STORYMIRROR

Kalpesh Patel

Drama Horror Classics

4  

Kalpesh Patel

Drama Horror Classics

હું એવો નથી.

હું એવો નથી.

3 mins
9







હું એવો નથી~ 
( The Secretive Grin)

અમદાવાદની પોળોમાં જૂની યાદો ક્યારેય મરતી નથી …
અગણિત યાદો રહે છે.
દીવાલોમાં…, ઘરના ઓટલે, ને ક્યારેક ધાબે પણ
અને અલબત્ત માણસોના મનમાં પણ .

ઇલાએ ઈકબાલને પ્રથમ વખત ઉત્તરાયણ ના દિવસે જોયો હતો .

આકાશમાં રંગ-બે-રંગી પતંગો ઉડી રહ્યા હતા. પતંગની દોરીઓ ભાગ્ય જેવી, એક બીજા સાથે પેચ કરવા અથડાતી હતી.

ઇલા દોડતી હતી… એક કપાઈ ગયેલી પતંગ પાછળ.
અને અચાનક.

તેનો પગ લપસ્યો.
પરંતુ, 
એક હાથે એને પકડી લીધી.
મજબૂત. અચાનક. આવેલી મદદ…
એ હતો ઈકબાલનો હાથ .

“સાવધાન રહેવું જોઈએ,”

એણે એક આંખ ઝીણી કરી કહ્યું.

અને પછી,
એણે સ્મિત કર્યું.
એક રહસ્યમય સ્મિત.

એ દિવસ પછી…
ઈકબાલ, ઈલાને વારંવાર દેખાવા લાગ્યો.

ઈલા જ્યાં જુવે ત્યાં, ઇકબાલ હાજર.
ગલીઓમાં… છત પર…શાક વાળા પાસે,રસ્તાની સામે.બસસ્ટેન્ડ પાસે 

એ હંમેશા શાંત રહેતો .
હંમેશા દૂર રહી નજર રાખતો.
પરંતુ હંમેશા ચહેરા પર 
એજ લોભામણું સ્મિત.

“ઈલા તું વધારે વિચારે છે,” એ ક્યારેક મોકો મળે તો કહેતો.

અને ધીમે ધીમે
ઇલાને ઇકબાલની વાત સાચી લાગી .

એક રાતે ફોન આવ્યો.
અજાણ્યો નંબર.

“ઇલા.”
એ જ જાણીતો અવાજ…

ઈકબાલ, કહ્યું. ઈલા તું 
“મંદિરે આવ,” એણે કહ્યું.
સાબરમતી રિવરફ્રન્ટ  પાસેનાં લક્ષ્મીજીનાં જુના મંદિરે. 
શાંત કોઈ ઉચાટ વગર વિનંતી.પણ ગંભીર સ્વર હતો ઇકબાલનો .

ઇલા પહેલી વખત વિચાર કર્યા વગર મંદિરે પહોંચી,ત્યારે આરતી પૂરી થઈ ગઈ હતી.
હવામાં ફૂલ અને અગરબત્તીની સુગંધ…હતી.

અને એથી કંઈક વધુ.ઈકબાલ મંદિરના એક થાંભલા પાસે ઊભો હતો.જાણે ઘણા સમયથી તેની રાહ જોતો ઉભો હોય.

“અહીં શા માટે બોલાવી મને ?” 
ઇલાએ પૂછ્યું.

“કારણ કે અહીં માણસ  ખોટું નથી બોલી શકતો ,” એણે કહ્યું.

એણે એક નાની કાંસાની ફેમમા જડેલો અરીસો બતાવ્યો .

“ઈલા જરાક જો .”

ઇલાએ અરીસામા જોયું.
પહેલાં,ફક્ત પોતાનો ચહેરો દેખાયો .
પછી…
એક ઝલક.
ઉત્તરાયણનાં દિવસે, પગ લપસતો.સંતુલન તૂટતું, હાથ સરકતો….

ઇલા બે ડાગલા..પાછળ હટી ગઈ.

“તું શું હજુ એ યાદ કરે છે,” 

ઈકબાલ બોલ્યો.

“ના…” એણે ધીમેથી કહ્યું.
પણ અમુક યાદ આવવા માટે પરવાનો લેતી નથી.

ઈલાને અરીસામાં તેના ઘરની છત ફરી દેખાઈ.
એજ કિનારો.
એજ ડર.
અને આ વખતે
કંઈક બદલાયું હતું .

ઈકબાલ એને જકડી રહ્યો હતો.

અને ઇલાના હાથ.

એને દૂર ધકેલી રહ્યા હતા.

“હું… હું એવી નથી …!!!”

એ તૂટી ગઈ.

“તને ખોટો ડર લાગ્યો છે ,” 

ઈકબાલ શાંત રહ્યો.

“હું મારી જાતને બચાવવા માગતી હતી…”

મંદિરમાં ભારે મૌન છવાઈ ગયું.

આખરે 
“માફ કર,”
ઇલાએ આંખો બંધ કરીને કહ્યું.

ઈકબાલે એની સામે જોયું.

આ વખતે.

એનું સ્મિત લોભામણું નહતું.

એ શાંત હતું.

ઇકબાલ 
“તું, મારો પીછો છોડ,મને મુક્ત કર,” 

ઇલાએ હાથ જોડ્યા.

તું કહે તેમ….ઇકબાલે કહ્યું.

ઈલાએ આંખો ખોલી,ઈકબાલ ગાયબ હતો .

અને આજે ઉત્તરાયણ પછી પહેલી  વખત 
મનમા શાંતિનો અહેસાસ થયો.

ઇલા મંદિર બહાર આવી.
રાત હવે તેને હલકી લાગી.
ત્યાં ફોન વાગ્યો.
અજાણ્યો નંબર.
ઈલાએ કોઈ ની દોરવણી થી ફોન ઉપાડ્યો..

“ઇલા.”

એ જ અવાજ.

“ઈકબાલ…?”

હળવું હાસ્ય.

“તું મંદિરથી કેમ નીકળી ગઈ?.”

“હું તો હમણાં જ તને મળીને તો આવી…છુ ” 

એણે કંપતા અવાજે કહ્યું.

“ના,” 

એણે શાંતિથી કહ્યું.

“તું મને મળીજ નથી .”

“તો તું ક્યાં છે?”

થોડી ક્ષણ શાંતિ…

“જ્યાં તે ક્યારેય વિચાર્યું નથી ત્યાં .”

ઇલાની નજર…

મંદિર નાં હોલ પરથી ખસી.

નદી તરફ ગઈ.
અને આ વખતે.
ઇકબાલની યાદ પૂરી આવી.
છુપાયેલી નહીં.

એ દિવસે કોઈ અકસ્માત નહોતો. તું મારી પસંદગી હતી.
અને 
“તું પણ મને ભૂલી નહોતી,”

“ઈલા તે એ છુપાવ્યું હતું.”

ફોનનો અવાજ બોલ્યો.

“તો… તું કોણ હતો?” ઇલાએ પૂછ્યું.

“જેને હું અત્યાર સુધી રોજ જોતી હતી …”

લાંબું મૌન.
એણે કહ્યું.

“હું રાહ જોઈ રહ્યો હતો.”

“કોની?”

“તને સાચી હકીકત જણાવવાની.”

સાબરમતી કિનારે પવન વધુ ઠંડો થયો.

“હું સાચો છું, ઇલા.”

“પણ,તો ક્યાં છે તું?”

એણે છેલ્લે પૂછ્યું.
જવાબ આવ્યો.
ઈલા જરાક .
“નીચે જો.”
ઇલાએ આંખ ઝીણી કરી નીચે જોયું.
નદીનાં નીર નાં વહેણમા 
એક શરીર તણાતું હતું.
એક હાથ બહાર.
અને એની આંગળી પર,
પતંગની દોરી લપેટાએલી હતી .

ઈલાનાં હાથમાંથી ફોન છૂટી ગયો.

પણ કોલ બંધ થયો નહીં.

સ્પીકરમાંથી.

કોઈ શબ્દ નહોતો.
ફક્ત…
કદાચ એક, આશા, એક અહેસાસ.
એક સ્મિત સાથેનો ઉદ્દગાર 

“હું એવો નથી”

શાંતિનાં અંગીકાર સાથે ઈલા નો ઉકળાટ સમ્યો.. હવે તેને રિવફરન્ટ ઉપર નદીનો પવન  ઠંડો નહોતો લાગતો…

ઇલાએ ,ધીમે ધીમે આંખો બંધ કરી. એને માટે,સત્ય સ્વીકારવું સરળ નહોતું તો એમાંથી ભાગવું હવે શક્ય નહોતું.

એણે ઊંડો શ્વાશ લઇ… અને પહેલી વાર પોતાને માફ કરવાનો પ્રયાસ કર્યો.

ક્યારેક એવું કરવામાં નવી શરૂઆત હોય છે.
આમ, ઇકબાલની મુક્તિ સાથે ઇલાના જીવનમાં એક શાંત, પણ સચોટ શરૂઆત થઈ ચુકી હતી.

ડિસ્ક્લેમર
આ કથા સંપૂર્ણપણે કલ્પિત છે. તેમાં દર્શાવાયેલા પાત્રો, ઘટનાઓ અને સંજોગો લેખકની કલ્પના પર આધારિત છે. કોઈ જીવિત કે અવસાન પામેલ વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈપણ સામ્યતા માત્ર સંયોગ માનવી.
આ વાર્તા માનસિક સ્થિતિ, સ્મૃતિ, પસ્તાવો અને આત્મસ્વીકાર જેવા વિષયોનું સાહિત્યિક પ્રદર્શન કરે છે. તેને વાસ્તવિક ઘટના તરીકે સમજવું યોગ્ય નથી.
કથામાં દર્શાવાયેલ, અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટ , કે લક્ષ્મીજી મંદિર જેવા સ્થળો માત્ર વાર્તાને વાસ્તવિકતા આપવા માટે ઉપયોગમાં લેવાયા છે. અહીં વર્ણવાયેલ ઘટનાઓનો આ સ્થળો સાથે કોઈ વાસ્તવિક સંબંધ નથી.
લેખકનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ અથવા ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama