જાનથી પણ પ્યારી ઝંખના
જાનથી પણ પ્યારી ઝંખના


જાનથી પણ પ્યારી ઝંખના "કવિતા"....
તારા કવિના મન અંતરથી પ્યાર ભર્યા દિલથી પ્રણામ. ..મારા દિલની ધળકન અને અંતર મનની મહારાણી કેમ છો. .બરોબર છે ને. કેટલાય દિવસોથી તારા કોઈ સમાચાર કે પત્ર નથી. તેથી હું બેચેન ને ચિંતાતુર છું. તું કહેતી હતી કે હું બહું જલ્દી આવીને મળીશ.તેને પણ કેટલા દિવસો થયા. .! તારા વગર એકલા રહેવુ અને જીવન જીવવુ મારા માટે બહું મુશ્કેલ છે. તું મારાથી ઘણી દૂર છો. પણ દિલથી એકદમ પાસે છો. .તુ નજર થી બહું દૂર છો. પણ આંખોમાં કેદ છો. જુહુંના દરિયા કિનારે ઢળતી સંધ્યાએ આપણે બેસીને કરેલી પ્રેમની વાતો અને એ મિલનની સુમધુર પળો મને બહું યાદ આવે છે.
કવિતા તું કહે છે. કે હું તમને બહું વધારે ચાહું છે.ને પ્રેમ કરુ છું. ને હું કહું છું કે હું તને બહું પ્રેમ કરુ છું. કોણ કોને વધારે પ્રેમ કરે છે. તે તો ભગવાન ને ખબર. અને થૅરમોમિટર જેવુ કોઈ સાધન નથી નીકળયુ પ્રેમ માપવાનું.નહિ તો તપાસીને માપી શકાય કોણ વધારે પ્રેમ કરે છે. પણ હું તને બેહદ પ્રેમ કરુ છું. કાળોત્રો નાગ કે વીંછી કરડે ને ડંખ મારે તો કેવી ખતરનાક પીડા થાય. ને તે કોઈ ને કહી શકાય ને તેની દવા થાય. પણ તારા પ્રેમના ડંખ ની એવી પીડા થાય છે કે નથી કોઈને કહી શકતો કે નથી સહન કરી શકતો. અને એની દવા પણ કોઈની પાસે નથી. દવા શિરફ તારી પાસે છે. ને તુ બહું દૂર છો. તારી વિરહ ની યાદ મા હું તળપુ છું. તારી મધુર યાદો મારી આંખો સામે પલપલ રમ્યા કરે છે.
કવિતા તારી યાદ તો એકદમ હદ કરી નાંખી છે. એ યાદ ઉધઈ ના કીડા ની જેમ કોતરી કોતરી ને મગજ ને ખાય છે. અને અંદર ઘર કરી બેસી ગઈ છે. .અને હા ચોપાટીના દરિયા કિનારે મરિનદ્રાઈવની પાળ પર આપણે ઝરમર વરસાદમાં ભીંજાઈ ..ને આલિંગન લઈ ને ઉઠયા ને ઘરે જવા માટે સરદારજી ની ટેક્સી માં આપણે એકબીજામાં ઓતપ્રોત થઈ ને બેઠેલા ને ત્યારે જ શરૂ થયેલ સુમધુર ગીત " તેરે હાથો મે મેરા હાથ રહે. .જીવનભર તેરા સાથ રહે. .." એ સાંભળીને આપણે રોમાન્ટિક થઈ ખુશ થઈ ગયા હતા.એ અનમોલ ઘડી કેમ ભૂલાય.
કવિતા. .કદાચ તારી હાલત પણ મારા જેવી હશે. હું જાણુ છું. પણ આપણે બન્ને અત્યારે મજબૂર છીએ ને કાંઈ ન કરી શકીએ. આપણે ભગવાન પર ભરોસો રાખીએ એ જલ્દી મળાવશે.અને સાચા પ્રેમીઓ ને કુદરત પણ સાથ આપે છે. અત્યારે મારી સામે ને આગળ પાછળ ત્રણ ટ્યુબ લાઈટ ને બે બલ્બ બળે છે. છતા પણ તારા વગર મને અંધકાર લાગે છે. તું જલ્દી આવ ને મારા મન અંતરમાં પ્રકાશ ફેલાવ.તુ મારી દુનિયા છો.તુ મારુ સવૅત્ર છો. તારા વગર હું અધૂરો છું. ખાલી પડેલા મારા દિલના સિંહાસન પર અચાનક તુ આવી કબજો કરી બેસી ને રાજ કરવા લાગી છો. ખરેખર સજૅનહારે તને સજૅન કરીને ગજબ કયો છે તને બહું ફુરસદ થી ઘડી છે. ને તારા મા બધી ચીજો નાખી છે. એટલે જ તો હું પહેલી નજરે તારા પર આકર્ષાયો. ને તારા નશીલા નયનો ના તીર થી ઘાયલ થઈ ગયો. ને મારા મન મંદિરના ગભૅગૄહ મા તને બિરાજમાન કરી છે.
કવિતા તારો હસમુખો સુયૅમુખી જેવો ચહેરો. ગુલાબી ગાલ. અને ખતરનાક અણીયારી માંજરી આંખો. ને સ્નેહશીલ પ્રેમાળ સ્વભાવ એક પલ પણ ભૂલી નથી શકતો. .દિવસે કલ્પનામાં અને રાત્રે સપનામાં તુજ દેખાયા કરે છે. ને રાત -દિવસ તારો પેમાળ - હેતાળ ચહેરો મારી નજરો સમક્ષ તરવરયા કરે છે. તારા વિરહ ની આગ મને બહું સતાવે ને તળપાવે છે. .કવિતા તારા પ્યાર માં અદ્ભુત તાકાત છે. મારા જેવા મજબુત મનોબળવાળા માનવી ને પીગાળી નાખ્યો છે. ને હું તારા પ્યાર માં પાગલ થઈ ગયો છું. ..બસ હવે બહું થયુ. હું આનાથી વધારે સહન નહી શકુ. ..મારા અંતરની વાતો અને શબ્દો ને અહીં વિરામ આપુ છું. .તારા જવાબનો ને પ્રત્રના પ્રતીયુતરનો પલપલ ઇંતજાર કરીશ. .શરીરની સંભાળ રાખજે. .કુશળ હોઈશ. .
લી. તારાજ કવિ. નો
સ્નેહભર્યો બેહદ પ્યાર.