બસ આટલું !
બસ આટલું !
સૂર્ય થાકી થાકીને પોતાને ઘરે જઈ રહ્યો હતો. અંધકાર ચારેબાજુ પોતાના પગરવ જમાવી રહ્યો. ગ્રીષ્મના ધગધગતા દિવસ પછી સંધ્યા જાણે વ્હાલી હોય તેમ ઘરના બધા લોકો આંગણામાં ખાટલા રાખી ને મેળાવો કરવામાં મશગૂલ હતા. આખા દિવસના થાકને પોતાના માથા પર રાખી જવેર ચાલી આવતી હતી. ધીમે ધીમે પગ ઉપાડતી જાણે જમીનને પૂછતી હોય કે તમને મારા પગનો ભાર તો નથી લાગતો. સુડોળ શરીર પર બંધાયેલી સુવ્યવસ્થિત સાડીમાં એ શોભતી હતી. સાંજના સાતનો સમય હતો, ઉનાળો એટલે હજુ અંધારું થયું ન હતું. સંતાનો ભૂખ્યા હશે એની ચિંતામાં જલ્દી ચાલવા લાગી પણ પાછળથી કોઈક એનું નામ લઈ બોલાવી રહ્યું હતું કે, ' જવેર..... જવેર...'
અને પાછળ ફરી ને જોયું તો એક વૃદ્ધા એના નામનું રટણ કરી રહી હતી. વૃદ્ધા ને જોતા જ એના નજીક ચાલી ગઈ
'શું થયું મા ?' એનો આવાજ થોડો ગંભીર હતું.
' કશું નહીં ?' એ થોડી વધુ ગંભીર થઈ બોલી ફરી બોલવા લાગી.
' તેને જોઈ એટલો બોલાવી બસ કામ ન હતું '
જીવનમાં કેટલાય રંગો જોયા બસ હવે ભગવાન બોલાવી લે તો શાંતિ.....'
' એવું ન બોલો.શું થયું તે બોલો ! ' જવેર ધીરે થી બોલી.
' એકલી છું ! બસ એ જ દુ:ખ છે ! ' વૃદ્ધા જ્યારે આ સંડોબોલી રહી હતી ત્યારે તે વધુ વૃદ્ધ લાગી રહી હતી.
' શું થાય ? દીકરાઓ પોતાનું ભવિષ્ય બનાવું પડે. '
' હા ! એટલે તો એ લોકો ને પોતાનાથી દૂર કર્યા.હવે ક્યારેક ક્યારેક ફોન આવ્યા કરે છે બસ આટલું છે.
સફેદ સાડી માં વીંટળાયેલા વૃદ્ધાનાં શબ્દો જાણે એના જીવનનાં થાક નો અનુભવ કરાવતા હોય તે રીતે હફલતા હતા.
' તમે ખુશ છો ને? જવેર થી બોલાયું.
' હા ખૂબ ખુશ છું....આ છે દીવાલો છે.ખાવા માટે અનાજનાં ડબ્બા ભરેલા છે. એથી વધુ શું જોઈએ. !
સુખ-સુવિધા ની બધી વસ્તઓ છે...જવેર સ્તબ્ધ થઈ વાત સાંભળી રહી હતી. ' અથી વધુ હું જોઈએ ! ' આ શબ્દો એના મન માં ફર્યા કરતા હતા.આ પ્રશ્ન નો જવાબ એની પાસે હતો પણ સમય એવો હતો કે એનો જવાબ આપવો યોગ્ય ન હતો.
મનમાં કેટલાય વિચારોને મનમાં દબાવી અને બસ આટલું કહ્યું કે, ' ભલે હું જાઉં છું.'
એના પગ ની ગતિ સાથે એના મનની ગતિ પણ તીવ્ર ચાલતી હતી રોજ સવારે સુખ ની શોધમાં નીકળી પડતાં આ જીવને ભૂખ શું છે એની ખબર પડે છે.એના મન માં ' આટલું છે બસ ' શબ્દો કેટલા હિતકર છે એનું મહત્વ સમજી શકાય છે.એના મન માં કેટલાય વિચારો આવતા અને સમી જતાં પણ કોઈ નિર્ણય પર એનાથી પહોચાયું નહી. પણ વિચારોનાં મંથામળમાં ઘરે તો પહોંચી આવી.
ઘરે પહોંચતા પહોંચતા રાત્રિએ પોતાનો પગ પસારો કર્યો હતો એને ચિંતા હતી કે રસોઈ બાકી છે.અને એ ખુબ જ થાકી ગઈ છે .અને હળવેકથી આંગણમાં પ્રવેશ કર્યો, આંગણામાં રાખેલ ખાટલા પર બેસી ગઈ મા નાં હાથમાં મીઠાઇ જોઈ ચારે બાળકો નજીક આવી ગયા. માં એ સરખાં ભાગે મીઠાઇ બાળકો ને આપી દીધી.બાળકો તો રજીના રેડ થઈ ગયા. એમને હસતા રમતાં જોઈ જાણે આખા દિવસનો થાક બે ઘડી માં ક્યાં ગૂમ થઈ ગયો એની ખબર જ ન પડી.વૃદ્ધાના શબ્દો એના મનમાં ફરી ગુંજી પડ્યા. ' બા આટલું છે' એનાથી બોલાઈ જવાયું.
' બસ આટલું જ જોઈએ છે........'
