STORYMIRROR

Narendra K Trivedi

Inspirational

4  

Narendra K Trivedi

Inspirational

બુઘો

બુઘો

3 mins
401

બુઘો એ ચાર--પાંચને અમુલખ શેઠનું સરનામું પૂછ્યું, બધા એ ના પાડી કે તે ઓળખતું નથી. બુઘો વિચારમાં પડી ગ્યો, સાલું આ તે કેવું, સુખપર ગામમાં તો નાનું છોકરું પણ શેઠને ઓળખતું હતું. આમ વિચારતો'તો ત્યાં એક ભાઈએ પૂછ્યું તમે ક્યાં સુખપર ગામવાળા અમુલખ શેઠની વાત કરો છો. હા, ભાઈ મને ઘર બતાવશો. હા, ચાલો.

જો સામે રહ્યું એ અમુલખ શેઠનું ઘર છે, પણ શેઠ તો આઉટ હાઉસમાં રહે છે. બુઘો મુંજાણો, શેઠ આવડો મોટો બંગલો છોડી આઉટ હાઉસમાં કેમ રહેતા હશે, ઠીક ....છે...મોટા માણસની આપણને ખબર નો પડે.

બુધાએ આઉટ હાઉસ પહોંચી, બહારથી અવાજ દીઘો, અમુલખ શેઠ છે ? હા, ભાઈ કોણ ? હું બુઘો સુખપર ગામવાળો. અમુલખ શેઠ, સુખપર ગામનું નામ સાંભળી ઊભા થયા, આવો, ભાઈ. બુઘો વિચારમાં પડ્યો, શેઠની ઉમર છે એ કરતા વધી ગઈ લાગે છે, કઈક ગડબડ છે.

શેઠશ્રી એક સવાલ પૂછવાનું મન થાય છે.... પૂછું ?.... હા, પૂછ, ...શેઠશ્રી આવડો મોટો બંગલો છોડીને તમે આ આઉટ હાઉસમાં કેમ રહો છો ? જો, બુધા સુખપર ગામમાં મારો ધીકતો ધંધો હતો, મને કમત સુજી અને મેં ગામની પેઢી, ધંધો સંકેલી આ શહેરમાં આવ્યો, અહીં પણ ખૂબ કમાણી કરી, પણ એક નબળી પળે મને શેર બઝારમાં ઝંપલવાનું મન થયું, મને શેર બઝારમાં કાઈ ખબર નહોતી પડતી પણ મિત્રો અને સલાહ, સૂચનવાળાના ભરોસે ઝંપલાવ્યું, અને મેળવ્યું હતું તે કરતા પણ વધુ ખોઈ બેઠો, બંગલો વેચી લેણીયાતનું લેણું તો ચૂકવી દીધું, પણ મારે જેની પાસેથી લેવાના હતા એ બધાએ હાથ ઊંચા કરી દીધા, કે સંબંધો કાપી નાખ્યા.

હા, પણ બુધા તું શું કામે આવ્યો છે ? બુઘો તો શેઠની વાત સાંભળી હતપ્રદ થઈ ગયો હતો. શેઠે ફરી પૂછ્યું, બુધા શું થયું ?

વાત,... એમ હતી, જ્યારે અમુલખ શેઠનો સુખપરમાં ધીકતો ધંધો હતો, ત્યારે બુઘો શેઠને ત્યાં છૂટક મજૂરી કામ કરતો. શેઠ માણસ પારખું હતા, તેણે જોયું કે બુધાને જો આર્થિક મદદ મળે તો તે નામ કમાય એવો છે. એક દિવસ શેઠે બુધાને બોલાવ્યો, લે બુધા આ પચાસ હજાર રૂપિયા, તું નાના પાયે ધંધો શરૂ કર. પણ શેઠ મારી પાસે જામીનગીરીમાં આપવાનું કાઈ નથી. તારે કશું લખાણ આપવાનું નથી, બસ તું ધંધો શરૂ કર. બુધા એ નાના પાયે શરૂ કરેલ ધંધામાંથી આજે તે નાની તેલની મિલનો માલિક થઈ ગયો હતો. અમુલખ શેઠનું ઋણ ચૂકવવા તે સુખપરથી શહેરમાં શેઠ પાસે આવ્યો હતો.

બુઘો ઘરેથી નિકળ્યો ત્યારે બે લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો, એક લાખ શેઠને દેવા માટે, શેઠે તો પચાસ હજાર રૂપિયા આપ્યાતા, પણ બુધાએ વિચાર્યું, કે શેઠની મદદથી આજે હું સુખી છું તો બમણા તો આપવા પડે, શેઠની વાત સાંભળી એણે જે એક લાખ રૂપિયા ખરીદી કરવા વધારે લીધા હતા તે પણ શેઠને આપી દેવાનું નક્કી કરી થેલી શેઠના ચરણે ધરી.

શેઠ, શું છે બુધા આ થેલીમાં ?

શેઠશ્રી તેમાં રૂપિયા છે.

રૂપિયા,.. કેમ ?

તમે મને જે આલ્યાતા તે,...

કેટલા છે ?,

બે લાખ,...

પણ મેં તો તને પચાસ હજાર રૂપિયા આપ્યા'તા અને તે પાછા ક્યાં લેવાના હતા,

શેઠશ્રી, એ વાત હું કઈ ના સમજુ, હું રહ્યો અભણ, મને ક્યાં કોઈ ગણતરી કરતા આવડે છે, એટલે આટલા રૂપિયા લાવ્યો છું. બાકી મને કાઈ ખબર ન પડે.

અમુલખ શેઠે સજળ નયને બુધા સામે જોયું, બુધાની આંખમાં પણ ઝળઝળિયાં હતા. એણે ભારે અવાજે કહ્યું, શેઠશ્રી, હું તો બહુ નાનો માણસ છું તમને સલાહ તો શું આપું, પણ તમે મારો હાથ પકડીને બહાર કાઢયો, એમ હું તમારો હાથ ના પકડી શકું. શેઠશ્રી તમારી સામે, તમારી આભા સામે, પ્રતિભા સામે મારી કોઈ હેસિયત નથી. પણ મારી આ નાનકડી વાત સ્વીકારો એવી મારી ભાવના છે.

શેઠ, બુધા, હું તારી વાત સમજી ગયો, તારું નામ બુઘો નહીં બુદ્ધિધન હોવું જોઈએ, હું તને આજથી બુઘો નહીં પણ બુદ્ધિધન કહીશ. શેઠ મનોમન વિચારતા, કે, હે, પ્રભુ તારી મદદ કરવાની પદ્ધતિ પણ તારી જેવી જ અલગારી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational