Pravina Avinash

Comedy

3  

Pravina Avinash

Comedy

એસ્ટ્રોઝ - જીત્યા

એસ્ટ્રોઝ - જીત્યા

2 mins
6.8K


‘અરે, સાંભળો છો?’

‘કેમ તને બહેરો લાગું છું?’

‘જવાબ નથી આપતા, તેથી થયું કે હવે ઉમરની અસર થઈ.’ અમારા શ્રીમતીજીએ એસ્ટ્રોઝની માફક જીતનો ‘હોમ રન’ માર્યો.

હવે તો ઉઠીને તેમની પાસે ગયો અને વદ્યો, ‘હજુ સુધી તો કાનપુરમાં હડતાળ નથી પડી.’

શ્રીમતીજી મલક્યાં. અરે આપણા ‘અસ્ટ્રોઝ વર્લ્ડ ચેમ્પિયન થયા.’

‘તેનું શું?’

‘કેમ તેના માનમાં મેં આ શનિવારે પાર્ટી રાખી છે.’

હવે મને રમૂજ કરવાનું મન થયું. જે મારા શ્રીમતીજી ૩૦ વર્ષથી અમેરિકામાં હોવા છતાં કદી બેઝબોલની ગેમ જોવા ટી.વી.ની સામે બેઠાં નથી તેમને આજે આ ભૂત ક્યાંથી ચડ્યું?

વાત એમ છે ને કે બાળકો ભણી રહ્યાં, પરણી ગયાં, તેમને ઘરે પણ બાળકો મોટા થવા આવ્યાં. શ્રીમતીજી મિત્ર મંડળમાં પછાત ન લાગે (બેકવર્ડ) એટલે આ તૂત ઊભું કર્યું. મને શું વાંધો હોય! મારે મન તો બેઝબોલ ખૂબ વહાલી રમત છે. માત્ર પાકિટ અરે ભૂલ્યો, ચાર્જ કાર્ડનો ચાર્જ તેમને સોંપવાનો.

‘મારે કહ્યે નહીં. આમ પણ ઘરે બેઠાં, તે તો અમારા ‘હોમ મિનિસ્ટર’ છે. શનીવાર આવી ગયો. શ્રીમતીજીએ પોતાનું બેઝબોલનું જ્ઞાન વધારવા છાપા વાંચી રાખ્યા હતા. યાદ કેટલું હતું તે એમને જ ખબર.

આવનાર મિત્રોને તો મઝા આવી ગઈ. આમે મફતનું ખાવાનું અને “પીવાનું” હોય ત્યાં કોને મઝા ન આવે?

શ્રીમતીજી ફુલ્યા સમાતા ન હતાં. આજે તેમનો રોફ કાંઇ ઔર હતો. મનમાં હું પણ પોરસાયો. આજે રાતના જલસો પડી જશે. બીજે દિવસે રવિવાર હોવાને કારણે ઉઠવાની પણ ઉતાવળ ન હતી.

જમ્યા પછી બધાં ‘ડીઝર્ટ’ના ટેબલ પર આવ્યા. એસ્ટ્રોઝના રંગે ટેબલ સજાવ્યું હતું. શ્રીમતીજીથી રહેવાયું નહીં.

ચાલો બોલો બધાં, ‘થ્રી ચિયર્સ ટુ એસ્ટ્રોઝ, ન્યૂયોર્ક યાન્કીની સામે જીતવા બદલ....’


Rate this content
Log in

Similar gujarati story from Comedy