ડૉક્ટર એટલે ભગવાન
ડૉક્ટર એટલે ભગવાન
આપણને જ્યારે જ્યારે પણ નાની નાની શારીરિક તકલીફ થાય છે ત્યારે આપણે ડૉક્ટર પાસે દોડીને દવાઓ લેવા જતાં રહીએ છીએ. આપણને જ્યારે તકલીફ પડે છે ત્યારે જ આપણને ડૉક્ટરની યાદ આવે છે. એ વખતે કેટલા વાગે છે ? આ સમયે એમને ફોન કરાય - ના કરાય એવું આપણે વિચારતા નથી. આપણે હંમેશા એક જ વાત વિચારીએ છીએ કે અમને તકલીફ થાય છે તો એ સમયે એનું સમાધાન થવું જોઈએ. એટલે કે ડૉક્ટર મળવા જોઈએ અને આપણી ટ્રીટમેન્ટ કરે. ઘણા ડૉક્ટર એવા પણ છે જે સમય જોયા વગર તમારી તકલીફમાં તમારી સાથે ઊભા હોય છે.
આવા જ ડૉક્ટસૅ ના ભરોસે આપણે સૌ છેલ્લા બે વર્ષમાં જોયા છે. કોઈ એક ડૉક્ટરને ક્રેડિટ આપવા કરતાં આ જગતમાં જેટલા પણ ડૉક્ટર અને એમના દવાખાના છે તે સૌને મારા દિલથી નમન છે.
કોરોના કાળમાં આપણે સૌને જ્યારે પણ નાની નાની તકલીફ પડી જેવી કે ખાંસી, શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી છે ત્યારે ત્યારે આપણે સમય - કસમય એમને ફોન કર્યા છે અને એમની મદદ લીધી છે.આ સમયે જ્યારે એમને તમને દાખલ કરવાની જરૂર પડી ત્યાં તમને દવાખાને દાખલ થવાનું કહ્યું હતું બાકી તમને ફોન ઉપર જ દવાઓ જણાવી દેતા હતા.
આ તો થઈ કોરોનાના આપણા બધાના અનુભવ ની વાત. એ સિવાય પણ આપણ ને જ્યારે પણ કંઈ પણ રોગ થાય છે ત્યારે જે તે અનુભવી ડૉક્ટર પાસે જઈ ને ઈલાજ કરાવી એ છીએ.
આમ આપણે ડૉક્ટર ને ભગવાનએ દરજ્જો આપીએ છીએ.
