STORYMIRROR

Mana Vyas

Inspirational

4  

Mana Vyas

Inspirational

છેડાછેડીની ગાંઠ

છેડાછેડીની ગાંઠ

3 mins
28K


"આજકાલ ઘણાં સ્ટાર સૈફ કરીના, બિપાશા જ્હોન વગેરે પહેલા લીવ ઇનમાં રહે પછી મેળ પડે તો જ લગ્ન કરે...પછી દુ:ખી થવા કરતાં પહેલાં જ ટ્રાય એન્ડ ટેસ્ટ"

અનુજ આ વીસ વર્ષની છોકરીના દિમાગને વાંચી રહ્યો. એ હતભ્રમ બની ગયો. જેમ વિજળીનો તેજ લિસોટો તમારી આંખોને ઘડીભર અંધ કરી નાંખે. ઉદુંબરા, એની અને આશકાની મીઠડી દિકરી કોઇ બંગાળી રોક મ્યુઝિશ્યનના પ્રેમમાં પડી હતી. "યુ નો પૂષન હાયલી જીનીયસ છે. અને લગ્નને બંધન ગણે છે. લગ્ન પછી જીંદગી ઘરેડ બની રહે છે. જેનાથી ક્રિયેટીવીટીને માઠી અસર પહોંચે છે. એટલે અમે નક્કી કર્યું છે કે પહેલા લીવઇનમાં રહેશું અને પછી અમને ફાવશે તો જ લગ્ન કરશું."

અનુજ અને આશકાએ ,પુત્રી ઉદુંબરાને ફક્ત એક મહિનો રોકાઈ જવા કહ્યું. થોડા દિવસ પછી આશકાની ખાસ સહેલી રાશિની દિકરીના લગ્ન હતા. લગ્નમાં વડોદરા બધાં એ સાથે જવું એમ નકકી થયું. થોડી આનાકાની પછી ઉદુંબરા પપ્પા મમ્મીને રાજી રાખવા તૈયાર થઈ ગઇ.

લગ્ન ખુબ ધામધૂમથી લેવાયા હતા. રાશિની દિકરી અનન્યા ખુબસુરત, આનંદી છોકરી હતી. લગ્નની આગલી રાતે રાશિ અને એના પતિ રોનકની 25મી લગ્ન તિથિની ઉજવણી હતી.  ઉદુંબરા એ કપલને ધારીને જોઇ રહી. રોનક એકદમ ટોલ, ડાર્ક ને હેન્ડસમ. એના ઘટ્ટ કાળા વાળમાંથી ડોકાતી સફેદ વાળની ઝાંય. સુદ્રઢ શરીર સૌષ્ઠવ, પરફેક્ટ. પરંતુ રાશિ આંટી ન રુપ રંગ કે બાંધો. નાકનકશો પણ સાધારણ.

રોનક સુંદર મઘમઘતા ફુલોની માળા લઇ આગળ વધ્યો અને નીચી એવી રાશિના ગળામાં પહેરાવી દીધો.

એનું સ્મિત, ભાવવાહી આંખો હજી રાશિ પર જડાયેલા હતા."હું માની જ નથી શકતો કે "અમારા સહજીવન ને 25વર્ષ વીતી ગયા." રોનક બોલ્યો. આજે અહીં મારે એક કબૂલાત કરવાની છે. અમારા એરેન્જ મેરેજ હતા. અને રાશિ મને શરૂઆતમા ખાસ ગમતી નહોતી. મારી અવગણનાને એણે ધીરજપૂર્વક આદરમાં પલટી નાંખી. મારા બિઝનેસના કપરા સમયમાં ઘણીવાર હું એનું અપમાન કરી બેસતો. પરંતુ રાશિ એ મને સાચવી લીધો. પોતાની ડિઝાઇનીંગ ટેલેન્ટનો ઉપયોગ કરી તોરણ, રંગોળી, ઘરેણાં વગેરે ડેકોરેશનની ચીજો બનાવીને ઘર સંભાળ્યું. મારા માતાપિતાને પણ સાચવ્યા. ત્યારે મને એની આંતરિક સુંદરતા જોવા મળી. અમારી પ્રેમની ગાંઠ વધુ મજબૂત થઈ. હું એનો જીવનભર રુણી રહીશ.

રાશિની આંખમાંથી દડદડ આંસુ વહેતા હતા. રોનકે આવીને પ્રેમથી એની આંખો લુછી. અનન્યા દોડતી આવીને બેઉને વિંટળાઇ વળી.

આશકા એ ઉદૂંબરા સામે જોયું. એની આંખો પણથી ભરાઇ આવી હતી. 

લગ્ન ખુબ ધામધૂમથી ઉજવાતા હતા. બધાં ખુશ હતા. બધી વિધિ હસી ખુશીથી પાર પડી રહી હતી. 

ઉદૂંબરા વિચારે ચડી. શું લીવ ઇન રીલેશનમાં આવો સર્વત્ર સ્વીકાર હશે ? પ્રેમમય જીવનની આટલી સરસ શરુઆત હશે ? જે સંબંધમાં જવાબદારી, સમર્પણ અને અતૂટ વિશ્વાસ ન હોય તો તૂટતા કેટલી વાર ! લગ્ન ફક્ત બે વ્યક્તિ નહીં પણ બે કુટુંબ વચ્ચે પણ સગપણ બાંધે છે. 

હસ્તમેળાપની ઘડી આવી પહોંચી હતી. છેડાછેડીની ગાંઠ મારવા અનન્યા એ ઉદૂંબરાને બોલાવી.  સુંદર ઉદૂંબરા નો ચહેરો વરસાદ પછીના સ્વચ્છ આકાશની જેમ ચમકતો હતો. હળવા પણ મક્કમ પગલે એ ચાલીને વરવધૂ પાસે આવી. અને મનમાં કંઈ નકકી કરતી હોય એમ એક બે ત્રણ કસીને ગાંઠ મારી દીધી... 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational