Sujal Patel

Comedy Drama Others

3  

Sujal Patel

Comedy Drama Others

દયા

દયા

4 mins
82


દયા વહેલાં ઉઠીને જેઠાલાલને જગાડતી હતી. પણ જેઠાલાલ આળસું માણસ. એટલે ઉઠવાનું નામ જ લેતો ન હતો.

"એ બાપુજી આવી ગયાં. હવે તો ઉઠી જાવ." દયાએ જેઠાલાલને ઝંઝોળીને કહ્યું.

"હવે જા ને ખોટાડી... ખોટું શું બોલે છે." જેઠાલાલ એમ કહીને ફરી સૂઈ ગયો.

"એ જેઠિયા... ઉઠ્યો કે નહીં ?" ચંપકચાચાએ રાડ પાડીને પૂછ્યું.

બાપુજીનો અવાજ સાંભળીને જેઠાલાલ તરત જ ઉભો થયો, ને બહાર હોલમાં ગયો. 

"જી બાપુજી... હું તો ક્યારનો ઉઠી ગયો છું." જેઠાલાલે કહ્યું.

જેઠાલાલ હજું દુકાન જવાં માટે તૈયાર થયો ન હતો. તે રાતનાં કપડામાં જ હતો. એ જોઈને ચંપકચાચા જેઠાલાલની સામે જોતાં હતાં.

"એ તૈયાર થઈ ગયો વાળી.... પહેલાં નાહીને આવ, કપડાં બદલ પછી કેજે તૈયાર થઈ ગયો." ચંપકચાચાએ કહ્યું.

જેઠાલાલ તરત જ બાથરૂમમાં ઘુસી ગયો. ઠંડીનાં દિવસો શરૂ થઈ ગયાં હતાં. જેઠાલાલે ગિઝર ચાલું કર્યું. ગરમ પાણી થતાં જ જેઠાલાલ ફટાફટ નાહીને બહાર નીકળી ગયો. તે આંખો ધ્રુજતો હતો.

"દયા, ફટાફટ ચા નાસ્તો લાવ." જેઠાલાલે કપડાં પહેરતાં પહેરતાં કહ્યું.

જેઠાલાલ કપડાં પહેરીને ડાઇનિંગ ટેબલ પર બેઠો. દયા ખાખરા અને ચા લઈને આવી. 

"આ શું ? આજે થેપલાં કે ઢોકળા નથી ?" જેઠાલાલે ખાખરા હાથમાં લઈને, દયાની સામે જોઈને પૂછયું.

"એ થેપલાવાળી... કેટલુંક ખાવું છે ? હવે ઠંડીનાં દિવસો શરૂ થઈ ગયાં છે. કાલથી તારું આ ફૂટબોલ જેવું ફુલેલુ પેટ જ્યાં સુધી અંદર નાં જતું રહે. એટલાં દિવસ સુધી તારે મારી સાથે કસરત કરવા આવવાનું છે." ચંપકચાચાએ ન્યૂઝ પેપર ટિપોય પર પછાડીને કહ્યું, ને પોતે જતાં રહ્યાં.

જેઠાલાલ દયાની સામે જોવાં લાગ્યો. તો દયા પણ કિચનમાં જતી રહી. જેઠાલાલ મન ના હોવાં છતાં ચા ને ખાખરા ખાવાં લાગ્યો.

"લોકો ઠંડીનાં દિવસોમાં મોડાં સુધી સૂતાં હોય છે. ને બાપુજી મને કસરત કરાવવાં માંગે છે. મારી પણ શું કિસ્મત છે !" જેઠાલાલ મનમાં જ બબડ્યો.

ચા નાસ્તો પૂરો કરીને જેઠાલાલ દુકાને જવાં નીકળ્યો. એ સમયે જ દયા બહાર આવી.

"ચાલ દયા... હું દુકાને જાવ છું. જય જિનેન્દ્ર." જેઠાલાલ એમ કહીને ચાલતો થયો.

દિવાળી નજીક આવી રહી હતી. એટલે જેઠાલાલ ગ્રાહકો વધારવા શું સ્કીમ રાખવી. એ અંગે વિચાર કરતો કરતો રીક્ષા કરીને દુકાને પહોંચ્યો. દુકાનનાં પગથિયે ઉભાં રહી, પગથિયાંને અડીને હાથ આંખે અડાડી જેઠાલાલ દુકાનની અંદર ગયો. 

પહેલાં દુકાનનો ગલ્લો ખોલીને, તેને પગે લાગીને, પછી જેઠાલાલ નટુકાકા પાસે ગયો.

"તમે કોઈ સ્કીમ વિચારી ?" જેઠાલાલે નટુકાકાને પૂછ્યું.

"જી શેઠજી...મેં એક સોલિડ સ્કીમ વિચારી છે. આપણે એક Led TV સાથે એક ફ્રીઝ ફ્રી રાખીએ. પછી જુઓ... કસ્ટમરની લાઈન લાગી જાશે." નટુકાકાએ આંખો પરથી ચશ્માં ઉતારીને કહ્યું.

"કસ્ટમરની તો લાઈન લાગી જાશે. પણ મારે દિવાળી પછી તરત જ દુકાન વેંચી નાંખવી પડશે." જેઠાલાલે નટુકાકાને કહ્યું.

જેઠાલાલની વાત સાંભળીને નટુકાકાએ મોઢું બગાડ્યું. જેઠાલાલ ગોડાઉનમાં જઈને સ્કીમ વિશે વિચારવા લાગ્યો. એ સમયે જ બાઘો ગોડાઉનમાં આવ્યો. તેની સાથે બાવરી પણ હતી.

"નમસ્તે ગટ્ટાલાલજી..." બાવરીએ કહ્યું.

"અરે ગટ્ટાલાલજી નહીં. જેઠાલાલજી. બોલ...બોલ..... શું કામ હતું તારે ? તને કહ્યું છે ને, કે દુકાનનાં સમયે તારે બાઘાને મળવાં નહીં આવવાનું." જેઠાલાલે પોતાનાં કપાળે હાથ મૂકીને કહ્યું.

"સોરી... સોરી...ભૂલથી ભૂલ થઈ ગઈ. પણ મારે એક AC લેવું હતું. હું તેનો જ ઓર્ડર આપવા આવી હતી." બાવરીએ બે દાંત વચ્ચે આંગળીનું ટેરવું દબાવીને કહ્યું.

બાવરી AC લેવાં આવી હતી. એ સાંભળીને જેઠાલાલ ખુશ થઈ ગયો. તેણે બાવરીને નવાં આવેલાં AC વિશે જાણકારી આપી.

"તમે ફ્રી હોમ ડિલિવરી કરો છો ને ?" બાવરીએ પૂછ્યું.

જેઠાલાલે ખુશ થઈને હાં પાડી દીધી. પછી તરત જ જેઠાલાલને એક વિચાર આવ્યો.

"તારે AC તારાં માટે જ લેવું છે ને ?" જેઠાલાલે બાવરીને પૂછ્યું.

"ના, મારે મારાં મમ્મી-પપ્પા માટે AC કાનપુર મોકલવું છે." 

બાવરીની વાત સાંભળી જેઠાલાલ ખુબ જ ગુસ્સે થયો. તે બંને હાથ કમર પર રાખીને, બાઘા સામે જોવાં લાગ્યો. જેઠાલાલ તેનાં હાથ ધીમે-ધીમે ઉપર કરતો ગયો. એ જોઈને બાઘો બાવરીને લઈને જતો રહ્યો.

સાંજે જેઠાલાલ દુકાન બંધ કરીને ઘરે ગયો. દયાએ જેઠાલાલનું મનપસંદ જમવાનું બનાવ્યું હતું. જેઠાલાલ હાથ મોં ધોઈને જમવા બેઠો.

"કાલે સવારે પાંચ વાગ્યે ઊઠી જાજે. તારે સોસાયટીના ગાર્ડનમાં કસરત કરવા જવાનું છે." ચંપકચાચાએ કહ્યું.

ચંપકચાચા હજું સુધી એ વાત ભૂલ્યાં ન હતાં. એ જાણીને જેઠાલાલનું મોં પડી ગયું. તે કાંઈ બોલ્યાં વગર જમવા પર ધ્યાન આપવા લાગ્યો. જમીને સોડા સોપ પર સોડા પીને જેઠાલાલ ઘરે આવ્યો.

"સવારે પાંચ વાગ્યાનાં એલાર્મ મૂકી દીધાં છે. તમે ચિંતા નાં કરતાં." દયાએ પાંચ એલાર્મ મૂક્યાં હતાં. એ જેઠાલાલને બતાવતાં કહ્યું.

દયા સૂઈ ગઈ. પછી જેઠાલાલ પણ બધાં એલાર્મમા નવ વાગ્યાનો સમય સેટ કરીને સૂઈ ગયો. સવારનાં પાંચ વાગી ગયાં. છતાં એલાર્મ નાં વગડ્યું. દયાએ ઉભાં થઈને ઘડિયાળ તરફ નજર કરી. પાંચ વાગી ગયાં હતાં. એ જોઈને તે જેઠાલાલને જગાડવા લાગી. પણ જેઠાલાલ નાં ઉઠ્યો. દયા કોશિશ કરીને થાકી એટલે સૂઈ ગઈ.

સવારનાં છ વાગતાં જ ચંપકચાચા જેઠાલાલ ઉઠ્યો કે નહીં. એ જોવાની માટે તેનાં રૂમનો દરવાજો ખખડાવવા લાગ્યાં. દયાએ ઉભાં થઈને દરવાજો ખોલ્યો. પછી ચંપકચાચા જેઠાલાલને સૂતેલો જોઈને તેને જગાડવા લાગ્યાં. પણ જેઠાલાલ નાં જાગ્યો.

એક કલાક રાડો પાડીને થાક્યાં પછી ચંપકચાચાએ ઠંડા પાણીનો ગ્લાસ જેઠાલાલ ઉપર ઊંધો વાળી દીધો. કડકડતી ઠંડીમાં ઠંડું પાણી પડતાં જ જેઠાલાલ સફાળો બેઠો થયો. સામે ચંપકચાચાને ઉભાં જોઈને જેઠાલાલ ધ્રુજવા લાગ્યો.

"વહું...આજે આને નાસ્તો નાં આપતી." ચંપકચાચા એમ કહીને જતાં રહ્યાં.

જેઠાલાલ તરત જ નાહવા ગયો. નાહીને તેણે દયા પાસે નાસ્તો માંગ્યો. દયાએ ચંપકચાચા સામે જોયું. ચંપકચાચાએ નાં પાડી. એટલે દયા પોતાનું કામ કરવાં લાગી.

"ચાલો...આજે નાસ્તો નહીં મળે." જેઠાલાલ ધીમેથી બબડીને દુકાને જતો રહ્યો.

બિચારો જેઠાલાલ પોતાની કિસ્મત પર રડતો રહ્યો. સવાર સવારમાં જ નાસ્તા વગરનો દિવસ કેવો રહેશે. એ વિચારતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy