બ્લોક
બ્લોક
બીપ બીપ મેસેન્જર માં ટોન આવ્યો. રમા એ મસેજ જોયો.
"હાય, હાઉ આર યુ?! "રમા ને પ્રોફાઈલ પીક માં જવાની જરુર પડી. મેસેજ અજાણ પ્રોફાઈલનો હતો.
ફોટો જોઈ તે બે મિનીટ યાદમાં ગરકાવ થઈ ગઈ. પ્રોફાઈલ હતી અનુપમની. કેટલો વિરોધાભાસ ?!! જે માણસ એક ક્ષણ મારી દુનિયા હતો તે એક દસકા માં અજાણી પ્રોફાઈલ બની ગયો.
પોતાના કેરિયરની માટે એ વખતે લગ્નની ના પાડી હતી અનુપમે અને રમા પોતાના મરણ પથારીએ પડેલ પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માંગતી હતી. કોણ ખોટું ?! પ્રેમ સંજોગોમાં ખોવાઈ ગયો !
અનુપમ તો કેરીયરમાં રમા ને ભૂલી જ ગયો. જીવનની સૌથી મોટા દુ:ખ તેવા પિતાના મરણ વખતે પણ ન આવ્યો ?! કેવો સ્વાર્થી !
પણ રમા ને અજય મળી ગયો. આજે તેમને એક સંતાન છે. દસકા નો લગ્ન જીવન છે. અનુપમ એ પણ લગ્ન કરી લીધા હતાં.
આજકાલ તો પોતાના એક્સ સાથે દોસ્તી કરવાની ફેશન છે. પણ હું એવી નથી, રમા એ વિચાર્યુ.
શું કામ બે પરિવારો બરબાદ કરવા ?! રમાએ અનુપમ ને હંમેશ માટે બ્લોક કરી દીધો.

