Payal Baraiya

Drama Fantasy Inspirational

3  

Payal Baraiya

Drama Fantasy Inspirational

દિકરી

દિકરી

3 mins
738


બારીના ઝરુખે, શાંત અનલમાં સંવાદ ચાલતો હતો...

દીકરી : મમ્મી,.

મમ્મી તું મને પ્રેમ કરીશ ને? વ્હાલથી તારી પાસે સુવડાવીશ ને ?

મમ્મી : હા, બેટા.

દીકરી : પપ્પા માને રમાડશે ને? મને વ્હાલ તો કરશે ને ?

મમ્મી : (થોડીક ક્ષણોનાં વિચાર પછી) હા..

દીકરી : પપ્પા મને સાથે બેસીને જમાડશે ને ?

મમ્મી : હા, દીકરી.

દીકરી : ભાઈ મારા વાળ તો નહિ ખેચે ને ? મને મારશે તો નહિ ને ?

મમ્મી : તું ભાઈ સાથે મિત્રની જેમ રહેજે, તેની મદદ કરજે, તેનું ધ્યાન રાખજે, તેની સાથે રમજે, તેણે પણ રમાડ્જે, તો પછી એ શાનો તને હેરાન કરે કે શાનો મારે ?

દીકરી : તે મારી સાથે રમશે ખરા !

મમ્મી : હા, એ નાનો હશે ત્યાં સુધી તારી સાથે રમશે, પછી કદાચ....

દીકરી : મમ્મી તું ભાઈ અને મને બંને સરખો જ પ્રેમ કરીશ ને ? બંને સાથે એકસરખું જ વર્તન રાખીશ ને ?

મમ્મી : હા, બેટા, તું અને ભાઈ બેઉ મારા માટે સરખા જ હશે.

દીકરી : સાચે? પાક્કું ?!

મમ્મી : (આંશિક ક્ષણોના વીતેલા વિરામ બાદ) હા.

દીકરી : દાદી મને ખીજાશે તો નહિ ને ?

મમ્મી : તું વ્હાલી પૌત્રી બનીને રહીશ એટલે તને કોઈ નહિ ખીજાય મારી દીકરી.

દીકરી : દાદી મને ભાઈ જેટલો જ પ્રેમ કરશે ને કે ?!!

મમ્મી : (એક શાંત શ્વાસ સાથે અમુક ક્ષણો બાદ) હા, બેટા.

દીકરી : દાદા મને ઘોડે સવારી કરાવશે ને ? ભાઈની જેમ મને પણ સાથે ફરવા લઇ જશે ને ?

મમ્મી : હા, દીકરી લઇ જશે, બસ.

દીકરી : મમ્મી હું સરકારી શાળામાં ભણીશ કે ભાઈની સાથે મોટી સ્કુલમાં ભણવા જઈશ ?

મમ્મી : ખબર નથી દીકરી, એ તો ત્યારે જોઈશું.

દીકરી : મને ચોપડા, દફતર અને સાઈકલ પણ મળશે ને ? કે ચાલીને જવાનું ?

મમ્મી : હા, દીકરી. બીજું કઈ ?

દીકરી : મમ્મી.... હું જયારે ૧૮ વર્ષની થઈશ ત્યારે જ તમે મારા લગ્ન કરશો ને?, મને ગેરકાયદેસર મારા બાળવિવાહ કરીને તો નહિ મોકલો ને ?

મમ્મી : ના, દીકરી. હું એવું નહિ થવા દઉં, તારા લગ્ન ૧૮ વર્ષની પુખ્ત વયે જ થશે, એ પણ જે તારા માટે અને તને યોગ્ય લાગશે એ જ વ્યક્તિ સાથે થશે.

દીકરી : મમ્મી…. કોઈ મને એવી તકલીફ પહોચાડે કે જે તમને અને પપ્પાને ન ગમે, કે દુનિયા કે આ સમાજ માટે એ અયોગ્ય ગણાય તો શું તમે મને તરછોડી દેશો?

મમ્મી : (સાવ જ શાંત ક્ષણો અને અકથનીય શબ્દો અને જાણે સમજ્યું જ ન હોય એ રીતે પ્રશ્ન ) શું?

દીકરી : કઈ નહિ .

મમ્મી : આ દુનિયા, આ સમાજ આવો જ છે, દીકરી..

દીકરી : તો શું તમે મને આ સમાજને લીધે આ દુનિયામાં વિકસવા નહિ દ્યો? હું ભણી ગણીને આગળ વધવા માગું છું. મારી જાતે કંઈક કરી બતાવવા, પગભર થવા ઈચ્છું છું. એક દીકરી તરીકે ભાર નહિ, પણ તમને ગર્વ અનુભવાય એ ભાવ દેવા ઈચ્છું છું.

મમ્મી : હા, દીકરી. મારા બનતા પ્રયત્નોથી હું તારા માટે બધુ જ કરીશ.મારી લાડકવાયી....

દીકરી : તો હું આ દુનિયામાં આવું ને ?

મમ્મી : હા, દીકરી અમે બધા તારી રાહ જ જોઈ રહ્યા છીએ...

(હોસ્પિટલમાં ગર્ભસ્થ માતા અને તેના ગર્ભ વચ્ચેનો સંવાદ)


Rate this content
Log in

More gujarati story from Payal Baraiya

Similar gujarati story from Drama