Anami D

Inspirational

4.0  

Anami D

Inspirational

ઇનામ

ઇનામ

2 mins
611


' મમ્મી મમ્મી ભૂખ લાગી છે...કંઈક ખાવાનું આપ ને! ' છ વર્ષનું બાળક એની માને કરગરતું હતું. 

' હા દીકરા... બસ થોડી વાર હો !! તું સુઈ જા ઉઠીશ ત્યારે ખાવાનું આવી જશે હો ' 


ટેબલ ખુરશી પલંગના પાયા નીચે લગાવવામાં આવતા રસ રબરના ડટ્ટા વેચતી રાજી સવારથી ગ્રાહકની રાહ જોઈ રહી છે. સાંજ થવા આવી તોય હજુ બોણી ય નથી થઈ. ખિસ્સામાં એક રૂપિયોય નથી ને દીકરો ભૂખ લાગી ભૂખ લાગી કરે છે. 

' મુંઓ ઘરે પી ને ઊંઘેકાંધ પડ્યો હશે. ' રાજી એના પતિ વિશે વિચારતી હતી ત્યાં જ એક સ્ત્રી આવી. 

' શુ ભાવે આપે છે ? ' એમ બોલતા પેલી સ્ત્રી એ એના હાથમાં રહેલી કાપડની થેલી ને ત્યાં નીચે જમીન પર મૂકી.

' પંદરના બે ' રાજી એ ભાવ કહ્યો. 

 થોડી વાર ભાવતાલ કરીને ' તું તો બહુ મોંઘી છે ' એમ બોલીને કાઈ લીધા વગર જ એ સ્ત્રી ચાલતી થઈ.

થેલી લેતી વખતે એ થેલીમાંથી એક નાનું પર્સ રાજીના પગ પાસે પડ્યું. 


રાજી એ એક નજર પેલી સ્ત્રી તરફ કરી અને પછી બીજી નજર બાજુમાં જ જમીન પર સુતેલા દીકરા તરફ કરી. 

રાજી એ અમુક સેકન્ડ કંઈક વિચાર્યું ને પછી અચાનક જ સાદ પાડ્યો, ' ઓ બુન ' ને હાથ ઊંચો કરીને પર્સ બતાવ્યું.


પેલી સ્ત્રી પાછી વળી.

' બેન તું તો બહુ ઈમાનદાર વ્યાપારી છે.'

સ્રી એ પચાસની નોટ આપતા કહ્યું, ' ચાલ એક કામ કર મને ત્રીસના ચાર ડટ્ટા આપી દે અને વીસ રૂપિયા ઇનામ તરીકે રાખ !!


' ઇનામ..!? ' રાજી એ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

' હા, તારી ઈમાનદારીનું ઇનામ, તું ઈમાનદારીની કસોટીમાં અવ્વલ નંબરે પાસ થઈ એનું ઇનામ '

રાજી આ ઇનામથી દિલથી રાજી થઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational