Shanti bamaniya

Comedy Inspirational

4.5  

Shanti bamaniya

Comedy Inspirational

ઘર એક મંદિર

ઘર એક મંદિર

1 min
259


હું ઘરે રહીને કંટાળી ગયો અને બંધ મંદિરના દરવાજે પહોંચી ગયો. મેં ભગવાન ને પૂછ્યું, 'હે પ્રભુ બધું ખુલી ગયું છે તમે મંદિર ક્યારે ખોલ છો. તમારા દર્શન કરવાનું મન થયું છે.'

ભગવાને કહ્યું કે, 'દર્શન કરવાનું બહુ ઉતાવળ હોય તો ઉપર આવી જા.'

આવું સાંભળીને હું તો ત્યાંથી ફટાફટ ઘર ભેગો થઈ ગયો. ઘરેથી નિકળતા પહેલા એટલું વિચારજો કે એવી તે કેવી મજબૂરી છે.. જે જિંદગીથી પણ વધારે છે. અત્યારે છુટ્ટા રહીશું તો કાલે ભેગા થઈ શકીશું, પણ જો અત્યારે ભેગા થઈશું તો હંમેશા માટે છૂટા પડવાનો વારો આવશે.

તમે જ્યારે ઘરની બહાર કામ વગર ફરવા નીકળો છો, ત્યારે તમારી જોડે જોડે તમે હજારોની સંખ્યામાં વાયરસ ફેલાવી રહ્યા હોવ છો. વાઇરસ તેની જાતે ફરતો નથી પણ માણસ એને ફેરવે છે. આપણે ફરવાનું બંધ કરીશું તો જ વાયરસનું પણ ફરવાનું બંધ થશે.

ભગવાનને પણ તમારી ચિંતા છે એટલે તો તેને મંદિરના કપાટ ખોલ્યા નથી. ઘર પણ એક મંદિર છે તે સબક શીખવાડવા તમને ઘરમાં રાખ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy