તિલક હોળી- એક નૂતન વિચાર
તિલક હોળી- એક નૂતન વિચાર


હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક હતો. માયાનગર ગામની એક ટેકરી પર પરેશ અને તેના મિત્રો બેઠાં હતાં. આ મિત્રો પરસ્પર આવતા તહેવારની ઉજવણી વિશેની ભૂતકાળની યાદ તાજી કરતા હતા .પરેશ અને તેના મિત્રો નવું નવું જાણો તેમજ નવીન કાર્ય કરવું એ બધાનો શોખ હતો. આ વખતે તેમણે હોળી અને ધૂળેટીનો તહેવાર અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું.સૌ પ્રથમ તેઓ ગામના સરપંચ ને મળે છે અને તેમની જોડે વાત કરે છે અને પોતાના વિચારો તેની સમક્ષ રજૂ કરતાં કહે છે કે ભૂતકાળમાં ધૂળેટી આપણે કેસૂડાના રંગોથી ઉજવતા હતા. આપણે પુષ્કળ પાણીનો ઉપયોગ કરતા હતા પરંતુ વર્તમાનની સ્થિતિ અલગ છે. આજે માણસોને ઉનાળામાં પીવા માટે પૂરતું પાણી મળતું નથી. મહિલાઓ આશરે બે કિલોમીટર ચાલીને ત્રણ-ચાર કલાક લાઇનમાં ઊભી રહે છે ત્યારે માત્ર એક બેડું પાણી મળે છે. અને એમાં પણ ઘણી વખત ઝઘડા થાય છે. તેમની સાથે આવેલા નાના બાળકો મુશ્કેલી અનુભવે છે. ઉપરાંત હવે આ કેસુડાના રંગો કોઈ તૈયાર કરતું નથી માત્ર બજારમાંથી મળતા રંગોનો ઉપયોગ કરે છે. તેમાં અલગ રસાયણો હોવાથી તે ત્વચાને નુકસાન કરે છે. તો આ વખતે આપણે આ અમૂલ્ય જીવન જરૂરી સ્ત્રોત એટલે કે જળ નો આપણે બચાવ કરીએ.
સરપંચ અને પંચાયતના સભ્યો તેમનો આ નૂતન વિચાર પસંદ કરે છે અને તેને અમલમાં મુકવા માટે પરેશ અને તેના મિત્રો ને પ્રશ્ન પૂછે છે. તો આ તહેવારની ઉજવણી કેવી રીતે કરશું? પરેશ જવાબ આપતા કહ્યું છે કે ,આપણે ભૂતકાળમાં જે રીતે ઉજવણી કરીએ છીએ તેમજ બધા સાથે મળીશું, પરંતુ રંગોભરી પિચકારીને બદલે માત્ર એક બીજાને તિલક કરીને ઉજવણી કરીશું. સરપંચ અને તેના સભ્યો મળીને ગ્રામસભા બોલાવે છે. અને આ ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલા વિચારો રજૂ કરે છે.બધા ગામલોકો આ નૂતન વિચાર સાથે સહમત થાય છે અને પોતાનું મંતવ્ય જણાવે છે. તેમાંનું એક પ્રતિભાવ, રાજેશ નામના વ્યક્તિ કહે છે કે આ વિચાર શ્રેષ્ઠ છે. જેનાથી મહામૂલી જળસ્ત્રોતનો બચાવ થશે અને આપણા ગામથી જો આની શરૂઆત થશે તો આજુબાજુનાં ગામમાં તેમજ ભવિષ્યમાં આપણા સંતાનો પણ આ રીતે ઉજવણી કરશે અને રસાયણયુકત રંગોથી થતું નુકસાન તેમજ પાણીનો બગાડ આપણે અટકાવી શકીશું. આ રીતે તમામ ગામલોકોએ દ્રારા ધૂળેટીને દિવસે પાણી તેમજ રંગોનો ઉપયોગ ન કરતા એકબીજાને તિલક કરી આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.