હત્યા કે અકસ્માત
હત્યા કે અકસ્માત
મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઈને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઇ ગયું. શું મે મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખુબ પ્રેમ કરતો હતો. કોલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા ? અને એ પણ મારા હાથે ? કલ્પનામાં પણ એ શક્ય નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર ન હોતું ! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે.
રમોલાની મૃત્યુનાં આઘાતમાંથી હજી ભાનમાં આવું તે પહેલાં તો હું ગુનેગાર રુપે પોલીસ સ્ટેશનમાં હતો. પૂછતાછ માં અનેક સવાલોની વર્ષા થવાં લાગી.
'તે તારી પત્નીની હત્યા કેમ કરી ? '
આ સવાલનો શું જવાબ આપવો એ મને સમજાતું નહોતું. મારા મૌનથી મારાં પર થયેલી શંકા સત્ય સાબિત થશે આ વાત મારો મિત્ર સંદિપ વારંવાર મને સમજાવવા લાગ્યૉ. મેં બધીજ ધટના સંજયને કહી સંભાળાવી.
"ચિંતા ના કરતો; મને તારા પર પુર્ણ વિશ્વાસ છે ! તને હું નિર્દોષ સાબિત કરીને જ રહીશ."
આ આશ્વાસન ભર્યા શબ્દો કહી તે ચાલ્યો ગયો.
રમોલાની હત્યા માટે મને કોર્ટમાં ગુનેગાર સાબિત કરી દેવામાં આવ્યો. રમોલાની હત્યા માટેના બધાજ સબુત મને હત્યારો સાબિત કરતા હતા. મારી નિર્દોષ સાબિત થવાની બધી જ આશા મેં છોડી દીધી. કોર્ટમાં જજ મારી સજા જાહેર કરવાની તૈયારીમાં જ હતાં ત્યાં મારાં કેશ વિશેની માહિતી રજુ કરવાની એક અપીલ આવી !
"સર મોડું આવવાં માટે માફી માગું છું; પણ આ કેશ વિશેની માહિતી રજુ કરવાની મને તક આપવાની અપીલ કરું છું "
આ અપીલ કરનાર મારો મિત્ર સંદિપ હતો. એનો આત્મવિશ્વાસ જોઇને મારી નિરાશાને આશાનું કિરણ મળ્યું. રજૂઆતની પરવાનગી મળ્યા બાદ જે મુદા એને રજુ કર્યા એ સાંભળી મારા મનમાં જે ગૂંથણી હતી એનો આસાનીથી મને ઉત્તર મળ્યો. મેં રમોલાની હત્યા કરી ન હતી ! અંતર મનને જવાબ મળ્યો, કે મારી આંખો માંથી અશ્રુઓની વર્ષા સરી પડી.
સંદિપની રજૂઆત એટલી સરળ હતી; કે વિશ્વાસ ન કરવો હોય તો પણ કરવો પડે. રમોલાની હત્યાના રહસ્યની રજૂઆતની શરુઆત હતી ઓરડાથી !
"હું આ ઘટનાની ફરી એક વાર રજૂઆત કરું એ પહેલાં જે પ્રોસીક્યુટરએ દર્શાવેલ મુદા છે એ રજુ કરું છું.
શ્રીમતી રમોલાની હત્યા તેમનાં ધરમાં થઇ છે, ઘટના દરમિયાન ત્યાં શ્રીમતી રમોલા સિવાય માત્ર તેમના પતિ રવિ ત્યાં હાજર હતા, હત્યા ગળા પર છરીના ઘાને લીધે થઈ છે, જે છરી પર નિશાન રવિની આંગળીઓના છે. જેનાં કારણે રવિને હત્યા માટે દોષિત માનવામાં આવી રહ્યો છે જ્યારે આ હત્યા નથી એક અકસ્માત છે."
સંદિપની આ રજૂઆતથી કોર્ટમાં જીજ્ઞાસા વધી ! એ આગળ શું રજૂઆત કરશે એ સાંભળવા કાન સરવા થવા લાગ્યા.
"સૌપ્રથમ હું ઘટના સ્થળ વિશે માહિતી રજુ કરવા માંગુ છું. શ્રીમતી રમોલા અને રવિ બંનેનું ઘર ૧ રુમ-રસોડાવાળુ છે. ઓરડા અને રસોડા વચ્ચે એક નાની દિવાલ છે. રસોડામાં ગેસનાં ચુલાનું પ્લેટફોર્મ છે જેમાં હાથ કે શાકભાજી ધોવા માટે વોશબેશનનો સમાવેશ છે. એજ રીતે રીતે રસોડા અને આરડાને અલગ કરતી દિવાલ પાસે પણ એક વોશબેશન છે. આ શિવાય ઓરડામાં એક બાથરુમ છે.
આ થય ઘટના સ્થળ વિશે માહિતી. હું હવે રજુ કરુ છું સત્ય ઘટના."
આ સાંભળવા માટે હું કેટલો અધીર થઈ રહયો હતો એ કોઈ વિચાર પણ ન કરી શકે ! રમોલાની મૃત્યુ કઇ રીતે ને ક્યા કારણોસર થય ? આ સવાલ નો જવાબ મળવાનો હતો.
"રજાનો દિવસ હોવાથી બંને પતિ પત્ની સમય ઘરમાં જ વિતાવવાનું આયોજન કર્યું. રસોડામાં બંને એ સાથે મળીને રસોઈ બનાવી, રસોઈ હતી શાક- રોટલીને દાળભાત. શાક બનાવવા માટે રવ
િએજે છરીનો ઉપયોગ કર્યો હતો એ તેનાં હાથમાંથી સરીને રસોડાની બહાર પડી. રવિ રસોઈના બીજાં કામમાં વ્યસ્ત હતો એટલે શ્રીમતી રમોલા છરી શોધવા માટે રસોડાની દિવાલ પાસેથી ઓરડામાં સરી પડેલા છરી શોધવા લાગ્યા ! ઓરડામાં જ્યાં છરી પડી હતી એ ઓરડાના વોશબેશનની વિરુદ્ધ દિશા હતી જ્યાં જગ્યા ઓછી હતી.
શ્રીમતી રમોલા છરી લેવા માટે વાંકા વળ્યા કે વોશબેશન સાથે અથડાઈને ઊંધા પડ્યા. શ્રીમતી રમોલા પડ્યા ત્યારે તે કાંઈ બોલી ન શક્યા કારણ કે છરી હાથમાં આવવાના બદલે એમના ગળામાં પેસી ગઈ હતી. એ કાંઈ બોલી શકે તે પહેલાં જ તે મૃત્યુ પામ્યા હતા."
આ રજૂઆતની સાબિત કરવા માટે સંદિપએ અનેક સબુત હાજર કર્યા. એના પરથી છરી પર મારી આંગળીઓના નિશાન હોવાં છતાં પણ મે રમોલાની હત્યા નથી કરી એ સાબિત થયું. મને નિર્દોષ જાહેર કરી માન સાથે આઝાદ કરવામાં આવ્યો. મારા ને રમોલા સાથેની ઘટના પર લેખ આવ્યો; જેથી મને લોકો પાસેથી માનભેર સહાનુભુતિ મળી. પણ ખરાબ દિવસોમાં દેવદૂત બનીને આવેલા સંદિપ કઈ રીતે ભુલાય ! એનો ઉપકાર ન ચુકવી શકાય પણ આભારતો પ્રગટ કરવોજ જોઈએ.
આજે સંદિપ રાહ જોતજોતામાં આ આખી ઘટના નજરે ચડી આવીને આંખો અશ્રુભીની થઇ ગઇ.
સંદિપ: ભુતકાળ ને યાદ કર્યા કરીશ તો વર્તમાનમાં જીવ નઇ રહે.
રવિ: તું ક્યારે આવ્યો ?
સંદિપ: જ્યારે તું ગંગા-જમના વરસાવતો હતો ત્યારે.
રવિ: અહાહાહા..
સંદિપ: આજે શું યાદ આવી મારી ?
રવિ: તે મારા માટે જે કર્યું છે એનો રુણ તો ન ચુકવી શકાય, પણ હું તારો આભાર પ્રગટ કરવા માંગુ છું !
મારા ખરાબ સમયમાં તું મારી સાથે રહ્યો ને મને એમાંથી તારી પણ લીધો. મિત્ર ખુબ ખુબ આભાર તારો !
"આ શબ્દ સાંભળીને સંદિપના મુખ પર બદલાતા ભાવોનું અવલોકન કરતાં એવું લાગતું નથી કે એને મારા પર શંકા છે. સંદિપ, અનુભવી ક્રિમિનલ લોયર છે. જેલમાં મેં એને જે કહયું હતું; કોર્ટમાં એને એ સાબિત કરીને બતાવ્યું. હવે હું નિશ્ચિંત થઈ શકું છું."
રવિ સંદિપ સાથેની વાતચીતમાં નિશ્ચિંત થઈ ગયો. સંદિપઆ જ તકની રાહ જોતો હતો. એને રવિ સાથે વાત વાતમાં બોલાવી લીધું રમોલાની મૃત્યુનું સાચુ કારણ શું હતું ?
રવિને સમજાય ગયું કે સંદિપની સામે સત્ય બોલ્યેજ છુટકો છે. એને સંદિપને બધી હકીકત જણાવી.
"રમોલા પોતાના કામ અને ઘરને લીધે ખુબ વિચલીત રહેતી હતી; જે ક્યારેક ડિપ્રેશનમાં બદલાય ગયું ખબર જ ના પડી. એના કારણે એ ઘણી વાર મરવાની વાત કરતી પણ હું એને સમજાવતોને એ શાંત થઈ જાતી. પણ, તે દિવસે હું સમય ચુકી ગયો. રસોઈ બનાવી એને એકધારી છરી સામે જોયાં કર્યું; જે મને શંકાસ્પદ લાગ્યું એટલે હું છરી એનાંથી દુર કરવા ઓરડામાં જવા લાગ્યો. પાછળથી આવી મારાં જે હાથમાં છરી હતી એ પકડીને એને પોતાના ગળા ઘાવ કરી નાખ્યું. મને કાંઈ સમજાય તે પહેલાં તો એ મૃત્યુ પામી."
રવિની વાત સાંભળીને સંદિપને તેનાં પર ભરોસો આવ્યો કારણ કે એને કરેલ તપાસ પણ એજ સાબિત કરતું હતું. રમોલાની તપાસ કરતા એના ડિપ્રેશનમાં હોવાની જાણકારી મળી હતી. પણ, આ વાત રવિએ પહેલાં કેમ ન કરી ? એ જણાવવા કહ્યું.
"રમોલાને હું ખુબ પ્રેમ કરતો હતો અને કરુ છુ. એનાં ડિપ્રેશનને લીધે મૃત્યુ ને હાસ્યસ્પદ બનાવવા નથી ઇચ્છતો."
રવિનો જવાબ સંદિપને વ્યાજબી લાગ્યૉ કારણકે તે જાણતો હતો રમોલા પ્રેત્યે તેનાં પ્રેમને.
"રવિ જે થયું તે પણ અકસ્માત જ હતો; હું આશા રાખું છું કે તું એ ભુલી આગળ વધીશ."
આટલું કહીને તે રવિથી છુટો પડ્યો. સંદિપ ઓઝલ થયો કે તરત જ રવિનાં મુખ પર અટ્ટહાસ્ય આવ્યું.
રમોલાની મૃત્યુનું સાચુ રહસ્ય રવિના અટ્ટહાસ્યમાં શંકાસ્પદ રહ્યું જે માત્ર રવિજ જાણે છે.
"રમોલાનું મૃત્યુ, હત્યા કે અકસ્માત ?" અહાહાહા...