ચોરી
ચોરી
શહેરના મુખ્ય બજારમાં આજકાલ વિવિધ દુકાનોના તાળા તૂટી રહ્યાં છે. ગયા મહિને એક જ રાતમાં જમુના જ્વેલર્સ, રાજશ્રી ક્લોથ, માલપાણી & બ્રધર્સની દુકાનોમાં ચોરીની લૂંટ ચલાવવામાં આવી હતી. ચોરી સમયે સીસીટીવી પણ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યાં હતાં.
કેટલાક દિવસોથી બધાં શાંત હતાં.
ત્યારબાદ, દિવાળી પછી ત્રીજા દિવસે બજારમાં સાતથી આઠ કરિયાણાની દુકાનોના તાળા તૂટયાં.
તે પછી દર મહિને એક કે બીજી દુકાનમાં ચોરીઓ ચાલુ રહી. ચોરીઓ પણ એવી કે, દુકાનમાંથી બધી કિંમતી ચીજો સાફ થઈ જાય.
દુકાનદારોએ ઘણાં મોટાં અને મજબૂત તાળા લગાવ્યાં.
આજે એક વિચિત્ર ઘટના બની. રાત્રે દુકાનનું તાળું તોડી નાખ્યું હતું પરંતુ, ચોર દુકાનમાંથી એક પણ ચીજવસ્તુ લઈ ગયા ન હતાં !
બધું જ યથાવત.
આ દુકાન ... એક બુક સ્ટોર હતી.
