એકલતા
એકલતા
આજે, ઘણા વર્ષો પછી મનમાં એક મીઠી મુંઝવણ ઊભી થઈ છે. વિચારોએ આ કોમળ મનમાં સખત પહાડો રચ્યા છે. કેય અનેક ઘણા સવાલો આ નિઃસ્વાર્થ મન મને પૂછે છે કે-શુું તને ટોળાંમાં રહી ને પણ એકલતા નો અનુભવ થાય છે? શું આ દુનિયાના સંબંધો હવે મોબાઇલ ફોનના ઈન્ટરનેટ પર જ રચાય છે? કે,શું આસમાન ને અડકવાની ઈચ્છા ધરાવતો માણસ બીજાની લાગણી ને ધૂળ સમાન સમજે છે? આ ઘોડાપૂર સમાન આવતી ટેકનોલોજી માં માણસ બીજાને એટલે કે તેના પેરેન્ટ્સ,બાળકો,મિત્રો ને સમય આપી નથી શકતો.
તમે ગમે તેટલા મોટા ટોળામાં રહો પણ આખરે તો તમે એકલા જ રેહશો. વાસ્તવિક દુનિયામાં રચાયેલા યુદ્ધ નો સામનો તમારે જાતે જ સ્વબળ રાખી ને કરવો પડશે. આ બધા દુનિયાના પરિબળો જ માણસ ને બીજા માણસો થી દૂર કરે છે,અને આખરે એ એકલતા નો અનુભવ કરે છે. આ વિચારીને તો, પ્રાઈમરી ની કહેવત યાદ આવે છે કે,"કચરો દૂર કરવા ઘણીબધી સળી વાળી વસ્તુ એટલે કે ઝાડુ ઉપયોગ માં લેવાય છે, એક સળી નો શું ઉપયોગ??" પરંતુ આજના આ બદલાય રહેલા જમાનામાં સફળ વ્યક્તિ એકલો જ માઉન્ટ એવરેસ્ટ શિખર ચડી આવે છે. પરંતુ વાસ્તવમાં તો તેની પાછળ એને કુટુંબ,મિત્રોનો સાથ હોય છે. એ વ્યક્તિ આભાર માનવા ને બદલે એને અવગણે છે અને આખરે એ આ આર્ટિકલ પ્રમાણે એકલવાયો એટલે કે એકલતા નો ભોગ બને છે.આખરે એકલા રહેતા વ્યક્તિ ને હદયના કોઈક ખૂણે સાથ તો જોય એ જ છે. અને આખરે પોતાના જ કામ થી કામ રાખતી વ્યક્તિઓ એકલતા નો સફર રચે છે.
એક લેખકે સાચું જ કહ્યું છે કે- શાંત મન,ટ્રેન ની ગતિની જેમ હાથ માં રહેલી કલમ,ખુશનુમા વાતાવરણ અને એકલતા એ ઘણાં મોટા નિબંધો રચે છે.
પરંતુ એકલતાને અવરોધકારક સૌથી મોટું પરિબળ એ 'માં' છે.દુનિયા ગમે તેટલી માણસ ને તરછોડે પણ માતા ના ખોળા મા એ લાખો લોકોની કંપની નો અહેસાસ કરે છે.જેમ 'બી' રોપી ને એક મજબૂત મૂળવાળું, પર્ણો અને પુષ્પો વાળું વૃક્ષ રચાય છે તેમજ વિવિધતામાં એકતા રાખીને જ આ દુનિયામાં સફળ થવાય છે.
આજના આ ટેકનોલોજી માં અને ટોળાં માં રહેતો માનવ શાંત મને સોચે કે - તેનું આ દુનિયા માં અસ્તિત્વ શું?,તેની આ સમાજ માં અગત્યતા શુું? આજે બે ઘડી સુખ દુઃખ ની વાતો ફેમિલી સાથે કે મિત્રો સાથે કરવા ને બદલે તે ફોન માં ઊંડાણ પૂર્વક ઉતરે છે.
વિચારો એ માનવ ના સૌથી સારા મિત્રો અને દુશ્મન ની ભાવના છે. એક સારો વિચાર તમને અમૂલ્ય જીંદગી નું મહત્વ સમજાવે છે અને એજ એક ખરાબ વિચાર તમને અનેક રોગો નો ભોગ બનાવી દે છે.આખરે જીંદગી થી કંટાળેલ તેમજ આ સંબંધો ની આંટીઘૂંટી ની જાળ માં ફસાયેલ માનવ એકલતા પર જ વિશ્વાસ મૂકે છે.આ વિચારો ને આખરી મુકામ આપતા એમ કહેવા નું મન થાય છે કે તમે ભલે એકલતા માં રહો પણ ક્યાંક ને ક્યાંક તમને આગળ વધવા માટે તમારા પરેન્ટ્સ, મિત્રો,ગુરુ,તેમજ શુભ ચિંતકો આ રંગમંચ પર અગત્યનો નાટક રચે છે.માટે આ પરિબળો ને અવગણવા કરતા હંમેશા થેંકફૂલ ની ભાવના રાખવાથી માનવ એકલતા ની સફર ને હરાવી શકે છે.