Hita Rajyaguru

Romance

4  

Hita Rajyaguru

Romance

ભ્રમણા

ભ્રમણા

2 mins
285


સુરાહીના ઘર તરફ આગળ વધતાં સ્વપ્નીલના પગલામાં લક્ષ્ય પામી લીધાનો થનગનાટ હતો, ને ચિત્તમાં વિચારયાત્રા. આજે તો હું સુરાહીની કમળનાળ સમી કોમળ આંગળીમાં સગાઈની અંગૂઠી પહેરાવી જ દઈશ. હીરાની કિંમતી અંગૂઠી ખરીદવા ગજા બહારનો ખર્ચ થયો, પણ તેના માટે કરેલો ગમે તેટલો ખર્ચ ઓછો જ લાગે, કેમકે તે પત્ની પૂર્ણા કરતાં કેટલી અદ્ભુત છે ? જો કે પૂર્ણા અને સુરાહીની તુલના જ ક્યાં શક્ય છે ? સુરાહી તો સુરાહી જ. જાણે આકાશમાંથી ઊતરી આવેલી અપ્સરા. તેના ઘાટીલા દેહ અને અવશ કરતી ઘંટડીના રણકાર જેવી મધુર વાણીથી દૂર રહી જ ન શકાય. તેના વાંકડિયા કેશની ઘટા અને ધરાના વમળ જેવી ગુઢ, કાળી ઝેબાણ આંખોનાં ઊંડાણમાં ડૂબ્યા પછી તરીને બહાર આવવાની ઈચ્છા જ ન થાય. તેના મોહક ચહેરા પરના મુક્ત ખડખડાટ હાસ્યે મને તેનો કરી જ લીધો. તેના 'ચુંબકીય' આકર્ષણની અહેવાલના હું કેમ કરી શકું ?

 હું સુરાહીને પત્ની બનાવવા ઝંખી રહ્યો છું, એ વાત છેવટે આજે પત્નીને કહી જ દીધી. મનમાં તો વિચારેલું : પૂર્ણા સહેલાઈથી છૂટાછેડા નહીં જ આપે. ભલું બૂરું કહી રૂપિયાની માગણી કરશે...પણ એવું કશું જ થયું નહીં. તે તો પોતાનો માસુમ ચહેરો ઉઠાવી સ્નેહભરી આંખે જોતી મૃદુ અવાજે માત્ર આટલું જ બોલી: "આપ યોગ્ય નિર્ણય જ લેશો. જેનાથી આપને સુખ મળે એમાં મારી સંમતિ કેમ ન હોય ?"

સુરાહીનાં ઘરનાં બંધ બારણાં પાસે પગ મૂકતાં જ તેની વિચારયાત્રા અટકી. ને અંદરથી ચિત્તને વિહવળ કરતો સુરાહીનો માદક અવાજ તેના કાને અથડાયો:"શું દીદી, તું ય સાવ નકામી વાત કરે છે ! હું તે કદી સાવ મૂર્ખ અને ઢંગધડા વિનાના સ્વપ્નીલ સાથે લગ્ન કરું ? એવા તો દસ-બાર મારી આસપાસ ફરે. રૂપિયા મેળવવા ફરવા દેવાના, અને લગ્ન કરવાની લાલચ આપ્યા કરવાની. બીજું શું ?"

 સ્વપ્નીલના હાથમાંથી ઝગારા મારતી હીરાની વીંટી સરીને ધૂળમાં રગદોળાઈ.


Rate this content
Log in

More gujarati story from Hita Rajyaguru

Similar gujarati story from Romance