એકતરફી પ્રેમનો લાગણીમય સફર - ૧
એકતરફી પ્રેમનો લાગણીમય સફર - ૧
એક નાનકડું ગામ છે, તે ગામનું નામ રંગપુર છે. આ ગામમાં રહેતા એક હિંદુજ્ઞાતિનાં છોકરાની વાત છે, તે છોકરાનું નામ જીત હતું. તે છોકરો પોતાનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી, તેના બાજુનું ગામ વડેરામાં ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કરવા માટે જાય છે. ત્યાં તે પોતાનાં ગામમાંથી બાજુનાં ગામમાં અપડાઉન કરતો હોય છે. ત્યાં તે નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હોય છે. ધીમે-ધીમે તેનો અભ્યાસમાં આગળ વધતો જાય છે. એક - બે વર્ષ પછી તે દસમાં ધોરણમાંથી પાસ થાય છે.... અને તે અગ્યારમાં ધોરણમાં પ્રવેશ કરે છે. આમ, ધીમે - ધીમે હવે તે છોકરો ખુબજ હોશિયાર અને ચપળ થવા લાગે છે. ઉંમર ની સાથે એ છોકરો સમજુ થવા લાગે છે. તે છોકરાની અંદર ધીમે - ધીમે સમજણ આવવા લાગે છે. આમ જીત અગ્યારમાં ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી, બારમાં ધોરણમાં પ્રવેશ કરે છે.....પછી તે ખુબજ સમજદાર થઈ જાય છે, તેનામાં બધા લોકો ને ઓળખવાની વૃત્તિ પણ આવી જાય છે. આમ, જીત ને અચાનક પછી તે જ્યાં ભણવા જાય છે તે જ ગામમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા થઈ જાય છે. તે છોકરીનું નામ રેહાના હોય છે. તે છોકરી સાથે જીત મિત્રતામાં આવે છે પછી જીત ને રેહાના સાથે સારું બનવા લાગે છે અને તેવો અભ્યાસ પણ એક સાથેજ કરતા હતા, એટલે જીત અને રેહાના દરરોજ શાળાએ મળતાં અને બંને વચ્ચે વાત-ચીત પણ થતી.આમ બંનેની મિત્રતા ધીમે - ધીમે ગાઢ થવા લાગે છે.
આ બંને લોકો બારમાં ધોરણમાં અભ્યાસ કરતા એટલે બંનેમાં સમજણ તો હતીજ, આમ ધીમે - ધીમે જીત ને રેહાના તરફ આકર્ષણ થવા લાગે છે. જીતને રેહાનાનો સ્વભાવ પણ ગમતો. રેહાના વડેરા ગામમાં જ રહેતી.
એક દિવસ જીત શાળા એ પોતાનાં વર્ગખંડમાં બેઠો હોય છે . વર્ગખંડમાં શિક્ષક હજુ લેક્ચર લેવા આવ્યા હોતા નથી. આમ, ત્યાં જીતની નજર અચાનકજ રેહાના પર પડે છે. પછી તે રેહાના સામે જોતો હોય છે અને મનમાં વિચારતો હોય છે કે હું અને રેહાના એક સારા મિત્ર છીએ પણ આ અચાનકજ રેહાના તરફ મને આકર્ષણ કેમ થવા લાગ્યું છે અને રેહાના મને પસંદ આવવા લાગી છે. આમ, જીત આવું વિચારે છે અને મનો મનજ બોલે છે કે આવું કેમ થતું હશે મારી સાથે ? જીત આવું વિચારતો હોય છે અને રેહાના સામુ જોતો હોય છે ત્યાં અચાનક રેહાનાની નજર જીત પર જાય છે અને તે પણ જીત સામુ જોય છે. રેહાના જીત સામુ જોય છે અને વિચારવા લાગે છે કે આ મારી સામે કેમ જોઈ છે ? રેહાના આવું વિચારે છે, પછી તેને એવુ લાગે છે કે કદાચ જીત ને મારું કઈંક કામ હશે એટલે મારી સામુ જોતો હશે. પછી ત્યાં વર્ગખંડમાં સર આવી જાય છે. આમ સર વર્ગખંડ ચાલુ કરે છે. પછી ત્યાં વર્ગખંડ પૂરો થાય છે અને શાળાનો સમય પૂરો થાય છે અને શાળા એ રજા પડી જાય છે. પણ ત્યાં પછી રેહાના નાં મનમાં વિચારો શરૂ થઈ જાય છે કે આ જીત મારી સામે શું કામે જોતો હશે ? તેને કંઈ કામ હશે મારું ? આમ, રેહાના આવું વિચારે છે. પછી બંને પોતાના ઘરે જતા રહે છે. વળી, પાછું બીજે દિવસે જીત પોતાનાં ગામડેથી બસમાં શાળાએ આવે છે. ત્યાં શાળા એ હજુ બધાં બહાર મેદાનમાં બેઠા હોય છે. ત્યાં રેહાના પણ હોય છે અને અચાનક તેની નજર જીત પર જાય છે. પછી રેહાના જીત તરફ જાય છે. ત્યાં જીત ની નજર રેહાના પર પડે છે. આમ જીત મનોમન ગભરાવા લાગે છે કે, આ રેહાના મારી તરફ કેમ આવતી હશે ? આમ, રેહાના જીત પાસે આવે છે અને જીત ને પૂછે છે કે, જીત કાલે તારે મારું કંઈ કામ હતું. રેહાના આવો પ્રશ્ન જીત ને પૂછે છે. ત્યાં જીત રેહાનાનાં આવા પ્રશ્ન નાં પૂછવાથી જ એકદમ ગભરાવા લાગે છે અને રેહાના ની વાત ને આડી રીતે કાપીને બીજી વાતો કરવા લાગે છે. નાં નાં મારે કંઈ કામ ન'તું તારું, એવું કહીંને જીત રેહાનાની વાત ટાળી દે છે. પછી રેહાના ત્યાંથી જતી રે છે. પછી બધા લોકો પોત પોતાનાં વર્ગખંડમાં જતાં રે છે. રેહાના નું આવું પૂછવાથી જીત એકદમ મનથી ગભરાય જાય છે અને તે પોતાના ખાસ મિત્ર ને તેને પોતાની વાત કહે છે. તેના ખાસ મિત્ર નું નામ પ્રદીપ હોય છે. પ્રદીપ એ જીત ની આખી વાત સાંભળી.
પ્રદીપ તે વાત સાંભળી ને એકદમ ચોંકી જાય છે...!
ક્રમશ:

