Ashish Panchal

Action Crime Others

4.6  

Ashish Panchal

Action Crime Others

ભારતનું ભવિષ્ય

ભારતનું ભવિષ્ય

1 min
194


આ વાત છે તમારી, વાત છે મારી, વાત છે સમાજની, વાત છે આ દેશ દેશની. જેમ મહિના, વર્ષમાં પરિવર્તન આવે છે એવી જ રીતે માણસ પણ દિવસે-દિવસે બદલાતો જાય છે.

આજે આશિષનું કોઈ પર્સનલ કારણના લીધે તેનું મૂડ ઓફ હતું. એટલે આશિષ અને તેના મિત્રોએ બહાર ચક્કર મારવાનો વિચાર કર્યો. આશિષ અને તેના મિત્રો નજીકની સોસાયટી ના ગેટ પાસે મળ્યા અને ત્યાંથી વાતો કરતાં-કરતાં આગળ જતાં હતાંં.

બધાં બસ પોતાની મસ્તીમાં મસ્ત હતાં. આશિષ અને તેના મિત્રો સાંભળવાના હતાં તે હતું અથવા હશે ભારતનું ભવિષ્ય. જાણે ભારતે સાચેજ વિકાસ કર્યો હોય તેવું લાગી આવે પણ બીજા વિષયોમાં.

 આજુ-બાજુના રોડની કિનારી ઉપર જાણે કોઈ મેળો હોય, તેમ બસ બધાં ટોળે વળી ને વાતો કરી રહ્યાં હતાંં. "યાર હવે તો બહું ઓછી માલો દેખાય છે" આ છે આપણું ભારતનું ભવિષ્ય.

ના કોઈને કોઈની શરમ અને ગાળો તો તેમના દરેક શબ્દમાં તો ખરી. આવું એકજ જગ્યાએ નહતું જોવા મળ્યું. આજુબાજુ કોઈ સોડાની દુકાનની બહાર, તો કોઈ પાન ના ગલ્લા ઉપર, તો કોઈક સોસાયટીના નાકા ઉપર, તો કોઈક જાહેર રસ્તા પર પોતેજ જાણે રાજા મહારાજા હોય ને, અને આ વિસ્તાર તેમને જીતેલો હોય.

"પેલી જાય છે તે આપણી છે" આવું તો બાકી જ હોય, વાત કરવા માટે ઘણાં વિષયો હોવા છતાં આ બધાં તેમના મુખ્ય વિષય હોય તેમ જણાવતાં હોય છે. પોતે તો બગડેલા હોય અને બીજાને પણ બગાડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Action