અસમંજસ
અસમંજસ
સેજલ ચાલ ઉતર આપણું ઘર આવી ગયું. આ અવાજ મારી મિત્ર અચલનો હતો. હું અને અચલ સાથે જોબ કરીયે છીએ. સાથે જોબ પર જવાનું સાથે ઘરે જવાનું અને ખૂબ સારી મસ્તી કરવાની. પણ હું મારા જ વિચારોમાં ખોવાયેલ હતી. ચાલને તારું ધ્યાન ક્યાં છે? હું અને અચલ બસમાંથી ઉતરી અને ઘર તરફ ચાલવા લાગ્યા. શું થયું કેમ ખોવાયેલ લાગે છે? ના આ તો થોડું વર્કલોડ હમણાંથી. સારું કઈ કામ હોય તો કહેજે. મારું ઘર આવી ગયું હતું.
ઓકે, અને હું મારા ઘરની અંદર પ્રયાણ કર્યું અને અચલ તેના ઘર તરફ આગળ ચાલી.
હું મારું બેગ પછાડીને બેડ પર આડી પડી. હજી પણ હું મારા વિચારોમાં જ હતી ત્યાંજ મમ્મીનો સ્વર કાને પડ્યો. સેજલ ફેશ થઈ જા પછી આપણે રસોઈ બનવાની છે.
હું ફ્રેશ થઈને બહાર આવી એટલામાં મારા મોબાઇલ પર મેસેજ આવ્યો.
"સો સોરી, પ્લીઝ ફર્ગીવ મી. એન્ડ આઈ રીયલી અપ્લોઝાઈઝ યુ. પ્લીઝ ટોક ટૂ મી. એન્ડ આઈ હેવ સરપ્રાઈઝ ફોર યુ."
મેસેજ વાંચીને મેં ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. આ મેસેજ નિશાંતનો હતો. અને હું મમી સાથે રસોઈ કરવા રસોડામાં ગઈ. સેજલ તું શાક સમારવા ત્યાં સુધીમાં હું દાળ અને ભાત કૂકરમાં મેલી દઉં. હું શાક સમારવા બેઠી અને હું નિશાંતના વિચારો ખોવાઈ.
"હાય બ્યૂટીફૂલ." મેં પાછળ જોયું તો એક હેન્ડસમ અને ટોલ યુવાન ઉભો હતો. મેં છણકો કરતાં કહ્યું, "હેય મિસ્ટર, વ્હૂ આર યુ ? વ્હાય આર યુ કોલીંગ મી બ્યૂટીફૂલ?"
એટલામાં મારા માસીનો સ્વર સંભળાયો. બેટા નિશાંત જોતો પેલા ફૂલવાળા આવ્યા છે. જો તો જરા. અને નિશાંત કશું પણ બોલ્યા વગર એક ત્રાસી નજર મારીને જતો રહ્યો.
હું માસી પાસે પાસે ગઈ. "કોણ છે આ છોકરો? નિશાંત તો રાકેશનો બેસ્ટ ફ્રેન્ડ છે. અને એ પણ મુંબઇમાં જ રહે છે."
"ઓકે માસી." હું મારા માસીના છોકરાના લગ્નમાં મુંબઇ હતી. આ મારી નિશાંત સાથેની પેલી મુલાકાત.
મમ્મીનો અવાજ કાને પડ્યો.
"શાક સમરાઈ ગયું ?"
"ના મમી થોડું બાકી છે."
"જલ્દી કર. કૂકરમાં દાળ ચડી ગઈ છે."
હું જલ્દી જલ્દી શાક સમારીને રોટલીનો લોટ બાંધવા બેઠી.
>
લોટ મારા હાથના હતો ને હું પાછી ખોવાઇ. હું લગ્ન પછી પાછી ઘરે આવી ગઈ. અને દરરોજના રૂટિન પ્રમાણે મારી જિંદગી ચાલી.
અચાનક રાતે મેસેજ આવ્યો.
"હાય, ધિસ ઈઝ નિશાંત. વી મેટ ઈન રાકેશ મેરીઝ. કેન યુ રેક્ગ્નાઈઝ મી?"
મેં મેસેજ વાંચ્યો પણ રિપ્લાય ન આપ્યો. બીજા દિવસે આખો દિવસ એ મેસેજ વિશે વિચારતી રહી અને અંતે મેં મારી વિચારોનો અંત લાવીને રાતે મેસેજ કર્યો.
"હાય, નિશાંત. હાઉ આર યુ ? મેસેજ સેન્ડ થતા જ રિપ્લાય આવ્યો.
"આઈ એમ ફાઈ. હાઉ અબાઉટ યુ?"
"સેજલ લોટ બધાંય ગયો?"
"ના મમ્મી બાંધુ છું."
"આ છોકરી હમણાં કઈ કામ સરખું નહીં કરતી !"
આ અમારો પેલો સંવાદ. પછી તો સંવાદ ફાગ ખીલી નીકળો અને ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી.
"રસોઈ બની ગઈ સેજલ ?"
"બસ પાપા પાંચજ મિનિટમાં તૈયાર." પછી ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. મમ્મી બોલી, "આ છોકરીનું હમણાં ક્યાં ફન રહે છે! કઈ ખબર નહીં પડતી!"
"મમ્મી એ તો ઓફીસના કામને લીધે..."
પપ્પા વાત વચ્ચે બોલ્યા, "એવું તો ઓફિસના કામને લીધે થાય. તમને ન ખબર પડે. તમે ક્યાં જોબ કરો છો ?"
મમ્મીએ છણકો કરતાં કહ્યું, "તમે તો તમારી લાડલીની સાઈડ લો ને!"
પાપા બોલ્યા. "હવે. જમી લો."
જમીને હું મારા બેડ પર આડી પડી. મને બે દિવસ પેલાની યાદ આવી.
હું નિશાંત સાથે ફોન પર વાત કરતી હતી ને એક સ્ત્રીનો અવાજ કાને પડ્યો. "હાય નિશાંત કોની સાથે વાત કરે છે."
મેં નિશાંતને પૂછ્યું, "કોણ એ છોકરી ?"
"હું તને પછી વાત કરું. બાય લવ યુ." અને ફોન કટ કરી નાખીયો.
પછી મેં નિશાંતને દસથી વધારે ફોન કર્યા પણ નિશાંતે ન તો રિસીવ કર્યા કે મેસેજ કાર્યો.
એ રાતે હું ખૂબ રડી. અને મારા હૈયાંને સાંત્વના આપી.
આજ સવારથી નિશાંતનો ઓગણીસ મિસ કોલ અને બત્રીસમો મેસેજ હતો.પણ મેં ન તો કોલ રિસીવ કર્યા કે મેસેજનો રિપ્લાય આપ્યો.
હાય રે ! હું મારા અને નિશાંતના સબંધના વિચારોની અસમંજસતા ક્યાં ફસાઈ.
મારે નિશાંત સાથે વાત કરવી જોઈએ?