STORYMIRROR

kaju chavda

Romance Inspirational

3  

kaju chavda

Romance Inspirational

રંગો દેખાય છે

રંગો દેખાય છે

2 mins
216

એવી ઘણી બધી રાતો હતી જેની સવાર થઈ જતી, પણ વૂરાલ તેનાં કામમાં રોકાયેલ જ રહેતો ઊંઘ માટે તેની પાસે ક્યાં સમય હતો. તેનું જીવન તેનાં વૈજ્ઞાનિક પ્રયોગો અને સાધનો, મશીનો, રોબોટની આજુબાજુ સવારથી સાંજ સુધી ઘુમતુ રહેતું. તેની છેલ્લે કોની સાથે વાતચીત થઈ હતી કેટલાં દિવસ સુધી ઘરે નથી ગયો તે બધી વાતો તેનાં માટે સામાન્ય હતી. છેલ્લા ચાર પાંચ વર્ષમાં એક પણ રાત એવી નહીં હોય કે જેમાં વૂરાલ સમયસર ઘરે પહોંચી અને ફેમિલી સાથે ભોજન લીધું હોય અને આખી રાત શાંતીથી સુતો હોય.

છેલ્લા એક મહિનાથી તેનાં સ્વભાવમાં ઘણો બધો બદલાવ આવ્યો છે તેનું કારણ એક છોકરી છે. વૂરાલ ક્યારેક જ કોઈ મજબુરી હોય તો રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. એક મહિના પહેલા પણ એક રોબોટની લોન્ચ પાર્ટી મોટી રેસ્ટોરન્ટમાં રાખવામાં આવી હતી એટલે તે ત્યાં હાજર હતો. ત્યાં તે ખૂબ બોર થઈ રહ્યો હતો અચાનક તેની નજર એક વેઈટર છોકરી પર પડી જે દેખાવમાં તો ઠીક ઠાક હતી પણ તેનો સ્વભાવ ખૂબ જ અજીબ હતો. તેના કામ કરવાની સ્ટાઈલ અને લોકો સાથે વાતચીતનો અંદાજ વૂરાલને ગમી ગયો. વૂરાલને દેખાય રહ્યું હતું કે આ છોકરી તેનું જીવન ખરેખર ખુશી ખુશી જીવી રહી છે. વૂરાલે તે છોકરી સાથે વાત કરવા માટે રોજ તે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું નક્કી કર્યું. તે પોતાનું કામ મુકીને પણ પેલી છોકરી સાથે વાત કરવા માટે રેસ્ટોરન્ટમાં પહોંચી જતો. તે બંને થોડાં દિવસોમાં સારા દોસ્ત બની ગયા.

એક મહિના જેટલો સમય થવા આવ્યો હતો અને હવે વૂરાલ તે છોકરીના પ્રેમમાં હતો એટલે વૂરાલે તે છોકરીને આજે સાંજે જમવા ગયો ત્યારે પ્રપોઝ કરી પણ તે છોકરી એ આવતી કાલ સુધીનો સમય માગ્યો. તે કોઈ પણ જલ્દબાજીમાં વૂરાલ નું પ્રપોઝ સ્વીકારવા નહોતી માંગતી.

વૂરાલ આજે આખી રાત આકાશનાં ચંદ્રને જોતો રહ્યો અને વિચાર કરતો રહ્યો કે પેલી છોકરી ના કહેશે કે હા. આખી રાત વીતી ચૂકી હતી અને સુર્યોદય થયો. પેલી છોકરીનો મેસેજ આવ્યો કે " હું જાણું છું કે તું મને પ્રેમ કરે છે તો હું તને નિરાશ નહીં કરું આપણે સાથે રહેવા પ્રયત્ન કરશું સમય જતાં જો મને પણ તારી માટે કોઈ ફિલિંગ હશે તો આપણે હંમેશા માટે સાથે રહીશું અને જો એવું નહીં થાય તો આપણે એકબીજાને સ્પેસ આપી અને અલગ થઈ જશું. આ જીવન ખરેખર ખુબ રંગીન છે તું મને પ્રેમ કરે છે જો હું પણ તને પસંદ કરવા લાગીશ તો આપણું જીવન રંગોથી છવાઈ જશે."

વૂરાલના જીવનમાં આજે ખરેખર સુર્યોદય થયો હતો કેમકે એટલી સમજદાર છોકરી સાથે વૂરાલને પ્રેમ થયો હતો કે કદાચ તે વૂરાલને ક્યારેય છોડી અને જશે તો પણ વૂરાલને ખુબ સ્ટ્રોંગ બનાવી અને પછી જશે. વૂરાલ પેલી છોકરીનો મેસેજ જોઈ અને નાચી ઉઠે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance