હું શું બનીશ ?
હું શું બનીશ ?


નાતાલની છુટ્ટી પહેલાં શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય હતો 'મોટો થઈને હું શું બનીશ અને શા માટે'.
બધાંએ પોતાનાં અલગ અલગ મંતવ્ય રજૂ કર્યાં. કોઈકે ડોક્ટર, કોઈકે વકીલ, કોઈકે એન્જિનિયર, કોઈકે વૈજ્ઞાનિક, કોઈકે ચાર્ટર એકાઉન્ટન્ટ, કોઈકે પ્રોફેસર, કોઈકે ઉધોગપતિ, કોઈકે સંગીતકાર, કોઈકે ડાન્સર, કોઈકે દિગ્દર્શક, કોઈકે ક્રિકેટર, કોઈકે ફૂટબોલ ખેલાડી તો કોઈકે નેતા બનવાની ઈચ્છા બતાવી અને એના સમર્થનમાં અનેક કારણો આપીને પાંચ પાંચ મિનિટનું સુંદર વક્તવ્ય આપ્યું.
અંતમાં એક છોકરો ઊભો થયો. માત્ર એકજ લીટીનાં એનાં વક્તવ્યમાં એણે કહ્યું "હું મોટો થઈને સાન્ટા ક્લોઝ બનીશ અને બધાની ઈચ્છાઓ પૂરી કરીશ."આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયો.