Shaileshkumar Pandya

Inspirational Others

2.5  

Shaileshkumar Pandya

Inspirational Others

જેવા સાથે તેવા

જેવા સાથે તેવા

4 mins
14.4K


એક પછી એક નગ્ન યુવતીઓની ક્લીપીંગ એની નઝર સામેથી પસાર થઇ. જો કે આ તો એનું રોજનું કામ હતું. પણ આજ કઈક મન ઉદાસ હતું, આજ મોહક સુંદરીઓના દેહમાં મન લાગતું નહોતું. ખબર નહિ કેમ, પણ આજ કોઈ એને રોકતું હતું. પણ કામના પૈસા મળતા હોવાથી ફરી હાથ માઉસ પર રમવા લાગ્યોને એનો સ્મશાન વૈરાગ્ય તૂટી ગયો. છોકરીઓનાં નગ્ન શૂટિંગમાં મોર્ફીંગ કરી મનગમતી હેરોઈનનો ફેસ બેસાડી દેવાનો ને પછી ફેન-ક્લબનાં માલિક રઘુ શેઠને ફોરવર્ડ કરવાનો, રોજનું એનું આ કામ.

એક પછી એક નગ્ન યુવતીના નહાવાના સીનનું કામ ચાલતું હતું....ક્લિક .. ક્લિક ..અચાનક એના ટેરવા અટકી ગયા. બેક કરી જોયું...ફરી એનો ચહેરો... અને એના હાથમાંથી માઉસ પડી ગયું. હૃદય એક ધબકારો ચુકી ગયું.

‘ઓહ, માય ..ગોડ...રેવતી..ઓહ.., એને ફરી ચહેરો જોયો... હા..યાર રેવતી જ છે.. એની ભૂલ ના થાય. એની સાથે તો બાળપણના બાર બાર વરસ.. એ ઉભો થઇ ગયો. પોતાના ગુરુ, ભગવાન જેવા ભગવાનની દીકરી...રેવતી...જેણે એને આશરો આપ્યો’તો એવા રામશંકર માસ્તરની દીકરી. હિંદુ-મુસ્લિમ બધા ભેદભાવો કોરાણે મૂકી જેમણે એને આશરો, છત આપી એવા રામશંકર માસ્તરની એકની એક દીકરી. અને એની આંખો ભીંજાણી.

એની આંખ સામે એક ધૂંધળું દ્રશ્ય ખડું થયું. પાંચ વરસનું બાળક, મા રેતીના ઢગલા પર બેસાડીને નવી બનતી ઈમારતના ચોકીદારની કેબીનમાં જાય, દરવાજો બંધ થાય, થોડીવારે કાં તો રડતા રડતા બહાર આવે, કાં તો કયારેક રડતા રડતા ઉલટી પણ કરે. દર ત્રણ-ચાર દિવસે આ દ્રશ્ય કોમન. બાળક રમે,પડે, રડે ને માની રાહ જોવે. આખરે એક દિવસમાંથી કેબીનની બાર જ ના નીકળી પણ નીકળી માત્ર એક લાશ.

એ ખુબ રડ્યો..એને હવે સમજાવા લાગ્યું’તું બધું શું છે..પણ શું કરે ? બાપ તો કેદુનો દારુ પી પીને મરી ગયો તો, અને આજ મા પણ ....’

માની ચિતાને આગ લગાડ્યા પછી જો કોઈએ એનો હાથ જાલ્યો હોઈ તો તે માસ્તર રામશંકર હતા.

સગા દીકરાની જેમ ઉછેર્યો. રેવતી એને સગા ભાઈની જેમ રાખતી.

અને આજ એ રેવતીના... ઓહ... માઈ ગોડ, મારાથી આ શું થઇ ગયું. એનું શરીર ધ્રુજવા લાગ્યું. અલ્લાહ મને ક્યારેય માફ નહી કરે. એને ધૃણા ઉપજી પોતાની જાત પર... હોટેલના માલિક પણ જે બાથરૂમના શાવરમાં કેમેરા મૂકી આવું અધમ કૃત્ય કરતો હતો. આવી તો કેટલીયે યુવતીઓને, એ બેસી પડ્યો. આજ એના કુકર્મોનું ફળ એને મળી ગયું હતું. એને જોર જોરથી રડવું હતું પણ એ રડી શકતો નહતો. ગળે ડૂમો બાઝ્યો. આજ એને મા બહુ યાદ આવી. માની મજબુરીનો લાભ ઉઠાવતો બિલ્ડર, એના મિત્રો... બધું આંખ સામે તાદ્રશ્ય થયું. એની મુઠ્ઠી ભીંસાણી અને એણે લાત મારી કોમ્પુટરને.

કાચના ટુકડાઓમાં તરડાયેલો માનો ચહેરો જોઈ એ ભાંગી પડ્યો.

‘મા... મને માફ કરી દે... હું ભટકી ગયો’તો...’ ક્યાય સુધી એ માની તસ્વીર સામે મન મુકીને રડ્યો.

સવારે હોટેલ ‘અફસાના’ આગની લપેટમાં ફસાઈ ત્યારે એના ચહેરા પર અપ્રતિમ આનંદ હતો. પોલીસ આવીને બધી સી.ડી જપ્ત કરે છે અને હોટેલના માલિક બિલ્ડર મધુ દાદાની ધરપકડ કરે છે, અને આખા રેકેટનો પર્દાફાશ થાય છે. હવે ગામડે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આવેશ અને લોકોની વાતોમાં આવી એને રામશંકર માસ્તરનું ઘર છોડ્યું એનો એને આજ પારાવાર અફસોસ થયો. મિત્રોનાં મેણા-ટોણા, એના જ મિત્રો... સાદિક અને મુસો...કેવું કે’તા- ‘કાફર..કાફર..સા...લા...હિન્દુના રોટલા ખાઈ ખાઈને સાવ કાફર થઇ ગયો છે. અને તે દિવસે એણે રામશંકર માસ્તરનું ઘર છોડ્યું. ભાગી ગયો. અને આવી ચડ્યો તો આ નર્કાગારમાં. કેટલીયે છોકરીઓની ઇઝ્ઝત વેચી પેટનો ખાડો પુરતો’તો.

પણ આજ એ ખુશ હતો. આજ એણે ઈમાનનું કામ કર્યું હતું. રેવતીની ઇઝ્ઝત બચાવી એણે પાક કાર્ય કર્યાની સંતોષની રેખા એના ચહેરા પર ચમકતી હતી તો બીજી બાજુ પેલા બિલ્ડર મધુદાદાનાં સામ્રાજ્યને આગ લગાડી એ હનુમાન કુદકો મારી આજ ગામડે જવા રવાના થયો. જેવા સાથે તેવા કહેવત વાગોળતા વાગોળતા એણે સાંજની ટ્રેન પકડી.

રામશંકર માસ્તરના ઘરે જઇ સીધો જ એના પગમાં પડી ગયો..ચોધાર આંસુએ આખું ફળિયું ભીજાયું.

‘બાપુ, મને માફ કરી દ્યો. મેં બહુ મોટું પાપ કર્યું છે.’

રેવતી પણ દોડીને આવી ગઈ, ‘ભાઈ...તું ?’

એની આંખો પણ ભીંજાણી. એ નીચી નઝારે એની સામે ઉભો. પોતાના કરતુંતની શરમ આજ એને ઉચું માથું કરીને ક્યા ઉભવા દે એમ હતી

રામશંકર માસ્તરે એને છાતીએ વળગાડ્યો.

“અગર સુબહકા ભૂલા શામ કો વાપિસ ઘર આયે તો ઉસે ભૂલા નહિ કહતે...”

અને એને ગોરાણીમાને કહ્યું .. ગોરાણી... મા.. લાપશીના આંધણ મુકો. આજ મારે ઘરે મારો દીકરો સલીમ પાછો આવ્યો છે. સલીમ, એના સાહેબ...માસ્તર....કે બાપ કયો તો બાપની નિખાલસતા જોઈ એના પગે પડી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational