Ram Gadhavi

Horror

2  

Ram Gadhavi

Horror

ભૂત: એક જીવંત ખયાલ

ભૂત: એક જીવંત ખયાલ

4 mins
7.4K


“રાત પડી ગઈ છે, પ્રથમ તો મને એમ લાગ્યું કે આપણા વાડી વિસ્તારનો જ કોઈ માણસ હશે. સામે કાંઠેથી નદીમાં ઉતર્યો અને મારે બરાબર ત્યારે જ ભેંસો ચારી ને નદીએ પાણી પાવા જાવું. હું એની તરફ જાઉં ત્યાં તો એ પાછો વળ્યો અને જોરદાર દોડ્યો, આવતો તો એજ બાજુ….” આ વાત એક ગોવાળિયો યુવાન ઘરે આવીને એના પિતા તેમજ ભાયું ભાંડરૂ આગળ કરે છે.

માલધારી હોય ઇ તો ભેંસ્સું ચારે ભાઈ, ખેતીકામ પણ હોય. બીજા વ્યવહાર પણ હલાવવાના થતા હોય. આ યુવાન દરરોજની જેમ આજે પણ ભેંસોનું ખાડુ લઈને પોતાના વિસ્તારમાં વાયે વગડે ડુંગરે બીડમાં ચારવા ગયો હોય છે. આમ બીજા ગોવાળિયા પણ સાથે હોય છે. ભેંસો બધી ભેગી જ ચરતી હોય છે. ગોવાળ અને ભેંસો અંદરોઅંદર એકબીજાને ઓળખતા જ હોય, ગોવાળિયા મિત્રો ત્યાં અમુક દાવપેચ ભરેલી રમતો રમતા હોય છે. આમ થતાં દિવસ પૂર્ણ થતો હોય છે. સાંજે ઘર તરફ આવવાનું હોય, ભેંસું વળે છે. ભેસું જાણે એની હરહંમેશ સખી હોય એમ સાથે ચાલતી હોય છે.

આ વ્યક્તિની વાડી પાસે જ નદી વહે છે. ચોમાસા બાદના થોડા સમય સુધી તો પાણી હોય છે. એટલે માલઢોર ત્યાં પીવરાવે છે. બસ હવે તો દિવસ સાવ ખતમ થઈ ગયો હોય છે અને રાતની શરૂઆત થઈ ચૂકી છે. આકાશ માર્ગેથી અંધારાના ઓળા ધરતી ઉપર ઉતરવા લાગ્યા છે. ભેંશું પોતપોતાની રીતે નદીમાં ઉતરીને કાંઠે ભર પાણી પીવે છે. ગોવાળ બાજુના રસ્તે ઉભો છે. ત્યાં સામેથી મુખ્ય રસ્તો નીકળે છે. નદીમાં ઉતરીને કોઝવે બનતો હતો. એમાં એક આદમી ચાલ્યો આવતો હતો, આને તો એમ જ લાગ્યું ઓળખીતું હશે કોઈ ગામમાંથી વળ્યો હશે, વરોંટ એવી જ લાગી. એની તરફ વાત કરવા ડગલાં માંડ્યા. ગામડામાં આવા ધંધાને લીધે લોકો મળતા પણ ઓછા હતા, ક્યારેક જ.તેમજ ગામઠી લાગણી કંઈક અલગ જ હોય છે. ત્યાં તો પેલો માણસ લગોલગ આવીને પાછો ફરે છે. એવી સરરાટ કરતી દોટ મૂકે છે, ઓલા સામેના કિનારે એક વ્યક્તિ ત્યાંજ પૂતળાની મુદ્રામાં બે હાથ ખુલ્લા બન્ને બાજુ રાખીને ઉભો હતો. એની છાતીમા આ માણસ ધડામ કરતો ભટકાય છે. અગ્નિ ની જ્વાળા જેમ ઊંચે જાય એમ ભડકો થઈ જાય છે. ઓહ ! આ તો અલગ ચીજ , ગોવાળિયાના રુંવાડા બેઠા થઈ ગયા. પછી તો ઘરે પુગવાનું હતું. વાત કરતા વાર લાગે દોસ્તો, ઘટના ઘટતા વાર નથી લાગતી. હવે તો બધું આવરણ આસપાસનું વાતાવરણ કઈક ઓર દેખાવા લાગ્યું. જીવનની કદાચ પહેલી અલૌકિક ઘટના હશે.

ભેસું લઇને ઘરે આવે છે. બધાને વાત કરે છે. વડીલો કહે છે, ઇ બધું વ્હેમ છે. અમે આટલા મોટા થયા કોઈ દિવસ આવું નથી થયું, તું મનમાંથી કાઢી નાખ એવું ન હોય. હોતું જ નથી. 

અરે પણ મેં મારી સગી આંખે જોયું. હું થોડો સુઈ ગયો તો કે સપનું આવે, આ તમારી સામે છું જો હમણાં ભેસુંને પાણી પીવરાવીને જ આવું છું, નદીએ આ બધું બન્યું…. બાપ… 

આમ ચર્ચા થઈને બધું થાળે પડ્યું. પણ આ યુવાને જે અનુભવ કર્યો એ જગ્યાની ઘટનાઓ વડીલો તો જાણતા જ હતા. બનવાકાર બનતું જ હોય છે. અસંભવ પણ સંભવ થતું હોય છે. એટલે તો અસંભવ નામ દીધું છે. નહિતર જે હોતું નથી એનું નામ આપણે કેમ જાણીએ.!

સમય થઈ ગયો હોવાથી વ્યારું કરે છે. આવી બીજી વાતુના સંભારણાં ચાલુ છે. એક તરફ રેડિયો પર આકાશવાણી રાજકોટ પરથી “ગામનો ચોરો” કાર્યક્રમ ચાલુ છે. જે માહોલ સર્જાતો હોય એના વિશે લાગણીશભર વાતો તેમજ દલીલ કરવી એ માનવજાત માટે સ્વભાવિક છે

બધો પરિવાર સાથે જમતો હોય એમાં વાત વાતમાં બાપુજી એક ઘટના કહે છે, ”એક વ્યક્તિ પોતાની વાડીએ કાયમ રખોલે જતો હોય. કારણ કે રાત્રે જંગલી પ્રાણીઓનો ખેતી માં ત્રાસ હોય છે. વાડી ઘરથી સારી એવી દૂર છે. ત્યાં વાડીના એક શેઢે મોટો તાડ હોય, એમાંથી રોજ રાત્રે નિયત સમયે કંઈક અજાયબ અવાજ થાય અને પેલા વ્યક્તિની નીંદર ઉડી જાય. તાડ તરફ જુએ તો એક સામાન્ય લાગતો માણસ ઝાડના થડ માં ઉભો હોય. અને ત્યાર બાદ એમજ ત્યાંથી ચાલતો થાય, અને જે માલિક છે એની જ તરફ આવે. ધીમે ધીમે ચાલ્યો આવે કાઈ બોલે નહિ, સાવ ચૂપ…. , બાજુમાંથી પસાર થઈ જાય. એની વાડી ને બીજે છેડે એક મોટો ખાચરો હોય, ભેખડ હોય ત્યાં કાંઠે ઉભે અને એમાં પડી જાય. વળી અદભુત અસંભવ અવાજ… ગઝબ છે આ તો, કરવા શું માંગે છે, કહેવા શુ માંગતો હશે. ઘણીવાર બનતું હોય છે ત્યાં તો,,,. 

સાંજે અનુભવ કરીને આવેલ ગોવાળિયો યુવાન પણ એક ઘટના વર્ણવે છે, એનો સગો કોઈ નોકરી કરે છે ત્યાં રાતના સમયે કંઈક બને છે. પોતે શિવપુરાણ વાંચતા હોય છે. એવે ટાણે લગભગ મધરાત સમયે બાજુના રસ્તે એક તોતિંગ માણસ દેખાણો. આ ભાઈ તો બંગલાની પાસે ખુરશી ઉપર બેઠા હતા. જ્યારે આ અલૌકિક જબ્બર માણસ બરાબર એના ગેટની સામે આવી ઉભો. એની તરફ જોયું, અને ઈ તો વળ્યો ભાઈ, ગેટ ખોલ્યા વગર અંદર આવી ગયો. ગેટ તો બંધ જ હતો. 

ખુરશીની બાજુમાં આવીને ઉભો. એક મિનિટ થઈ હશે ત્યાં પાછળ ફર્યો, આણે બોલાવ્યો નહીં ને એ પણ કાંઈ બોલ્યો નહીં. હવે સાંભળજો…. જ્યારે એ સામે જોઈને ઉભો હતો ત્યારે પાટલુન પેર્યું હોય એવું લાગતું તું પણ હવે ધોતી દેખાતી હતી. પછી પાછો બહાર જાવા લાગ્યો, ગેટની પાસે પહોંચ્યો અને ઓચિંતું કાંઈક ફેર થવા લાગ્યો, આકૃતિ બદલવા લાગી અને આગનો ગોળો બની ને આકાશમાં નરી આંખે દેખાય તેમ ઉડતો જ ગયો.!!!


Rate this content
Log in

Similar gujarati story from Horror