ઈન્સ્ટાગ્રામ- એક વાર્તા
ઈન્સ્ટાગ્રામ- એક વાર્તા
તળાવના પાણી પરથી ઊઠતી પવનની લહેરો આવીને સીધી ચહેરા પર અથડાતી હતી. તેણીએ પોતાના હાથમાં મારો હાથ લઈ થોડો દાબ્યો. આંખમાં આંખ પરોવી ત્યારે એક નજર મેં તેના હોઠ પર કરી લીધી. તેના પર પાણીનું ટીપું મોતી જેવું ચમકતું હતું.
જ્યારે તે પેલી વખત મળેલી તેની અંદર એ ચંપા નહોતી. મે તેના અંદર હૃદયથી ઊઠતા ભાવો સાથે આંખમાં જોઈ લીધું. આજ ચંપાની અંદર મારું વ્યક્તિત્વ જીવીત હતું.
બારમું ધોરણ ભણતો હું. કેટલાય મોટા મોટા સ્વપ્નાઓ પાંપણમાં સજાવીને ફરતો હતો, પણ ક્યારે એ આંખોની પાંપણો અશ્રુનું તોરણ બંધાય ગયું ખબર જ ન પડી. એક તરફ બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું ટેન્શન હતું બીજી તરફ ધીરે ધીરે તેને ચંપા સાથે પેલી મુલાકાત પછી સાથે જ એક અનેરું સ્થાન મારાના હૃદયમાં મેળવી લીધેલું. હું અને ચંપા એકબીજા સ્કૂલની પ્રિલીમ પરીક્ષામાં બાજુએ બેઠા ત્યારે થયેલો તેની હથેળીનો સ્પર્શ એ દિવસે તો ઠીક રાત્રે પણ સરખી ઊંઘ લઈ શક્યો નહીં.
બીજા દિવસે પેપર પછી મેં તેની બધી વાતો મારા મિત્ર પાસે પૂછાવી તે ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલથી સ્કૂલ સિવાય બીજું કંઈ ફિતુર નથી. થોડા દિવસ પછી મેં તક જડપવા ચંપાને આવતી એકલી જોઈ તેની પાસે ગયો. ત્યાં એટલીવારમાં અચાનક તેની બેનપણી આગળ આવી ગઈ. એ પછી બધા સાથે ક્લાસમાં ગયા. તેની બેસ્ટી મને કહે આ ચંપા કોઈ ફ્લાવર નહિ ફાયર હૈ.., સમજા યે તેરે હાથ લગને વાલી નહિ હૈ. તો ક્યા તું મુજે ચેલેન્જ કરતી હો ? હા ઓર તેરે સે યે પટને વાલી ભી નહિ હૈ.. બસ એ દિવસથી તો હું ચંપાને અવોઈડ કરવા લાગ્યો હતો. અને ચંપા પણ તેની પાસે આવવામાં બહાના કાઢી સામેથી આવતી.
ધીરે ધીરે એકબીજાના સંપર્કમાં આવ્યા. ઇન્સ્તા માં વાતો થાય, ક્યારેક મુલાકાત થાય. વાતો થાય. રૂબરૂ મળી જાય. અને પછી એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો. બધું બંધ થઈ ગયું. જાણો છો કેમ ?
મને અને દિનેશ બંને વચ્ચે ભાઈ જેવી મિત્રતા એટલે એક બપોરે રવિવારે જમીને બંને સાથે બેઠા હતા. રવિએ દિનેશના ઇન્સ્ટા ચેટિંગ જોયું તો મિસ ચંપા. ત્યારે રવિ અંદરથી ધ્રુજી ઊઠ્યો. મારા પગ તળે જમીન ખસી ગઈ. પછી તેને સમજાયું ચંપા વહેલી આવીને મંદિરે દર્શન કરવા નહિ પરંતુ દિનેશને મળવા જાય છે..! ત્યારે તેના હૈયાથી એક આશ નીકળીને વરાળ રૂપે હવામાં ઓગળી ગઈ.

