સ્વભાવ પ્રમાણે જીવન
સ્વભાવ પ્રમાણે જીવન
રજતપુર નામનું એક ગામ હતું.તે નદી કિનારે વસેલું હતું. આ ગામની અંદર એક પ્રામાણિક વેપારી રહેતો હતો. જેનું નામ ગોપીનાથ હતું. ગોપીનાથ સ્વભાવે ઘણો દયાળુ હતો.આ નાનું એવું ગામ હતું જેમાં તેમને એક દુકાન હતી. અને પોતાની રોજીરોટી આ દુકાનમાંથી જે આવક થાય તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો.
એક દિવસ તેની દુકાને એક મહાન સાધુ આવ્યા. ગોપીનાથે આ મહાન સંતનો આદર સત્કાર કરી અને પોતાની ઘરે લઈ ગયા. ત્યાં તેમણે આ સાધુને ભોજન કરાવ્યું અને વાતવાતમાં તે સાધુ સાચી ભવિષ્યવાણી કરતા હતા તે તેમને જાણવા મળ્યું. ત્યારે ગોપીનાથે પૂછ્યું કે 'તમે સાચી ભવિષ્યવાણી કરતા હોય તો મારી પણ ભવિષ્યવાણી કરીદો.' શરૂઆતમાં તો તે સાધુએ ના પાડી પરંતુ ગોપીનાથનો દયાળુ સ્વભાવ જોઇ અને તેણે તેની ભવિષ્યવાણી કહેવાનું નક્કી કર્યું.અચાનક એવું બન્યું કે ભવિષ્યવાણીમાં એક જ મહિનામાં તેમનું મૃત્યુ થશે તેવું કહેવામાં આવ્યું. આથી ગોપીનાથ ચિંતામાં પડી ગયા.
અંતે તેમણે નક્કી કર્યું કે પોતાના સ્વભાવ પ્રમાણે તે આગળનું જીવન વિતાવશે એટલે ગોપીનાથે પોતાનું અંતિમ જીવન આશ્રમની અંદર રહેતા નિરાધાર માતા-પિતાની સેવા કરી અને પોતાનું જીવનના સેવાવૃત્તિ તરીકે પસાર કરવાનું નક્કી કર્યું અને આશ્રમમાં નિરાધાર લોકો સાથે સંપીને તેની સેવા કરવા લાગ્યાં.