છેલ્લી તક
છેલ્લી તક


બે દિવસ પહેલાજ તેમના લગ્નની આઠમી વર્ષગાંઠ હતી, પરંતુ નિરજ ભૂલી ગયો અને તે ઘરે પણ મોડો પહોંચ્યો હ્તો. તે દિવસે ઘણા ઝઘડા થયાં. ગુસ્સો ઠંડો પડ્યા પછી નિરજે પણ પત્નીને મનાવવાનો પ્રયાસ કર્યો, પણ પત્નિ તો પત્નિ છે. એની ઇચ્છા હોય તો જ માફ કરે બાકી ના કરે.
લગ્ન પછીના કેટલાક વર્ષો બધું સારું હતું, પરંતુ ધીરે ધીરે પ્રેમે કડવાશનું સ્થાન લીધું અને રોમાંસના સ્થાને ઝગડા વધવા લાગ્યા. હવે, એક બીજાના આદરની વચ્ચે, તેમનો અહમ આવવા લાગ્યો હતો. એક સમય એવો હતો જ્યારે બંનેને લાગ્યું કે તેઓ એકબીજા વિના જીવી શકશે નહીં. પરંતુ આજે એ જ બે પ્રેમીઓ અજાણ્યાઓની જેમ એક જ છત નીચે જીવતા હતા.
“કોઈ પણ તેમના લગ્નની વર્ષગાંઠને કેવી રીતે ભૂલી શકે ? હવે તે પહેલાંની જેમ મને વધારે પ્રેમ નથી કરતો.” પલંગ પર બેઠેલી સેજલએ મનમાં વિચાર્યું. તે તેના પતિ પર એટલી ગુસ્સે હતી કે છેલ્લા બે દિવસથી તે તેની સાથે યોગ્ય રીતે વાત પણ કરી ન હતી. પછી ડોરબેલ વાગી, તેણે જઈને દરવાજો ખોલ્યો, નિરજ સામે વરસાદમાં પલળેલો ઉભો હતો. તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો અને ચહેરા પર સ્મિત હતું. પણ સેજલ હજી માફ કરવાના મૂડમાં નહોતી. તેણે ગુલદસ્તો નીચે ફેંકી અને ફરી ઝઘડો કરવા લાગી- "તને શું લાગે છે, મને આમ ગુલદસ્તો આપીશ તો હું એ વસ્તુ ભૂલી જઈશ ?" જો તમને ખરેખર પ્રેમ છે, તો તે બતાવ, આ પ્રકારનો ડોળ કરવાની લેશમાત્ર જરૂર નથી. "
નિરજ કંઈ બોલી શકે તે પહેલાં ઘરની અંદરથી મોબાઈલનો અવાજ સંભળાયો. સેજલ અંદર ગઈ અને ફોન હાથમાં લીધો અને કોલરનો નંબર જોયો. તેને થોડુ આશ્ચર્ય થયું કારણકે કોલ નિરજ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેણે ફોન ઉપાડ્યો ત્યારે તેણે બીજી બાજુ કોઈ અજાણ્યા શખ્સનો અવાજ સાંભળ્યો, "હેલો, હું ભાવનગર બી- ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમા સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ રાઠોડ વાત કરું છું." શું આ નિરજ મિસ્ત્રિના ઘરનો નંબર છે ?"
"હા, કોઈ સમસ્યા છે?" સેજલે જવાબ આપતા કહ્યુ.
“મને માફ કરશો, પરંતુ એક અકસ્માત થયો છે જેમાં એક માણસ મરી ગયો છે. અમને તેના ખિસ્સામાંથી એક પાકીટ અને મોબાઇલ ફોન મળ્યો. જેમાં તમારો નંબર હોમના નામે સેવ કરવામા આવ્યો છે; અમને તેના શરીરને ઓળખવા માટે કોઈની જરૂર છે, તમે સિવિલ હોસ્પિટલ આવી શકો ?"
સેજલ ચોંકી ગઈ. તેણે કહ્યું, "પણ મારા પતિ અહીં મારી સાથે ઘરે છે."
"સોરી મેમ, પરંતુ આ ઘટના બે કલાક પહેલા બની હતી, જ્યારે તે રેલ્વે સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો."
સેજલ તેના હોશ ગુમાવવા લાગી. આ કેવી રીતે થઈ શકે ? તેણે આ પહેલા કોઈની પાસેથી સાંભળ્યું હતું કે આ દુનિયા છોડતા પહેલા આત્માઓ તેમના પ્રિયજનને મળવા આવે છે. તેની આંખોમાં રહેલા આંસુઓ સાથે તે પોલિસ સ્ટેશન ગઈ. નિરજ ત્યાં નહોતો. પોલીસ સાચુ બોલતો હતો. હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો. નિરજ તેના મૃત્યુ પછી પણ છેલ્લી વાર તેની મનામણી કરવા માટે આવ્યો હતો. પરંતુ તે ગુસ્સે થઇ અને તેની સાથે ખરાબ ઉદ્દ્તાભર્યુ વર્તન કર્યું.
"હું કેટલી નિષ્ઠુર છું ?" તે રડતી ફ્લોર પર બેઠી, તેણે તક ગુમાવી, કાયમ માટે. તેને જૂના દિવસોની ઘટનાઓ યાદ આવી. તે લગ્ન પહેલા રોમેન્ટિક લવસ્ટોરી અને લગ્ન માટે નિરજને થિયેટરની અંદરના બધાની સામે પ્રસ્તાવ આપે છે, મધ્યરાત્રિએ તેમના માટે હાથથી મેગી બનાવી અને તેના સુરીલા અવાજમાં સોનુ નિગમના ગીતો ગાયા. જાણે તેની આંખો સામે આ બધુ દ્રશ્ય ભજવાઇ રહ્યુ હોય.
સેજલએ આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવા માંડી - "હે ભગવાન, ફક્ત એક વાર મને મોકો મળે, જેથી હું તેને કહી શકું કે હું તેના પર કેટલો પ્રેમ કરું છું." બાથરૂમમાંથી અચાનક જ જોરથી અવાજ સંભળાયો, દરવાજો ખોલ્યો, નિરજ બહાર આવ્યો અને બોલ્યો, "દિકુ, હું તને કહેવાનું ભૂલી ગયો છું, આજે સાંજે ટ્રેનમાં જતા સમયે મારું પાકીટ અને મોબાઈલ ચોરાઈ ગયાં હતા."
સેજલ નિરજ પાસે દોડી આવી અને તેને ગળે લગાવી લીધો.