વિશ્વાસ
વિશ્વાસ
'નિત્યા, આટલું વહેલું કેમ ઉઠી ગઈ ?'
'અરે ! મા મારે આજે થોડું વહેલું જવાનું છે'
'થોડું જમીને કોલેજ જાજે દિકા '
નિત્યાને જમવાની ના પડી હતી. તો આજે પહેલીવાર કોઈને મળવા જઈ રહી હતી. જેનાથી માત્ર ફોન ઉપર વાત કરી હતી. કોણ છે ? કેવું છે ? ફોન ઉપર વાત કરતા કરતા એ વ્યક્તિ એને ગમી ગયો અને આજે એને મળવા જઈ રહી છે. આ વાત એને કોઈને નથી કીધી. જાણે કે પોતાનાથી પણ છુપાવી અને પોતાનો બેગમાં બધી બુકો સારી રીતે ગોઠવે છે માની આંખમાં આંખ મિલાવીને કહી શકતી નથી કે હું આજે પહેલીવાર કોઈને મળવા જઈ રહી છું. સંકોચ છે, છતાંય મનમાં થોડું આનંદ છે. કેવું હશે ? એના વિચારોમાં એ ખોવાયેલી છે. માં ફરીવાર એને પૂછે છે કે,
'દીકરા થોડું જમી લે'
એ કશું ઉતર આપતી નથી. એને આજે જમવાનું નથી એને તો આજે મળવાનું છે. એ વ્યક્તિથી જે વ્યક્તિ સાથે એ એક મહિનાથી વાત કરી રહી છે. જતા જતા માને હું જાઉં છું. એવું પણ એ બોલતી નથી. મા પીઠને જોયા કરે છે અને નિત્યા ચાલી જાય છે. ઘરથી નીકળી એટલે તરત જ પોતાનો ફોન બેગમાંથી કાઢ્યો અને ફોન કર્યો કીધું કે,
'હું આવું છું તું આવશ ને ?'
'હા બકા હા, હું પણ આવું છું તૈયાર થવું છે મારે.'
વિચાર કરતા કરતા ચાલતી જાય છે. રસ્તામાં કોઈ એને બોલાવે તો પણ એનું ધ્યાન એના તરફ નથી જતું. કૂતરાઓનો ભસવાનો અવાજ આવે છે છતાં એ કોઈ ચીજને નથી. એને ચિંતા છે કે, હજી બસ કેમ નથી આવી ? સ્ટેશન ઉપર ઉભી છે હજી બસ કેમ નથી આવું વારંવાર વિચાર્યા કરે છે. પોતાના ફોનમાં ટાઈમ જોઈએ છે મોડું તો નથી થઈ ગયું ને ? પહેલીવાર મળવા જાઉં છું અને એ વાટ જોતો હશે તો કેવું લાગશે ? શું એના માટે મારે કંઈ લઈ જવું જોઈએ ? નિત્યા વિચારી રહી છે. એટલામાં બસ આવી ગઈ. કશું જોયા વગર એ બસમાં ચડી ગઈ.
'ક્યાં જવું છે ?'
'ભુજ'
'અરે બેન ! જોવો તો ખરા! એતો થરાદની બસ છે.'
બસ તો મારી નથી. કરતા એ તરત જ નીચે ઉતરી આવી. શું વિચાર કરવો ? એની મને કાંઈ જ ખબર નથી. શું આ મારું પાગલ બનશે કે પછી એના તરફનો આકર્ષણ ? કેવું લાગતું હશે મેં એનો ફોટો જોયો છે. શું ખરેખર એવો જ લાગતું હશે ? કેટલા બધા પ્રશ્નો છે મારા મનમાં મુકને પહેલીવાર મળું છું એટલે પોતે જાણી લઈશ કે કેવો લાગે છે. આવું કેટલું એ મનોમન વિચારવા લાગી.
ભુજની બસ આવી એટલે જલ્દી જલ્દી બસમાં ચડવા લાગી. આજે તો મારે ઉભા રહીને જવું પડે તોય વધો નથી.
'તમારી બોટલ રહી ગયું' પાછળથી અવાજ સંભળાયો
'અરે ભૂલી ગઈ ભાઈ ! આભાર.'
આજે હું કેટલી ભૂલકણ થઈ ગઈ છું. જાણે કે, કશું યાદ જ નથી. શું થઈ રહ્યું છે ? મને પ્રથમ મુલાકાતમાં આટલી ગભરામણ કેમ થઈ રહી છે ? સાયદ એનો જવાબ મારી પાસે નથી
બારી પાસે સીટ મળી ગઈ એના મનમાં થોડો રાજીપો થઈ ગયો. મન ભરીને હું એના સાથે વાત કરી શકીશ. તરત પોતાના ફોનને લીધો અજય કોલ લગાવ્યો 'હલો ! ' અરે હજી તો ફોન ઉપાડ્યો જ નથી ફોનની ઘંટડી વાગતી રહી હતી. એક સરસ મજાની રીંગ ટોન વાગતી હતી એ રીંગ ટોનને બરોબર સાંભળી અરે આજે ફોન ઉપાડ મને તારી સાથે વાત કરવી છે. અજય ફોન ના ઉપાડ્યો. કેમ ફોન નહીં ઉપાડતો હશે ? શું થયું હશે ? કેટલાય મનમાં વિચારો દોડતા રહ્યા અને ફરીવાર નંબર ડાયલ કર્યો. હવે ઉપાડ મનમાં બોલી રહી હતી,
'હલો ! અજય મને બસમાં સીટ મળી ગઈ. તું આવે છે ?'
'હા હા હું આવું જ છું આટલી બધી ઉતાવળી કેમ થાશ ?'
'આજે પહેલી વાર તને મળવું છે એટલે '
'અરે બકા પહેલી વાર છે છેલ્લી વાર નથી હવે ચાલ હું પરવારી લઉં'
'ભલે '
ભલે કહી દેવાથી નિત્યાના મનમાં હજીએ ચંચળતા વધી રહી હતી. વાત કરવી હતી પણ છતાંય વાત ન કરી શકી. શું એ આજે એક મહિનાની વાતચીત પછી એને મળવા જઈ રહી છે એ બરોબર છે ? પોતાના મનમાં જ આવા વિચારો કરવા લાગી. વારંવાર એ પોતાની બેગમાંથી પુસ્તકોને કાઢતી ઉથલાવતી અને ફરી બેગમાં જ રાખી દેતી. આમ જ કરતા કરતા એ ભુજ પહોંચી આવી. એને બરાબર પોતાના મોઢાને દુપટ્ટા વડે ઢાંકી દીધું. નીચે ઉતરી બસમાંથી આજુબાજુ જોવા લાગી અજય અહીં કંઈ જ હોવો જોઈએ. અચાનક એક બાઈક તેની પાસે આવીને ઊભી રહી ગઈ. એણે ધીરેથી કીધું હતું.
'અજય ?'
સામેથી પોતાના ગરદન દ્વારા હકારમાં જવાબ મળ્યો હતો. બાઈક ઉપર એને બેસવું હતું એ બાઈકને સ્પર્શ કરવા લાગી અચાનક એને યાદ આવી ગયું એની માના શબ્દો,
'તું મારી દીકરી નથી તો મારો દીકરો છે. મને તારા પર ખૂબ વિશ્વાસ છે સમાજ કહે છે કે, દીકરીઓને બારે ના જવા દેવી જોઈએ પણ હું કહું છું કે, દીકરીઓને બારે જવા દેવી જોઈએ. એમનો વિકાસ થાય એટલા માટે. દીકરીઓ એ પરિવારનું નામ ડુબાડતી નથી પણ પરિવારનું નામ રોશન કરે છે. મને તારા ઉપર ભરોસો છે.'
એને અચાનક પોતાના હાથ બાઈક ઉપર થી લઈ લીધો. કશું જ બોલ્યા વગર એ ફરી માંડવી આવનારી બસમાં ચડી ગઈ. એનાં ફોનની રીંગટોન વાગવા લાગી.
'અરે ! તું કેમ ચાલી ગઈ. આજે પહેલી મુલાકાતમાં કોઈ આવું કરે ?'
'હા ! આ પહેલી મુલાકાત આજે આપણી છેલ્લી મુલાકાત ન બની જાય એ ડરથી.'
'શેનો ડર છે તને ? મારા પર વિશ્વાસ નથી'
'વિશ્વાસ જેને મારા ઉપર વિશ્વાસ કર્યો છે શું ખરેખર મેં એમનો વિશ્વાસ રાખ્યો છે. મારાથી આ નહીં થાય, જો તું ખરેખર આપણી આ મિત્રતાને આગળ વધારવા માંગે છે તો તારે મારા ઘરે આવવું પડશે. મારા માતા-પિતા સાથે તારે વાત કરવી પડશે. કરીશ ?'
સામેથી કશોય ઉતર ના આવ્યો એને થોડીક વાર ફોનને કાન પર દબાવીને રાખ્યો. થોડીવાર પછી -
'અરે ! અત્યારે અવાજ બરોબર સંભળાતું નથી થોડીવાર પછી તને કોલ કરું.'
પછી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ કરતાં કરતાં મહિનાઓ વિતવા લાગ્યા પણ સામેથી ફોન ન આપ્યો. આજે છ મહિના જેટલું સમય વીતી ગયો છે અને નિત્યા એકલી બારી પાસે વિચારી રહી છે, શું મેં બધું બરોબર જ કર્યું છે એ જ સમયે એની મા આવે છે અને બોલે છે,
'મારી દીકરી જે કરે તે ઉત્તમ જ કરે, મને એના પર વિશ્વાસ છે'
નિત્યાની આંખો માં ને જોઈને ચમકવા લાગી.
