STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

અજ્ઞાન નો અંધકાર

અજ્ઞાન નો અંધકાર

3 mins
0

અજ્ઞાન નો  અંધકાર


ઝૂંપડીના અંધકારમાં ખોવાયેલી સોયને બહારના સૂર્યપ્રકાશમાં શોધતી માજીની  કથાઅંદરના શાશ્વત સુખને બહારની ભૌતિકતામાં શોધતા આજના માનવીની આંખો ઉઘાડી દે તેવી હૃદયસ્પર્શી દાસતાન છે!


સાંજનો સમય હતો. સૂર્યનારાયણ પોતાના સોનેરી કિરણો સમેટીને અસ્તાચળ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. આકાશમાં સંધ્યા ખીલી હતી, પણ એક નાનકડી ઝૂંપડીની બહાર જાણે ચિંતાનું ઘોર અંધારું છવાયું હતું.

એક વૃદ્ધ માજી પોતાની ઝૂંપડીની બહાર ધૂળમાં કંઈક ખૂબ જ વ્યાકુળતાથી શોધી રહ્યા હતા. કંપતા હાથે, આંખો પર હથેળીનો છાંયો કરીને તે જમીન ફંફોસી રહ્યા હતા. માજીના ચહેરા પરની કરચલીઓમાં પરેશાની અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી.

રાસ્તેથી પસાર થતા વટેમાર્ગુઓ ઘડીભર ઊભા રહેતા, આ કૌતુક જોતા અને ‘આપણને શું?’ એમ વિચારી આગળ વધી જતા. જગતની આ જ તો રીત છે! સ્વાર્થના આ સંસારમાં બીજાના આંસુ લૂછવાનો સમય કોની પાસે છે?

તેવામાં એક વટેમાર્ગુ ત્યાંથી પસાર થયો. તેના હૃદયમાં કરુણાનો દીવો પ્રગટ્યો


તે સજ્જન પુરુષ માજીની નજીક ગયો અને અત્યંત આદરપૂર્વક, નમ્ર અવાજે પૂછ્યું, "એ... માજી! અરે મારી વહાલી માડી! તમે આટલા બધા પરેશાન કેમ છો? આ ધૂળમાં આટલી બધી વ્યાકુળતાથી શું શોધી રહ્યા છો? મને કહો, કદાચ હું તમારી કંઈક મદદ કરી શકું."

વૃદ્ધ માજીએ હાંફતા અવાજે, ધ્રૂજતી વાણીમાં જવાબ આપ્યો, "બેટા! મારી એક નાનકડી સોય ખોવાઈ ગઈ છે. એ સોય વગર મારું ગુજારાન ચાલવું મુશ્કેલ છે, એટલે હું તેને જ શોધી રહી છું."

માજીની લાચારી જોઈ પેલો માણસ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયો. તેણે કમર કસી અને કહ્યું, "અરે માજી, બસ આટલી જ વાત? લાવો, હું પણ તમારી સાથે શોધવા લાગું. હમણાં જ સોય મળી જશે. પણ માજી, એ તો કહો કે એ સોય બરાબર કઈ જગ્યાએ પડી હતી? જેથી આપણે ત્યાં જ વધુ ધ્યાન આપીએ."

માજીએ ખૂબ જ ભોળપણથી ઝૂંપડી તરફ આંગળી ચીંધીને કહ્યું, "બેટા! સોય તો અંદર ઝૂંપડીમાં પડી હતી. પણ ત્યાં બહુ જ અંધારું છે અને મારી આંખો પણ હવે ઘરડી થઈ ગઈ એટલે બરાબર દેખાતું નથી. જ્યારે બહાર તો જુઓ, ભગવાને કેવું સરસ અજવાળું આપ્યું છે! એટલે હું તેને બહાર શોધી રહી છું..."

માજીનો આ જવાબ સાંભળીને પેલા માણસે આશ્ચર્ય અને આઘાતથી પોતાનું માથું કૂટી લીધું! તે સ્તબ્ધ થઈ ગયો કે કોઈ વ્યક્તિ આટલી નાદાન કેવી રીતે હોઈ શકે? જ્યાં વસ્તુ ખોવાઈ જ ન હોય, ત્યાં ભલે ગમે તેટલો પ્રકાશ હોય, તોય વસ્તુ કેવી રીતે મળે?

કસ્તુરી મૃગ જેમ ભમતો રહેસુવાસની શોધમાં આંખ મીંચી,

શોધે છે માણસ ખુશીઓ બહારઅંદરનું અજવાળું સૌ વીંખી.

ખોવાઈ છે સોય જ્યાં અંધારામાંત્યાં દીવો પ્રગટાવવો પડશે,

મૂકીને ભ્રમણા બહારની તુંભીતરમાં  બધું તને જડશે.

પેલા સમજદાર માણસે માજીની આ નાદાની જોઈને ગુસ્સો ન કર્યો,

તે માણસે માજીને પ્રેમથી સમજાવ્યા અને કહ્યું, "માજી, 'જ્યાં ખાડો ત્યાં પાણી' અને 'જેનું ઓસડ જે તે '. સોય અંદર ખોવાઈ છે તો અંદરથી જ મળશે. બહાર ભલે સૂરજ ઊગ્યો હોય, પણ ત્યાં સોય ક્યારેય નહિ મળે."

તેણે માજીનો હાથ પકડ્યો, ઝૂંપડીની અંદર ગયો, એક નાનકડો દીવો પ્રગટાવ્યો અને તે દીવાના સીમિત પ્રકાશમાં જ અંદર શોધવાનું શરૂ કર્યું. માત્ર બે જ મિનિટમાં ખૂણામાંથી સોય ચમકી ઊઠી! માણસે સોય માજીના હાથમાં મૂકી. માજીના ચહેરા પર આનંદની લહેરો દોડી ગઈ.

આ નાનકડી ઘટના એ માણસને અને આખા જગતને એક મોટો પાઠ ભણાવી ગઈ કે: "ઘરના દીવા વગર બહારના અજવાળા નકામા છે."





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational