હાથના કર્યા હૈયે વાગ્યા
હાથના કર્યા હૈયે વાગ્યા


એક શહેર હતું. તે શહેરમાં અનેક લોકો રહેતા હતાં. આજ શહેરમાં એક વેપારી રહેતો હતો. તે હંમેશા લોકોને છેતરી પોતાનો સ્વાર્થ જોતો હતો. આ માણસે શહેરના એક બીજા વેપારી પાસેથી વ્યાજે પૈસ્સા લીધા. અને ત્રણ મહિનામાં પાછા આપી દેવાનો વાયદો કર્યો.
પણ ત્રણની જગ્યાએ ચાર, ચારની જગ્યાએ પાંચ ને પાંચની જગ્યાએ છ મહિના થઈ ગયા. પણ પેલા માણસે પેલા વેપારીના પૈસા પાછા આપ્યા નહિ. એટલું જ નહિ તેણે વ્યાજ પણ ન આપ્યું. એટલે છેવટે થાકીને પેલા વેપારીએ પૈસા લેનાર લુચ્ચા માણસ પર કોર્ટમાં કેસ કર્યો. હવે આ લુચ્ચા માણસે કોર્ટમાં સજાથી બચવા માટે એક વકીલ પાસે ગયો.
તેણે વકીલને કહ્યું, ‘વકીલ , ગમે તેમ કરી મને આ કેસમાંથી બચાવો. જો તમે મને બચાવશો તો હું તમને પાંચ હજર રૂપિયા ફી આપીશ. વકીલ પણ એટલી બધી ફીની વાત સાંભળી માણસની વાતોમાં આવી ગયો. તેણે વેપારીને બચવા માટે એક ઉપાય બતાવ્યો. તેણે લુચ્ચા માણસને કહ્યું, ‘જો કોર્ટમાં બચવું હોય તો જજ સાહેબ જયારે તને કોઈ સવાલ પૂછે ત્યારે તારે ગંદા જેવું વર્તન કરવાનું. અને કોઈ પણ સવાલનો જવાબ ‘બેં...બેં...બે...’ એવો આપવાનો.
કોર્ટમાં કેસ ચાલ્યો, દલીલો થવા લાગી. જજ સાહેબે આ માણસને પૂછ્યું, ‘ભાઈ તે આ
વેપારી પાસેથી વ્યાજે પૈસા લીધા હતાં ?’ તો લુચ્ચા માણસે વકીલને સલાહ મુજબ જવાબ આપ્યો. ‘’ બેં...બેં...બે...’ જજને તો ખુબ નાવાઇ લાગી. તેમને બીજો સવાલ પૂછ્યો. ‘તે આ માણસના પૈસા કે વ્યાજ કેમ આપ્યું નહિ ?’ તો તો લુચ્ચા માણસે વકીલને સલાહ મુજબ જવાબ આપ્યો. ‘’ બેં...બેં...બે...’’
આમ વારંવાર બન્યું. જજ સાહેબ કોઈપણ સવાલ પૂછે તો પેલો માણસ એક જ જવાબ આપે બેં...બેં...બેં...’’ છેવટે જ્જ સાહેબ કંટાળ્યા અને તેમને જાહેર કર્યું કે ભાઈ લેવાવાળો માણસ સાવ ગાંડો છે. આવા ગંદા માણસ પર કેસ ચાલી શકે નહિ. આવા ગંદા માણસને પૈસા વ્યાજે આપનાર મૂર્ખ જ કહેવાય. આમ કહી તેમણે કેસ બંધ કરી દીધો. અને પેલા લુચ્ચા માણસને નિર્દોષ છોડી મુક્યો.
લુચ્ચો માનસ તો ખુબ જ ખુશ થઈ ગયો. તેણે પોતાના વકીલનો આભાર માન્યો. વકીલે પોતાની ફીના પાંચ હજાર રૂપિયા માંગ્યા તો પાછો પેલો લુચ્ચો માણસ ‘બેં...બેં...બેં....’ કરવા લાગ્યો. એટલે વકીલ સમજી ગયો કે આ માણસ મારો ઉપાય મારા પર જ અજમાવે છે. વળી વકીલે જ આ માણસને કોર્ટમાં ગંદો સાબિત કર્યો હતો. એટલે પોતે કરી પણ શું શકે. આમ વકીલને પોતાની ફીમાંથી હાથ ધોઈ દેવાનો વારો આવ્યો.
અને કહેવાય હાથના કર્યા હૈયે વાગ્યા.