જીવનની દિશા
જીવનની દિશા
જીવનની દિશા આપણે ધારીએ છીએ ત્યાં સુધી બધું બરાબર જ જતું હોય છે, પણ એક ક્ષણ એવી આવે છે કે જ્યારે આપણી જીવનની દિશા જ બદલાઈ જાય છે, એ નબળી કે પછી અત્યંત પાવરફુલ ક્ષણ તમારી બધી જ દશા અને દિશા ફેરવી નાખવામાં સક્ષમ હોય છે. એ ક્ષણ પસાર થઇ ગયા પછી જ આપણને ખબર પડે છે કે એ ક્ષણ નબળી થઇ ને તમારી ઉપર હાવી થઇ ગઈ કે પછી તમને પાવરફુલ કર્યા છે અને આ ક્ષણ તમારી ધારણા કરતાં જુદી જ હોય છે.
એ ક્યારે આવે છે અને ક્યારે જાય છે એની ખબર એના ગયા પછી પાછળથી જ ખબર પડે છે અને ક્યારેક જ એમાંથી સુખરૂપ બહાર આવી શકાય છે નહીં તો આજીવન એ નબળી ક્ષણ માટે પસ્તાવો કરીએ છીએ.જે કાયમ માટે એક કંટક તરીકે આપણને એક ખરાબ યાદ તરીકે સાથે રહે છે.
