ભારત દેશ
ભારત દેશ
વિહાન જ્યારે ૨૭ વર્ષની ઉંમરે પહેલી વખત ભારત દેશની બહાર એક વિજ્ઞાન સંશોધક સંમેલનમાં ગયો હતો ત્યારે તેને પહેલી વખત અહેસાસ થયો હતો કે ભારત દેશનું દરેક સ્થળ પોતાનું ઘર હોય તેવું લાગે છે અને દરેક માણસ પોતાનું ઓળખીતું. અમેરિકામાં પહેલી વખત ગયેલા વિહાન ત્યાં પાંચ દિવસ રહેવાનો હતો. રોજ સવારે એક સભા ભરાતી જેમાં નવા નવા વૈજ્ઞાનિક પ્રયોગો જોવા મળતા તેમાંથી તેને ઘણું શિખવા મળ્યું. પાંચમા દિવસે સાંજે વિહાન ઈન્ડિયા આવવા માટે નીકળવાનો હતો એટલે તેણે ટેક્સી મંગાવી.
ટેક્સી ડ્રાઈવર એક યુવતી હતી. વિહાને તે છોકરી નો ચહેરો પણ બરાબર નહોતો જોયો . તે છોકરી અડધે રસ્તે પહોંચી અને અચાનક તેની સામે જોયું અને બોલી તું વિહાન છે ને ? વિહાનને તરત યાદ આવ્યું કે અંદાજે એક બે વર્ષ પહેલાં આ છોકરી સાથે તેની મુલાકાત થઈ હતી. તે બંને એક એક અઠવાડિયા સુધી હોટેલના એક રુમમાં જ રહેતાં.
એક વર્ષથી વધારે જેટલા સમય પહેલા ડેનીસા ઈન્ડિયા ફરવા માટે ગઈ હતી એક મહિના સુધીમા તેણે ભારતના જોવા લાયક સ્થળો ને જોઈ લીધાં હતાં. ભારત દેશના લોકો તેના અલગ અલગ રંગીન પહેરવેશ, કોઈ પણ પ્રકારની જ્ઞાતિના ભેદભાવ વગર બધાં એકસાથે હળીમળીને રહેતા લોકો, રંગબેરંગી મીજાજ વાળા લોકો, ભારત દેશમાં જોવા મળતી એક વાત ડેનીસા ને ખુબ ગમી ચુકી હતી કે લોકો એકસાથે હળીમળીને રહે છે એક પરિવારમાં ઘણા બધા લોકો, એક ઘરમાં એક સાથે રહેતા ઘણા બધા લોકો અને એક દેશમાં રહેતા અલગ અલગ પણ અંતે એકજ પરિવાર જેવા લોકો. . .
ડેનીસા એક મહિના પછી અમેરિકા પરત જવાની હતી પણ તેને લાગ્યું કે હજુ વધારે એક અઠવાડિયા જેટલો સમય તે અહીં રહીને આ દેશમાં બાકી રહેલા સ્થળોની મુલાકાત લેવા માંગતી હતી પણ બન્યું એવું કે તેને સિમલા માં કોઈ પણ હોટેલ ન મળી એટલે તે ખૂબ જ ઉદાસ હતી વિહાન સિમલા ની તે જ હોટેલ માં રહેતો હતો જેની બહાર ડેનીસા ટેક્સી ની રાહ જોઈ અને ઊભી હતી. વિહાનના પુછવા પર હોટેલ ના મેનેજરે કહ્યું કે આ છોકરીને હાલમાં ક્યાંય પણ રૂમ નહીં મળે એટલે વિહાન ડેનીસા પાસે ગયો અને તેની સાથે રૂમ શેર કરવાની ઓફર કરી. આમ પણ વિહાન આખો દિવસ હોટેલ પર આરામ કરતો અને આખી રાત બહાર કામ માટે જતો એટલે ડેનીસા પણ તે રુમમાં રહેવા તૈયાર થઈ ગઈ. રાતે ડેનીસા તે રૂમમાં રહેતી અને દિવસે વિહાન. તે બંને વચ્ચે ક્યારેક જ મુલાકાત થતી.
એક અઠવાડિયા પુરું થવા આવ્યું હતું આજે છેલ્લો દિવસ હતો એટલે તે બંને એ સાથે ભોજન લીધું અને ઘણી બધી વાતો પણ કરી હોટેલ ના તે રૂમમાં તે બંને વચ્ચે વાતચીત દરમિયાન વિહાને ડેનીસાને કિસ કરી લીધી અને પછી એકબીજા પ્રત્યે આકર્ષણ વધતું ગયું અને એકબીજામાં ખોવાઈ ગયા. ડેનીસા પહેલી વખત કોઈની સાથે એટલી નજીક ગઈ હતી. બીજા દિવસે ડેનીસા અમેરિકા જતી રહી. અમેરિકા ગયાના એક મહિના પછી ડેનીસાને ખબર પડી કે તે પ્રેગ્નનેટ છે. તેણે નવ મહિના પછી એક બાળકને જન્મ આપ્યો તેનું નામ રાખ્યું 'વૂરાલ'. તે ફરીથી ઈન્ડિયા ન આવી શકી કેમકે તે પ્રેગ્નન્સી દરમ્યાન ખુબ બીમાર રહેતી. વૂરાલના જન્મ પછી તે ઈન્ડિયા આવવા ઇચ્છતી હતી પણ તે જાણતી હતી કે વિહાન ક્યારેય આ બાળકને નહીં અપનાવે એટલે તે અમેરિકામાં રહી અને એકલી જ વૂરાલને મોટો કરી રહીં છે.
વિહાનને જ્યારે આ વાતની જાણ થઈ તો તે ડેનીસા અને તેના દીકરા વૂરાલને તેની સાથે ઈન્ડિયા લઈ આવ્યો અને ડેનીસા સાથે લગ્ન કરી લીધા. ડેનીસા ખરેખર ખુબ જ ખુશ હતી કે તેને ભારતમાં રહેવા મોકો મળ્યો તેનાં લગ્ન પણ થઈ ગયા. વિહાન સાથે તે ખુશીથી રહેવા લાગી.
