Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

MANSUKHBHAI G. BHADELIYA

Drama Inspirational

4.9  

MANSUKHBHAI G. BHADELIYA

Drama Inspirational

એકતા

એકતા

2 mins
194


પર્વતના ખોળામાં રમતું , ચારેય તરફ વૃક્ષોથી ઘેરાયેલું, વીરપુર નામનું એક ગામ હતું . તેમાં આશરે ૩૦૦ મકાન, એક ભોળાનાથ નું મંદિર અને એક શાળા હતી. સજ્જન માણસોનાં આ ગામમાં ત્રણ-ચાર દુર્જન વ્યક્તિ પણ રહેતા હતા. જે દારુ , જુગાર તેમજ બીજા ઘણા બધા વ્યસનોથી ઘેરાયેલા હતા. આ લોકો અવાર- નવાર ગામનાં સજ્જન માણસોને હેરાન કરતાં .જેના પરિણામે ગામમાં કોઇ પણ તહેવાર સારી રીતે ઉજવવામાં ન આવતો તેમજ માણસો વચ્ચે એકતાનો અભાવ હતો. તે ગામમાં એક રવજીભાઈનું મકાન હતું. તેને એક પુત્ર હતો .જેનું નામ મુકુંદ હતું. જે સ્વભાવે પ્રમાણિક અને સાત્વિક હતો. તે દરરોજ શાળાએ જતો.

શાળામાં દરરોજ દિનવિશેષની ઉજવણી કરવામાં આવતી, તેમાં ફાગણ મહિનો આવ્યો અને હોળીનો તહેવાર નજીક આવ્યો. શાળામાં આ તહેવારની રજા હોવાથી શાળા પરિવારે બે દિવસ પહેલા,આ તહેવારની ઉજવણી કરવાનું નક્કી કર્યું. શાળા પરિવારના એક શિક્ષકે આ બાળકોને આ દિવસનું મહત્વ સમજાવ્યું કે , શા માટે આપણે તહેવારો ઉજવીએ છીએ? કેવી રીતે અગ્નિમાં દુર્ગુણોનો નાશ થાય છે અને જીવનમાં સદ્ગુણોનો કેવી રીતે લાવી શકીએ? આ સમજણ આપ્યા બાદ ધામધૂમથી રંગો,પિચકારીથી આ દિવસની ઉજવણી કરવામાં આવી . આ શિક્ષકે કહેલી વાત મુકુંદને સમજમાં આવી પછી તેણે અને તેમની ટીમે નક્કી કર્યું કે, આ વખતે આપણા ગામમાં આ તહેવારની ઉજવણી અલગ રીતે જ કરવી છે.

તેના મનમાં વિચાર આવ્યો કે આપણે શાળા પરિવારના શિક્ષકોને તેમજ સજ્જન માણસો ને સાથે રાખી, ગામના દુર્જન માણસોને મળીને ,તહેવારનું મહત્વ સમજાવીએતો ?તેની ટીમે આ પ્રસ્તાવ શાળાના આચાર્યને અને ગામના મુખીયા સામે રજૂ કર્યો. ગામના મુખી અને શાળાનો પરિવાર મુકુંદ ના આ વિચાર સાથે સહમત થયો. હોળીના આગળના દિવસે શાળાના શિક્ષકો , ગામના મુખીયા તેમજ સજ્જન માણસો આ દુર્જન માણસોના ઘરે જઈ મળે છે, તેમના જીવનમાંથી આ દુર્ગુણો અને વ્યસનો કેવી રીતે જાય તે સમજાવે છે. તેમના વર્તનથી ગામમાં ક્યારેય એકતા નહી આવે તેથી તેમને આ તહેવાર અને એકતાનું મહત્વ સમજાવે છે. તેમને જણાવે છે કે જો અત્યારે આપણે નહીં સમજીએ અને વ્યસનમાં ડૂબેલાં રહીશું તો ભવિષ્યમાં આવનારી પેઢીઓ સંસ્કારી કેમ થશે? ઉપરાંત જો હળી-મળીને જો કોઈપણ કાર્ય કરવામાં આવે તો તે સરળતાથી કરી શકીએ છીએ અને એકતાનો આનંદ અલગ હોય છે તેની સમજણ આપી. ખરેખર તો આ વ્યસનીનાં ઘરે આ તમામ શિક્ષકો,મુખીયા અને સજ્જન માણસોના આગમનથી તેમજ તેની વાતોથી દુર્જનોને પોતાની ભૂલ સમજાણી અને પોતાને થતો પસ્તાઓ તે સજ્જન માણસો સમક્ષ રજૂ કરે છે . ગામના મુખીયા કહે છે કે હવે ભૂતકાળને ભૂલી જાવ અને વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરીને આવતા આ હોળી અને ધૂળેટીના તહેવાર ને બધા સાથે મળીને ધામધૂમથી ઉજવીએ અને એકતાથી રહેવાની શરૂઆત કરીએ. આમ તમામ ગામલોકોએ હોળી અને ધૂળેટીનો આ તહેવાર એકબીજા સાથે હળીમળીને ધામધૂમથી ઉજવ્યો. અને આ ગામનાં લોકોમાં એકતા જોવા મળી માત્ર મુકુંદ ના એક પ્રયાસથી.


Rate this content
Log in

More gujarati story from MANSUKHBHAI G. BHADELIYA

Similar gujarati story from Drama