Nandini Mehta

Romance Others

3  

Nandini Mehta

Romance Others

હરિત_પૂર્ણ

હરિત_પૂર્ણ

5 mins
15K


તું નથી પણ એક ખાલીપો છે

રોજ એને સંસ્મરણોથી ઉછેરું છું.

ઇલેક્ટ્રિક ચીમનીના નાળચામાંથી નીકળતો ધુમાડો ઉધ્વૅગતિના માર્ગે એક અનંત યાત્રાએ જાણે નીકળી રહ્યો હોય એવું પૂર્ણા અનુભવતી હતી. આનંદભાઈ, છેલ્લાં ૬ વર્ષની લાંબી પથારીવશ અવસ્થામાંથી સીધાજ મોક્ષમાર્ગે પ્રસ્થાન કર્યું. અસ્થિકુંભ લઈને - સીધી જ નદીકિનારે મહારાજ સાથે લઈને ગઈ. વિધીવ્રત અસ્થિકુંભને નદીમાં પધરાવીને બધાંને “નમસ્તે” કરીને, બાકીની વિધિનું કહેણ સૌ સગાંવહાલાં તથા મિત્રોને કહ્યું. ઘરે આવીને આનંદભાઈના ઓરડામાં જઈ બેસી. ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, બધાંની સામે એક મજબુત બનીને રહેલી એ હવે સાવ પડી ભાંગી. આખી દુનિયામાં જાણે સાવ એકલી થઇ ગઈ. પપ્પાનાં છેલ્લાં શબ્દો એના કાનમાં પડઘાવા લાગ્યાં, “હરિત...હરિત...હરિત”

પૂર્ણાની જીંદગીમાં, છેલ્લાં છ વર્ષમાં ઘણાં બદલાવ આવ્યાં હતાં. મમ્મીતો ક્યારની તારો બનીને રાતે ચમકતી હતી. હવે પપ્પા પણ, એને સાથ આપવા જતાં રહ્યાં. ભૂતકાળનો હિસાબ માંડું કે પછી ભૂતકાળમાં છૂટી ગયેલાં સાથને એકઠાં કરું કંઇજ સમજ ન’તી પડતી. મમ્મીના ગયા પછી, પપ્પાની માંદગીને કારણે એણે ઘરને જ ઓફીસ બનાવી દીધી હતી. પૂર્ણા એ આનંદ-ચિત્રાના પ્રેમનો પૂર્ણવિરામ એટલે પૂર્ણા. પૂર્ણા એટલે એમના વંશનો વારસદાર જ, એને એજ રીતે ઊછેરી હતી. કોલેજમાં ભણતી ત્યારથીજ એ પપ્પાના બિઝનેસમાં જોડાઈ ગઈ હતી. એટલે જયારે આનંદભાઈની તબિયત લથડી ત્યારે બંને મોરચે ધ્યાન આપવાનું હોવાથી ઘરને ઓફીસ બંને એક કર્યા હતાં. આજે હવે સૌપ્રથમ કામ તો તેણે ઓફીસ-ઘરની વ્યાખ્યા સુધારવવાની હતી. ઘર ને ઘર બનાવતાં છ મહિના જેટલો સમય લાગ્યો. જયારે પણ થોડી ઘણી નવરાશ અનુભવે, ત્યારે બસ એને પપ્પાનાં છેલ્લાં શબ્દો સંભળાતા હતાં.

હરિત, હા... હરિત એ એક માત્ર નામ ન હતું એક દુનિયા હતી પૂર્ણાની. હરિતપૂર્ણ ગમતીલું સરનામું ! કદાચ અંદરના અભાવને પૂરવાનો સમય હવે આવી ગયો ! એ વિચારે વિચારતી રહી. મોબાઈલ હાથમાં લીધોને ફોનબુકમાં નંબર શોધવા લાગી. ગમતીલું સરનામાને શોધવાની મહેનત કરવાં લાગી ગઈ. છેલ્લાં સાત વર્ષના સમય સાથે છૂટેલાં સાથનો હાથ પકડવાનો હતો. મહેનત તો લાગી પણ આખરે એને સરનામું તો મળીજ ગયું.

હરિતને લીલો રંગ બહુજ ગમતો, અલબત્ત એને રંગોજ બહુજ ગમતાં. હવામાં ફરીથી એક લીલોછમ આકાર ઘડાતો જાય છે. વિચારોમાં વિહરતી હું ક્યારે ફરીથી મારાજ મૂળ પાસે કે પછી મૂળ વગરના માનવી સાથે આવી ગઈ. અંતરના અભાવની જગ્યાને પૂરવા એક નવા ઉઘાડ તરફ ડગ માંડવા, લીલાં રંગની મમત તરફ ! ને- હું અથડાઈ... વિચારોની દુનિયામાંથી બહાર નીકળી. હજી કઇ જોઉં એ પહેલા જ જોરથી એક ધબ્બો પાછળ પડ્યો. જોયું તો, રશ્મી હતી. અચાનક મળેલી બહેનપણીઓ, ખુશીની હેલી ફરીવળી. સાથે એની ફૂલ જેવી દીકરી રોમાને મળીને ગપ્પા માર્યા. સ્કુલના દિવસોને મમળાવ્યા. લગ્ન પછી રશ્મી અમેરિકા જતી રહી હતી. હવે એ પાછી આવી ગઈ છે, સાથે-સાથે હરિત નામ સંગ એનું વાચાળ મૌન કંઈક કેટલાં તરંગોને તરંગીત કરતી ગઈ. એકબીજાનાં નંબરની આપલે કરીને છૂટી પડી.

પપ્પાતો મુક્તિ માર્ગે આગળ વધી ગયાં. જીવનને નવો આકાર આપવો કે, એ સંબંધને સ્વાગત કરવાંની ઉત્સુકતાભરી મનની વાત ને, આજે બહુ સમય પછી એની ડાયરીમાં લખે છે, બસ હરીતવર્ણ કે પછી હરિત-પૂર્ણ. હરિત કાયમ કહેતો, “પૂર્ણા તું મળીને હું પૂર્ણ થયો. હરિતપૂર્ણ !” હું શરમાઈને હસી પડતી.

રાતના અંધકારમાં અલગ થઇ રહેલાં બે પડછાયામાંથી દુર સરકતો એક પડછાયાને અલોપ થતાં, બારી પાસે ઊભી ઊભી ક્યાંય સુધી જોતી રહી. ક્યાંય સુધી અશ્રુ વહેતાં રહ્યાં ખબર જ ના રહી. ચાંદનીની ચાદર ઓઢીને સૂતેલી નિ:શબ્દ રાત્રીના આગોશમાં કદાચ બધાં ચીરનિંદ્રામાં પોઢી ગયેલાં હશે !

હું અહિયાં ઊભી ઊભી અકારણ તાક્યા કરું છું જિંદગીને ! મન થયું જીંદગીમાં મળેલાં રંગોને પીંછીમાં ભરીને કેનવાસ પર ચિત્ર સમા લસરકા દોરું ! પછી, હું જ હસવા લાગી. મને તો ક્યાં ચિત્ર દોરતાંજ આવડે છે ? આડી-ઊભી લીટીઓ દોરવાથી થોડી મારી વ્યક્ત થવા ઈચ્છતી સંવેદનાઓને રંગો થકી વાચા આપી શકીશ ? તો ! રાત્રીના અંધકારમાં ઊગેલાં નિજ નભમાં મેઘઘનુષ સમો કાગઝી શબ્દધનુષ લખું તો કેવું !

હા, કદાચ એ હું કરી શકું. ગમતીલાં કામ કરવામાં હોંશ બહુજ હોય. હરિત, માટે તો ઘણુબધું કરી શકું છું ને- જેટલું કરું એટલું ઓછું છે એના માટે... છતાં કશું જ ના કરી શકવાનો રંજ છે. માત્ર એને ચાહ્યાં કરવાની જ મારી નિયતિ છે. એજ સત્ય છે . 

મનમાં જાગેલાં આવેગને આકાર આપવો જરૂરી છે. કદાચ આકાર નહિ આપું તો, હું વધુ ને વધુ ઘૂંટાઈ જઈશ. ઘૂંટાઈ ઘૂંટાઈને વિખેરાવા કરતાં શબ્દરૂપે કાગળ પર અજંપાને વહાવી દેવો વધુ સારો. હૃદયમાં ઉમટેલી લાગણીને ઝરણાંરૂપી વહેણ આપી મનને હળવું કરું...

-એજ લિ. (હરિત)પૂર્ણા 

વિચારોને મમળાવતી હું બારી પાસે જ ક્યારે ચંદ્રમાના પ્રકાશમાં નિંદ્રાવશ થઇ એની ખબર જ ના રહી. અંતરના અંધકારમાં ક્યારે પરોઢ ઊગી નીકળી એનીય ક્યાં ખબર રહી. કદાચ એ ઉજાસ, હરિતની યાદો તો નઈ હોય ! ડોરબેલનો અવાજ મને ઢંઢોળી રહ્યો હતો. એવો ભાસ લાગ્યો ! અનિંદ્રામાં વીતેલી રાત પર કયારે પરોઢ થઇ ? જાણે તે જ બારણાં પાસે આવીને ટકોરા દીધાં એવાં એહસાસથી લગભગ દોડતીજ દરવાજો ખોલવા ઊભી થઇ. ડોરબેલના અવાજે મુજ અંદરના વિચારોના ઘૂઘવતાં અવાજોને બાજુ પર મુકીને રોજીંદી ઘટમાળમાં ક્યારે જોતરાઈ ગઈ ખબર જ ના રહી. તોયે ભીતર ઉમટી આવેલાં લાગણીસભર વાદળો ને બહાર આકાશ ઉમટી આવેલાં વાદળો એકસરખાં આજે મને લાગ્યાં.

કૉફીનો મગ લઈને બાલ્કનીમાં હીંચકા પર બેસી ત્યાં પાછું મન રંગબેરંગી પતંગિયાઓથી ઉડાઉડ કરવાં લાગ્યું. સામેની બાલ્કનીમાં મોગરાના છોડને પાણી પાતાં રતનબા ને, “કેમ છો ? પૂછતાં-પૂછતાં જાણે હું જ મોગરાનું ફૂલ બની ગઈ હોઉં એવી મહેકતી મને લાગવાં લાગી.” શું આનેજ પ્રેમની અવ્યક્ત અભિવ્યક્તિ કહું કે પછી આપણા બંને વચ્ચે રચાયેલો એક લય ? ભીતરે મળેલી કોઈ યુગ્મ રેખા થકી રેલાતો એક સુર, એક સંવાદિતતા કે પછી જીવતોજાગતો એક સંબંધ.

ભીતરને બહારના લયને કેવી રીતે બાંધવો ? બંધન કહું કે પ્રેમની સીમા ! હરિત તને તો ખબર જ છે ને, (મને બંધન જરા પણ ગમતાં નથી. એટલે જ હું બહુ સાજશૃંગારમાં માનતી નથી. જેવાં છીએ એવાજ થઈને રહેવું વધુ ગમે છે.) તું પણ એ જાણે છે! નાની નાની વાતોમાં બંધિયાર ન’તું થવું, એના કરતાં વહેચાઈ જવું વધુ સારું.

મને હજી પણ યાદ છે તું હમેશાં કહેતો, “ખંડિત થવા કરતાં વૃક્ષની જેમ ફેલાવું વધુ સારું.” ને હસતાં-હસતાં કહે પાછો, “હું તારા આકાશમાં ફેલાયેલું એક વૃક્ષ છું. હવામાં તારે જ માટે વેરાયેલું એક ફૂલ છું-વાદળ રૂપી એક આકાર છું-એકાકાર છું. તારી ભીતરના અંધકારને ગ્રહી લેતો એક ઉજાસ છું. વધુને વધુ સુંદર સંબંધનો એક ચહેરો છું.” એક ખૂણામાં સાથે જ રહેતો એક સાથ છે.

ગુંજી ઉઠેલું આ ઉરને રેતીની જેમ સરકતો આ સમય જાણે મને જ બોલાવી એ રહ્યો હોય એમ પડઘાયા કરે છે અવાજો. જોરથી કાન પર હાથ મૂકી દઉં છું. ઊભી થઉં છું, અરીસા સામે ઊભી રહું છું ને, હૃદય પર હાથ રાખી ને બોલું છું, “અહીંજ હા, અહીંજ એક હરિતપૂર્ણ ઘર છે.”

ત્યાં જ ફરીથી ડોરબેલનો અવાજ આવે છે. દરવાજો ખોલતાં જ અવાક્ થઇને બસ જોયાં કરે છે હરિત ઊભો છે કે પછી એનાં અસ્તિત્વમાં મચી રહેલાં શોરનું શાક્ષાત દરવાજે ઊભું રહેલું ગમતીલું સરનામું... ભેટી પડી હરિતને ! મનનાં ખૂણામાંથી નીકળતો એક અવાજ જીવંત બની પડઘાયા કરતો હતો. આજ “હરિતપૂર્ણ” ઘર છે.


Rate this content
Log in

More gujarati story from Nandini Mehta

Similar gujarati story from Romance