Rani Motwani

Inspirational Thriller Tragedy

3  

Rani Motwani

Inspirational Thriller Tragedy

હું સૈનિક

હું સૈનિક

3 mins
8.0K


જાન્યુઆરીનો મહિનો હતો. મંદ મંદ પવનથી બગીચામાં વૃક્ષો ઝૂમી રહ્યા હતાં. અહીં આજે પાંચ વાગ્યે બહુ ચહલપહલ હતી. સાત વાગ્યે તો અંધારું થઈ જશે એમ વિચારીને લોકો પોતાના છોકરાંઓ સાથે આવી પહોંચ્યા હતા. રૂપા બગીચાના એક ખૂણામાં બેસી મેહુલની રાહ જોઇ રહી હતી.

એક અઘેડ ઉમરના માણસ સાદા કપડા પહેરીને બગીચામાં દાખલ થયા. એક પઞ ન હોવાથી કાખઘોડાના ટેકે ધીમે ધીમે પણ આત્મવિશ્વાસથી ચાલી રહ્યા હતાં. એમણે ચારે તરફ નજર નાખી, બધી બેંચ પર લોકો બેઠા હતાં. એક પણ બેંચ ખાલી ન હતી. રૂપાની બેંચ પર જગ્યા જોઈ એ તરફ આગળ વધ્યા અને હલ્કુ સ્મિત આપીને પૂછ્યું, મે આય? રૂપાએ કંઈ કહ્યું નહિ એટલે બેંચ પર એનાથી થોડે દૂર બેસી ગયા.

રૂપાએ એની તરફ નજર કરી. રૂપાના ચહેરા પર સાફ અણગમો નજર આવી રહ્યો હતો. એ માણસનો એક પગ ન હોવાથી રૂપા ત્યાં જોઈ પછી બીજી તરફ નજર ફેરવી લેતી. માણસે રૂપાની તરફ જોયું, એને ખબર પડી ગઇ કે આ છોકરીને એનું ત્યાં બેસવુ પસંદ નથી. માણસને કંઈ ફરક પડ્યો નહીં. કદાચ આજકાલમાં એને આદત પડી ગઈ હતી. રૂપાએ આજુબાજુ જોયું, ક્યાંય કોઈ બેંચ ખાલી નહોતી. એ ધીમે રહીને ઊઠી અને જાણે ચાલવા માટે ઊઠી હોય એમ ધીમે ધીમે ચાલવા માંડી.

રૂપાને મેહુલ પર ગુસ્સો આવવા માંડયો. હજી સુધી આવ્યો કેમ નહીં? કેટલી વાર લગાડે છે? ચાલતા ચાલતા એ પોતાના મોબાઈલના વૉટ્સઅપમાં ખોવાઈ ગઈ.

અચાનક એક યુવક પાછળથી ભાગતો આવ્યો, રૂપાના હાથમાંથી મોબાઇલ ઝુટવીને દોડવા માંડયો.

રૂપાએ બૂમ પાડી, “ચોર ચોર”.

પણ આ શું? અચાનક એ ચોર ભાગતા ભાગતા ઊભો રહી ગયો. પેલા અઘેડ ઉમરના માણસે સ્ફુર્તિથી ઉઠીને ચોરને કાખઘોડાથી અટકાવ્યો અને બીજા હાથથી એને પકડી રાખ્યો.

આસપાસના લોકો જોઈ રહ્યા. રૂપા ત્યાં પહોંચી અને પોતાનું મોબાઇલ લઈ લીધું.

અઘેડ ઉમંરના માણસે ચોરને પોલીસને ન સોપતા એને સમજાવ્યો કે મહેનત કરીને આગળ વધવું જોઈએ. આ ઉંમરે એને પોલીસને સોપવાથી એનું ભવિષ્ય બગડશે.

એ માણસ ચોરને સમજાવી રહ્યો હતો ત્યારે રૂપા એને જોઈ રહી. ગદગદ થઈ ને કહ્યુ, “આટલા બધા લોકો અહીં હોવા છતાં ફક્ત તમેજ મારી મદદ કરી અને છોકરાને સારી રીતે સમજાવીને જવા દીધો.’

“તમે કોણ છો?’

હું ભારતનો એક સૈનિક છું. બૉર્ડર પર લડતાં હું ઘાયલ થયો અને એક પગ ગુમાવી બેઠો છું. મેં સૈનિક છું એમ કહ્યું, હતો એમ નથી કહ્યુ, કારણ કે હજી પણ દેશને જ્યારે મારી જરૂર હશે ત્યારે હું હાજર થઇ શકુ છું.

રૂપાને પોતાના વર્તણ પર શરમ આવી. એણે માફી માંગતા કહ્યું, “તમે દેશને માટે જાન આપો છો. તમારો પગ દેશ માટે લડતા કપાઈ ગયો. દેશના સૈનિક સીમા પર રક્ષા કરે છે ત્યારે અમારા જેવા સામાન્ય નાગરિક ચૈનથી સુઈ શકે છે. પછી હલ્કુ સ્મિત આપીને ઉમેર્યુ, “તમે ખરેખર ફકત શરીરથી નહીં પણ દિલ અને દિમાગથી પણ સૈનિક છો.!"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational