એની હા કે ના - 1
એની હા કે ના - 1
માનગઢ ગામના ધનાધિપતિ શિવરાજના એકના એક કુંવર અરિહંત જે દેખાવે તો કદરૂપો હતો; પણ એનું દિલ બહુ જ સાફ હતું. શિવરાજ સ્વભાવે જેટલા ક્રૂર એટલો જ અરિહંત સ્વભાવે નિર્મળ. આ બંને બાપ દિકરો એક સિક્કાની બે બાજુ જેવા હતા. કેમકે પિતાજી ગામના લોકો ને ત્રાસ આપતા જેનો અરિહંત હંમેશા વિરોધ કરતો. માનગઢમાં ધનાઢ્ય હવેલી ધરાવનાર શિવરાજ તેમના પરિવાર અને ગામ થી એક રાજ છુપાયેલું હતું, જે હવે બહાર આવવા માટે પોકારી રહ્યું હતું.
એક દિવસ શિવરાજ અને તેમના દિકરા અરિહંત નો કોઈ બાબત ઉપર ઝગડો થાય છે. જેના લીધે અરિહંત ને ગુસ્સો આવે છે ને અરિહંત રિસાઈને આમ તેમ ફરે છે. અચાનક તેનો હાથ એક લાકડા ના ઘોડા ઉપર પડે છે. અરિહંત નો ગુસ્સો કાબુ માં ન હતો; તેથી તે ઘોડા ને ખેચવા લાગે છે. અચાનક ઘોડા નું મોં ફરી જાય છે; ને એક સીડી ખુલે છે. અરિહંત આ સીડી ઉતરી જાય છે કેમકે એને બહુ જ ગુસ્સો આવ્યો હોય છે, એના પિતા ઉપર અને હવે એ એમનું મોઢું જોવા પણ નથી માગતો.
અરિહંત સીડી ઓ ઉતરી રહ્યો છે અને લગભગ ૨૦૦ જેટલી સીડી ઉતરી ને એ નીચે પહોંચી જાય છે. આજ પહેલા એને ખબર જ ન હતી કે હવેલીની નીચે પણ કોઈ જગ્યા છે. અરિહંત એના મોબાઇલની ટૉર્ચ ચાલુ કરે છે; અને આગળ ચાલે છે. થોડું દૂર ચાલે છે તો આગળ એક ગુફા આવે છે. એ ગુફા જોઈને અરિહંત વિચારે ચડી જાય છે પણ એનું મગજ કહે છે કે જા અરિહંત તું અહીથી જતો રે. પછી અરિહંત ગુફામાં ચાલ્યો જ જાય છે ને એ એક દરવાજા પર પહોંચી જાય છે.
દરવાજા ઉપર એ ટૉર્ચ નું અજવાળું ફેંકે છે; તો એ જોવે છે કે દરવાજા ઉપર અલગ જ પ્રકાર ના ચિત્રો બનેલા હતા અને આ ચિત્રો ખૂબ જ ડર ઊભો કરે એવા હતા. અરિહંત આ ચિત્રો પર હાથ ફેરવતો હતો. આ દરવાજા ઉપર એક ચિત્ર ચાવી નું પણ હતું, જેના પર હાથ ફેરવતા જ આ દરવાજો ખુલી જાય છે.
**********
શિવરાજનો ગુસ્સો ઠંડો થતાં જ એ પોતાના પુત્રના કક્ષ માં આવે છે; પણ પુત્ર અરિહંત ક્યાંય પણ દેખાતો ન હતો. શિવરાજ ને પોતાનો પુત્ર આખી હવેલી માં શોધતાં પણ મળ્યો ના એટલે એમને પોતાની જાત ઉપર બહુ જ ગુસ્સો આવતો હતો. શિવરાજ તેના નોકરો ને પૂછે છે કે કોઈએ અરિહંત ને જોયો કે નઈ ? તો જાણવા મળે છે કે અરિહંત હવેલી ના છેલ્લા કક્ષ તરફ ગયો છે. આ સાંભળીને શિવરાજ ડરી જાય છે કેમકે વર્ષો થી છુપાયેલું રાજ ખુલી જશે. પણ કહેવાય છે ને કે કોઈ પણ રાજ છુપું રહેતું નથી ! એ બહાર આવી ને જ રહે છે.
બીજી તરફ અરિહંત બહુ જ વિચારી રહ્યો છે કે શું કરે અને શું ન કરે ? પણ એનું મન કહે છે કે એને દરવાજા ની અંદર જવું જ જોઈએ, કેમકે વર્ષો થી દફન થયેલું રાજ એને પોકારી રહ્યું હતું. એ ટૉર્ચ હિમ્મત કરી ને દરવાજા ની અંદર જાય છે. જેમ જેમ એના કદમ આગળ વધતા જાય છે તેમ તેમ એના દિલ ની ધડકનો પણ વધતી જાય છે. આ ધડકનો એટલી તેજ હતી કે શૂન્ય હવા માં પણ સાંભળી શકાય એમ હતી. જેમ જેમ અર
િહંત આગળ ટૉર્ચ વધતો હતો! તેમ તેમ એના પગ નીચે સૂકા પત્તા નો તૂટવાનો અવાજ અરિહંત ના મનમાં ડર જગાવતો હતો. પણ આટલી આસાની થી અરિહંત પાછો જવાનો ન હતો. અરિહંત આગળ વધતો હતો કેમકે વર્ષોથી છુપાયેલું રાજ તેને પોકારતું હતું.
અરિહંત જેવો જ દરવાજો ખોલે છે કે તરત જ એની નજર મોટા લોઢાના પલંગ ઉપર પડી ને એ ચોંકી ગયો હતો. કેમકે બંધ કચરાની અંદર એક દુલ્હનના જોડામાં સોળ શણગાર સજી ને એક યુવતી બેઠી હતી. જેને જોઈને અરિહંત ના મન માં ઘણા બધા સવાલો પેદા થાય છે. પણ એ યુવતી ને જોઈને ભલભલા ભમરે ચઢી જાય એવું તેનું સુંદર રૂપ હતું.
લાલ કલર નો જોડો ,
હાથ માં લાંબી લટકતી કલીરે .
માથા માં સુની માંગ ,
ગળા માં લાંબી ફૂલો ની માળા.
ચહેરા પર લાંબી નથણી,
હાથ માં લાલ ચોળ મહેંદી.
ભૂરી આંખો માં કાળી મેષ,
લાંબા બાલ માં મોગરા ની વેણિ.
અરિહંત એ છોકરી ની સામે બસ જોતો જ રહી ગયો ને ઊંડા વિચારો માં ખોવાઈ ગયો; કે આ ખુફિયા ગુફા ની અંદર આ રૂપાળી છોકરી આવી ક્યાંથી? અને આ છે કોણ? ઘણા સવાલો હતા એના મન માં! પણ અરિહંત પાસે કોઈ જવાબ નોહતો કેમકે આ એવું રાજ હતું જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હોય તો હોય ! આ રાજ શિવરાજ સુધી જ સીમિત હતું, પણ હવે આ રાજ ખુલવાનુ હતું કેમકે કયા સુધી છૂપુ રહે કોઈ પણ છુપાયેલું રાજ ?
કોણ છો તમે અને અહી નીચે ક્યાંથી આવ્યા ? અરિહંત
નિયતિ છું હું ! ચાહું તો ભલભલાને ધોળા દિવસે તારા બતાવી દઉં. નિયતિ
બરાબર છે ! પણ તમે અહી ક્યાંથી આવ્યા ? અરિહંત
હું વર્ષો થી અહી જ છું. નિયતિ
નિયતિ નો આ જવાબ સાંભળી અરિહંત ઊંડા વિચારો માં ડૂબી જાય છે. થોડા સમય પછી અચાનક નિયતિ પોતાનો ચહેરો અરિહંત તરફ કરે છે; અને એનો ચહેરો ફરતા જ અંધારા રૂમ માં ચારે તરફ ચાંદની લહેરાઈ જાય છે. આ ચાંદની એટલી તેજ હતી કે અરિહંત ની આંખો અંજાઈ ચુકી હતી. અરિહંત ને આ રોશની ની અંદર નિયતિ ચહેરો એને ધૂંધળો દેખાતો હતો.
થોડી વાર પછી અંધારી કોટ છવાઈ જાય છે અને નિયતિ ત્યાંથી ગાયબ થઈ જાય છે, અરિહંત ની નજર સાફ થઈ જાય છે અને તે આમ તેમ નિયતિ ને શોધવા માં લાગી જાય છે. એના મનમાં ઘણા પ્રશ્નો ગૂંચવાયેલા હતા! પણ એના જવાબ હજુ સુધી તેને મળ્યા નહતા. આમ તેમ ફરતા ફરતા અરિહંત અચાનક બેભાન થઈ જાય છે.
બીજી તરફ અરિહંત ના પિતા શિવરાજ તેને શોધતાં પેલી ગુફા ના તહેખાનામાં આવી જાય છે. ત્યાં પોતાના દિકરા ને બેભાન હાલત માં જોઈને તેઓ ગભરાઈ જાય છે. શું થયું હતું એના દિકરા સાથે? એણે ડર પણ હતો કે એનું રાજ ખુલી ગયું હશે તો એ પોતાના દિકરા ને જવાબ શું આપશે? બસ આ જ બધા વિચારો એના મનમાં બહુ જ ડર ઊભો કરતા હતા.