STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

દર્શન

દર્શન

5 mins
1

દર્શન


જ્યાં સુધી પરમાત્મા મેળવવાની તાલાવેલી ડૂબતા માણસના શ્વાસ જેટલી તીવ્ર નથી હોતીત્યાં સુધી પ્રભુનો સાક્ષાત્કાર અશક્ય છે વાર્તા હૃદયના સાચા આર્તનાદની દિવ્ય સફર કરાવે છે.

 

કહેવાય છે કે સંતના પગલાં જ્યાં પડે ત્યાં તે જગ્યા તીર્થ બની જાય છે. એક વખત ની વાત છે. એક વિદ્વાન અને સિદ્ધ પંડિતજી હતા. તેમની ખ્યાતિ ચોમેર પ્રસરેલી હતી. લોકમુખે એવી ચર્ચા થતી કે પંડિતજીને પ્રભુના સાક્ષાત દર્શન થાય છે, તેઓ પરમાત્મા સાથે સીધો સંવાદ સાધે છે. પરંતુ પંડિતજી તો અનાસક્ત, 'વહેતું પાણી ને રમતો (ચાલતો) જોગી'.

ભ્રમણ કરતાં કરતાં એકવાર પંડિતજીનો પડાવ એક સમૃદ્ધ ગામના પાદરે, નદી કિનારે નખાયો. આ ગામમાં એક ખૂબ જ સંપન્ન, વૈભવશાળી જમીનદાર રહેતા હતા. જીવનના તમામ ભૌતિક સુખો ભોગવ્યા પછી હવે તેમના મનમાં પરમાર્થ અને ભક્તિનો ફણગો ફૂટ્યો હતો. લોકવાયકા સાંભળીને જમીનદાર સાહેબ વટભેર પંડિતજીના આશ્રમે પહોંચ્યા અને સીધો જ પ્રશ્ન દાગ્યો:

"મહારાજ! મારે પણ ભક્તિ કરવી છે. લોકો કહે છે કે તમે ભગવાનને સાક્ષાત જુઓ છો, તો મારે પણ અત્યારે ને અત્યારે જ ભગવાનના દર્શન કરવા છે. મને કરાવો!"

માણસ પાસે પૈસો આવે ત્યારે એને અમ જ લાગે કે તે સર્વ ગુણ સંપન્ન અને પૂર્ણ જ્ઞાની થઇ ગયો છે. પણ આ તેનો વહેમ છે.

પંડિતજી તો પરમ જ્ઞાની હતા. તેઓ જમીનદારના અહંકાર અને ઉપરછલ્લી જિજ્ઞાસાને પામી ગયા. તેમણે કોઈ ઉત્તર ન આપ્યો અને પોતાની કથા-વાર્તામાં મગ્ન રહ્યા. જેમ શાસ્ત્રમાં કહ્યું છે:

 पृष्टः कस्यचिद् ब्रूयान्न चान्यायेन पृच्छतः 

जानन्नपि हि मेधावी जडवल्लोक आचरेत्  

 વગર પૂછ્યે અથવા અન્યાયપૂર્વક (અહંકારથીપૂછનારને ક્યારેય જ્ઞાન  આપવુંબુદ્ધિમાન માણસે જાણતા હોવા છતાં એવા સ્થળે જડ (મૌનની જેમ વર્તવું જોઈએ.

દિવસો વીતતા ગયા. ભાગવત કથા ના વિચાર કથા રૂપે સમાજ માં વહેતા જતા હતા. આ બાજુ જમીનદાર રોજ આવે, એ જ હઠ પકડે અને પંડિતજી દર વખતે તેમની વાત વહેતી મૂકી દે. જમીનદાર પોતાની જીદ પર અડગ હતા. અંતે, પંડિતજીનો પડાવ ઉઠવાનો સમય પાકી ગયો. વિદાયની સવારે જમીનદાર ફરી આવીને ઊભા રહ્યા, "મહારાજ, આજે તો પ્રભુદર્શન કરાવીને જ જાઓ."

પંડિતજીએ એક ક્ષણ ગંભીરતાથી વિચાર કર્યો. તેમણે જમીનદારની આંખોમાં જોયું અને કહ્યું, "ચાલો મારી સાથે."

પંડિતજી જમીનદારને લઈને બાજુમાં ખળખળ વહેતી પવિત્ર નદી તરફ આગળ વધ્યા. બંને નદીના શીતળ જળમાં ઉતર્યા. જ્યારે પાણી કમર સુધી પહોંચ્યું ત્યારે પંડિતજીએ ગંભીર અવાજે કહ્યું, "હવે પાણીમાં ડૂબકી મારો, અને જ્યાં સુધી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી અંદર જ ડૂબેલા રહો."

જમીનદારે પ્રભુ પામવાની લાલસામાં ઊંડો શ્વાસ લઈને પાણીમાં ડૂબકી લગાવી. શરૂઆતની થોડી ક્ષણો સુખદ હતી, પણ ધીમે-ધીમે ફેફસાં હવાની તરસથી વ્યાકુળ થવા લાગ્યા. શ્વાસ ખૂટવા આવ્યો એટલે જમીનદારે માથું બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો.

બરાબર એ જ ક્ષણે પંડિતજીએ લપક સાધીને જમીનદારની ગુદ્દી (ગરદનનો પાછલો ભાગ) મજબૂતીથી દબોચી લીધી અને તેમને પાણીમાં જ ડુબાવી રાખ્યા!

હવે તો જમીનદારની હાલત કફોડી થઈ ગઈ. જીવ બચાવવા માટે તેઓ પાણીની અંદર તરફડિયાં મારવા લાગ્યા, ફાંફાં મારવા લાગ્યા. જાણે હમણાં જ પ્રાણ પંખેડું ઊડી જશે! જ્યારે આકુલતા અને તરફડાટ તેની ચરમસીમાએ પહોંચ્યા, ત્યારે પંડિતજીએ હળવેથી હાથ હટાવી લીધો.

જમીનદાર હાંફતા-હાંફતાં, ઉધરસ ખાતા બહાર આવ્યા. અખાડાના મલ્લની જેમ શ્વાસ હેઠો બેઠો એટલે પંડિતજીએ શાંતિથી પૂછ્યું, "જમીનદાર સાહેબ! જ્યારે તમે પાણીની અંદર ગૂંગળાઈ રહ્યા હતા, ત્યારે કઈ વસ્તુ મેળવવાની સૌથી તીવ્ર ઈચ્છા હતી?"

જમીનદારે હાંફતા હાંફતા ગુસ્સામાં કહ્યું, "બીજું વળી શું? માત્ર ને માત્ર શ્વાસ લેવાની! વાયુની એક લહેરખી માટે મારો જીવ જતો હતો!"

પંડિતજીએ હસીને પૂછ્યું, "અચ્છા, એ સમયે કોઈ તમને આખું ગામ, સોનાના સિક્કા કે તમારો આલીશાન બંગલો શ્વાસના બદલામાં આપત તો?"

જમીનદાર બોલ્યા, "ગાંડા થયા છો પંડિતજી? એ વખતે જીવ બચાવવા શ્વાસ સિવાય દુનિયાની કોઈ દોલત વહાલી ન લાગે!"

ત્યારે પંડિતજીએ  ગંભીર અને કરુણા સભર સ્વરે કહ્યું: "બસ, આ જ રહસ્ય છે. જેવી વ્યાકુળતા અને આકુલતા તમને શ્વાસ મેળવવા માટે થઈ હતી, બરાબર એવી જ અનન્ય વ્યાકુળતા જ્યારે ઈશ્વર માટે થશે, ત્યારે ભગવાન સ્વયં દોડતા આવશે.

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन 

आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी  भरतर्षभ  (શ્રીમદ્ ભગવદ્ ગીતા - .૧૬)

હે ભરતશ્રેષ્ઠ અર્જુનચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છેઆર્ત (દુઃખી/વ્યાકુળ), જિજ્ઞાસુઅર્થાથી (ભૌતિક સુખ ચાહનારઅને જ્ઞાનીઆમાં 'આર્તભક્તની વ્યાકુળતા પ્રભુને સૌથી વહેલી ખેંચી લાવે છે.

તેમણે આગળ ઉમેર્યું, "જ્યારે ભક્ત આર્તભાવે પોકારે છે, ત્યારે પ્રભુ તેની ઝીણામાં ઝીણી બૂમ પણ સાંભળે છે. જેમ ગ્રાહ (મગર) ના મકાનમાંથી છૂટવા માટે જ્યારે ગજેન્દ્રએ (હાથીએ) આકુળ થઈને પોકાર કર્યો, ત્યારે પ્રભુ લક્ષ્મીજીનો પાલવ છોડીને ઉઘાડા પગે દોડી આવ્યા હતા."

एकेन मनसा यातो यत्र कुत्रापि निश्चयम् 

तत्र तत्र विधातापि सहायकः समुपस्थितः  ભર્તૃહરિ વૈરાગ્યશતક

જ્યારે માણસ એકાગ્ર અને વ્યાકુળ મનથી કોઈ એક  લક્ષ્ય તરફ નિશ્ચય કરે છેત્યારે વિધાતા (ભગવાનપણ તેની સહાયતા માટે ત્યાં ઉપસ્થિત થઈ જાય છે.

જમીનદારનું અભિમાન ઓગળી ગયું. તેમને સમજાયું કે "ભાવ વગરની ભક્તિ તો કંકુ વગરનો ચાંદલો".

મહેલોના વૈભવ મૂકીનેજ્યારે આંખલડી રડશે,

શ્વાસ સરીખી આકુલતા હૈયાની ભીતર જાગશે;

ત્યારે નહિ રે શોધવો પડેકણ કણમાં  પ્રગટશે,

દોડીને  દ્વારકાવાળોતારા હૃદય મંદિરે આવશે.

પંડિતે જમીનદારને પૂછ્યું: “ ભગવાનની સાધના કર્યા પાછુ , વર્ષો પછી ભગવાન દરસન આપશે પછી તમારું શું પ્રયોજન છે?”

જમીનદાર પાસે આનો કોઈ જવાબ ન હતો. આટલી તપસ્ચર્યા કર્યા પછી ભગવાન સામે આવી ઉભા રહે પછી શું? આટલા માટે આટલી ઉપાધી કરવાની ?

આ તો એવી વાત થઇ કે કોઈ માણસને એવી ઈચ્છા થઇ કે ભારતના પ્રધાન મંત્રી મને આવીને દર્શન આપે. જો ખરેખર જેમને દર્શન કરવા છે તેઓ રાષ્ટ્ર માટે સારું  કામ કરે ને તેમને જયારે પુરસ્કાર મળે ત્યરે પ્રધાનમંત્રી ના સાક્ષાત્કાર થઇ જાય. બાકી પ્રધાનમંત્રી આપણા દર્શને આવે એવી લાયકાત નથી આપણી.

ભગવાન જોડે જો આપણે  સંબંધ બાંધીએ તો પછી ભગવાન સજોડે  છે.

तस्मात्प्रणम्य प्रणिधाय कायं, प्रसादये त्वामहमीशमीड्यम् ।

पितेव पुत्रस्य सखेव सख्युः, प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥ શ્રીમદ ભગવદ ગીતાજી

ભગવાન માત્ર શાસક કે ન્યાયાધીશ નથી, પણ તેઓ આપણા સૌથી નજીકના સંબંધી છે. અર્જુન અહી પ્રભુ સાથેના ત્રણ મધુર સંબંધો યાદ અપાવે છે:

પિતા-પુત્રનો સંબંધ: જેમાં સદ્ભાવ અને ભૂલો પ્રત્યે વત્સલતા હોય છે.મિત્ર-મિત્રનો સંબંધ: જેમાં સમાનતા, નિખાલસતા અને ગમે તેવું બોલી જવાની છૂટ હોય છે.પ્રેમી-પ્રિયતમાનો સંબંધ: જેમાં અનન્ય પ્રેમ અને એકબીજા સમક્ષ સંપૂર્ણ સમર્પણ હોય છે.

ભગવાન આપણી સાથે આ દરેક સંબંધ નિભાવવા સક્ષમ છે, બસ આપણી અંદર અર્જુન જેવી નમ્રતા અને શરણાગતિ હોવી જોઈએ.









સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational