હાં હું છું કોરોના -1
હાં હું છું કોરોના -1
મારું તો ખાલી નામ જ કાફી છે. એવો કોણ છે આ દુનિયામાં જે મને ઓળખતો નથી, અરે ઓળખવાની વાત જ ના કરો. જન્મતા બાળકથી લઈને મરણ પથારી પડેલા વૃદ્ધ પણ મારું નામ જાણતો જ હશે,અરે ઓળખતો પણ હશે.
લોકો ને નાક કાપવાનો એક ડર તો હશેજ ખરી, પણ મે તો લોકોના નાક કાપી નાખ્યાં હોય તેવી હાલત કરી નાખી છે, અરે બધાના નાક ને ઢાંકી જો દીધા છે. આ પરથી તમે મારી ખબર તો પડીજ હશે કે મારી હિંમત કેટલી છે.
જો કદાચ ઓળખાણની વાત આવી હોય તો હું આતુરતાથી જણાવી શકું કે સૌથી વધારે જો કોઈ ના મોઢા ઉપર આવતો હું માત્ર ત્રણ અક્ષરનો એક શબ્દ છું. હું માત્ર એક એવો ઈંગ્લીશ અક્ષર છું.જે હજુ કોઈ બીજી ભાષામાં ઉપલબ્ધ નથી. અરે અમિરકાથી માંડી ને કોઈ પણ ટાપુ પર વસતા લોકો ને પણ જોઈ લો તે પણ મને આજ નામ થી ઓળખે છે. તમારે મજાક માં કહેવું હોય તો ધોળા લોકોથી કાળા લોકો મને એકજ નામથી ઓળખે છે.
એક વાત તો ખરી ભલે મારો જન્મ ચીનમાં થયો પણ હું તો થોડાક મહિનાઓમાં આખા વિશ્વમાં ફરી ચૂક્યો છું.
અરે મારામાં એટલી હિંમત છે કે હું માત્ર બે દિવસમાં જ તમારો જીવ લઈ શકું છું.તમારો એકજ ડાયલોગ સારો છે મારા માટે 'મુજસે જો ડર ગયા, સમજો વો મર ગયા'.
