Rate this content
Log in

More gujarati story from Bansari Mashru

Similar gujarati story from Crime