Shaileshkumar Pandya

Inspirational

4.9  

Shaileshkumar Pandya

Inspirational

ભગવાનને ચિઠ્ઠી

ભગવાનને ચિઠ્ઠી

2 mins
14.1K


દર્શનાર્થીઓની ભીડમાં પણ પુજારીની આબાદ નઝરે પકડી પાડ્યું કે બાળકીએ દાનપેટીમાં પૈસાને બદલે કૈક કાગળ જેવું પધરાવ્યું, આંસુ લૂછતી બાળકી અદ્રશ્ય. દાનપેટી ખુલી.

‘વ્હાલા ભગવાન,’

કાલથી તો શ્રાવણ માસ  એટલે તારું કંઈ ધ્યાન મારા પર નહિ પડે, છેલ્લા એક વર્ષથી તારા દર્શને આવું છું ને પ્રાર્થના કરું છું પણ તું કઈ સંભાળતો નથી એટલે હવે તને આ ચિઠ્ઠી લખુ છું... હું અનાથઆશ્રમમાં રહું છું. મારે મા-બાપ નથી કે નથી કોઈ સગું. બધા મને હડધૂત કરે છે, ધિક્કારે છે કારણ કે હું દીકરી છું. મારા માબાપે પણ મને દીકરી છું એટલે તરછોડી દીધી છે એમ રામુકાકા એક’દી બોલી ગયા’તા. હું દીકરી છું તો એમાં મારો શું વાંક પ્રભુ ?  રેકટરબેનની ગાળો અને સોટી ખાઈ ખાઈને મારો વાંસો ઉતરડાઈ ગયો છે. પ્રભુ એકવાર તું મને મારા માબાપનાં દર્શન તો કરાવ. મારેય માના ખોળે રમવું, પપ્પાને ભેટવું છે. મારેય વ્હાલ કરવું છે મમ્મીપપ્પાને.

મોક્લીશને મમ્મીપપ્પાને..

લી. જ્યોતિ.

વાંચીને પુજારીની આંખો વરસી પડી, ઘરે હેમાની આંખો પણ અષાઢી મેઘ જેમ ઉભરાઈ..

“હે..ભગવાન આપણે કેવી ભૂલ કરી બેઠા! પ્રભુ, અમને માફ કરો... એક આકાર કે જે હજી પૂરો વિકસ્યોયે  નહતો એને... ભ્રુણમાં, એપણ...માત્ર...દીકરી.” ચોધાર આંસુએ પત્ર ભીંજાયો.

સાંજની આરતીમાં પુજારીનું નવું જ રૂપ જોવા મળ્યું... બીજે દિવસે તો પુજારીના મક્કમ ડગ અનાથાશ્રમ તરફ.

રાતે જ્યારે જ્યોતિના મુખમાં હેમાએ  વ્હાલથી પહેલો કોળીયો દીધો ત્યારે જ્યોતિના શબ્દો સાંભળીને ઘરની દીવાલો પણ રડી પડી.

"તમને ભગવાને મોકલ્યા છે ને...?મારા મમ્મી-પપ્પા છો  ને તમે ?

હેમાએ જ્યોતિને છાતીએ વળગાડી. કયાંય સુધી એની આંખો નીતરતી રહી.

 

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational