Dr.Riddhi Mehta

Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Drama Thriller

અતુટ દોરનું અનોખું બંધન -૨૪

અતુટ દોરનું અનોખું બંધન -૨૪

3 mins
271


કૃતિ આવીને બીજા દિવસે પરી ને કહે છે ભાભી તમે મને એક મદદ કરશો ?

પરી : હા બોલ ને ?

કૃતિ : તમે મને શ્લોકભાઈનો નંબર આપી શકશો ? પ્લીઝ તમે ના ના પાડતા. તમને પ્રથમભાઈની કસમ છે.

પરી એમ તો આધુનિક જમાનાની ભણેલી યુવતી છે. તે આ બધામાં માનતી નથી. પણ એક વાર નિસર્ગ સાથે જે બન્યું હતું પછી તે થોડી ગભરાઈ ગઈ હતી અને સાથે કૃતિ આટલો સમય સાથે રહી એ પછી તેના વ્યવહાર પરથી તેને એટલો તો વિશ્વાસ આવી ગયો હતો. એટલે તે કૃતિને નંબર આપે છે.

કૃતિ : ભાભી મારા પર વિશ્વાસ રાખજો. તમારૂ કે આ પરિવારનું ખરાબ થાય એવુ કંઈ જ નહી કરૂ.

પરી : હા વાંધો નહી.

એમ કહીને પરી નીર્વીના રૂમમાં જાય છે અને બધી વાત કરે છે. નીર્વી કહે છે વાંધો નહી. આપણી પાસે આમ પણ પેલી ચીપ હજુ તેના મોબાઈલમાં લગાવેલી છે તે પરથી આપણે જાણી લઈશું. તે ક્યાં જાય છે અને કોની સાથે શું વાતો કરે છે.

અને તેઓ રાત્રે કોઈ પણ રીતે કૃતિ ના મોબાઈલમાં લગાવેલી એ ચીપ લેવાનું નક્કી કરે છે .

              *       *       *        *       *


હવે કૃતિ રૂમમાં જઈને હજુ નિહાર આવ્યો નહોતો એટલે ફટાફટ તેનો રૂમ બંધ કરીને શ્લોકના નંબર પર ફોન કરે છે. બે વાર રિંગ જાય છે પણ કોઈ ઉપાડતુ નથી. ત્રીજી વાર ફોન ઉપાડે છે પણ તેની પત્ની ઉપાડે છે એટલે તે ફોન મુકી દે છે. કલાક પછી ફરી ફોન કરતાં શ્લોક ઉપાડે છે એટલે તે એટલું કહે છે પ્લીઝ તમે મને કાલે મળી શકશો ? હું તમારી શુંભેચ્છક છું પણ પ્લીઝ તમે એકલા આવજો. અને એક કોફીશોપનું નામ આપે છે અને ફોન મુકી દે છે.

શ્લોક વિચારે છે કોણ હશે એ છોકરી મને શું કામ બોલાવતી હશે. તે આ બધી વાત તેની વાઈફ ને કરે છે .

તે પહેલા તો જવાની ના પાડે છે પણ પછી કહે છે આપણે આ નંબર પર ફરીથી ફોન કરી જોઈએ. અને તે કૃતિ ફોન ઉપાડે છે. કૃતિ ફોન પર માત્ર એટલું કહે છે તમારો ખોવાયેલો પરિવાર મેળવવો હોય તો મળજો, પ્લીઝ !! અત્યારે આ વાતની જાણ બીજા કોઈને ના કરતાં.


શ્લોક ને કંઈ સમજાતુ નથી શું કરવુ પણ તે જાણે કોઈ અજ્ઞાત શક્તિ તેને દોરી જતી હોય તેમ તે ત્યાં તેને મળવા પહોંચી જાય છે. અને ત્યાં ફોન કરીને તે કૃતિને નક્કી કરેલી જગ્યાએ મળે છે .

કૃતિ ને જોતાં જ તે બોલે છે , તમે ? તમે તો પ્રથમના કઝીન નિહારની વાઈફ છો ને ? આપણે કાલે મળ્યા હતા ને ?

કૃતિ : હા. પણ આજે હું એક નવા સંબંધથી તમને મળવા આવી છુંં.

શ્લોક : નવો સંબંધ ? મને કંઈ સમજાયુ નહી ?

કૃતિ : તમારા પરિવારમાં કોણ છે ?

શ્લોક : હું, મારા ફોઈ અને મારી વાઈફ.

કૃતિ : કેમ તમારા મમ્મી પપ્પા નથી ?

શ્લોક : ના મારા મમ્મી તો હું બહું નાનો હતો ત્યારે સ્વર્ગ પામ્યા હતા.

કૃતિ : અને પપ્પા ?

શ્લોક : એ તો મને નથી ખબર. મારો તેમની સાથે ફક્ત નફરતનો સંબંધ છે.

કૃતિ : તમારી કોઈ બહેન હતી ?

શ્લોક : હા, એક હતી વિશ્વા.

કૃતિ : હા તો એ ક્યાં છે ? આ દુનિયામાં છે ?

શ્લોકની આંખોમાંથી આંસુ આવી જાય છે. એ જ તો ખબર નથી. મને બહું તો ખબર નથી પણ મારા ફોઈ એવુ હજુ સુધી કહે છે કે મે તારી સાથે તારી બહેન ને અહી લાવી દીધી હોત તો કદી આવુ ન થાત. મે વળી એટલી કમાણી એ વખતે ન હોવાથી હું થોડી સ્વાર્થી થઈને તને અહી લઈ આવી અને એ દીકરી સામે ના જોયુ. એ બહું કરગરી હતી મને.

કૃતિ : કેમ શું થયુ ? એ મૃત્યુ પામી છે ?

શ્લોક : એવુ ના બોલો. ખબર નહી એ હશે કે નહી અને હશે તો કેવી હાલતમાં હશે ? હું તો એ માણસને નફરત કરૂ છું જેને મારી બહેનને વેચી દીધી હતી પણ તમે આ બધુ કેમ પૂછો છો ?

કૃતિ : જો તમારી એ બહેન સાથે તમને મળાવુ તો તમે એને સ્વીકારશો ? એ કોઈ પણ સ્થિતિમાં હોય તો પણ ?

શ્લોક : હા કેમ નહી.

કૃતિ : એ ગમે તેવા કામ કરતી હશે તો પણ એને તમારી બહેન તરીકે સ્વીકારશો તો હું તમને એનો મેળાપ કરાવું.

શ્લોક હા પાડે છે એટલે કૃતિ તેને એક જગ્યાએ લઈ જાય છે.


કૃતિ શ્લોક ને ક્યાં લઈ જાય છે ? અને તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે ?


Rate this content
Log in

Similar gujarati story from Drama