Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Birva Shah

Drama Romance Thriller


5.0  

Birva Shah

Drama Romance Thriller


અપરિચિત

અપરિચિત

139 mins 1.8K 139 mins 1.8K

બહારનાં બધાં જ લોકો માટે ‘સ્પર્શ’ તો માત્ર એક આલીશાન મહેલ જ હતો પણ આહના માટે તેનું એક માત્ર સ્વપ્ન, તેની સખત મહેનતનું એક મીઠું ફળ, લાગણીઓના પાયે ચણાયેલું એક પાકું મકાન અને કદાચ બહારની દુનિયામાં ટકી રહેવા માટે આહનાના સ્ટેટસ પ્રમાણેનું એક ઘર...!! અને ઘરનાં કમ્પાઉન્ડમાં એ દરેક મોંઘી ગાડીઓ હતી કે જે દરેક ચલાવવાની ચાહના હતી એક સમયે આહનાને...!!

 ‘આહના, આજે ઓફિસેથી જલ્દી ઘરે આવી ગઈ? એવરીથીંગ ઓલ રાઇટ?’ આહનાને અંદર આવતી જોઈ ને તરત જ મમ્મી એ એને થોડી ચિંતાથી પૂછ્યું. આહના ની સાથે રહીને એની મમ્મી પણ ક્યાંક ક્યાંક થોડુંક અંગ્રેજી બોલી લેતી.

‘યસ મૉમ, એવરીથીંગ ઈસ ફાઈન’ આહનાએ ટહુકો કર્યો.

‘મમ્મી, હમણાં મારા કૉલેજ ફ્રેંડ્સ આવે છે ઘરે એટલે હું વહેલી આવી ગઈ અને આરોહી થોડી વહેલી આવવાની છે, એ ઘરનું વાસ્તુ હતું એ વખતે નહોતી આવી શકી એટલે ઘર જોવા માટે….’

* *  *  *

‘હાય આરોહી, મજામાં? શું ચાલે બાકી? ફાઈનલી કેટલા દિવસે મળી તું યાર ? ઘરે બધાં મજામાં?’ આરોહીને આવેલી જોતાં જ આહના એ લાંબા સમયે મળ્યાની ખુશી સાથે એના પર પ્રશ્નો વરસાવી દીધા. બંને એકબીજાને ભેટી પડ્યા.

‘દરવાજા પર જ બધી વાતો કરવાની છે કે અંદર પણ આવવાનું છે?’ મમ્મી એ હસતાં હસતાં કહ્યું.

‘કેમ છો આંટી?’

‘એકદમ મજામાં. તું ? ઘરે બધાં મજામાં?’

‘હું પણ મજામાં. અને ઘરે પણ બધાં મજામાં.’

‘બહુ દિવસે દેખાઈ તું આ વખતે તો આરોહી.’

‘હા,આંટી આ વખતે મળે થોડો વધારે સમય થઈ ગયો. મને તો ડર હતો કે આટલા સમયથી મળી નથી તો કદાચ આહના ઘરમાં જ નહીં આવવા દે...!!’ આરોહી એ હસતાં હસતાં કહ્યું.

‘ચાલ, હવે તારું ઘર તો બતાય યાર’

     આરોહી અને આહના બંને મેંઈન ડોરથી અંદર આવ્યાં. આરોહીએ ચારે બાજુ નજર ફેરવી. એક વખત માટે તો એનું મો ખુલ્લુ જ રહી ગયું. કોતરણી સભરની છત અને તેની પર ઝૂલતું એક ઝૂમ્મર....સામે એક મોટું જ 64 ઇંચનું એલઇડી ટીવી દીવાલ પર લગાવેલું હતું, એક મોટો ડ્રોઈંગ રૂમ કે જેની કોઈ જ દીવાલ ખાલી નહોતી, દરેક દીવાલ પર મોટી મોટી ફ્રેમો હતી અને એ દરેક ફ્રેમમાં ક્યાંક એના મારકણાં સ્મિતથી લોકોને ઘાયલ કરતી આહના હતી ,ક્યાંક એના મમ્મી – પપ્પાની સાથે એમની લાડકી દીકરી આહના હતી, ક્યાંક સ્પર્શની બહેન કરતાંય વધારે સ્પર્શ સાથે ઊભેલી એની બેસ્ટ ફ્રેન્ડ આહના હતી, ક્યાંક એના મોટા પપ્પા સાથે ઊભેલી આહના હતી, તો ક્યાંક એના ફ્રેંડ્સ સાથેની મસ્તીખોર આહના હતી. બધુ એટલું બધુ વેલ ફર્નિશ્ડ હતું કે જાણે કોઈ સેલિબ્રિટીનું ઘર જ જોઈ લો... હોલમાં અંદર પ્રવેશતાં જ એક મોટું સિસમનું ડાઇનિંગ ટેબલ લગભગ પંદર એક જણ ને સમાવી લે તેવું, એની સામે જ દીવાલ પર મોટી સોનેથી મઢેલી ફ્રેમ હતી જે આહના એ એના બંને પપ્પાના પચાસમાં જન્મદિવસે ભેટ આપી હતી. એ ભેટ મૂલ્યવાન હતી એટલા માટે નહીં કે એ સોનેથી મઢેલી ફ્રેમ હતી પણ એટલા માટે કે એમાં આહના એ એક સુંદર કવિતા લખી હતી, બસ ફર્ક ખાલી એટલો હતો કે જ્યારે આ ભેટ આપી હતી ત્યારે એની ઉપર કોઈ જ સોનાની ફ્રેમનું આવરણ ન હતું આહનાના સુંદર અક્ષરોમાં લખાયેલી એક અદભૂત કવિતા જ હતી... આટલો ફર્ક છે એ વખતની પરિસ્થિતિનો અને આજની ..

ભેટ સ્વરૂપ એક દીકરી મળી, રમતાં, બોલતા, હસતાં શીખવ્યું અને બનાવી તમે એને તમારી જ પ્રતીકૃતિ...

ક્યારેક જૂના ફોટોગ્રાફ જોશો તો લાગશે કેટલી મોટી થઈ ગઈ હું, પણ તમારા માટે તો કાલે તમારા ખોળામાં રમતી, કુદકા મારતી અને આળોટતી એ જ નાનકડી દીકરી છુ હું..

બાળપણમાં મને રૂપિયાને પૈસામાં ફેરવતા નહોતું આવડતું પણ તમે જો મને ન શીખવ્યું હોત તો જિંદગીનું ગણિત કદાચ કાચું રહી જાત ...

મે બનાવેલ કોઈ પણ નાસ્તો, લંચ કે ડિનર ભલે એ બેસ્વાદ હોય પણ તમારા માટે એ દુનિયા સૌથી સર્વશ્રેષ્ઠ ભોજન હતું…

બધાંનું જોઈને એકવાર તમને ડેડી કહેવાની શરૂઆત તો કરી પણ સંતોષ તો માત્ર પપ્પા   કહેવાથી જ મળ્યો..

આજે તમારા જન્મદિવસે મારાથી અત્યાર સુધી ન કહેવાયેલા કેટલાક શબ્દો...

‘આ જાતે લખ્યું છે તે?’

‘યસ’

‘જોરદાર યાર, ખૂબ જ સરસ લખ્યું છે’

‘થેન્ક યૂ’

‘અહિયાંથી લેફ્ટ સાઇડ કિચન અને રાઇટ સાઇડ એક એકસ્ટ્રા રૂમ.’

‘કેટલા રૂમ છે ટોટલ?’

‘નવ’

‘આટલા બધાં..!! શું કરવાના હે આટલા બધાં રૂમને? હું આવી જાઉં છુ કાલથી તારા ઘરે જ રહેવા..!!’

‘અરે, કાલથી કેમ આજથી જ આવી જા. મજા આવશે’

     બંને જણા સીડી પર ચડતાં ચડતાં હસી પડ્યા.સીડી પણ તેના પર પથરાએલી લાલ રંગની વેલ્વેટની કાર્પેટથી વધારે ને વધારે જાજરમાન લગતી હતી.બંને જણા ફર્સ્ટ ફ્લોર પર આવી પહોચ્યાં. વચ્ચે એક નાનકડો હૉલ કે જેમાં એક નાની નાની પણ સુંદર બેઠકો અને એની આસપાસ વીંટળાએલાં ત્રણ વિશાળ બેડરૂમ.દરેક ફ્લોર પરનું ઈંટિરીયર કોણ એ ફ્લોર પર રહેવાનુ છે એ પરથી નક્કી કરવામાં આવ્યું હતું.

‘ફર્સ્ટ ફ્લોર ગોસ ટૂ મૉમ-ડેડ એંડ મોટા પપ્પા. એંડ ધ એકસ્ટ્રા રૂમ ગોસ ટૂ મી, સ્પર્શ ઓર જો કોઈ ગેસ્ટ આવે તો એમના માટે.અમારા બંને માંથી જો કોઈને અહિયાં રહેવું હોય તો ...’

‘રહેવું હોય તો એટલે?? આ તમારા બંનેનો રૂમ નથી?’

‘ના, એક્ચુઅલી અમારા બંનેના રૂમ તો ઉપર છે.’

‘આ જોરદાર હો કયા રૂમમાં રહેવું છે એના પણ ઓપ્શન મળે..હવે તો હું પાકું કાલથી અહિયાં રહેવા આવું જ છુ.’ અને ફરી એકવાર હાસ્યનું મોજું ફરી ગયું.

‘ઉપરનું હવે પછી બતાવું, થોડીવાર બેસ અહિયાં. વાતો કરીએ.’

‘ચાલો ત્યારે થોડી વાતો કરીએ, રાણી સાહીબાનો હુકમ થોડી ટાળી શકાય..!!’ આરોહીએ કહ્યું.

બંને જણા રૂમમાં શાંતિથી બેઠા અને વાતોએ વળગ્યાં.

‘સો જ્વલિત આવવાનો તો છે ને?’ આરોહીને થોડોક અચકાટ તો થયો પણ એને પૂછી લીધું.

       *   *  *  *

         આહના અને જ્વલિત દુનિયા માટે એક બેસ્ટ કપલ, પેરફેકલી મેંડ ફોર ઈચ અધર. આમ તો બંને જણા સ્કૂલથી સાથે હતા અને કોલેજમાં પણ સાથે જ પણ સ્કૂલના બધાં જ વર્ષો અને કોલેજના ત્રણ વર્ષ ફક્ત એકબીજાને જોવામાં જ વેડફી નાખ્યા..!!!કોલેજના ત્રણ વર્ષમાં એકબીજાને ફોર્માલિટી ખાતર ‘હાય, હેલ્લો’ થઈ શકે ફક્ત એટલો જ પરિચય કેળવાયો હતો ..!!!બંને વચ્ચે એવું કાંઇક હતું કે બંનેને એકબીજાને જોયા વગર ચાલતું નહોતું,વાતો ભલે ઓછી થતી જ્યારે એકબીજા તરફ અનાયાસે જોવાઈ જતું ત્યારે એકબીજાને જોયાનાં સંતોષ સાથે બંને પોતાની નજારો જુકાવી દેતાં.બંનેએ એકબીજાને મનોમન પસંદ કરી લીધા હતા પણ નડતી હતી તો ‘શરમ’…

         પણ આ ફોર્થ યર બંને માટે કાંઇક એક નવો જ અનુભવ લઈને આવ્યું. પ્રેમની એક તાજી જ કૂંપળ ફૂટી રહી હતી...પ્રોજેક્ટના કામમાં અને ટ્રેનિંગમાં કોલેજ આવવાનું ઓછું થઈ ગયું. કોલેજ પણ ફક્ત અમુક જ દિવસે આવવાનું રહેતું, આહના કોમ્પુટર એંજીન્યરિંગમાં અને જ્વલિત સિવિલ એંજીન્યરિંગમાં... બંનેની બ્રાન્ચ અલગ હોવાથી સાથે કોલેજ આવવાની વાત તો દૂર જ હતી, આટલા વર્ષોથી એકબીજાને જોયા વગર દિવસની શરૂવાત જ નહોતા કરતાં બંને જણા આજે એકબીજાને જોવા માટે અધીરા બની રહ્યા હતા...બંને એની જ રાહ જોતાં હતા કે કોણ પહેલાં મેંસેજ કરે છે?

         એવામાં એક વ્યસ્ત સાંજે જ્વલિતનો મેંસેજ આવ્યો.પહેલાં તો આહનાને એની આંખો પર વિશ્વાસ જ ન બેઠો, પણ પછી એની ખુશીનો પર નહોતો.અને પછી એમની વાતચીત શરૂ થઈ.

જ્વલિત : હેલ્લો

આહના : હાય

જ્વલિત : મજામાં? ક્યાં ખોવાઈ ગઈ છે તું? કોલેજમાં પણ નથી દેખાતી..

આહના : હું તો એકદમ મજામાં. પ્રોજેકટ અને ટ્રેનિંગના લીધે બે-ત્રણ દિવસ જ આવવાનું થાય છે. તું કે       તારે શું ચાલે? મજામાં?

જ્વલિત : હું પણ મજામાં. થોડો કામનો ઓવરલોડ છે પણ બહુ જ મજા આવે છે આ બધાંમાં પણ..            લાઇફનો એક નવો જ અનુભવ છે પણ ખૂબ જ અદભૂત ....

આહના : વાહ....!!

જ્વલિત : મળીએ આપણે હવે. બહુ ટાઈમ થઈ ગયો મળે.

આહના : આપણે? આપણે એટ્લે કોણ કોણ?

         આહના ને પણ ખબર હતી કે જ્વલિત એના અને આહનાને મળવાની વાત કરે છે પણ આહનાને તો જ્વલિતના મોઢે જ બોલાવવું હતું...આહનાના ચહેરા પર આ લખતાં લખતાં અને જ્વલિતના ચહેરા પર આ વાંચતાં વાંચતાં એક શરમાળ સ્મિત ઉપસી આવ્યું.....

જ્વલિત : આપણે એટ્લે તું, હું, આદિત્ય અને આરોહી.

આહના : તો નક્કી કરો જ્યારે મળવું હોય ત્યારે..

જ્વલિત : હા, મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી.

આહના : તો ચાલો ગ્રુપમાં ડિસાઇડ કરો આજે...હું થોડી વાર રહીને મેંસેજ કરું તને અત્યારે બહાર જાઉં છુ.સો ..બાય..

જ્વલિત : બાય..

                                              *  *  *  *

‘જ્વલિત તો પૂના જ છે, આવ્યો નથી હજી, એક-બે દિવસમાં આવી જશે.એને નીકળતા જ કઈક કામ આવી ગયું સો ફ્લાઇટ કેન્સલ કરવી પડી. હવે ક્યારની મળે છે એના પર આધાર છે. આમ પણ 27 પહેલાં તો આવવું જ પડશે ને...’

‘હાસ્તો, એંગેજમેંટના દિવસે આવે એ તો થોડી ચલાવી લેવાય...અમે એની પાસેથી પાર્ટી ક્યારે લઈશું તો ...? એક મિનિટ ..જ્વલિત આવ્યો જ નથી હજી ...!!! મેં એને આજે જ તો જોયો, આહિયાં આવતી વખતે જ...અમે બંને એ હાથ પણ ઉંચો કર્યો પણ એ ઉતાવળમાં હતો એટ્લે એને કીધું આહનાને ત્યાં મળીએ હમણાં..તું ફોન કરી જો એને..’

‘અમારે આજે જ વાત થઈ હજી, ચાલને એકવાર પૂછી તો લઉં ક્યાં છે?’

        આહના હજી તો એનો ફોન લેવા ઊભી થઈ ત્યાં જ લેન્ડલાઇન પર રિંગ વાગી.આહનાને થોડું આશ્ચર્ય થયું કે આ ફ્લોર પર તો ખાલી મમ્મી કે પપ્પાના કોલ જ ડાઈવર્ટ થતાં અને મમ્મી તો અત્યારે નીચે જ છે તો કોનો ફોન હશે..?

‘હેલ્લો, આહના સ્પીકિંગ’

‘આહના, .......આહના........’ મમ્મી રડતાં રડતાં બોલી રહી હતી.

‘મમ્મી ..!!! શું થયું? તું રડે છે કેમ..?’ આહનાના ચહેરા પરની રેખાઓ તંગ થઈ ગઈ.

‘આહના.. જ્વલિત….’

‘શું થયું જ્વલિતને ..?’

‘જ્વલિતનો એક્સિડંટ થઈ ગયો છે મુંબઈ પુના હાઇવે પર, એની ગાડી આખી બળી ગઈ છે...પોલીસ સ્ટેશનથી ફોન હતો...ડેડબોડીની ઓળખ કરવાં જવાનું છે...’ મમ્મી આનાથી વધારે કઈ જ બોલી ન શકી.

         આહનાને આ સાંભળી તમ્મર આવી ગયાં, કાપો પાડો તો પણ લોહી ન નીકળે એવી સ્થિતી હતી આહનાની ……આહનાને ટેન્શનમાં જોઈ આરોહી તરત જ દોડી આવી.

‘શું થયું,આહના...?’

‘આરોહી, ભાગવું પડશે ચલ તું આહિયાંથી નીચે ઉતારવા માંડ’

‘પણ થયું શું એ તો કહે....’

‘તું સાચી હતી, આરોહી. જ્વલિત આહિયાં જ છે, એનો એક્સિડંટ થઈ ગયો છે અને અત્યારે હોસ્પિટલ જવાનું છે.’ આહના એક જ શ્વાસે સીડી ઉતરતા ઉતરતા બધુ બોલી ગઈ.

‘કેવી રીતે થયો? અને ક્યાં છે એ? ઇસ હી ઓલ રાઇટ?’

‘મમ્મીએ કાંઈ વધારે તો કીધું નહીં નીચે જઈએ એટ્લે ખબર હવે તો ...’ જ્વલિતને જોયાં વગર એને બીજું કઈ પણ બોલવું યોગ્ય ન લાગ્યું.

બંને ફટાફટ સીડીઓ ઉતારીને નીચે આવી ગયાં.આહનાની નજર મમ્મી ને ખોળી રહી હતી..અને એની નજર મમ્મીની નજર સાથે ભટકાંઇ...આહના પૂછે એ પહેલાં જ મમ્મીએ કહી દીધું,,,

‘જ્વલિતની ડેડ બોડી લાઈફ લાઇન હોસ્પીટલમાં રાખી છે ...’

આ સાંભળીને આહના અને આરોહી બંને ખૂબ જ આઘાતમાં હતાં પરતું જ્વલિતને એક વખત જોયાં વગર બંનેમાંથી કોઈને પણ કશું પણ બોલવું યોગ્ય ન લાગ્યું.

‘ડ્રાઈવર, જલ્દી ગાડી બહાર કાઢો...’ આહનાએ મોટેથી બૂમ પાડી કહ્યું.

         આહના ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાઈ ગઈ. આરોહી અને મમ્મી બંને બસ બધુ જ જોઈ રહ્યા.. બંનેમાંથી એકેય કશું બોલી ન શક્યાં...અને આ પરિસ્થિતિમાં કશું બોલવું પણ યોગ્ય ન લાગ્યું...એ બંને પણ ગોઠવાઈ ગયાં...આહનાએ ગાડીને પૂરા વેગ થી લાઈફ લાઇન હોસ્પિટલ તરફ મારી મૂકી...

         આરોહી આહનાની બાજુની સીટ પર બેઠી હતી, એ વારંવાર મોઢું ફેરવીને આહનાને જોઈ લેતી. એણે આહનાનું આ સ્વરૂપ પહેલાં ક્યારેય નહોતું જોયું.... એ વિચારતી હતી શું છોકરી છે આહના ..!!! આટલું બધું થઈ ગયાં પછી પણ એ છોકરી પોતાનું દુખ શેર નથી કરી શકતી કે કરવા જ નથી માંગતી કે દુનિયાને એવું બતાવવા માંગે છે હું જ સૌથી સ્ટ્રોંગ છુ...હજી પણ એના ચહેરા પરના હાવભાવમાં સહેજ પણ ફરક પડ્યો નહોતો, આની જગ્યાએ જો કોઈ પણ બીજું માણસ હોત તો અત્યાર સુધી એના આસું સુકાયા જ ન હોત. હવે આરોહીની ફિકર વધતી જતી હતી જો આમ ને આમ જ ચાલ્યું રહ્યું તો આહના અંદરોન્દર જ ગૂંગળાઈ જશે...વિચારોના કયા ઊંડા તોફાનમાં આહના ખેચાતી જતી હતી એ કોઈ જ ન સમજી શક્યું…

         આરોહીએ આહનાનું ધ્યાન બીજી તરફ ખેચવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ આહના તો એક પથ્થરનું પૂતળું જ બની ને બેસી રહી જાણે કે એણે કશું જ સંભળાતું નથી, કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપ્યો, ન તો મોઢા પર કોઈ જ હાવભાવ સ્પષ્ટ થવા દીધા, એના વિચારો વધુ ને વધુ ગહન થતાં ગયાં અને ઘુઘવાટ વધારતા ગયાં...એક વખત તો ગાડી અથડાતાં અથડાતાં બચી, એટલામાં હોસ્પિટલ આવી પહોચી ..

         *  *  *  *

         જ્વલિતની નજર એના મોબાઇલના સ્ક્રીન પરથી ખસતી જ નહોતી, દર બે-પાંચ મિનિટે મોબાઈલનો સ્ક્રીન જોઈ લેતો કે ક્યાંક આહનાનો મેસેજ આવી ગયો અને એને વાંચવાનો રહી તો નથી ગયો ને...!!! એ દિવસે આહના ના મેસેજની ખૂબ જ રાહ જોઈ પણ ન આવ્યો છેવટે એ થાકી ને સૂઈ ગયો, અને બીજે દિવસે સવારે ઊઠીને પણ એને મોબાઇલ ચેક કર્યો પણ ક્યાંય મેસેજ ન દેખાયો...

         કોલેજમાં પ્રવેશ કરતાં જ બંનેની નજર એકબીજા સાથે અથડાઇ, જ્વલિતે બસ આહના સામે મેસેજ ન કરવાનાં થોડાક મીઠા ગુસ્સામાં ધારી ધારીને જોયા જ કર્યું, એ વખતે જાણે પહેલી વખત આહના પણ તેની આંખોથી જ ઘણું બધુ બોલવા માંગતી હોય એવું લાગ્યું...આહના વધારે વખત જ્વલિત સામે જોઈ ન શકી, થોડીક શરમ સાથે એનાથી થોડું નીચું જોવાઈ ગયું...

‘હાય, બોલો મજામાં?’ જ્વલિતને આવતા જોઈને આરોહીથી પૂછાઇ ગયું.

‘બસ એકદમ...’ જ્વલિતે એની હાજરી પુરાવી.

‘લોકો એટલા બીઝી હોય છે ને કે લોકોને મેસેજ કરવાનો ટાઈમ જ નથી હોતો’ જ્વલિતે આહના સામે જોઈને બોલી તો નાખ્યું પછી તરત જ નજર ફેરવીને આરોહી પર સ્થિર કરી.

‘અરે હા, એ અત્યારે પ્રોજેકટ ચાલે છે તો ટાઈમ જ નથી મળતો ...’ આરોહી એ કહ્યું.

જ્વલિતે જવાબની આશા આહના પાસેથી રાખી હતી.

‘ચાલો અત્યારે તો લેટ થાય છે બ્રેકમાં મળીએ કેન્ટીન....’ આદિત્ય વચ્ચે જ બોલી ઉઠ્યો.બધાં જ પોત પોતાના ક્લાસ તરફ જવા વળ્યા.

         આમ તો આહનાની લાઈફ એક ખુલ્લી કિતાબ જેવી જ હતી, એની બધી જ વાત એના ગ્રુપમાં બધાં ને જ ખબર હોય..!! પણ જ્યારે જ્વલિતની વાત આવતી ત્યારે એ ફક્ત આરોહી સુધી જ સીમિત રહેતી...આરોહી અને આહનાની ફ્રેંડશિપ કોલેજમાં થઈ હતી, બંને એકબીજાથી એકદમ વિરોધાભાસી સ્વભાવના...આરોહી કોલેજમાં ફક્ત ક્લાસ બઁક કરવાં જ આવે જ્યારે આહના ક્યારેય ક્લાસ બંક ના કરે, આરોહી બોલકણી તો આહના એકદમ શાંત, કોલેજનાં પહેલાં જ દિવસે જ્યારે આહનાનું રેગિંગ થતું હતું ત્યારે આરોહીએ એને બચાવી હતી, ત્યારથી બંને વચ્ચે પાકકી દોસ્તી...!!

જ્વલિત અને આદિત્ય બાળપણથી જ સાથે હતાં, લંગોટિયા મિત્રો, બંનેના જન્મદિવસ વચ્ચે પણ ફક્ત બે દિવસનો જ તફાવત હતો, એકબીજાના પાડોશી હતાં, એક જ સ્કૂલમાં એક જ ક્લાસ અને એક જ બેન્ચ પર હસતાં, રમતાં, તોફાન મસ્તી કરતાં સાથે વિતાવ્યાં હતાં એમણે દિવસો....જ્વલિતના ભાઈ જેવો જ હતો આદિત્ય...!! અને હજી પણ એ જ ક્રમ ચાલુ હતો...એક જ કોલેજમાં સિવિલ એંજીન્યરિંગમાં જ બેન્ચ પર બંને...જ્વલિતની દરેક વાત આદિત્યને ખબર હતી, જ્વલિતના માતા- પિતાના મૃત્યુ પછી આદિત્ય જ તો હતો એનાં નાનકડાં પરિવારનો એક મહત્વનો ભાગ.... પણ આહનાની વાતો જ્વલિતે ફક્ત એનાં પોતાનાં સુધી જ સીમિત રાખી હતી....આદિત્યને ક્યાકને ક્યાક ઉંડે ઉંડે એનાં આહના પ્રત્યેની કુણી લાગણીઓની ખબર હતી....!!

         બ્રેક પડ્યો એટ્લે બધાં કેન્ટીનમાં મળ્યા.બધાં જ આવી ગયાં હતાં સિવાય કે આહના... જ્વલિતની આંખો ફક્ત આહનાને જ શોધી રહી હતી અને નજર એની દરવાજા પરથી ખસતી નહોતી...આરોહી આ બધુ જોઈ જ રહી, ક્યારેક એ આહનાને ખૂબ લકી માનતી....!!!

‘આહનાને HOD સરએ કાઈંક કામ હતું એટ્લે બોલાવી છે, એ પતશે એટ્લે આપણને જોઇન કરી દેશે ...સો આપણે સ્ટાર્ટ કરીએ, મને તો ખૂબ જ ભૂખ લાગી છે’ આરોહી જ્વલિત સામે જોઈને બોલી ગઈ.

આ સાંભળીને ચશ્માની કાળી ફ્રેમમાં વધુ મનમોહક લાગતો જ્વલિતનો ચહેરો થોડોક ઝાંખો પડી ગયો ,એની નજર હજી પણ દરવાજા પર જ ટેકવાયેલી હતી...

‘આ સેટરડે ડિનર માટે જઈએ...ફાવશેને બધાંને..?’ આદિત્ય બોલી ઉઠ્યો.

‘મને પણ, આમતો આહનાને પણ ....’ આરોહી બોલી.

‘જ્વલિત બોલ તારે ક્યાંય રખડવાં તો નથી જવાનું ને...!!!’ આદિત્ય હસતાં હસતા બોલ્યો.

‘શું થયું? મને કીધું કાઈ?’

‘તારું ધ્યાન ક્યાં છે? જવાબ તો આપ સેટરડે ડિનર માટે ફાવશે કે નહીં ?’

‘હા, મને તો ફાવશે’

         બધાં જ વાતોમાં મશગુલ હતાં એટલા કે કોઈનું ધ્યાન જ્વલિત પર ન પડ્યું, એ બસ બેસી જ રહ્યો હતો, ક્યારેક ક્યારેક વચ્ચે બોલી લેતો...પણ આરોહીના ધ્યાન બહાર કશું જ નહતું. વાતોમાં ને વાતોમાં જ બ્રેક પણ પતી ગયો અને ત્યાં જ આહના આવી પહોચી..

‘હાય એવરીવન’ આહના બોલી.આ સાંભળતાં જ જ્વલિતના ચહેરા પર એક ચમક આવી ગઈ.

‘શું કામ હતું HOD ને?’ આદિત્ય બોલ્યો.

‘અરે એ તો સ્કૉલરશિપ માટે....આઇ ગોટ ધ સ્કૉલરશિપ, ફીસ પે નહીં કરવાની આ વખતે મારે’

‘ઓહહો જોરદાર’

‘હવે તો પાર્ટી જોઈએ જ’ આદિત્ય બોલી ઉઠ્યો.

‘હા બોલો ક્યારે જોઈએ છે?’

‘આ સેટરડે’

‘હા આ સેટરડે આહના ની પાર્ટી’ આરોહીએ હસતાં હસતાં કહ્યું.

‘આ સેટરડે..!!! નહીં ફાવે યાર...કોઈ બીજો દિવસ વિચારોને પ્લીઝ’

‘કેમ આ સેટરડે નહીં ફાવે?’ જ્વલિત સહેજ ગુસ્સા સાથે બોલ્યો.

‘લેટ થશે થોડું 8:30 ઓર 9:00 વાગી જશે...ચલશે?’

‘હાસ્તો ફાવશે ફાવશે, આમ પણ અમે બધાંએ ડિનર માટે ડિસાઇડ કરી જ લીધું હતું ખાલી તને જ પૂછવાનું બાકી હતું, અને આટલા જોરદાર ન્યુઝ સાંભળ્યા પછી પાર્ટી થોડી છોડાય? એ તો લેવી જ પડે ને...!!!’ આદિત્ય હસતાં હસતાં બોલ્યો.

‘ચાલો હવે જઈશું, બ્રેક પણ પતી ગયો છે અને અમારું પ્રેઝન્ટેશન પણ છે...’ આરોહી વચે જ બોલી ઉઠી.

         બધાં બાય કહીને પોત પોતાના ક્લાસ તરફ વળ્યાં..આહનાએ બાય કહેવા જ્વલિત સામે જોયું પણ એને નજર ફેરવી નાખી અને નારાજગી વ્યક્ત કરી...

*   *   *   *

‘દીદા, આઈ હવે અ ગ્રેટ ન્યુઝ ફોર યૂ, ક્યાં છો તમે?’ સ્પર્શ એકદમ જ ઘરે આવી ગયો અને ખુશીમાં ને ખુશીમાં આહનાને એના ગ્રેટ ન્યુસ સૌથી પહેલાં સંભળાવવા શોધી રહ્યો હતો કે એને જોબ મળી ગઈ હતી 40 લાખ નું પેકેજ હતું... સ્પર્શ જ્યારથી સમજણો થયો ત્યારથી આહનાને ‘તમે’ કહીને જ સંબોધતો, સ્પર્શને એની બહેન માટે બીજા બધાં કરતાં વધારે રિસ્પેક્ટ હતી, નાનપણથી જ આહના એના માટે ક્યારેક એની બહેન, ક્યારેક એની બેસ્ટ ફ્રેન્ડ, ક્યારેક એની એક પર્ફેક્ટ ટીચર અને ક્યારેક તો એની મમ્મી પણ બની જતી...સ્પર્શ કદાચ એની મમ્મી વગર ચલાવી લેત પણ એની દીદા વગર તો એની સવાર જ ન થાય ...!!! સ્પર્શે હમેશાં એને હસતાં જ જોઈ છે, કોઈ પણ પરિસ્થિતિમાં એના ચહેરાં પર બદલાયેલાં હાવભાવ નથી જોયા. આમ તો આહના સ્પર્શ કરતાં ફક્ત બે વર્ષ જ મોટી હતી અને ઘણી વાર એને કહી પણ દેતી મને આટલૂ બધુ માન ન આપ હજી હું એને લાયક નથી બની એંડ મને નથી ગમતું કે તું મને તમે કહીને સંબોધે...ત્યારે સ્પર્શ કહેતો ‘ના, હું તો તમને તમે જ કહીશ.’ હંમેશા માટે આહનાનો હસતો જ ચહેરો જોતો સ્પર્શ ક્યારેક વિચારતો કે દીદા કેવી રીતે આ બધુ ચહેરા પર નથી આવવા દેતી? દુખ તો એમની લાઇફમાં પણ હશે જ ને..!!! એને પોતાની જાતને પ્રોમિસ આપ્યું હતું કે હતું કે એની દીદાની આખમાં ક્યારેય આસું નહીં આવવા દે, દીદાનો આમ જ હસતો ચહેરો એને ખૂબ જ ગમતો અને દીદાનો ચહેરો હસતો રાખવાં માટે એ કોઈ પણ કિમત ચૂકવવાં તૈયાર હતો ..!!

‘દીદા, કમ ઑન , વેર આર યૂ?’ બૂમો પડતાં પડતાં તે ડ્રૉઇંગ રૂમ અને નીચેના ફ્લોર પર બધે જ ફરી રહ્યો.પણ આહના કયાંય દેખાઈ નહીં.

હજી પણ આહના ન દેખાતા એને ડ્રૉઇંગ રૂમની દીવાલ પરનું એલઇડી ટીવી ઑન કર્યું, આ ટીવીમાં દરેક ફ્લોર પર શું ચાલી રહ્યું છે તે દેખાઈ જતું. એમાં પણ આહના ક્યાંય ન દેખાઈ.

ત્યાં જ સ્પર્શનો અવાજ સાંભળી ને શંકરકાકા દોડી આવ્યાં.શંકરકાકા ઘણા જ જૂના ઘરઘાટી હતા.. ઘરમાં ઘણા બધાં નોકરો હતા લગભગ દરેક માટે એક પોતાનો પર્સનલ નોકર...!!! અને એ બધાંનું ધ્યાન રાખનારા આ શંકરકાકા ઘરના એક સભ્ય જેવા જ હતા.

‘કાકા, દીદાને જોયા તમે?’ કાકાને જોઈને તરત જ સ્પર્શ ઉત્સાહમાં ને ઉત્સાહમાં બોલી ઉઠ્યો.

‘સ્પર્શ, આમ જો. મારી વાત ધ્યાનથી સાંભળ.’ જ્યારે કાકા આવું બોલ્યા ત્યારે સ્પર્શને થોડુંક અજુગતું તો લાગ્યું અને થોડાક ડર સાથે એને એના કાન કાકાની વાત સાંભળવાં માટે વધારે સરવાં કરી દીધાં.

‘બેટા, જ્વલિતકુમારને એક્સિડંટ થયો છે, એમને હોસ્પિટલ લઈ ગયાં છે એટ્લે બધાં ત્યાં જ ગયાં છે.’ આ સાંભળીને પહેલાં તો સ્પર્શને પોતાના કાન પર વિશ્વાસ જ ન બેઠો એનાથી ફરીથી પૂછાઇ ગયું.

‘કેવી રીતે થયો એક્સિડંટ? શું થયું છે? વધારે વાગ્યું ? હવે કેવું છે?’ અધીરાઇ ન રહેતાં સ્પર્શથી ઉપરાઉપરી પ્રશ્નો પૂછાઇ ગયાં. એનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો અને ચહેરા પરની રેખાઓ વધુ ને વધુ ચિંતિત થતી જતી હતી.

‘જ્વલિતકુમાર લાઈફ લાઇન હોસ્પિટલમાં છે એનાથી વધારે મને કઈ જ ખબર નથી. જેવો ફોન આવ્યો કે તરત જ બધાં નીકળી ગયાં....’

         સ્પર્શ દોડતો દોડતો બહાર ઊભેલી ગાડીમા બેસી ગયો અને ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવા કહ્યું.રસ્તામાં એણે મમ્મી જોડે વાત કરી લીધી. બધાં દુખમાં એ રીતે ડૂબેલા હતા કે સ્પર્શના આવવાની કોઈને ખબર જ ન પડી.

‘મમ્મા, વેર ઇસ જીજુ...?’ સ્પર્શે હર્ષાબેનને પૂછતાં કહ્યું.

‘સ્પર્શ આપણે એની ડેડ બોડી ઓળખવાની છે...!!’ શરૂવાતમાં હર્ષાબેન કશું જ બોલી ના શક્યાં પણ પછી માંડ માંડ ખૂબ જ હિમ્મત ભેગી કરીને આટલાં શબ્દો એમનાં મોમાંથી બહાર કાઢી શક્યાં.

આ સાંભળતાની સાથે જ ત્યાં ઉભેલા દરેકની આંખમાંથી આસું સરી પડ્યા સિવાય કે આહના. એ બસ એમ જ ઊભી હતી જાણે આસપાસ થતી કોઈ જ ઘટનાઑની એની ઉપર કોઈ જ અસર નથી થતી, બધાંએ ખૂબ જ પ્રયત્નો કર્યાં એને રડાવવાના પણ એની આંખોમાંથી એક આસું પણ ન સર્યું. સ્પર્શ એને ભેટી જ પડ્યો છતાં પણ એના ચહેરા પરના હાવભાવમાં કોઈ જ ફેરફાર ન થયો. આહનાના પપ્પા આલોકભાઈ અને મોટા પપ્પા આયુષભાઇ બંને બહારગામ ગયાં હતા. સ્પર્શ કશું જ બોલી ના શક્યો. ના તો કોઈને વધારે પ્રશ્નો પૂછવાની હિમ્મત હતી.

ત્યાં ઉભેલો એક માણસ સ્પર્શને ડેડબોડી પાસે લઈ ગયો. જ્વલિતની બોડી એક્સિડંટમાં ખૂબ જ ખરાબ રીતે સળગી ગઈ હતી. સ્પર્શે એ ડેડબોડી પરથી ચાદર હટાવી. પછીનું દ્રશ્ય એ જોઈ જ ના શક્યો અને તરત જ રૂમમાંથી બહાર નીકળી ગયો. પોલીસે એક અડધું બળેલું વોલેટ કે જેમાં આહનાનો અડધો બળેલો ફોટો હતો એ સ્પર્શને આપ્યું. સ્પર્શે એનું પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન વાંચ્યું. હૂબહૂ જ્વલિતને મળતું આવતું હતું, એટલી જ હાઇટ, એજ વજન, એ જ આંખોનો કથ્થાઇ રંગ...!!

‘ઇનપેકટર સાહેબ, એવું પણ શક્ય છે ને કે આ જ્વલિતની બોડી ના હોય...!! ભલે આ બધુ જ જ્વલિતને જ મળતું આવે છે...!! તમે ફરી એક વખત ચેક કરવો ને બધુ...’ એક ભાઈ અત્યારે એની બહેનની જીંદગીની ભીખ માંગી રહ્યો હતો, કરગરી રહ્યો હતો, આસું આંખોમાં દબાવી રાખીને કે ક્યારે એ અહીથી ઊભો થઈને એક ખાલી જગ્યા એ જાય અને મન ભરીને રડી લે.

‘મિ. ઝવેરી, આ જ્વલિત મહેતાની જ ડેડ બોડી છે એની બાજુ માં અમને એમનો મોબાઈ ફોન પણ મળ્યો હતો...’ ઇસપેકટરે સ્પર્શને જ્વલિતનો ખરાબ થઈ ગયેલો ફોન બતાવતાં કહ્યું.

હર્ષાબેનને સાથે સાથે પોતાની દીકરીની પણ એટલી જ ચિંતા હતી, એ વિચારી જ નહોતા શકતા કે ત્રણ કલાક પહેલાંની કરોડોનો બિઝનેસ સાંભળનારી એ જ આહના એમની સામે ઊભી તો છે,પણ આહનાના એ શરીરમાં જાણે સહેજ પણ પ્રાણ બચ્યા જ નથી...... !! કેવી રીતે જીવશે આહના જ્વલિત વગર..!! છેલ્લાં સાત વર્ષથી બંને સાથેને સાથે જ હતાં, ના તો કોઈ જ ઝઘડો કે વસ્તુ એમને અલગ કરી શકી..!! સૌથી વધારે પ્રેમ કર્યો હતો આહનાએ જ્વલિતને...!!

*   *     *    *

‘હેલો, હા બોલ, શું કામ છે…..?’ જ્વલિતે ફોન ઉપાડતાની સાથે જ કહ્યું.

‘ક્યાં હતો તું આટલી વાર સુધી....? કેટલા બધાં ફોન કર્યા મેં તને અને તું આટલો શાંતિથી જવાબ આપે છે!! તને ખબર છે મને કેટલી .....’ જ્વલિત પર પોતાનો પૂરેપૂરો અધિકાર હોય એવી રીતે આહના થોડી ચિંતા સાથે અને થોડાક મીઠા ગુસ્સા સાથે જ્વલિતને ખખડાવી રહી.

‘તને કેટલી ….,? વાકય પૂરું કર આહના, તને કેટલી શું ...?’ જ્વલિત થોડોક ગંભીર થયો.જ્વલિતને ખબર હતી પણ આહનાના મોઢે પહેલી વખત એવું સાંભળવું હતું કે આહનાના જીવનમાં કોઈક એવું પણ હતું કે જેની ચિંતા એ પોતાના કરતાં વધારે કરતી હતી, પોતાના કરતાં વધારે એ વ્યક્તિને માનતી અને એ વ્યક્તિ એ પોતે જ હતો.

‘લૂક, આઇ વોઝ વરીડ અબાઉટ યુ, આવું આજ સુધી ક્યારેય નથી થયું કે તે મારો ફોન ન ઉપાડયો હોય અને જો તે જોયું પણ હોય કે મેં કોલ કર્યો હતો તો તું સામે ચોક્કસ કરે જ અને આજે તો છ કલાક થઈ ગયાં... ‘

‘તો શું થયું, બીઝી તું એકલી જ ન હોય કાઈ...મારે પણ ઘણું બધુ કામ હોય છે.’ મસ્તી કરવાના વિચારથી થોડાક ઊંચા અવાજે જ્વલિત બોલી ઉઠ્યો.

‘મે તો તને પેલા દિવસે મેસેજ ન કરી શકવા સોરી કહેવા ફોન કર્યો હતો કારણકે એ દિવસ પછી તે મારી જોડે સરખી રીતે વાત જ નથી કરી, તારે તો કદાચ ખાલી કોલેજ આવીને ભણવાનું જ હશે પણ મારે એ સિવાય પણ ઘણું બધુ કરવાનું હોય છે, કાઈ નહીં તને અત્યારે ન ફાવે એવું હોય તો પછી વાત કરીશું...’ આહનાએ ઉદાસ ચહેરે કહ્યું.

‘હેય આહના, વી કેન ટોક નાવ...એંડ સોરી કે મેં તારા એક પણ ફોન ન ઉપાડ્યા કારણકે ફોન તો મારી બાજુમાં જ હતો પણ મને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો કે તારી પાસે એટલો પણ ટાઈમ નથી કે તું મેસેજ કરે...બુટ લૂક આઇ એમ સોરી અગેન વોટ આઇ ડિડ...’

‘બસ નેક્સ્ટ ટાઈમથી આવું કાઈ ન કરતો પ્લીઝ’

‘શું આપણે આ બધુ જ ભૂલીને એક નવી શરૂઆત ન કરી શકીએ?’                                                    

‘ઑહો દીદા આટલી પ્રેમસભર વાતો કોની સાથે થાય છે....?કોણ છે એ ખુશનસીબ જેની સાથે નવી શરુવાત કરવાની વાતો ચાલે છે હે ...?’ હસતાં હસતાં સ્પર્શ રૂમમાં આવ્યો અને મસ્તી કરવાના મૂડમાં આહનાનો મોબાઈલ ખેચી લીધો અને દોડવા માંડ્યો

‘સ્પર્શ મોબાઇલ આપ તું મને પહેલાં ....’ આહના બૂમો પાડતાં પાડતાં સ્પર્શની પાછળ ભાગી.

‘હું તો નહીં જ આપું ...તો મારા જીજાજી સાથે વાતો ચાલે છે એમ ને...જ્વલિતજીજ...તમે પહેલાં બધુ જ કહો પછી જ મળશે .’

‘હા, કહું છુ તું મોબાઈલ આપ મને...’

‘પહેલાં કહો પછી જ મળશે ....’ આટલું બોલતા બોલતાં સ્પર્શ સોફા પર બેઠો અને આહના એની બાજુમાં બેઠી.

‘પહેલાં તું મને એમ કહે કે તું આ વખતે સેટરડે ની જગ્યા એ ફ્રાઇડે કેમ આવી ગયો કોલેજથી?’

‘આપણે બહુ જ ટાઈમથી મળ્યા નથી એટ્લે સ્પેશીયલી તમારા માટે જ...આ બધી વાતો તો થતી જ રહેશે પહેલાં એમ કહો મને ડૂ યૂ લાઇક હિમ…?’

સ્પર્શના મોઢે સીધો જ આવો સવાલ સાંભળીને પહેલાં તો આહના કઈ બોલી જ ન શકી, એનાથી શરમના કારણે થોડુંક નીચું જોવાઈ ગયું...સ્પર્શે આહનાને આવી નહોતી જોઈ ક્યારેય, સ્પર્શને આજે તો આહનાના મોઢા પર જ્વલિત પ્રત્યેની લાગણી સ્પષ્ટ દેખાતી હતી, સ્પર્શને આછી પાતળી ખબર તો હતી કે જવાલિત દીદા માટે એક ફ્રેન્ડ કરતાં ઘણો જ વધારે હતો અને આજે એ એના ચહેરા પર વંચાઇ પણ ગયું...

‘કમ ઓન દીદા, યૂ આર ફ્રી ટુ ટેલ મી એવરીથિંગ એંડ યૂ શુડ હેવ ટુ ....’

‘સ્પર્શ મને નથી ખબર કે આ શું છે..!! યસ, આઈ લાઇક હિમ...પણ મને એના વિષે નથી ખબર, કદાચ એ પણ મને પસંદ કરતો પણ હોય કદાચ ન પણ, કદાચ એના માટે હું એક ફ્રેન્ડથી વધારે કઈ ન પણ હોવું...આઈ ડોન્ટ નો કે આ બધું શું ચાલી રહ્યું છે, બસ મને અત્યારે તો એટલી ખબર છે કે અમને એકબીજા સાથે વાતો કરવી ગમે છે અને જો બંનેમાંથી કોઈનો પણ મેંસેજ કે ફોનનો રિપ્લાઇ ન આવે તો વી બોથ આર ઇગરલી વેટિંગ ફોર ઈટ....બટ યેસ આ જે ફીલિંગ છે એ મેં પહેલાં તો ક્યારેય જ નથી અનુભવી, આ જે અહેસાસ છે એ ખૂબ જ ખાસ છે એકદમ અદભૂત ...અને તું એ પહેલો જ છું જેને મેં આ કીધું છે, સો કીપ ઈટ સીક્રેટ ...’ આટલું બોલતાં બોલતાં આહનાનો ચહેરો શરમથી એકદમ લાલ લાલ થઈ ગયો હતો.સ્પર્શ આ સાંભળીને થોડોક ઉદાસ તો થઈ ગયો એ વિચારથી કે એની દીદા જેનો પ્રેમ અને સમય ફક્ત સ્પર્શના જ હતાં એમાં હવે ભાગલા પડી જવાના હતાં, પણ એ એની દીદા માટે ખૂબ જ ખુશ હતો.

‘દીદા, તમને સાચે નથી ખબર કે એ તમને પસંદ કરે છે કે નહીં ..!!! ઓફ કોર્સ, હી લાઈકસ યૂ ... જ્યારે પહેલી વાર હું એને મળ્યો હતો ત્યારે જ મને લાગ્યું હતું, એ જે રીતે તમારી સાથે વાત કરતો હતો કોઈ હક જતાવતો હોય એવું લાગતું હતું...એંડ મને તો એવું પણ લાગ્યું કે એને તમારી ખૂબ જ ચિંતા હતી.’

‘હશે હવે જે હશે એ ...તું એમ કે તારું શું ચાલે છે? કોઈ ગર્લફ્રેંડ બની કે નહીં?’ બોલતાં બોલતાં આહના હસી પડી.

‘અમે તમારા જેવા ખુશનસીબ ક્યાં ..!!’ આટલું કહેતાં કહેતાં સ્પર્શ હસી પડ્યો.

આહના પણ હસી પડી,એ જ વખતે હર્ષાબેન રૂમમાં આવ્યાં, મમ્મીને જોઈને બંને ભાઈ બહેને વાતનો ટોપિક જ બદલી નાખ્યો, હર્ષાબેન મનોમન વિચારતા હતાં કે આ બંનેને ક્યારેય કોઇની નજર ન લાગે બસ આમ જ સદાય હસતાં રહે...પણ મનનાં એક ઊંડા ખૂણામાં એક ડર હતો કે જ્યારે સ્પર્શને ખબર પડશે કે આહના એની સગી બહેન નથી ત્યારે શું થશે..!!! સ્પર્શ લાંબા ટાઈમ પછી ઘરે આવ્યો હતો એટ્લે આહના, સ્પર્શ અને હર્ષાબેન ત્રણેય ગપાટાં મારવા બેસી ગયાં...

*  *  *  *

‘સ્પર્શ, આરોહી ક્યાં છે બોલાવને એને ....એની જોડે વાત કરશે તો કદાચ આહના થોડુંક રડે...અથવા એનામાં કોઈ સુધાર આવે અને એ કઈક તો બોલે... આવું તો નહીં ચાલે ડોકટરે પણ કીધું કે એને રડવું તો પડશે જ, જો નહીં રડે તો......’હર્ષાબેને બાજુમાં ઉભેલા સ્પર્શને કહ્યું અને કહેતાં કહેતાં જ ફરી એકવાર એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

આહના હોસ્પિટલની એક બેન્ચ પર બેઠી હતી, એનાં મગજમાં વિચારોનું ઘોડાપૂર ચાલી રહયું હતું, એનાં જીવવાનું એક ખૂબ જ મોટું કારણ જ તો જ્વલિત હતો....આહનાની સવાર જ તો જ્વલિતથી પડતી હતી, સૂરજના કિરણની જેમ જ્વલિત સાથે વાત કર્યા વગર ના તો આહનાએ પોતાનો દિવસ વિતાવ્યો છે ના તો કલ્પ્યો હતો, હવે એ કારણ જ નથી રહ્યું તો જીવીને શું મતલબ હતો...!! ના તો એનામાં એટલી હિમ્મત હતી કે એ જ્વલિતનું સળગેલું શરીર જોઈએ શકે.... ના તો આગળ કાઈક પણ કોઈને પૂછી શકે. બધુ જ એક ખૂબ જ ખરાબ સ્વપ્ન જેવુ લાગી રહ્યું હતું. એ વિચારતી હતી કે ક્યારે આ અંધારી રાત પૂરી થાય અને આ દુઃસ્વપન પૂરું થાય..!! આરોહી આવી અને આહનાની બાજુમાં બેન્ચ પર બેસી ગઈ.

‘આહના, આહના...’ આરોહીએ આહનાને હલાવતાં કહ્યું.

પણ આહનાએ સામે કોઈ જ જવાબ ન આપ્યો.

‘આહના, જ્વલિત જાગે છે અંદર ચલ....’ આંખોમાં આંસુ સાથે આરોહી બોલી.

‘ક્યાં છે ક્યાં છે જ્વલિત, એ તો હજી પૂનામાં જ છે...’ આહનાએ એકદમ દ્ર્ધ્તાથી જવાબ આપ્યો.

આરોહી આહનાને ડેડબોડીના રૂમ માં લઈ ગઈ. ત્યાં જ્વલિતના ડેડબોડી પરથી ચાદર ઉઠાવી અને જ્વલિતનો ચહેરો આહનાને બતાવ્યો. આ જોઈને એક પળ માટે તો આહના કશું જ ના બોલી પણ બીજી ક્ષણે આહનાથી એક ચીસ પડાઈ ગઈ અને દ્રુસ્કે ને દ્રુસ્કે એ રોઈ પડી. આરોહી અને આહના બંને એકસાથે જ રોઈ પડ્યાં.

‘આરોહી, પ્લીઝ જ્વલિતને કહે ને કે પાછો આવી જાય એનાં વગર હું શું કરીશ..!!’

આરોહી કશું જ ના બોલી શકી, હર્ષાબેન અને સ્પર્શની પાસે આહનાને લઈ આવી. આહના પછી સ્પર્શને વળગીને ખૂબ જ રડી.

આહનાના પપ્પા આલોકભાઈ અને મોટપપ્પા આયુષભાઈને જેવી ખબર પડી કે જ્વલિત હવે નથી રહ્યો, તેવા તરત જ પહેલી ફ્લાઇટમાં બંને અમદાવાદ આવ્યાં અને એરપોર્ટ પરથી જ હોસ્પિટલ માટે રવાના થયા, જ્વલિતના કાકી લોપાબેન અને એમનો દીકરો અનુજ પણ આવી પહોચ્યાં. આહનાએ બધાંના મનમાં એક એવી જગ્યા બનાવી હતી કે આજે જ્યારે એને આ પરિસ્તીથીમાં જોઈને કોઈની પણ આંખોમાંથી આંસુ સરી પડે, સ્ત્રીઓ પોતાનું બધુ જ દુખ રડીને જાહેર કરી દેતી હોય છે જ્યારે પુરુષો એને અંદરોન્દર વધુ ને વધુ છુપાવી રાખવા મથતા હોય છે, આંસુ પોતે સારી શકતા નથી કારણકે પોતે પુરુષો છે પણ એ બધુ જ દુખ એમના વર્તનમાં હંમેશા દેખાય છે,કેટલાય દિવસો સુધી બસ મૌન જ થઈ જાય છે,આલોકભાઈ અને આયુષભાઈની સ્થિતિ પણ કાઈક આવી જ હતી ક્યારેય આહનાને હારેલી નથી જોઈ એમણે અને આજે તો....

*  *  *  *

‘આહના તૈયાર ...??’ આહનાના ઘરે આવતાની સાથે જ આરોહીએ પુછી લીધું.

‘ના, હજી તૈયાર થાય છે, આજે તો કન્ફર્મ દીદા તૈયાર થવામાં એટલી વાર કરશે ને કે જાણે આજે જ એના લગ્ન છે ….’ હસતાં હસતાં સ્પર્શે કહ્યું.

‘બેસ ને, હું ફરી એક વખત દીદાને હેરાન કરતો આવું.’ કહેતાં કહેતાં સ્પર્શ આહના ને બોલવા ગયો.

‘દીદા, કેટલી વાર ??આરોહી આવી ગઈ ’ સ્પર્શએ બારણું ખખડાવતા પૂછ્યું.

‘સ્પર્શ, એને કહે હજી દસ મિનિટ થશે.’

‘દીદા, તમે ઓલરેડી લેટ છો, એમાય હજી દસ મિનિટ ..!!આજે તો જીજુ પાકું ગુસ્સે થશે ...’સ્પર્શે મસ્તીના મૂડમાં હસતાં હસતાં કહ્યું.

‘સ્પર્શ, તું હવે અત્યારે મારી ખેચવાની બંધ કર, એંડ આઇ નો હું લેટ છું અને જ્વલિત જોરદાર નો ગુસ્સે થશે....તું અત્યારે આરોહી જોડે બેસ’

સ્પર્શ અને આરોહી બેઠા બેઠા વાતો કરતાં હોય છે અને આહના ની રાહ જોતાં હોય છે.

‘સ્પર્શ, ફરી એક વખત પૂછ ને એને કે કેટલી વાર છે દસની જગ્યા એ વીસ મિનિટ થઈ ગઈ, ત્યાં બધાં જ વેઇટ કરતાં હશે’

‘એક આઇડિયા છે મારી પાસે દીદા ને બોલાવવાનો ‘સ્પર્શે મોઢા પર એક રમતિયાળ સ્મિત લાવતા કહ્યું.

‘દીદા, જ્વલિત આવ્યો છે,જલ્દી બહાર આવો, એ તમારી રાહ જુવે છે.’સ્પર્શે બૂમ પાડીને કહ્યું.

આ સાંભળતા જ આહનાનું હ્રદય એક થડકારો ચૂકી ગયું, તેને શું બોલવું કશું જ સમજાયું નહીં અને એ થોડીક ગભરાઈ ગઈ આમ જ્વલિત ને ઘરે આવેલો સાંભળતા જ, આહના તરત જ બહાર દોડી આવી.આહના એ રેડ કલરનું શિફોનનું ટોપ અને બ્લૂ કલરનું જીન્સ પહેર્યું હતું,આ રેડ કલરનું શિફોનનું ટોપ એની ઘઉંવર્ણિ ચામડી પર એવી રીતે શોભી રહ્યું હતું જાણે કે ફક્ત એના માટે જ બન્યું ન હોય..!! એના ખુલ્લા વાળ વારંવાર આખમાં આવી જતાં,આખોમાં આંજેલું કાજલ એની નીલી આંખોને વધુ પાણીદાર બનાવતુ હતું ....હા, આજે આહના એટલી સુંદર લગતી હતી કે બસ એણે જોયા જ કરવાનું મન થાય, આહનાને જોયા પછી એટલું તો ચોક્કસ થી કહી શકાય કે એણે તૈયાર થવા માટે જેટલો પણ સમય લીધો એ વ્યર્થ નથી ગયો..... એણે આમતેમ નજર દોડાવી પણ બહાર તો ફક્ત આરોહી અને સ્પર્શ જ દેખાયા, છેવટે એણે સ્પર્શને પૂછી લીધું.

‘સ્પર્શ, જ્વલિત ...?’ આહના આટલું જ બોલી શકી બાકીની બધી જ ન કહેલી વાતો સ્પર્શ સમજી ગયો.

‘એક્ચુઅલ્લી દીદા મેં તમને બહાર બોલાવવા માટે નાટક કર્યું હતું, જોયું નહીં જ્વલિતનું નામ પડતાં જ તમે કેવા દોડી આવ્યાં’સ્પર્શે હસતાં હસતાં કહ્યું.

‘સ્પર્શ, આવી મજાક નહીં જોઈએ નેક્સ્ટ ટાઇમથી, તને ખબર નથી હું કેટલી ગભરાઈ ગઈ....’

‘આહના હવે જલ્દી ચલ બધાં ના ફોન આવી ગયાં ક્યારના, જ્વલિતનો પણ ...’

‘હા, બસ હું મારો ફોન લઈને આવું’ એમ કહેતાં જ આહના ફોન લેવા ગઈ.

‘બાય સ્પર્શ હું જાઉં છું, આવતા લેટ થશે અને તું ઘર બરાબર બંધ કરજે મમ્મી પપ્પા નથી એટ્લે બરાબર ધ્યાન રાખજે.’ આહના એ જતાં જતાં કહ્યું.

‘દીદા તમે ટેન્શન કર્યા વગર જાઓ જલ્દી, હું બરાબર ધ્યાન રાખીશ અને જીજુ ને હાય કહેજો મારા તરફથી ....’સ્પર્શે હસતાં હસતા કહ્યું.

આરોહી અને આહના નીકળી ગયાં આરોહીની કારમાં,રસ્તામાં આહના એ જોયું તો જ્વલિત ના પાંચ

મિસ્ડ કોલ્સ હતા.એ જોઈને વિચારતી હતી કે હવે અત્યારે કોલ કરું કે નહીં ત્યાં જ આરોહી એ પૂછ્યું

‘શું થયું? કોઈ પ્રોબ્લેમ.?’

‘અરે, જ્વલિતના પાંચ મિસ્ડ કોલ્સ આવી ગયાં અને મેં એક પણ કોલનો જવાબ નથી આપ્યો, શું કરું કોલ બૅક કરું કે નહીં ....?ગુસ્સે તો એ પાકું થશે જ ...’

‘કોલ કરીને એક વખત કહી દે કે અમે રસ્તામાં જ છીએ અને લેટ થઈ એના માટે સોરી પણ કહી દેજે..’

આહના એ જ્વલિતને ફોન કર્યો.

‘હેલ્લો જ્વલિત’

‘આહના કેટલી વાર યાર નવ ના સાડા નવ થયા, બધાં ક્યાં સુધી રાહ જુવે? અમે લોકો કલાક થી રાહ જોઈએ છે કે તું હમણાં આવીશ પણ તું તો તું જ છે, ટાઈમ પર કોઈ દિવસ આવી નથી તો આજે પણ થોડી આવીશ....’આહના બીજું કશું બોલે એ પહેલાં જ જ્વલિતે એને ઘણું બધુ સંભળાવી દીધું.

‘જ્વલિત સોરી, આવું ફરી વખત નહીં થાય અને અમે બસ પહોચવાં જ આવ્યાં’ આહના ખૂબ જ પ્રેમથી બોલી રહી.

‘આહના તારો નેક્સ્ટ ટાઈમ ક્યારે આવશે કે જ્યારે તું લેટ નહીં થાય ,દર વખતે આજ થાય છે..બાય’ જ્વલિતે જવાબ સાંભળ્યા વગર જ ગુસ્સામાં ફોન મૂકી દીધો.

‘જ્વલિત ....હેલ્લો જ્વલિત...’

‘ક્ટ કરી નખ્યો એને ફોન,આજે તો થોડો વધારે જ ગુસ્સામાં લાગ્યો.’ આહના એ આરોહી ને કહ્યું.

‘આહના, એક વાત કહું..??’

‘હા, બોલને..’

‘તું ખાલી જ્વલિતને થોડોક ટાઈમ વધારે આપ, એ તને ખૂબ જ ચાહે છે એને ભલે તને ના કીધું હોય પણ ....અને તમે બંને એકબીજા માટે એટ્લા પર્ફેક્ટ અને એટલા મેંચ્યોર છો કે તમારા જેટલું એકબીજાને સમજતાં મેં કોઈને હજી જોયા જ નથી, આઇ નો કે તને એટલો ટાઈમ નથી મળતો અને જ્વલિત પણ સમજે છે, પણ તું એને જે ટાઈમ આપે છે એમાંથી કોઈ બીજા માટે ભાગલાં ન પાડ એ જ્વલિત થી સહન નથી થતું અને ક્યારેક તું પણ એવું થોડું થોડું જાતવી દે કે તું પણ એને ખૂબ જ ચાહે છે..’

‘આરોહી મેં ક્યારેય એવું નાહોતું વિચાર્યું કે મારી લાઈફમાં આ બધુ થશે, આઇ મીન જ્વલિત આવશે અને અમારી ફ્રેંડશિપ આવી રીતે આગળ વધશે, ક્યારેક તો મને લાગે છે કે હું આ બધાંમાં પહોચી જ નથી વળતી કારણકે જ્યારે જ્વલિત નહોતો આવ્યો ત્યારે મેં મારૂ સ્વપ્ન જોયું હતું અને બસ એ જ મારી પહેલી પ્રિઓરિટી હતું પણ જ્વલિતના આવ્યાં પછી બધૂ બદલાઈ ગયું હોય એવું લાગે છે અને હું જ્વલિતના કારણે મારૂ સ્વપ્ન આમ જ નહીં મૂકી શકું એની પાછળ મારી ખૂબ જ મહેનત છે અને હવે એવું લાગે છે કે જ્વલિત વગર પણ મને નહીં ચાલે....’

‘થોડો ટાઈમ આપ તું બધુ જ બરાબર થઈ જશે….’

‘આઈ હોપ સો ...’

વાતોમાં વાતોમાં સંકલ્પ હોટેલ ક્યારે આવી ગઈ એની કોઈને ખબર જ ન પડી. આહના ગાડી માંથી ઉતરી અને આરોહી ગાડી પાર્ક કરવા ગઈ. બંને જાણ પછી અંદર આવ્યાં.આવતાની સાથે જ આહના અને આરોહી બંને એ બધાંને હાય કર્યું.આહનાને જોઈને જ્વલિત પોતાનો બધો જ ગુસ્સો ભૂલી ગયો કારણકે એ લગતી હતી જ એટલી સુંદર ..!! જ્વલિત એની કથ્થાઇ આંખોમાથી બસ આહનાને જોઈ રહ્યો, પણ એને ગુસ્સે હોવાનું નાટક ચાલુ રાખ્યું.

‘બહુ વહેલા આવ્યાં તમે બંને, હજી થોડા લેટ આવવું તું ને...’આદિત્યએ કહ્યું.

‘સોરી, બધાંને કે અમારા લીધે આટલું વેઈટ કરવું પડ્યું’ આહના કહેતાં કહેતાં જ્વલિતની સામે વળી ખુરશી પર ગોઠવાઈ ગઈ અને આરોહી એની બાજુમાં બેઠી.

‘ચાલો હવે વાતો પછી કરજો પહેલાં ઓર્ડર આપો મને તો ખૂબ ભૂખ લાગી છે.’આરોહી એ કહ્યું.

‘આહના અને આરોહી તમે મેંનૂ જોઈને કહી દો શું ઓર્ડર કરવું છે અમારા બધાંનું તો નક્કી છે..’આરોહી એ કહ્યું.

‘આહના, હું મેંસૂર ઢોસો માંગવીશ તું...?’ આરોહીએ આહનાને કહ્યું પણ એનું ધ્યાન મેંનૂ કરતાં વધારે જ્વલિત તરફ હતું.

‘મારો સ્પ્રિંગ ઢોસો..’આહના એ જવાબ આપ્યો.

‘બધાંનું ડિસાઇડ થઈ ગયું ને હવે તો હું ઓર્ડર આપી દઉં..?’આદિત્યએ કહ્યું.

આહના એ જ્વલિત સામે ઘણાં વખત સુધી જોઈએ રાખ્યું પણ એને એકવાર પણ નજર ઉપાડીને આહના સામે ન જોયું, આહના સમજી ગઈ કે આજે એ ખૂબ જ ગુસ્સે થયો છે, આહના એ જ્વલિતને સોરીનો મેંસેજ કર્યો,જ્વલિતે મેંસેજ જોયો પણ ખરો પણ કોઈ જ આન્સર ન આપ્યો.આહના ઊભી થઈને બહાર ગઈ.

‘હું આવું પાંચ મિનિટમાં મારે નીચે કામ છે...’ આહના જતાં જતાં બધાંને કહેતી ગઈ.

‘એવું તો શું કામ પડ્યું આહના ને..?’ આરોહી અને જ્વલિત બંને વિચારતા હતા.

આહના જ્વલિતને મનાવવા માટે નીચેની એક કાર્ડ શોપમાં કાર્ડ ખરીદવા ગઈ.એને સોરીનું કાર્ડ ખરીદી લીધું.પછી વિચારતી હતી કે હવે બધાંની સામે આપું કઈ રીતે જ્વલિતને?કાર્ડ લઈને આહના ઉપર આવી.

‘ઇક્સક્યુસ મી’ આહના એ એક વેઈટેરને કહ્યું.

‘યસ મેંમ’

‘આ કાર્ડ પેલા બ્લૂ શર્ટવાળા ભાઈને આપી દેશો? અને જો એ પૂછે ને કોને આપ્યું તો કહેજો કે ખબર નહીં કોઈ છોકરી આપી ગઈ’

‘યા સ્યોર મેંમ’

આહના પાછી આવીને પોતાની જગ્યાએ બેસી ગઈ.

‘ક્યાં ગઈ હતી તું?’ આવતા ની સાથે તરત જ આરોહી એ પૂછી લીધું.

‘થોડી વાર રાહ જો હમણાં ખબર પડી જશે હું ક્યાં ગઈ હતી’

‘સર, ધિસ ઇસ ફોર યૂ’ વેઈટરે જ્વલિતને કાર્ડ આપતાં કહ્યું.

પહેલાં તો જ્વલિત કાર્ડ જોઈને થોડોક આશ્ચર્યચકિત થઈ ગયો, કે આ કાર્ડ એના માટે છે, પછી એને એ ખોલીને જોયું તો એમાં સોરી લખેલું હતું.

‘આ કોણ આપી ગયું?’ જ્વલિતે વેઈટરને પૂછ્યું.

‘કોઈક છોકરી આપી ગઈ નામ ના કીધું એણે’ વેઈટરે કહ્યું.

જ્વલિતે નામ શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો અને છેલ્લે કાર્ડના એક ખૂણામાં A લખેલો હતો.જ્વલિત બધુ જ સમજી ગયો. એણે ફક્ત એક નજર આહના તરફ કરી જાણે એ કહી રહ્યો હોય હું તારાથી ક્યારેય પણ વધારે સમય માટે ગુસ્સે નહીં રહી શકું અને એક મનમોક સ્મિત સાથે જતાવી દીધું કે એનો બધો જ ગુસ્સો હવે ઉતરી ગયો છે, આહનાને એના મોઢા પર સ્મિત જોતાં જ શાંતિ થઈ ગઈ. બંને જણા આંખો આંખોથી એક બીજા સાથે વાત કરતાં હતા.

                                   *       *       *       *

આહના તો એવી કોઈ જ પરિસ્થિતીમાં નહતી કે એને કશુક પણ જણાવી શકાય, કારણકે એ ખૂબ જ ઊંડા આઘાત માં સરી પડી હતી...

ધીમે ધીમે જ્વલિતના કાકા વૈભવભાઈ, કાકી લોપાબેન અને કાકાના દીકરા અનુજે એ બધી જ ઘટનાઓને સ્વીકારવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, એમણે બધાંને ફોન કરીને આ ખબર આપવાના શરૂ કરી દીધા હતાં અને જ્વલિતની અંતિમયાત્રાની તૈયારી શરૂ કરી.સ્પર્શ માટે આ સમય ખૂબ જ અઘરો થઈ રહ્યો હતો કારણકે એણે સમજાતું નહતું કે એ એની બહેનને સંભાળે કે પછી જ્વલિતની મરણશ્ચ્યા ઉપાડે.જ્વલિતના મૃતદેહને એના ઘરે લાવવામાં આવ્યો. જ્યારે આહના એ જ્વલિતનો મૃતદેહ જોયો ત્યારે પહેલી વખત એના હાવ ભાવ માં થોડોક ફરક આવ્યો અને એની આંખમાંથી આંસુ સરી પડ્યા,પછી એ પોક મૂકીને રડી, એના જીવનનો એ મહત્વનો ભાગ કે જેના વગર જીવવું જ અશક્ય છે એ આજે નથી રહ્યો, આહના માટે જ્વલિત ઓક્સિજન હતો કે જેના વગર આહના માટે જીવવું લગભગ અશક્ય થઈ પડવાનું હતું.

જ્વલિતના કાકા પોતાની જાતને સૌથી કમનસીબ માનતા હતાં કારણકે એમના જીવતા જીવતા જ એમના હાથે પોતાના વ્હાલસોયા દીકરા જેવા ભત્રીજાને અગ્નિદાહ આપવો પડી રહ્યો છે.

સમય પસાર થતો ગયો એમ ધીમે ધીમે યાદો પણ વિસરાતી ગઈ, પણ દિલ ના ટુકડાને કેવી રીતે આમ જ કાઢીને ફેકી દેવાય....!!!

જ્વલિતના મૃત્યુને બે અઠવાડીયા થવા આવ્યાં.આ બે અઠવાડિયાંમાં આહનાના ઘરમાં આસમાન જમીન નો ફર્ક આવી ગયો હતો.બે અઠવાડિયાં પહેલાં સુંદર રોશનીથી ઝગારા મારતો આ જ આલીશાન મહેલ આજે ઉદાસીનતા ચાદર ઓઢીને બેઠો હોય એવું લાગી રહ્યું હતું, ઘરનું વાતાવરણ આહનાના એક માત્ર હાસ્યથી જ ગુંજી ઊઠતું જ્યારે અત્યારે અક્ળાવી દે તેવી શાંતિ હતી, જાણે જીવન જીવવાનું કારણ જ નથી રહ્યું કાઈ, ધીરે ધીરે બધાંએ જ્વલિતના મૃત્યુને સ્વીકારી લીધું હતું. આલોકભાઈ અને આયુષભાઇ એ હવે ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું, હર્ષાબેને પણ ઘરને ફરીથી સંભાળી લીધું તો હતું પણ તેમના મનમાં ફક્ત આહનાની જ ચિંતા રહેતી, આહના એ એની ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું, આખો દિવસ એના રૂમમાં જ રહેતી, જ્વલિતની યાદો સાથે જીવતી, એનો ફોટો જોયા કરતી, વૈભવભાઈ અને લોપાબેન પણ ધીમે ધીમે આ બધાંમાંથી બહાર આવી રહ્યાં હતાં.આરોહી આહનાના ઘરે જ રહેતી હતી, એ બંનેની ફ્રેંડશિપ એવી હતી કે બને માંથી કોઈ પણ એકબીજાથી કશું જ છુપાવતું નહીં પણ આહના છેલ્લા ચૌદ દિવસમાં કશું જ બોલી નહોતી. સ્પર્શનું હજી છેલ્લું સેમેસ્ટર બાકી હતું પણ એને આહના નું ઓફિસનું કામ સંભાળી લીધું હતું.

‘આરોહી, શું કઈ ફેરફાર છે? આહના નોર્મલ થઈ કે નહીં? એક તો એ કોઈને રૂમમાં આવવા નથી દેતી અને નીચે પણ નથી આવતી.નહિતર હવે ડોક્ટર પાસે લઈ જવી પડશે’ હર્ષાબેને આરોહીને નીચે ઉતરતા જોઈને તરત જ પૂછી લીધું.

‘ના આંટી, મને પણ ખબર નથી પડતી આ છોકરી આવી કેમ થઈ ગઈ’

ત્યાજ ડોરબેલ વાગ્યો.શંકરકાકા એ બારણું ખોલ્યું. જ્વલિતના કાકાનો દીકરો આવ્યાં હતાં.

‘બેસોને હું ભાભીને બોલાવીને લાવું’ શંકરકાકાએ કહ્યું.

ત્યાં જ હર્ષાબેન આવ્યાં.

‘જ્વલિતની પૂજા રાખી છે’ પૂજાનું કાર્ડ આપતા અનુજે કહ્યું.

કોઈ કશું જ બોલ્યું નહીં આગળ અથવા એ કહેવું વધારે યોગ્ય રહેશે કોઈનાથી કશું જ બોલાયું નહીં.

‘આહના નથી દેખાતી ક્યાં છે એ?’અનુજે પૂછ્યું.

‘એ એના રૂમમાં છે, જે દિવસથી જ્વલિત નથી એ દિવસથી એને જીવવાનું જ છોડી દીધું છે, ચૌદ દિવસ થયા હજી એક પણ વખત એ એના રૂમમાંથી બહાર નથી આવી ‘ હર્ષાબેને કહ્યું.

આ સાંભળીને અનુજ વિચારી રહ્યા આમાં આહનાનો શું વાંક..!!!

‘હું બોલવું એને નીચે કદાચ તારું નામ સાંભળીને એ કદાચ નીચે આવે તો ‘ હર્ષાબેને કહ્યું.

આજે ચૌદ દિવસ પછી પહેલી વાર આહના એના રૂમમાંથી બહાર આવી.એ ધીમે ધીમે સીડીઓ પરથી નીચે ઉતારી રહી હતી, આહના નીચે આવી અને આજે એ જ્વલિતના ગયાં પછી બીજી વખત રડી હશે, અનુજ તો ફક્ત આહનાને જ જોઈ રહ્યા, આહનાની આંખો ઊંડી ઉતારી ગઈ હતી જાણે કેટલાય દિવસોથી એ ઊંઘી જ નથી, હંમેશા ખિલખિલાટ કરતી આહના આજે એક કરમાયેલા ફૂલ જેવી લગતી હતી, એનો તેજસ્વી ચહેરા એ નિસ્તેજતાનો નકાબ પહેરી લીધો હતો. લોપાબેને એના માથા પર ક્યાંય સુધી હાથ ફેરવી રહ્યા.

‘આહના, એવરીથિંગ વિલ બી ફાઇન....’ અનુજે આહનાને શાંત રાખતાં કહ્યું.

‘હા...’

‘આહના, જ્વલિતની પૂજા રાખી છે, 18મી એ, એના જન્મદિવસે...’

‘હું ચોકકસથી આવીશ, અનુજ’

અત્યારે આહના એ સ્વસ્થતાથી બોલી રહી હતી કે જાણે એવું લાગતું હતું કે એ આ બાધામાંથી બહાર આવી ગઈ, પાંચ મિનિટ પહેલાંની આહના અને અત્યારની આહના ખૂબ જ બદલાયેલી લાગતી હતી.

‘આહના, આ થોડીક વસ્તુઓ છે, તારી અને જ્વલિતની યાદો સમાયેલી છે જેમાં અને આ જ્વલિત ની ડાયરી છે, મને લાગે છે કે અમારા કરતાં વધારે હક તારો છે આના પર…આ બધુ મને એની ઓફીસમાંથી મળ્યું છે...’અનુજે એક બેગમાં ભરેલો સમાન આપતાં આહનાને કહ્યું.

                                     *       *       *       *

સંકલ્પમાં ડિનર પતાવીને બધાં જ ઘરે જવાં નીકળ્યાં.આરોહી અને આદિત્ય એક કારમાં નીકળી ગયાં.

‘આરોહી, હું જ્વલિત સાથે જવું છુ, એ ઉતારી દેશે મને...’આરોહીને એક સાઇડ પર લઈ જઈને આહનાએ આરોહીને કહ્યું.

‘જ્વલિત જોડે વાત કરી તે?’

‘ના, કરું છુ હમણાં’

 ‘જ્વલિત, ઇફ યુ ડોન્ટ માઇંડ,વિલ યુ ડ્રોપ મી ? મારું ઘર રસ્તામાં જ આવશે, આરોહીને ઉંધા આવવું પડશે’ આહના એ મનમાં હસતાં હસતાં જ્વલિતને પૂછ્યું.

‘યા,શ્યોર. નો પ્રોબ્લેમ એટ ઓલ.’ જ્વલિત જાણે આહનાની સાથે થોડોક વધારે સમય રહેવા એક મોકાની જ રાહ જોતો હતો અને મળી ગયો.

 ‘ચાલો બાય. સી યુ લેટર ધેન. ’ આહનાએ આદિત્ય અને આરોહીને કહ્યું અને જ્વલિતની બાજુની સીટ પર ગોઠવાઈ ગઈ.

આદિત્ય અને આરોહી પણ ઘરે જવા નીકળ્યાં.આરોહી ડ્રાઇવિંગ સીટ પર અને આદિત્ય બાજુમાં ગોઠવાયો.

જ્વલિતે ગાડી સ્ટાર્ટ કરી અને શરૂઆત થઈ એ ક્ષણની જેની બંનેએ ખૂબ જ રાહ જોઈ હતી.

‘સો કેવું ચાલે પ્રોજેકટ વર્ક?’ આહના એ શરૂઆત કરી.

‘બસ ચાલે છે’

‘આપણે પહેલી વખત આવી રીતે મળ્યાં છીએ સો આજે ભણવાની વાતો સહેજ પણ નહીં, આજે ફક્ત આપણી વાતો.’ જ્વલિતે કહ્યું.

બંનેમાંથી કોઈને ખબર પડતી નહોતી કે શરૂવાત ક્યાથી કરવી.

‘યુ નો વોટ આહના, હું તારાં માટે જે ફીલ કરું છું એ આજ સુધી મેં કોઈ છોકરી મારે ક્યારેય ફીલ નથી કર્યું. એકદમ ડિફરન્ટ ફીલિંગ છે, તું જ્યારથી મળી છું ને ત્યારથી લાઇફ વધારે સુંદર લાગે છે, જીવવાની ઈચ્છા થાય છે, કશુક નવું કરવાની ઈચ્છા થાય છે, આગળ વધવું છે ખૂબ જ અને આ બધુ મારે બસ તારાં માટે જ કરવું છે’

આ સાંભળીને આહના થોડુંક શરમાઇ ગઈ, એણે મો બારી તરફ ફેરવી લીધું અને એની ધડકનો એકદમ જ તેજ થઈ ગઈ. એ વિચારતી હતી કે આ હકીકત છે કે સ્વપ્ન…!!

‘જ્વલિત, હું એક ખૂબ જ સામાન્ય ઘરની એક સામાન્ય છોકરી છું, તારાં પહેલાં મારી લાઈફમાં મારા ફૅમિલી અને ફ્રેંડ્સ સિવાય કોઈ છોકરા માટે જગ્યા નહોતી કદાચ મેં જ બંધ રાખી હતી કારણકે મારાં એટલાં બધાં ડ્રીમ્સ છે ને કે કોઈ પણ છોકરાં માટે થઈને હું મારાં ડ્રીમ્સની કુરબાની ક્યારેય નહીં આપું, અને મારાં મમ્મી પપ્પા એ આ માટે ખૂબ જ મહેનત કરી છે, મારે કોલેજ આવ્યાં સિવાય બીજું ઘણું બધુ કામ હોય છે, પણ જ્યારથી તું આવ્યો છે ત્યારથી મને હમેશાં લાગ્યું છે કે તારી સાથે રહીને મારે મારાં ડ્રીમ્સ ક્યારેય છોડવા નહીં પડે તું હમેશાં મારી તાકાત જ બનીશ અને હા હું જેટલી પણ વખત મોડી આવી કે મારાથી ફોન ન ઉપડ્યો એ બધાં માટે સોરી..’

 આ સાંભળતા જ જ્વલિતે કાર સાઇડમાં ઊભી રાખી.

‘હેય, ઇટ્સ ઓકે. સોરી કહેવાની કોઈ જ જરૂર નથી. હું તારાથી નારાજ ક્યારેય નહીં રહી શકું અને કદાચ તારાં વગર પણ. એ તો એ ટાઈમ જ એવો હતો કે આપણને મળવાનો ટાઈમ જ ઓછો મળે અને એમાં પણ તું લેટ આવે. મને સાચે આવું કશું જ નહોતી ખબર. સો તારાં ડ્રીમ્સ શું છે?’

‘મારે એ સ્ટેજ પર પહોચવું છે કે જ્યારે મારાં પેરેંટ્સને કોઈ વાતની ચિંતા ન કરવી પડે, મારે એમની આગળની લાઈફ એટલી સ્મૂધ કરવી છે જેટલી એમને મારી અત્યાર સુધીની કરી.’

‘વેરી ઇમ્પ્રેસિવ. તારાં બધાં જ ડ્રીમ્સને પૂરા કરવા હું હમેશાં તારી સાથે જ હોઈશ.’

‘જ્વલિત, તું હવે સ્ટાર્ટ કરીશ કાર આમ પણ 11:30 થઈ ગયાં છે, સ્પર્શ મારી રાહ જોતો હશે.’

‘યસ, અનુ મેંડમ....,?’

‘જ્વલિત એક વાત કહું’

‘બોલને એમાં પૂછવાનું શું હોય ..’

‘જ્વલિત મારો સ્વભાવ થોડોક અંતરમુખી છે, તું જેટલી સહજતાથી અને જલ્દી તારી ફીલિંગ્સ શેર કરી શકે છે એટલી જલ્દીથી કદાચ હું નહીં કરી શકું, તું મારાં માટે એ વ્યક્તિ છું કે જેનું સ્થાન ક્યારેય બીજું નહીં લઈ શકે,સમવન વેરી સ્પેશિયલ,વેરી ઇમ્પોર્ટન્ટ એંડ વેરી લવિંગ. અને જ્યારે તું તારી કથ્થાઇ આંખોમાથી મને ધારી ધારીને જુવે છે, આઈ લવ ધેટ સ્ટેર....એ વખતે તું હોય છે એનાં કરતાં પણ વધારે આકર્ષક લાગે છે..’ આટલું બોલતાં બોલતાં આહનાના ગાલ લાલ થઈ ગયાં.

‘આહના, હું ક્યારેય કોઈ પણ વસ્તુ માટે ઉતાવળ નહીં કરું, તને જ્યારે જે સમયે એવું લાગે કે હવે તો આ બધાં માટે તૈયાર છે ત્યારે તું મને કહી શકે છે. હું હમેશાં તારી રાહ જોઈશ. મને તારી નીલી આંખો ખૂબ જ ગમે છે...જ્યારે તું કાજલ લગાવે છે ત્યારે એ વધારે જ આકર્ષક લાગે છે...ઘણી બધી વખત આપણે જ્યારે મળીએ આઈ ફીલ બસ હું એ આંખોમાં જોયા જ કરું અને સમજુ કે તું શું કહેવા માંગે છે...!!’ જ્વલિતના અવાજમા એક આકર્ષણ હતું જે આહનાને એની કથ્થાઇ આંખોમાં વધારે અને વધારે જ ડૂબાડતું હતું.

‘બસ બસ અહી ઊભી રાખ આવી ગયું મારૂ ઘર.’

જ્વલિતે કાર ઊભી રાખી.આહના દરવાજો ખોલીને ઉતરી ત્યાં જ જ્વલિતે બૂમ પાડીને કહ્યું.

‘આહના, તું હવે ક્યાંય પણ જાય મને કહીને જજે, કોલેજ જાય તો પણ જો મારો ફોન ન ઉપડે તો મેસેજ પણ કરી દેજે.’

‘અને જ્વલિત તું પણ ...’ આહનાને આ સિવાય બીજું શું બોલવું એ સમજાયું નહીં.

‘હેય, આઇ વિલ મિસ યૂ’ જ્વલિતે કહ્યું.

આ કહેતાં કહેતાં જ્વલિતના મોઢાનો રંગ થોડોક ઝાંખો પડી ગયો, હવે એકબીજાથી દૂર જો થવાનું હતું.આહના બહારથી જ્વલિતની સીટ પાસે ગઇ, એણે બારી પર ટકોરા માર્યા.જ્વલિતે બારી ખોલી. આહના એના કાન પાસે ગઈ અને ધીમેથી કહ્યું,’આઇ વિલ મિસ યુ ટૂ, જ્વલિત’ અને એને જ્વલિતના વાળમાં પ્રેમથી હાથ ફેરવ્યો અને એકબીજાની આંખોમાં બંનેએ દૂર જવાની એ લાગણી અનુભવી. જ્વલિત ક્યાંય સુધી એનાં એ સ્પર્શમાં ખોવાઈ ગયો. આહના એનાં ઘરે ગઈ અને પછી જ જ્વલિત ઘરે જવા નીકળ્યો. 

                                     *      *       *       *

અનુજના ગયાં પછી આહના ક્યાંય સુધી એ બેગ લઈને બેસી રહી અને એને જ તાકયા કરી.આહના દુખી તો ઘણી હતી પણ એનાં કરતાં વધારે એનાં ઘરનાં લોકો આહનાને લઈને દુખી હતાં. આહનાએ વિચારી લીધું હતું હવે એ પોતાનું દુખ કોઈને નહીં દર્શાવે, પોતાનાં કારણે એ બીજા કોઈને કેવી રીતે દુખી કરી શકતી હતી..!! એને કામમાં ગળાડૂબ રહેવાનુ નક્કી કરી લીધું હતું.આજે એણે નીચે બેસીને બધાં જ જોડે વાત કરી, હર્ષાબેન ઘણાં જ ખુશ હતાં કે આહના ધીમે ધીમે આ બધાં માંથી બહાર આવી રહી છે, હર્ષાબેન જ કેમ સ્પર્શ,આરોહી અને ઘરનાં બધાં જ.... પણ કોઈને ખબર હતી કે આતો ફક્ત એક ઉપરછલ્લો દેખાડો હતો, બે પળનું એક એવું નિર્જીવ સુખ કે જેને જોઈને બધાં ખુશ તો થવાના હતાં પણ આહનાની અંદરની એ જ ગૂંગળામણ દિવસે ને દિવસે વધતી જવાની હતી અને જ્વાલામૂખી બનીને ફાટવાની...

‘શંકરકાકા, મારું જીમ સહેજ બરાબર કરવી દેજો અને સવારે 5 થી 7 ત્યાં કોઈ જ ન જોઈએ...’ આહનાએ બૂમ પાડીને કહ્યું.

‘અને મમ્મી, કાલથી હું ઓફિસે જવાની છું, 9 વાગે જતી જ રહીશ અને આવવાનો કોઈ જ ટાઈમ નક્કી નહીં, સવારનું લંચ હું લઈને જઈશ, મને 9 વાગે બધુ જ તૈયાર જોઈએ, તમે કરવી દેજો બધાં પાસે તૈયાર, અને હા, મારી કાર હું પોતે જ ડ્રાઇવ કરીશ, મારાં ડ્રાઈવરની મારે કોઈ જ જરૂર નથી, તમારે એણે ઘરે રાખવો હોય તો રાખી શકો છો નહિતો એને છૂટો કરી દેજો અને મારો ઉપરનો એ રૂમ કે જે હંમેશા બંધ રહે છે જ્યાં કોઈને જવાની પરમીશન નથી ત્યાં મહેરબાની કરીને કોઈએ જવું નહીં,મારાં એક પણ બાઇકને સ્પર્શ સિવાય કોઈએ જ અડકવું નહીં... ‘ આટલું કહીને આહના જ્વલિતની બેગ લઈને એનાં રૂમમાં ગઈ.

આહનાએ કોઈ પણ વસ્તુ માટે આવી રીતે પહેલાં ક્યારેય ઓર્ડર નહોતો કર્યો કે વાત પણ નહોતી કરી,આ બધું જ સાંભળીને હર્ષાબેનને થયું કે આ છોકરી ધીમે ધીમે પથ્થરદિલ ન બની જાય તો સારું..!!હાઇ સ્પીડ બાઈકનો શોખ તો હમેશાંથી જ હતો આહના ને,પણ પહેલાં કદાચ એ ખરીદવા જેટલી ઓકાત નહોતી એની અને આજે એની પાસે એનાં ગમતાં એ બધાં જ બાઇક છે પોતાની મહેનતની કમાણીના અને સ્ટેટસને અનુરૂપ...

એક નવી સવાર, અકારણ શાંતિને ચીરતાં પંખીઓના કલરવથી સુશોભિત એક સુંદર સવાર,જ્વલિતના કોરા કોરા અહેસાસની સવાર... સવારના પોણા પાંચ વાગ્યા અને આહનાનું ઍલાર્મ વાગ્યુ, આહના ઉઠી, એને અને સહેજ ફ્રેશ થઈને જીમમાં ગઈ, ત્યાં તેનો ટ્રેઇનર આવી ગયો હતો, આહના સમયની ખૂબ જ પાકી હતી, એક પણ મિનિટ એને ઉપર નીચે ન ચાલતી, જિમમાં તેણે એક મોટું એલઇડી ટીવી પણ મોકવ્યું હતું કે જેથી એક્સેસાઈસ કરતી વખતે પણ તે ન્યુઝ જોઈ શકે, બે કલાકની સખત એક્સેસાઈસ બાદ આહના પસીનાથી તરબતર થઈ ગઈ હતી અને તે તેની રીબોકની બ્લેક ટીશર્ટ, રેડ કલરના શોર્ટ્સ અને ચુસ્ત બાંધેલા વાળમાં વધારે જ સુંદર લાગી રહી હતી, એક્સેસાઈસ ફક્ત દોઢ કલાકની જ હોય છે બાકીનો અદ્દઠો કલાક યોગા માટેનો પણ આહનાને યોગા જેવી કોઈ જ વાસ્તમાં વિશ્વાસ ન્હોયતો એટ્લે કરવાની વાત તો દૂર જ હતી... એક્સેસાઈસ પછીનો એક કલાક આહનાને તૈયાર થવાનો અને ત્યાર બાદ બ્રેકફાસ્ટ કરીને ઓફિસ જવાનું.

‘મમ્મી, મારૂ ટિફિન અને બીજું જે લઈ જવાનું હોય એ ગાડીમાં મુકાઈ દેજો, હું બસ નીકળું જ છું,’ હાથમાં ઘડિયાળ પહેરતાં પહેરતાં આહના એ કહયું.

‘બેટા, તું કેટલાં વાગે આવીશ?’ હર્ષાબેને પૂછ્યું.

‘આવવાનું તો ખબર નહીં, નવ વાગતાં સુધીમાં આવી જઈશ.’

‘આટલું મોડુ થશે?? થોડી વહેલી આવજે ને બધાં સાથે ઘરે બેસીશું.’

‘હમણાંથી હું ગઈ નથી ઓફિસ તો થોડું સમજવું પડશે સ્પર્શ પાસેથી કેટલે પહોચ્યું બધુ એટ્લે થોડું મોડુ થશે હમણાં થોડા દિવસ, અને સ્પર્શ ને કહેજો શાંતિથી આવે કોઈ ઉતાવળ નથી.’ કામનું તો ફક્ત એક બહાનું જ હતું બાકી આહનાને હવે એક ડર રહેતો હતો કે જ્વલિતની જેમ કોઈ બીજું એને છોડીને જતું રહેશે તો..!! એટ્લે એ પોતાની જાતને બધાંથી દૂર કરતી જતી હતી.

આહના ઘરની બહાર નીકળી અને પોતાની હોંડા સિટિ સડસડાટ કરતી ઓફિસ તરફ મારી મૂકી.

આજે ઘણા વખતે ઓફિસ આવી આહના, ઓફિસમાં લગભગ 500 લોકોનો સ્ટાફ હતો અને બધાં ઘણા દિવસે આહનાને જોઈ રહ્યા હતા. સ્પર્શે બધુ જ સરસ રીતે સંભાળી લીધું હતું, પહેલાં બધાંની સામે સ્મિત ફરકાવતી આહના આજે એ આહના રહી નહતી, આહના કોઇની પણ સામે જોયા વગર જ પોતાની કૅબિન તરફ ગઈ.

આહના કેબિનમાં અંદર ગઈ, મિસ્ટર દેસાઇ કે જે આહનાના પર્સનલ આસિસ્ટેંટ હતા, તેમણે આહનાને આવકારી. આહનાની કેબિન એવી જ હતી કે જેવી તે છોડી ને ગઈ હતી, એને મળેલા એ બધાં જ આવોર્ડ્સ, સર્ટિફિકેટ એમ જ ફ્રેમમાં મઢાવેલા હતા, અને ટેબલ પરનો એ ફ્લાવરવાસ કે જેમાં જ્વલિત દરરોજ એના માટે વ્હાઇટ લીલીસ, યલ્લો અને પિન્ક રોઝ નું કોમ્બિનેશન મોકલતો હતો, હા, આહનાને એ વ્હાઇટ લીલીસ, યલ્લો અને પિન્ક રોઝ નું કોમ્બિનેશન ખૂબ જ પસંદ હતા. પણ આજે હજી એ કરમાઈ ગયેલાં લીલીસ અને રોઝિસ એમાં પડ્યાં જે જ્વલિતે છેલ્લી વખત મોકલ્યા હતા.

‘સો, મિસ્ટર દેસાઇ હાઉ આર યૂ?’ આહના એ કહ્યું.

‘આઇ એએમ ફાઇન, મેમ.’ મી. દેસાઇએ કહ્યું.

‘નોટ મેમ, મી. દેસાઇ, કોલ મી મિસ ઝવેરી ઓન્લી. નથિંગ એલ્સ. એંડ સેકંડ થિંગ આઈ ડોન્ટ વોન્ટ ધિસ ફ્લાવર્સ ઓન માય ડેસ્ક.થ્રો ઇટ આઉટસાઇડ માય કૅબિન. એંડ ટેલ મેં અબાઉટ ટૂડેસ મીટિંગ્સ ....’આહનાએ મિ. દેસાઇ ને કહ્યું.

‘સોરી મિસ. ઝવેરી. ધિસ વિલ નોટ હેપન્ડ અગેન, આઈ વિલ્લ થ્રો ઇટ આઉટસાઇડ ધ કૅબિન. ટૂડે યૂ હવે આ મીટિંગ વિથ ઓલ ધ ટીમ લીડર એંડ પ્રોજેકટ મેંનેજર અબાઉટ ધ ન્યુ સોફ્ટવેર વ્હિચ સ્પર્શ વિલ્લ ઇન્ટ્રોડ્યૂસ ટૂ યૂ એટ 10 એંડ ધેન સેકંડ મીટિંગ ઇસ એટ 4 પીએમ વિથ મિ.જોશી ફોર ઓલ ધ મેંટેનન્સ પ્રોજેકટ.

* * * *


‘શું કરું ...!! ફોન કરું કે ના કરું .? રાત્રે 12 વાગે ..... હસ્તો, કરવાનો જ હોય ને .. કોઈ બીજા એ ઉપડયો તો એના ઘરમાંથી કાકા, કાકી કે અનુજે તો...!! ના, બર્થડેના દિવસે તો જ્વલિતનો ફોન એની પાસે જ હોય ને ...બધાંનાં ફોન આવતાં જ હશે રાત્રે .... !!!’ આહના પલંગ પર સૂતા સૂતા મૂંઝવણમાં ને મૂંઝવણમાં વિચારી રહી હતી, મગજ કાંઇક અલગ કહેતું હતું અને મન કાંઇક અલગ.

જ્વલિતનો બર્થડે હતો, આહનાને આજે સૌથી પહેલું જ જ્વલિતને વિશ કરવું હતું, મેસેજથી તો હમણાંથી રોજ વાત થતી પણ ફોન પર એ પણ રાત્રે 12 વાગે વાત કરવી આહનાને થોડીક બીક લગતી હતી ..!!

11:58 એ આહનાએ ફોન લગાવ્યો અને એ વાત કરવાં બહારના રૂમમાં આવી.જેવી ફોનની રિંગ વાગી કે તરત જ આહનાની ધડકન તેજ થઈ ગઈ, પણ રીંગો જ વાગતી રહી...

‘જ્વલિત સૂઈ ગયો હશે કદાચ, ના ના ..એવું કેવી રીતે બને કોઈ પોતાની બર્થડેના દિવસે જ સૂઈ જાય. એક કામ કરું ફરી વાર કરું ફોન કદાચ સાઇલેંટ પર હશે તો ખબર જ નહીં પડી હોય ...’ આહના મનોમન વિચારી રહી.

આહના એ બીજી વખત ફોન કર્યો પણ બીજીવાર પણ રીંગો જ વાગી, ફોન ન ઉપડયો.હવે આહનાને થયું એ સૂઈ જ ગયો હશે પાકૂ એટ્લે એણે Happy Birthday નો મેંસેજ કરી દીધો અને સૂઈ ગઈ.

‘આદિત્ય, પ્લીઝ ફોન આપને મને .....’ જ્વલિતે આદિત્યની પાછળ ભાગતા ભાગતા એને કીધું.

‘રોજ તો હોય છે તારી પાસે, આજે મને રાખવા દે ને...’આદિત્ય હસતાં હસતાં એ ફોન લઈને ભાગી રહ્યો હતો.

આદિત્ય અને જ્વલિતના બીજા બધાં ફ્રેંડ્સ આવ્યાં હતા રાત્રે કેક લઈને એને વિશ કરવાં એટ્લે અત્યારે જ્વલિતનાં ઘરે રાતની એક સૂમસામ શાંતિની જગ્યા દિવસની ચહલપહલ લાગતી હતી, જ્વલિતે એના કાકા, અનુજ અને ફ્રેંડ્સ જોડે કેક કાપી. જ્વલિતનો જન્મદિવસ હોવાથી એનાં કાકા, કાકી અને અનુજ એનાં ઘરે જ રહી ગયાં.

‘આદિ, આજે મારો બર્થડે છે, બધાંના ફોન આવશે, આપ ને તું ..’

‘તારે કોનો ફોન રિસીવ કરવો છે, એ બધાંના કે એ સ્પેશિયલ પર્સનનો..’ આદિત્ય હસતાં હસતાં બોલી રહ્યો.

‘આદિ, પ્લીઝ ...’હવે જ્વલિતને લાગ્યું આજે તો ફોન નહીં જ મળે.

જ્વલિત અને એના બીજા ફ્રેંડ્સને લઈને રાત્રે બહાર ગયો, એને આવતાં આવતાં 2 વાગી ગયાં.

‘ચાલો બાય. થેંક્સ ફોર ધ સરપ્રાઇસ.’ જ્વલિતે બધાંને કહ્યું અને એ પોતાના રૂમમાં સુવા ગયો.

એણે ફોન હાથમાં લીધો. એણે જોયું બહુ જ બધાં ફોન અને મેસેજ આવી ગયાં હતા, પણ એની નજર તો ફક્ત એક જ નામ શોધતી હતી ... આહના ઝવેરી.

‘બે યાર, આઇ મિસ્ડ હર કોલ..., શું વાત છે એને મેંસેજ પણ કર્યો છે..’જ્વલિત મનોમન ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો.જ્વલિત એને Thanks નો મેંસેજ કરી ને સૂઈ ગયો.

‘જ્વલિત, ગૂડ મોર્નિંગ બેટા.’ જ્વલિતના કાકી લોપાબેન જ્વલિતની બાજુમાં પલગ પર બેસી ગયાં અને પ્રેમથી એના માથામાં હાથ ફેરવતા ફેરવતાં એને ઉઠાડતાં હતાં.

‘ગૂડ મોર્નિંગ, કાકી’ નાના બાળકની જેમ આંખો ચોળતા ચોળતા અને બગાસું ખાતા ખાતા એ બેઠો થયો અને ફરી લોપાબેનના ખોળામાં માથું મૂકી સૂઈ ગયો.અને લોપાબેન એના માથામાં ક્યાંય સુધી પ્રેમથી હાથ ફેરવતા રહ્યાં.

‘જ્વલિત બધુ બરાબર તો છે ને ..?? હમણાંથી તું બહુ જ ખોવાયેલો રહે છે, અને તારો મૂડ પણ ..?’ લોપાબેને એકદમ બરાબર સમયે પર્ફેક્ટ સવાલ પૂછી લીધો.

‘હા, કાકી એવું કઈ નથી, આ તો થોડું કામ વધારે હોય છે ને તો..’

‘એની ગર્લફ્રેંડ..?જો હોય તો પણ અમને કોઈ જ વાંધો નથી, અનુજને પણ છે, તું એને અમને મળાવી શકે છે, હું તો કહું છું હોવી જ જોઈએ.’

આ સવાલ સાંભળી એકદમ જ જ્વલિતે એની બંધ આખો ખોલી કાઢી.

‘ગર્લફ્રેંડ જેવુ તો કોઈ જ નથી, પણ એક ગર્લ છે જે મારી સારી ફ્રેન્ડ છે ...’ આ બોલતાં બોલતાં જ જ્વલિત હસી પડ્યો.

‘તો તો જ્વલિત પણ તારા પપ્પાની લાઇન પર જ ચાલે છે..,, ચાલો સરસ, તો તો વહુ જલ્દી આવશે, મારે તો શાંતિ, હું જલ્દી રીટાયર્ડ થઈશ. ‘લોપાબેન પણ કહેતાં કહેતાં હસી પડ્યા.

‘કાકી, હજુ તો વી આર જસ્ટ ફ્રેંડ્સ યૂ નો , અને તમે વહુ પર આવી જાઓ છો...હજી તો હું કેટલો નાનો છું...!!’

‘કઈ નહીં એ બધુ છોડ નામ તો કહે એનું અને ફોટો પણ મોબાઇલમાં હોય તો બતાવી જ દે...’

‘આહના, આહના ઝવેરી’

‘આહના તો તારી જોડે કોલેજમાં છે એ જ ને..!!’

‘હા, એ જ. અને આ રહ્યો એનો ફોટો’ જ્વલિતે એના મોબાઇલમથી ફોટો લોપાબેનને બતાવ્યો.

‘એને જોઈને એવું લાગે છે કે તમે બંને સાથે તો વધારે જ સરસ લાગશો...’કહેતાં કહેતાં લોપાબેન હસી પડ્યા.

‘કાકી, બહુ ખેચી તમે મારી આજે , હવે એવું પણ કહી દો તમને ગમી..?’

‘હસતો બેટા. મને ગમી જ ….,તારી ચોઇસ મને પહેલેથી જ ગમે છે, અનુજની ચોઈસ જ થોડીક વિચિત્ર હોય છે..!!’

ત્યાજ એકદમ જ્વલિત ના રૂમ નું બારણું ખૂલ્યું અને વૈભવભાઈ અંદર આવ્યાં.

‘Many Many Happy Returns Of the Day જવલિત’ વૈભવભાઈ પણ જ્વલિતના રૂમમાં આવી ગયાં અને પછી વૈભવભાઈ અને લોપાબેન બંને એ સાથે જ્વલિતને વિશ કરતાં કહ્યું.

‘થેન્ક યૂ,કાકા એંડ કાકી’

‘બોલો જ્વલિતભાઈ, શું જોઈએ છે તમારે 21st બર્થડે પર ગિફ્ટમાં ....???’વૈભવભાઈ એ પૂછ્યું.

‘કાકા, મને કશું જ નથી જોઈતું, જ્યારે કઈ પણ જોઈએ છે ત્યારે મળી જ જાય છે, જ્યારે જોઈશે ત્યારે માગી લઇશ.’

‘મને ખબર જ હતી તારો જવાબ એટ્લે મેં અને તારી કાકીએ તારી ગિફ્ટ પહેલેથી જ લઈ ને રાખી છે, જ બહાર જઈને જોઈ આવ.’

જ્વલિત દોડતો દોડતો બહાર ગયો.બહાર પાર્કિંગમાં એક હોંડા સિટિ કાર રીબીનોથી શણગારેલી હતી.

‘ધિસ ઈસ યોર ગિફ્ટ....જ્વલિત’

‘સાચે, કાકા ...!!,થેન્ક યૂ સો મચ ‘જ્વલિત કાર જોઈને ખૂબ જ ખુશ હતો.

‘જા એક ટેસ્ટ ડ્રાઇવ તો લઈ આવ..!!’ વૈભવભાઈએ જ્વલિતને ખુશ થતાં જોઈને કહ્યું.

જ્વલિત ટેસ્ટ ડ્રાઇવ લેવા ગયો અને વૈભવભાઈ અને લોપાબેન ઘરમાં અંદર ગયાં.

‘કેવી લાગી કાર ??’ જ્વલિત ટેસ્ટ ડ્રાઇવ લઈને પાછો ફર્યો ને તરત જ લોપાબેને પૂછ્યું.

‘એકદમ સરસ.મને ખૂબ જ ગમી, વન્સ અગેન થેન્ક્સ કાકી’

‘જ્વલિત, હવે તું તારા રૂમમાં જઈને રેડી થઈ જા, આમ પણ 11:30 થઈ ગયાં છે અને પછી આજના બહાર જવાનાં પ્લાન ડિસાઇડ કરીએ કે તું અમારી જોડે આવીશ કે તારા ફ્રેંડ્સ જોડે ક્યાંય જવાનો છે..!!’

‘હા, કાકી બસ હું જલ્દીથી રેડી થઈ ને આવી જાઉં.’

‘સરપ્રાઇઝ.....!!!’ જ્વલિતે જેવો એના રૂમ નો દરવાજો ખોલી અંદર આવ્યો કે તરત જ બધાં ને જોઈને થોડોક ગભરાઈ ગયો. એનું હ્રદય એક ધડકન ચૂકી ગયું કારણકે આહના પણ હતી ત્યાં આદિત્ય, આરોહી, આહના...બધાં જ એને બર્થડે વિશ કરવાં માટે ઉતાવળ કરી રહ્યાં હતાં, આહના થોડીક પાછળ ઉભી હતી.

‘મેની મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે,અગેન ભાઈ....રાત્રે તો કર્યું...અત્યારે બીજી વખત....તારી બધી વિશ પૂરી થાય આજે…. અને એ સ્પેશિયલ વિશ પણ....,’આદિત્યએ જ્વલિતને ભેટતાં કહ્યું.

‘થેંક્સ ભાઈ, આઇ રિઅલી હોપ સો...’

બધાંએ એક પછી એક જ્વલિતને વિશ કર્યું અને છેક છેલ્લે આહનાએ જ્વલિતને વિશ કરવા માટે હાથ લંબાવ્યો.

‘મેની મેની હેપ્પી રિટર્નસ ઓફ ધ ડે, જ્વલિત ...મે યોર ઓલ વિશ કમ ટ્રૂ....’આહના એ વિશ કરતાં કહ્યું.જ્વલિત બસ એની નીલી આખોમાં જ જોઈ રહ્યો. આહનાના ઠંડા હાથ જ્વલિતના ગરમ હાથની ગરમાહટ અનુભવી રહ્યાં.

‘થેન્ક યુ સો મચ, આહના....’

‘ચાલો, હું પાંચ મિનિટમાં રેડી થઈને આવું, તમે બધાં નીચે બેસો પછી કેક કટ કરીએ અને બહાર જવાનો પ્લાન બનાવીએ’ જ્વલિતે કહ્યું.

બધાં જ્વલિતના રૂમમાંથી નીચે ગોઠવાઈ ગયાં.થોડી વારમાં જ્વલિત તૈયાર થઈ ને નીચે આવ્યો. અને કેક કટ કરી.

‘સો આપણે ક્યાં જવું છે હવે બોલો...??’જ્વલિતે આહનાની સામે જોતાં પૂછ્યું.

‘કોઈ શાંતિથી બેસાય એવી જગ્યા એ..’ આરોહીએ કહ્યું.

‘ક્વિચીસ........???’ આદિત્યએ સજેશન આપ્યું.

‘ના, યાર ત્યાં નથી જવું.....’ આહના એ કહ્યું.

‘ઓકે ધેન, આઇ હવે વન મોસ્ટ બ્યૂટીફૂલ પ્લેસ.....,આપણે મારા ફાર્મ હાઉસ પર જઈએ છીએ...બધાંને ફાવશે ને..?’ જ્વલિતે ઉત્સાહથી કહ્યું.

બધાંએ હા પાડી,જ્વલિતે એના કાકી પાસેથી ફાર્મ હાઉસની ચાવી લીધી અને ચારેય જણાં જ્વલિતની નવી કારમાં ગોઠવાઈ ગયાં,આહના જવલિતની જોડે આગળ બેઠી અને આરોહી અને આદિત્ય પાછળ બેઠાં.લાઉડ મ્યુસિક સાથે જ્વલિતે કાર એના ફાર્મ હાઉસ તરફ મારી મૂકી.

                                             *       *       *       *

‘યુ આર લેટ બાય થ્રી મિનિટ્સ મિસ્ટર જોશી’ મિ.જોશીને કોન્ફરન્સ હોલમાં પ્રવેશતાની સાથે જ આહનાએ કહી દીધું.

‘સોરી, મિસ ઝવેરી ફ્રોમ ધ નેક્સ્ટ ટાઈમ ધિસ વિલ નોટ ગોઇંગ ટૂ બી હેપન્ડ’

‘ધિસ શુડ નોટ બી હેપન્ડ, આઈ કેન નોટ અફોર્ડ લોસ ઓફ ધ થ્રી મિનિટસ...’

‘આઈ વોન્ટ ટુ સી ધેટ વિડીયો એંડ લીસન ધેટ ઓડિઓ કે જેમાં આરોહી એક ગુનેગાર છે એવું દેખાઈ રહ્યું છે....’

‘શ્યોર....મિસ ઝવેરી...’

મિ. જોશીએ એ બધાં જ ઓડિઓ અને વિડીયો પ્લે કર્યા કે જે સાબિત કરતાં હતાં કે આરોહી જ આ બધાંની ગુનેગાર હતી. આહના એક પળ માટે તો હલી ગઈ.... એનાં પગ નીચે થી જમીન સરકી ગઈ.

‘જે છોકરી, જે બેસ્ટ ફ્રેન્ડ પર એણે આટલો બધો વિશ્વાસ કરીને પોતાની કંપનીની 10% પાર્ટનર બનાવી હતી એણે જ પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો એ પણ થોડાક રૂપિયા માટે....!! શું નહોતું કર્યું આજ સુધી મેં એનાં માટે....કંપનીમાં એ એકલી જ એવી હતી કે જેનાં માટે કોઈ જ રુલ્સ લાગુ નહોતાં પડતાં...એનાં માટે તો મેં ક્યારેય પૈસા સામે પણ નથી જોયું.... એક વાર માગી લીધા હોત તો એણે...!! આજ સુધી પૈસા માટે મેં ક્યાં એને ના પાડી જ છે....’ આહના મનોમન બધુ જ વિચારી રહી.

‘મિસ ઝવેરી, આરોહીને ફાયર કરી દેવી હોય તો હું એની પ્રોસીજર શરૂ કરું....’

‘ના, હમણાં તો નહીં....આરોહી જોડે તો હું જ વાત કરીશ....તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે એ પ્રોજેકટ હવે આરોહી પાસેથી બીજાને ટ્રાન્સફર કરી દેજો.....અને હા એ આવે એ પહેલાં જ એનાં પીસીનો બધો જ ડેટા બેકઅપ લઈને ફૉર્મટ મારવી દેજો.....અને એને અત્યારે કોઈક નાનું અમથું કામ આપી દેજો જે અઠવાડીયા જેવુ ખેચી નાખે....’

આરોહી ઓફિસે આવી, આહનાએ એને મિટિંગ રૂમમાં બોલાવી.

‘આરોહી, શું પ્રોબ્લેમ છે તને આ કંપનીમાં...?’

‘આહના, મને કોઈ જ પ્રોબ્લેમ નથી....કેમ શું થયું?’ આરોહી જાણે કશું જાણતી જ ના હોય એવી રીતે બોલી.

‘તો પછી મને ખાલી એ સવાલનો સાચે સાચો જવાબ આપી દે તું કે તું મારી કંપનીના ક્લાયન્ટને તારાં પર્સનલ કામમાં કેમ ડાયવર્ટ કરે છે....?’

‘તને કેવી રીતે ખાબર પડી આહના..?’

‘તને શું લાગે છે આરોહી જ્વલિતના ગયાં પછી હું ઓફિસ નથી આવતી એટલે મને કાંઇ ખબર જ નથી?’ આહના સહેજ ગુસ્સાથી બોલી.

‘ઇટ્સ નોટ લાઈક ધેટ, આહના...’

‘ધેન ઇટ્સ લાઈક વોટ, આરોહી...?’ આહનાએ સહેજ ઊંચા અવાજે બોલ્યું.

‘જ્યારે પણ હું વિચારું છું આપણાં બંનેની ઇન્કમ....તારી કરોડોમાં છે અને મારી ફક્ત દસ લાખ....તો મેં પણ મારૂ પોતાનું કરવાની શરૂવાત કરી આ જ કંપનીના ક્લાયન્ટને સસ્તામાં પ્રોજેકટ બનાવી આપીને...’

‘આરોહી, બસ આટલી જ વાત....એક વાર તે મને કહીને તો જોયું હોત કે તને સેલરી ઓછી પડે છે...અને હું આજે કરોડોમાં કમાવું છું એ બધુ જ મેં મારી મહેનત થી કર્યું છે, મને કોઈ તારી જેમ ઓફર કરવાં નહોતું આવ્યું સીધે સીધી સારા પગારની જોબ...મારી સ્ટાર્ટિંગની જોબ જે હતી એમાંથી ઘરે આવીને પણ હું કામ કરતી હતી, મેં મારી રીતે હોટલના સોફ્ટવેર્સ બનાવ્યાં છે, મારી મહેનતથી, અઢાર અઢાર કલાક કામ કયું હતું દિવસમાં આ મુકામ પર પહોચવાં માટે....હોટલોની હોટલો પર જાતે જ ગઈ, રખડી હતી, છેલ્લે તો રઝળી પણ હતી આ સૉફ્ટવેર વેચવાં માટે.... કેટલી બધી રાતો હું ઊંઘી નથી, કેટલી બધી વખત કોઈ પ્રકારના મોજ શોખ નહોતાં કર્યાં ફક્ત એ જ વિચારથી કે આ પૈસા આગળ કામ લાગશે, કેટલી બધી નિરાશાઑ નો સામનો કર્યો હતો, એમનેમ જ નથી બની ગઈ આ કંપની આરોહી....તારા અને જ્વલિતથી વધારે કોને ખબર છે મારી સ્ટ્ર્ગલ...!! તારા એક્સપિરિયન્સ પ્રમાણે ખાલી તું વિચારીશને તો પણ આટલું પેકેજ કોઈ કંપની નહીં આપે તને...એક વાર પૂછી તો જોવું તું આરોહી...!!’

‘આહના, મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે...પ્લીઝ’ આરોહીએ કરગરતા કહ્યું.

‘જો તું સીધો જ પગાર વધારવા આવી હોત તો ચોકકસ હું તને વધારી આપત પણ હવે મારી કંપનીમાં અને મારા જીવનમાં તારાં માટે કોઈ જ જગ્યા નથી....મેં તારાં પર આંખો બંધ કરીને ભરોસો કર્યો હતો અને તે તો સાચે જ એવું સાબિત કર્યું કે હું જોઈ નથી શકતી....યૂ મે લીવ આરોહી....’

આરોહી આહનાની સામે ખૂબ જ કરગરી પણ આહના ટસની મસ ન થઈ.આવી જ હતી એ જો વિશ્વાસ કરે તો આંખો બંધ કરીને અને જો નહીં કરે તો ક્યારેય નહીં કરે, એ બંનેથી વચ્ચેનાં પ્રકારના કોઈ પણ પ્રકારના સંબંધો પસંદ નહોતાં.

                                     *    *    *   *

‘ઓકે એક કામ કરીએ, અહીયાં ટ્રુથ એંડ ડેર રમીએ....’ આરોહી એ કહ્યું.

‘હા, ચાલો રમીએ...આમ પણ હજી તો આખો દિવસ પડ્યો જ છે...’ જ્વલિતે આરોહીની વાતમાં સંમતિ આપી.

જ્વલિતે બોટલ ફેરવી અને આરોહીનો વારો આવ્યો જ્વલિતને પ્રશ્ન પૂછવાનો.

‘સો જ્વલિત સ્ટાર્ટિંગ બર્થડે બોય થી જ થયું....,હવે બોલો ટ્રુથ કે ડેર ....?’ આરોહી એ પૂછ્યું.

‘ટ્રુથ.’

‘તારી લાઇફની એ સ્પેશિયલ મોમેન્ટ કહે કે જ્યારે તારું હ્રદય રોજ કરતાં સહેજ વધારે ઝડપથી ધડક્યું હતું અથવા એકાદ હાર્ટ બીટ ચૂકી ગયું હતું ....?’ આરોહીએ થોડી વખત વિચાર્યા પછી જ્વલિતને પૂછ્યું.

‘આહનાને હું જ્યારે પણ જોવું છું અને ત્યારે એ પણ મારી જ સામે જોતી હોય એ દરેક ક્ષણ અને આજે પણ .....’ જ્વલિત આહનાની સામે જોતાં જોતાં વાક્ય અધૂરું જ રાખ્યું.

આ સાંભળીને આહના ખૂબ જ શરમાઇ ગઈ, એનો ચહેરો શરમથી લાલ લાલ થઈ ગયો અને એણે નીચે જોઈ લીધું.

‘બ્લ્શ બ્લ્શ.... ...શું વાત છે ને બાકી ...... આહના હવે જ્વલિત તરફ આમ જોઈ પણ લે થોડુંક ....’ આરોહીએ આહનાની મજાક ઉડાવતા કહતું.

ત્યાં જ અચાનક આરોહી ના ફોનની રિંગ વાગી.

‘ગાય્સ, સાંભળોને મારી દીદીને બેબી બોય આવ્યો છે તો મારે જવું પડશે...અહિયાંથી કોઈ રિક્ષા કે ટૅક્સી મળશે..?’ આરોહી એ કહ્યું.

‘કોંગ્રૈચ્યુલેશન્સ, આરોહી માસી..... અને તું એકલી ના જા આપણે બધાં સાથે જ જઈએ....’ જ્વલિતે એને વિશ કરતાં’ કહ્યું.

‘ના, જ્વલિત આપણે બધાં નથી જતાં, હું અને આરોહી જઈએ, તમે બંને અહી રહો....’ આદિત્યએ કહ્યું.

‘અરે, આપણે ચારેય જઈએ....’ આહના એ કહ્યું.

‘એક કામ કરીએ, આદિત્ય, તું અને આરોહી મારી કાર લઈને જતાં રહો, અમારે જ્યારે આવવું હાશે ત્યારે ડ્રાઇવરને ફોન કરીને બોલાઈ લઈશું, આમ પણ અહિયાંથી કોઈ જ ટેક્સી કે રિક્ષા નહીં મળે...’જ્વલિત બોલ્યો.

‘એકદમ પર્ફેક્ટ. ચાલો તો હવે અમે નિકળીએ, ચલ આરોહી...’

આદિત્ય અને આરોહી તો ઘરે જવા નીકળી ગયાં પછી આહના અને જ્વલિત લોનમાં બેઠાં હતાં, બંનેની આંખો એકબીજામાં પરોવાયેલી હતી, બંનેમાંથી કોઈ પણ આંખનું એક મટકું પણ નહોતું મારતું...ત્યાં જ ઝરમર વરસતા વરસાદ ના બૂંદોએ બંનેનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું.

‘આહના, વરસાદ શરુ થયો...ચલ ને અંદર જઈને બેસીએ...અહિયાં પલળી જઈશું..’જ્વલિતે લોનમાંથી ઊભાં થતાં થતાં કહ્યું અને એ ઓટલા પાસે જઈને ઊભો રહ્યો.

‘જ્વલિત, બસ પાંચ મિનિટ, થોડુંક પલળી ને આવું....’

આહના એ કહ્યું પાંચ મિનિટ પછી જ્વલિત તો બોલે પણ શું...!! આહનાની ખુશી આગળ આ વરસદમાં પલળવાની પાંચ મિનિટ કાંઇ જ નહોતી, આહના આંખો બંધ કરી વરસાદની બૂંદોને એ સ્પર્શ અનુભવી રહી, બે હાથ ખોલીને એ બસ વરસાદને પૂરેપૂરો માણી રહી જાણે જ્વલિત આજે પાણીની બૂંદો ના સ્વરૂપમાં એના પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યો ન હોય...!!જ્વલિત આ બધું જ જોઈ રહ્યો, આહનાને હસતી જોવી એ જ્વલિત માટે એક લાહ્વો હતો, નાના બાળકની જેમ નિર્દોષ હસતી, રમતી અને વરસદમાં પલળતી આહના....

‘જ્વલિત, ચલ ને તું પણ પલળવા, બહુ જ મજા આવે છે...પ્લીઝ...’ બોલતા બોલતા આહના જ્વલિતને વરસાદમાં પલળવા ખેંચી ગઈ.

બંને મન મૂકીને વરસાદમાં પલળ્યા અને રચાયેલું મેંઘધનુષ્ય આહના અને જ્વલિતના જીવનમાં નવાં રંગો ભરવાં અધીરું બની રહ્યું...!!

પલળતા પલળતા જ્વલિતને એકદમ જ ચાર-પાંચ છીંકો આવી ગઈ અને આહનાનું ધ્યાન જતાં તરત જ એ જ્વલિતને લોનમાંથી રૂમ માં લઈ ગઈ.

‘જ્વલિત, ઇસ ધેર એની ટોવેલ....?’ આહનાએ રૂમમાં જઈને કબાટ ખોલીને એમાં શોધતા શોધતાં પૂછ્યું.

‘આઈ ડોન્ટ નો, આહના...’ આટલું કહેતાં જ્વલિત આહનાને પાછળથી આવીને વળગી પડ્યો.

આહના થોડીક ગભરાઈ ગઈ અને સહેજ પાછળની તરફ ફરી. જ્વલિતના બંને હાથ આહનાની કમર પર હતાં અને જ્વલિત એની સામે એ પ્રેમભરી નજરથી જોઈ રહ્યો હતો કે જાણે એની આંખો આહનાને કહી રહી ‘એ દિવસની હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જે દિવસે તું તારા જીવનના બધાં ગોલ કંપ્લીટ કરીને દોડતી મારી પાસે આવીશ અને મને હગ કરીને કાનમાં ધીમેથી કહીશ કે જ્વલિત આજથી મારાં જીવનની દરેક પળ ફક્ત તારાં જ નામે..... આજથી હું જેટલું પણ જીવીશ ફક્ત તારાં જ માટે ... આપણાં માટે...’ આહના પણ જ્વલિત સામે એટલાં જ પ્રેમથી જોઈ રહી. આહનાએ એની આંગળીઓ જ્વલિના ભીના વાળમાં અને ત્યાર પછી એના ચહેરા પર ફેરવી. પછી એ જ્વલિતની થોડીક વધારે નજીક આવી, એના બંને હાથ જ્વલિતની ગરદનની બંને બાજુ વીટળ્યા અને એના હોઠ જ્વલિતના કાન પાસે લઈ ગઈ અને ધીમેથી કહ્યું ‘જ્વલિત, હું તમારી આંખોને વાંચી શકું છું, તમને તમારા કરતાં વધારે ઓળખવા લાગી છું, અને હું પણ એ જ પળનો ખૂબ આતુરતાથી રાહ જોવું છું જેના પછી હું જેટલું પણ જીવીશ એ ફક્ત તમારા માટે જ હશે....પણ ત્યાં સુધી મને તમારો સાથ જોઈએ છે મારા દરેક નિર્ણયમાં અને બસ વિશ્વાસ....તમે મારી સાથે હશો તો મારા માટે કાંઇ જ કરવું અશક્ય નથી....’ જ્વલિતે આહનાની કમરની આજુબાજુ પોતાના હાથ વીંટાળ્યા, આહનાને એની એટલી નજીક ખેચી કે બંને એકબીજાનાં શ્વાસોચ્છવાસ અનુભવી શકે. જ્વલિતે આહનાના ભીના વાળમાં એની આંગળીઓ ફેરવી અને કાન પાસે જઈને ધીમેથી કીધું, ‘આહના, તમે તો મને ‘તમે’ કહીને આજે જ તમારો બનાવી દીધો....’ આહના એકદમ જ જ્વલિતની સામે જોઈને શરમાઇ ગઈ અને એને આંખો નીચી કરી લીધી. જ્વલિતે ધીમેથી આહનાનો ચહેરો સહેજ ઊચો કર્યો.

‘આહના, હું મારુ આખું જીવન તમારી રાહ જોવા તૈયાર છું પણ મારી એક શરત છે ’ જ્વલિતે આહનાની આંખોમાં આંખ પરોવતા કહ્યું.

‘શરત...!!’ આહના એકદમ જ ગભરાઈને બોલી.

જ્વલિત એના ઘુટણ પર બેસી ગયો. આહનનો એક હાથ એણે પોતાનાં હાથમાં લીધો. આહના આ બધુ જોઈને સમજી ગઈ હતી કે શું ચાલી રહ્યું છે પણ હજી એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આ દિવસ માટે...!!

‘આહના, કદાચ હજી સુધી હું તમને એટલું બધુ નથી જણાવી શક્યો કે તમે મારા માટે શું છો..!!યૂ આર ધ ફર્સ્ટ એંડ લાસ્ટ ગર્લ આઈ હેવ એવર લવ્ડ...આટલો બધો પ્રેમ મેં ક્યારેય કોઈને નથી કર્યો આજ સુધી. મને એ નથી ખબર કે એ કઈ ક્ષણ હતી જ્યારથી તમે મારાં મારે ખૂબ જ મહત્વનાં બની ગયાં અને આજે તમારાં વગર હું મારી જાતની કલ્પના પણ નથી કરી શકતો. મારો દિવસ પણ તમારાંથી જ શરૂ થાય છે અને તમારાથી પૂરો…..અને મારી શરત એ છે કે જ્યાં સુધી તમે આહના જ્વલિત મહેતા ન બની જાઓ ત્યાં સુધી તમે મને તમને પ્રેમ કરતાં નહીં રોકી શકો...!! વિલ યૂ બી માઈન ફોરએવર...ઓર કેન આઈ કોલ યૂ આહના જ્વલિત મહેતા? ’

 આહના પાસે બોલવા માટે કોઈ જ શબ્દો નહોતા.... આટલાં વર્ષોમાં જ્વલિત એ પહેલો માણસ હતો જેણે આહનાને ખૂબ જ સ્પેશિયલ ફિલ કરાયું હતું. આહનાની આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યા.એને સમજ નહોતી પડતી કે આ ક્ષણ એ મન ભરીને ખુશ થઈ જાય કે મન ભરીને રોઈ લે...!!

‘જ્વલિત.....’ આહનાથી આનાથી વધારે કાંઇ જ બોલી ન શકાયું.

‘આહના, લીસન આનો જવાબ મને અત્યારે જોઈએ છે એવું નથી, જે દિવસે તમને એવું લાગે કે તમે જવાબ આપવા માટે તૈયાર છો એ જ દિવસે આપજો... હું તો જીવનભર તમારી રાહ જોવાં તૈયાર છું.....’ જ્વલિતે આહનાનો હાથ એના બંને હાથમાં પકડી લીધો.

‘જ્વલિત, આઈ એમ સ્પીચલેસ બેકોસ આજ સુધી કોઈએ પણ મને આટલું બધુ સ્પેશિયલ ફિલ નથી કરાવ્યુ અને આજની આ ક્ષણથી જ મારાં શ્વાસના અંત સુધી હું તમારી જ છું....અને યસ મારી પણ એક શરત છે ....’ આહનાએ આંખોમાં પાણી સાથે હસતાં હસતાં કહ્યું.

‘તમારી તો બધી જ શરતો જાણ્યા વગર જ મંજૂર છે...’ જ્વલિતે ઊભા થઈને આહનાની નજીક આવતા કહ્યું.

‘વિચારી લેજો... પછી એવું ના થાય કે પસ્તાવું પડ્યું....’ આહનાએ જ્વલિતનો હાથ પકડતા કહ્યું.

‘ના એવું તો નહીં જ થાય બસ જણાવી દો તમે મને ખાલી...’

‘કાલથી મારા દરેક દિવસની શરૂવાત ફક્ત તમારાં જ અવાજથી કે તમારાથી જ થાય....’ આહનાએ જ્વલિતની આંખોમાં આંખો પરોવીને કહતું.

‘અરે... આ તો ખૂબ જ અઘરી શરત મૂકી તમે.... હું તો આમ પણ વહેલો નથી ઉઠી શકતો..... કાંઇ નહીં તમારા પ્રેમ સામે તો એ પણ ખૂબ જ મામૂલી શરત છે..!!’ જ્વલિતે હસતાં હસતાં કહ્યું.

‘જ્વલિત, પહેલાં હું તમને વાળ લૂછી આપું નહિતર તમે બીમાર પડી જશો અને એકસ્ટ્રા ક્લોથ્સ પણ અહિયાં પડ્યાં જ છે તો તમે પહેલાં ચેન્જ કરી લો પછી હું તમને વાળ લૂછી આપું....’ ટોવેલ મળતાની સાથે જ આહના એ જ્વલિતને કહ્યું.

જ્વલિત બાથરૂમમાં કપડાં બદલવા ગયો.આહના એના કપડાં સુકવવા પંખા નીચે ઊભી રહી.વ્હાઇટ શર્ટ,ડેનિમના શોર્ટ્સ અને ભીના વાળવાળો જ્વલિત રોજ કરતાં અત્યારે થોડોક વધારે મનમોહક લાગતો હતો.આહના બહાર નીકળેલા જ્વલિતને બસ જોઈ જ રહી.

‘આહના, વોટ અબાઉટ યૂ....? ચેન્જ યોર ક્લોથ્સ. નહિતર તમે પણ બીમાર થઈ જશો’ જ્વલિતે આહનાની સામે જોતાં કહ્યું.

‘મે અહિયાં જોયું પણ અહિયાં બીજું કશું જ નથી...અને આમ પણ હું અડધી તો સુકાઈ જ ગઈ છું...લાવો હું તમને માથું લૂછી આપું...’ આહનાએ ટોવેલ લઈને જ્વલિત તરફ જતાં કહ્યું.

‘આહના, બેસ અહિયાં....દર વખતે મને શું ગમે છે, મને શું કરવું છે, હું બીમાર થઈ જઇશ એ મહત્વનુ નથી... યૂ નો વોટ આહના, મારા મમ્મી પપ્પા રોડ એક્સિડેંટમાં મારી ગયાં હતાં, પછી હું કાકા કાકી સાથે જ રહીને મોટો થયો છું, એ લોકોએ મને મારા મમ્મી પપ્પા જેટલો જ પ્રેમ આપ્યો છે, અને હજી પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો અનુજને એ લોકો કરે છે પણ અનુજ મને એટલો પસંદ નથી કરતો એટ્લે મેં નક્કી કર્યું હતું કે મારી કોલેજ પછી હું મારા મમ્મી પપ્પાના ઘરમાં જ રહીશ, આમ પણ કાકા કાકી તો બાજુમાં જ રહે છે તો ગમે તારે એમણે મળી તો શકું જ હું...’ જ્વલિતે આહનાને બેડ પર બેસાડી અને એનાં હાથમાંથી ટોવેલ લઈને એનું માથું લૂછવાનું શરૂ કર્યું.

જ્વલિત આહનાના વાળમાં પોતાનો હાથ ફેરવી રહ્યો. આહના જ્વલિતનું એ આકર્ષણ, પ્રેમ અનુભવી રહી. જ્વલિતે આહનાના વાળ થોડા થોડા કોરાં કર્યા, હજી થોડાક વાળમાંથી ભીના ભીનાં પાણીના ટીપાં પડી રહ્યાં હતા. બંને વચ્ચે એક શાંતિ હતી, બંને બસ એકબીજાને ધારી ધારીને જોવા માંગતા હતાં, અનુભવવા માંગતા હતાં.

‘યૂ લૂક સો બ્યૂટીફૂલ ટૂડે...!! આઈ જસ્ટ લવ ધિસ ડ્રેસ...’ જ્વલિતે આહનાના કાન પાસે જઈને એનો હાથ પકડતાં કહ્યું.

આહનાએ બ્લેક કલરનો લેસનો ઘૂંટણ સુધીનો સ્લીવ્લ્સેસ ડ્રેસ પહેર્યો હતો જે વરસાદમા પલળી ગયો હતો, એનાં અડધા ભીનાં વાળમાથી પડતાં પાણીના ટીપાં એ લેસમાથી અંદર જઈને એનાં શરીરને અડતા હતાં. એ કાળા કલરની લેસમાથી આહનાની ચામડી શાઈન મારતી હતી. જ્વલિતે આહનાની નીલી આંખોમા જોયાં કર્યું.એની આંગળી વડે આંખોમાથી કાજલ લીધું અને આહનાના કાનની પાછળ ટપકું કર્યું. ‘આહના, તને મારી જ નજર ના લાગી જાય...!!’ જ્વલિતે એનો હાથ આહનાના ચહેરા પર ફેરવ્યો. આહનાની આંખો પરથી આંગળીઑ ફેરવતા ફેરવતાં આહનાના હોઠ પર અટક્યો. આહના ના હ્રદયની ધડકન સહેજ વધી ગઈ. એ થોડીક ગભરાઈ પણ ગઈ. તરત જ એને જ્વલિતનો હાથ પોતાના હાથમાં લીધો અને તરત જ વાત બદલવાનો પ્રયત્ન કર્યો.  

‘જ્વલિત, ખૂબ જ ભૂખ લાગી છે અહિયાં કાંઇક મળશે...?’

‘મોસ્ટલી કાકીએ કાંઇક મૂક્યું જ હશે... આઈ નીડ તો ચેક ઇન ધ કાર...’

‘લૂક, વોટ આઈ ફાઉંડ... ’ જ્વલિત એના હાથમાં સેન્ડવિચ લઈને આવ્યો.

‘જ્વલિત, તમારાં કાકીનો ફોન હતો ...એમને કોલ કરી દેજો... ’ આહનાએ જ્વલિતના હાથમાંથી સેન્ડવિચની બેગ લેતાં કહ્યું.

‘આહના, કાકી એવું પૂછતાં હતી કે આપણે કેટલાં વાગ્યે ઘરે પહોચશુ..? રાતે લેટ થશે એવું કહી દઉને..?’

‘ના, આપણે સાંજે જ નિકળીશું અને ડિનર તમે તમારાં ફેમિલી સાથે કરજો....’

‘બટ, આહના યુ આર ઓલ્સો માય ફેમિલી....મારે તારી જોડે પણ ડિનર કરવું છે....આવો ટાઈમ પછી નહીં મળે....’

‘જ્વલિત, તમારાં કાકા કાકી પણ આ દિવસનો કેટલાય ટાઈમથી વેઇટ કરતાં હશે.... અને આપણી પાસે તો સમય જ સમય છે....ફરી ક્યારેક...’ આહનાએ જ્વલિતના માથામાં હાથ ફેરવતાં કહ્યું.

‘ઓકે... એક કામ કરીએ.... તું પણ અમારી સાથે જ ચલ...ડિનર કરવાં....’

‘કેવું લાગે જ્વલિત... તમે સમજો તો ખરાં.... કાકા કાકીને ખબર પડી જશે...’ આહનાએ સહેજ શરમાતા શરમાતા કહ્યું,

‘એમને આમ પણ ખબર જ છે.....અને આમારા ઘરમાં આમ પણ કાકા કાકીને આ બાબતે કોઈ જ વાંધો નથી..’

‘વોટ ડૂ યૂ મીન બાય એમને ખબર છે...? તમે એમને કહી દીધું....? હું એમને ફેસ કેમના કરીશ...?એ લોકો મને અકસેપ્ટ નહીં કરે તો..?’ આહના એકદમ જ ડર અને આશ્ચર્ય સાથે એકીશ્વાસે બોલી રહી.

‘શાંત બેટા....શ્વાસ લે થોડોક...એ લોકોને તારાથી કોઈ જ પ્રોબ્લેમ નથી....ઈવન કાકીને તો તું ખૂબ જ ગમી છું...એંડ ધે ઓલરેડી અકસેપટેડ યૂ...ડોન્ટ વરી આહના...જસ્ટ કમ વિથ મી....તને તારા ઘર જેવુ જ લાગશે....’ જ્વલિતે આહનાનો હાથ એનાં હાથમાં લઈને કહ્યું. જ્યારે પણ જ્વલિત આહનાનું નામ લેતો ત્યારે એનો અવાજ આહનાને થોડોક વધારે જ આકર્ષિત કરતો અને એ એનાં ખેંચાણમા વધારેને વધારે જ ડૂબતી હતી.

‘ઓકે.....આઈ વિલ કમ...તો અત્યારે નિકળીએ તો જ ડિનરના ટાઈમે પોહચાશે...?’ આહનાએ જ્વલિતનો હાથ પકડીને ઊભા થતાં કહ્યું.

આખા રસ્તે આહના અને જ્વલિત બંને ખૂબ જ શાંત હતાં. બન્નેમાંથી કોઈ કશું જ બોલ્યું નહીં. આહના ક્યારેક ક્યારેક જ્વલિતનો હાથ પકડી લેતી અને ક્યારેક એનાં ખભા પર માથું ઢાળી દેતી. બંનેના મનમાં દિવસ પૂર્ણ થવાનાં વિચારથી જ કશું જ બોલવાની ઈચ્છા નહોતી. બંને બસ એકબીજાનો પ્રેમ અનુભવતાં હતાં. એટલામાં આહનાનું ઘર આવી ગયું. આહના ગાડીમાંથી બહાર નીકળી.

‘ચલ તું રેડી થઈ જા....અમે લેવા આવીએ છે તને... આઠ વાગતાં...’

‘ઓકે...બાય...ઘરે પહોચીને મેસેજ કરી દેજો અને થોડું સ્લો ચલાવજો....’ આહનાએ જ્વલિતની સામે જોતાં કહ્યું.

‘બાય ધ વે...મારી બર્થ ડે ગિફ્ટ ...?’ જ્વલિતે જતી આહનાને રોકતાં કહ્યું.

‘શું જોઈએ છે બોલો....?’

‘તું મને મારાથી વધારે ઓળખે છે તો એ તો તને ખબર હોવી જ જોઈએ ને.....’

‘આફ્ટર ડિનર ...ઓકે..?’

‘ઓકે..’

‘ચાલો હવે તમે જલ્દી ઘરે જાવ અને મને તૈયાર થવા જવા દો.....આફ્ટર ઓલ મારા ભાવી સાસુ સસરા સાથે પહેલી મીટિંગ છે.....બાય..’ આટલું કહીને આહના એના ઘરમાં ચાલી ગઈ.

‘ધ ગ્રાન્ડ ભગવતી...’ આહનાએ આટલું વાંચ્યું અને ત્યાં કાર રોકાઈ ગઈ. ચારેય જણાં જ્વલિતના મમ્મી પપ્પા, જ્વલિત અને આહના ઉતારીને અંદર ગયાં અને ટેબલ પર ગોઠવાઈ ગયાં. વેઇટર મેંનૂ આપી ગયો.

‘આહના, બેટા તું અને જ્વલિત જોઈ લો તમારે બંનેને શું ઓર્ડર કરવું છે...’ લોપાબેને મેંનૂ કાર્ડ આહનાને આપતાં કહ્યું.

આહનાએ મેંનૂ કાર્ડ ખોલીને જોવાનું શરૂ કર્યું.

‘અહિયાં તો બધુ જ ખૂબ જ કોસ્ટલી છે, શું મંગાવું હું....કેવું લાગશે એમને....કે આટલું બધુ કોસ્ટલી મંગાવી દીધું… આ છોકરી તો કેટલી ખર્ચાળ છે......ના...એક કામ કરું જ્વલિત ને જ પૂછું શું સારું મળે છે અહિયાં.....!!’ આહના મનોમન વિચારી રહી.

જ્વલિત આહનના મોઢા પરના હાવભાવ પરથી સમજી ગયો કે આહના કન્ફ્યુસ્ડ છે ...જ્વલિતે ટેબલની નીચે રહેલા એના ડાબા હાથથી આહનાનો જમણો હાથ પકડ્યો. આહના એકદમ જ ગભરાઈ ગઈ. બંને એ એકસાથે એકબીજાની આંખોમાં જોયું.

‘ડોન્ટ વરી અબાઉટ ધ કોસ્ટ, આહના....ઓર્ડર વોટ યૂ લાઈક... નો વન વિલ જજ યૂ...’ જ્વલિતે આંખો આંખોથી જ આહનાને કહી દીધું.

‘વન એરાબીટા પાસ્તા...’ આહનાએ ઓર્ડર આપ્યો.

‘જ્વલિત, વોટ અબાઉટ યૂ...?’ લોપાબેને પૂછ્યું.

‘હું પણ પાસ્તા જ ખાઈશ....અને પછી તો બીજું કઈક ડેસર્ટ માં...’

‘હું ચાઇનિસ સીઝલર ઓર્ડર કરું છું....તને ભાવશેને આહના...?’ વૈભવભાઈએ આહનાને પૂછ્યું.

‘હા, અંકલ...’

‘મેક્સિકન હોચપોચ ફોર મી...’ અનુજે કહ્યું.

‘એંડ ફોર મી ચીઝ કટલેટ..., એંડ આઈ નો આહના યૂ લવ ચીઝ ….. સો યુ વિલ લાઇક ધિસ...’ લોપાબેને ઓર્ડર આપતા કહ્યું.

આહના થોડીક સરપ્રાઇસ હતી કે કેવી રીતે આ લોકો પણ મને પહેલી જ વખત મળે છે છતાં પણ મારાં વિષે આટલું બધુ જાણે છે અને મને શું ભાવે છે મને શું ગમે છે એ બધુ ....આહનાને ખૂબ જ સ્પેશિયલ ફીલ થયું.

‘સો, આહના આગળ શું કરવાની ઈચ્છા છે...?’ લોપાબેને પૂછ્યું.

‘આગળનું તો હજી કાઈ વિચાર્યું નથી પણ અત્યારે તો જોબ કરવી છે અને મમ્મી પપ્પાને બસ ખૂબ જ ખુશ રાખવા છે જીવનમાં....એમને કોઈ પણ વસ્તુની ખોટ નથી અનુભવવા દેવી....બસ જે કરવું છે એ બધુ એમના માટે જ કરવું છે....’ આહનાએ એક પળ જ્વલિત સામે જોયું ટેબલ નીચે એનો હાથ પકડ્યો અને પછી લોપાબેનની સામે જોતાં કહ્યું.

‘આઈ મસ્ટ સે...વેરી ઇમ્પ્રેસિવ થોટ્સ....’ વૈભવભાઈએ ચહેરા પર એક સ્મિત લાવતાં કહ્યું.

‘વેરી નાઇસ આહના....હવે તો તું અમને પણ ઓળખે જ છે....જ્વલિત ના હોય તો પણ તારે ઘરે આવતાં જતાં રહેવાનુ....’ લોપાબેને કહ્યું.

‘અને હા તારે જોબને રિલેટેડ પણ કાઈ પણ કામ હોય તો પણ કહેજે....મારાં ફ્રેંડ્સની તો પોતાની આઇટી કંપની છે ......કોઈ પણ ખચકાટ વગર કહેજે બેટા....’ વૈભવભાઈએ આહનાની સામે જોતાં કહ્યું.

 ‘યૂ નો વોટ આહના....પહેલાં જ્વલિત આવ્યો અને પછી અનુજ આવ્યો ત્યારે મને અને વૈભવ બંનેને એમ હતું ક અમને બંનેને દીકરી જોઈતી હતી....પણ પછી તો જ્વલિત આવ્યો અને ....દીકરીનું સ્વપ્ન એક અધૂરા જેવુ જ રાહ ગયું....પણ આજે તને મળ્યાં પછી એવું લાગ્યું કે જો મારી કોઈ દીકરી હોત તો એ બિલકુલ તારા જેવી જ હોત....તો હવે તારે ફક્ત જ્વલિતને જ નહીં પણ અમને મળવા પણ ઘરે આવવાનું....!!’ લોપાબેને કહયું.

‘હા ...ચોક્કસ..’ પહેલાં તો આહનાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો અને બીજી બાજુ એ ખુશ પણ હતી કે જ્વલિતના કાકા કાકી બંનેએ ખૂબ જ સરસ રીતે એને એક્સૈપ્ટ પણ કરી લીધી.

ચારેય જણા ડિનર પછી ઘરે જવા નીકળ્યાં.

‘જ્વલિત, તુ અને આહના ઘરે જાઓ અમારે બીજી એક જગ્યાએ જવાનું છે સો મેં ડ્રાઈવરને ફોન કરી દીધો છે એ આવતો જ હશે...’ વૈભવભાઈએ જ્વલિતને કારની ચાવી આપતા કહ્યું.

‘ઓકે ડેડ...’

આહના અને જ્વલિત એક કરમાં બેઠા અને આહનાના ઘર તરફ જવાં નીકળ્યાં.

‘સો...કેવો લાગ્યો નેચર કાકા કાકીનો...?’ જ્વલિતે આહનની સામે પ્રેમથી જોતાં પૂછ્યું.

‘એકદમ સરસ....લાઇક મારા મોમ ડેડ....આઈ થિંક ધેય અકસેપટેડ મી...’ આહનાએ જ્વલિતનો હાથ પકડતાં કહ્યું.

‘એમાં વિચારવાનો કોઈ પ્રશ્ન જ નથી એમને તો તને અકસેપ્ટ કરી જ લીધી છે.....સો વેર ઇસ માય ગિફ્ટ...?’ જ્વલિત એકદમ એકસાઈટમેન્ટ સાથે અને મસ્તીભરેલા અવાજ માં બોલ્યો.

‘સ્ટોપ ધ કાર...’

‘વોટ...?’ જ્વલિતે આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘આઈ સેઈડ સ્ટોપ ધ કાર....ગિફ્ટ જોઈતી હોય તો કાર રોકો સાઇડમાં....’

જ્વલિતે એક સૂમસામ જગ્યા પર કાર રોકી. આહનાએ એના બેગમાથી એક ઘડિયાળનું ગિફ્ટ રેપ કરેલું બોક્સ કાઢ્યું.

‘ક્લોઝ યોર આઈસ, જ્વલિત’ આહનાએ જ્વલિતનો જમણો હાથ પોતાનાં હાથમાં લેતાં કહ્યું.

જ્વલિતે એની આંખો બંધ કરી.આહનાએ બોક્સમાંથી ફોસિલની વૉચ કાઢી અને જ્વલિતના હાથમાં પહેરાવી દીધી.

‘નાઉ, યૂ કેન ઓપન..’

જ્વલિતે પોતાની આંખો ખોલી અને આહનાએ પોતાનાં હાથમાં પહેરવેલી ઘડિયાળ જોઈને બોલ્યો. જ્વલિત નાનપણથી જ એક શ્રીમંત ઘરમાં ઊછર્યો હતો, એની એક માંગની સામે હમેશાં ચાર વસ્તુઓ હાજર થતી હતી અને બધી જ બ્રાન્ડેડ, ફોસિલ પણ એની ઘણી બધી મનપસંદ ઘડિયાળની બ્રાન્ડમાઠી એક હતી. આ ગિફ્ટ આપવા માટે આહના છેલ્લાં કેટલાય મહિનાઓથી એના માટે એની પોકેટમની બચાવી રહી હતી.

‘વાવ, ફોસિલ...આઈ જસ્ટ કાંટ બિલિવ....આહના....ધીસ ઇસ બ્યૂટીફૂલ....બટ આઈ કાંટ ટેક ઈટ....’

આ સાંભળીને આહના પહેલા ખુશ અને પછી દુખી થઈ ગઈ.

‘જ્વલિત, આ મે તમારા માટે જ ખરીદી છે.... ના ગમી તમને...? તો આપણે ચેન્જ કરવી લઈએ...અને બીજી કોઈ બ્રાન્ડની લેવી હોય તો એ લઈ લઈએ...’ આહના એની આંખોમાં નિર્દોષતા લાવીને બોલી.

‘આહના, આઈ નો કે તું ખૂબ જ પ્રેમથી આ ગિફ્ટ લાવી છે પણ ધિસ ઇસ સો એક્સપેનસિવ .. આઈ જસ્ટ કાંટ ટેક ઈટ....’

‘જ્વલિત, પ્લીઝ....’ આહના આજીજી કરતાં બોલી.

‘ઓકે ....ફાઇન....એંડ ધ અધર વન...?’ જ્વલિતે એની આંખોમાં શરારતી સ્મિત લાવતાં કહ્યું.

આહનાએ ગિયર પર રહેલો જ્વલિતનો હાથ પોતાના હાથમાં લીધો અને જ્વલિતની થોડીક વધારે નજીક ગઈ એટલી કે બંને એકબીજાના શ્વાછોછવાસ સાંભળી શકે, એકબીજાનાં ધબકારા અનુભવી શકે....આહને પોતાના બંને હાથ જ્વલિતની ગરદનની આસપાસ વિટાળી દીધા અને જ્વલિતના હોઠ પર પોતાનાં હોઠ મૂકી દીધા.....અને બસ એનામાં ખોવાઈ ગઈ....થોડી વાર પછી આહનાની આંખોમાં આવતાં એનાં વાળ જ્વલિતે કાનની પાછળ કર્યા, આહનાને કમરથી પોતાનાં હાથેથી પકડી થોડીક વધારે પોતાની નજીક ખેચી, ફરી વખાર થોડુક વધારે પેશનેટલી આહનના હોઠ પર પોતાનાં હોઠ મૂકી દીધાં.

‘સો હાઉ વૉસ ધ ગિફ્ટ....?’

‘મચ મોર અમેઝિંગ ધેન આઈ એક્સપેક્ટેડ....’આટલું કહેતાં જ્વલિતે આહનના ગાલ પર એક કિસ કરી અને આહાનાનો ચહેરો લાલ લાલ થઈ ગયો.

‘આહના, આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું.....હવે તો મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો જ નથી...બસ મારે આખી લાઈફ તારી જોડે જ વિતાવવી છે....’

‘જ્વલિત, આજનો દિવસ મારા માટે પણ ખૂબ જ ખાસ હતો...હું પણ એ ક્યારેય નહીં ભૂલી શકું કે કોઈ એક છોકરાએ બસ એક જ દિવસમાં મારી લાઈફ બદલી નાખી મને આમ માણસ માંથી ખૂબ જ ખાસ બનાવી દીધી....’

‘બાય ધ વે, આહના....આઈ જસ્ટ લવ ધિસ સ્ટ્રોબેરી ટેસ્ટ ઓફ યોર લીપ્સ...કેન આઈ ઈટ ધેમ...અગેન..? નો આઈ એમ નોટ આસ્કિંગ આઈ એમ ટેલિંગ યૂ....આઈ એમ ગોઇંગ ટુ ઈટ ધેમ અગેન એંડ અગેન....’જ્વલિત મસ્તીના મૂડમા હસતાં હસતાં બોલ્યો.

‘જ્વલિત....યૂ આર બિહેવિંગ લાઈક આ બોસ નાઉ…..’ આહના બીજું કાઇ પણ બોલવા જાય એ પહેલાં જ્વલિતે આહનાના હોઠ પોતાનાં હોઠથી બંધ કરી દીધાં. આહના મનમાં અને મનમાં ખુશ થઈ રહી. એને જ્વલિતનું આ બોસવાળું વર્ઝન ખૂબ જ ગમતું હતું, જે રીતે એ આહનાને સમજતો હતો એનું ધ્યાન રાખતો હતો આહના વધારે અને વધારે એનાં પ્રેમમા પડી રહી હતી.

                                            *         *       *       *

‘આ.............’ સવારે ઉઠતાંની સાથે જ આહનાનાં મોંમાંથી એક ચીસ નીકળી ગઈ.

આ સાંભળીને સ્પર્શ બાજુના રૂમમાંથી દોડીને આવ્યો.

‘શું થયું દીદા?’ આવીને આહનાની બાજુમાં બેસી ગયો. આહના એનું પેટ પકડીને બેઠી હતી અને એની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા.

‘આઈ કાન્ટ કંટ્રોલ ધીસ પેઇન....સ્પર્શ... ધીસ માઈગ્રેન....આજે ખૂબ જ વધી ગયું છે આ..!’ આહના આંખોમાં આંસુ સાથે બોલી.

‘આપણે આજે જ ડોક્ટરને બતાવી આવીએ... હું હમણાં 10 વાગે એટ્લે આપોઇંમેંટ લઈ લઉં...ત્યાં સુધી તમે આરામ કરો.... થોડું સારું લાગશે....’ સ્પર્શે આહનાની પીઠ પર હાથ ફેરવતા ફેરવતાં કહ્યું.

‘સ્પર્શ, મારે કોઈ જ ડોક્ટરને નથી બતાવવું...બસ હવે જીવવાની ઈચ્છા જ નથી રહી તો ડોક્ટરને બતાવીને શું મતલબ....અને એટ્લે જ હજી સુધી બતાવવા નથી ગઈ બાકી આ પેઇન તો ઘણાં સમયથી છે...!!’

‘દીદા, મરવાનું તો બધાંને જ છે.... આજે નહીં તો કાલે.... પણ આ જે વચ્ચેવાળું હોય છે ને કે જેમાં માણસ મારતો નથી પણ રિબાય છે......શું તમારે એ જોઈએ છે .... ?’ સ્પર્શે આહનાને શાંતિથી સમજાવતાં કહ્યું.

‘ના, મારે એ નથી જોઈતું.... પણ મારામાં એટલી હિમ્મત પણ નથી કે હું આત્મહત્યા કરી શકું....જે દિવસે એ હિમ્મત પણ આવી જશે ને એ દિવસે એ દિવસે બધાં જ પેઇન માંથી મુક્તિ મળી જશે...લોકો કહે છે જે આત્મહત્યા કરે છે એ કાયર હોય છે ... મને તો નથી લાગતું...!! ઉપરથી એનાં માટે તો સૌથી વધારે હિમ્મત ની જરુર હોય છે...!!’ આહના બસ એક જ દિશામાં જોઈને બોલી રહી.

‘દીદા, કેમ આવું .....!! તમને ખબર છે ખરી તમે શું બોલી રહ્યાં છે...!! જ્વલિતનું જવું એ તમને ખૂબ જ લાગ્યું છે મને ખબર છે…પણ દીદા જ્વલિત સિવાય પણ લાઈફ એક્સિસ્ટ કરે છે ….જ્વલિત પણ જો અત્યારે આહિયાં હોત તો તમને આવી રીતે જોઈને ખુશ નાં જ હોત...જ્વલિત પહેલાં પણ તારી લાઈફ તો તું ખુશીથી જીવતા જ હતા ને તો હવે કેમ નહીં...!!’

‘સ્પર્શ, જ્વલિત નહોતો ત્યારે લાઈફમાં ખાલી એક જ ગોલ હતો, એ સ્ટેજ પર પહોચવું કે જ્યાં મમ્મી પપ્પાએ લાઈફમાં ખોવી દીધેલી એ બધું જ માન એમને પાછું મેંળવી આપવું અને બસ એટલાં પૈસા કમાવવા હતા કે મમ્મી કે પપ્પા, મોટા પપ્પા કે તને કોઈને પણ કઈ પણ ખરીદતાં પહેલાં કોઈની પણ કિમત નાં જોવી પડે....અને આજે જે ધાર્યું હતું એનાં કરતાં ખૂબ જ વધારે છે મારી પાસે ...પણ આજે એવું થાય છે એ બધુ કાંઇ જ કામનું નથી જ્વલિત વગર.... એનાં આવ્યાં પછી જીવનમાં થોડુંક વધારે જીવવાની ઈચ્છા થઈ .... ફક્ત એની એક સ્માઇલ માટે... એનાં એક પ્રોમિસ માટે.... એનાં જીવનનાં ગોલ્સ પૂરા કરવામાં એની મદદ કરવાં માટે....પણ હવે એ કશું જ નથી... અને મમ્મી પાપ્પા માટે પણ તું તો છે જ ....તો હોવું કે નાં હોવું કાંઇ જ ફરક નથી પડતો...’ આહના બસ દિશાશૂન્ય થઈને બોલી રહી.

‘દીદા, હું છું એનો અર્થ એવો નથી કે તારાં મમ્મી પપ્પા તમને એમની છોકરી નથી ગણતાં... મારાં કરતાં પણ વધારે એ તને માને છે.... તમે ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે તમારાં ગયાં પછી એ લોકોનું શું થશે..!! અને તમને લાગે છે કે હું રહી શકીશ તમારા વગર...!! એક સમય બીજા બધાં રહી શકશે પણ હું નહીં રહી શકું તમારા વગર ..,દીદા , ઘર એ ઘરનાં લોકો થી બને છે દીદા બાકી તો મહેલ હોય કે ઝૂંપડી.... આલીશાન મહેલ તો ઊભો કરી દીધો તમે લોકો માટે પણ તમે નહીં હોય તો ખાલી મહેલ જ હશે એ ક્યારેય ઘર નહીં બને...

‘ના... સ્પર્શ પણ બસ હું હવે આગળ નથી વધી શકું.... ઓફિસનું પણ બધુ તું સંભાળે છે, પપ્પા અને મોટા પપ્પા એને હેલ્પ કરી દે છે...અને બસ કોઈ ગોલ નથી હવે લાઈફમાં....દિવસો વીતે છે....અને હું મારા મરવાની રાહ જોવું છું જ્વલિત ગયો ત્યારથી અને એટ્લે જ બતાવવા નથી જતી...બસ ભગવાનને પણ એક છેલ્લી જ પ્રાર્થના છે મારાં મરવા સિવાય હવે કઈ જ નથી જોઈતું મને .....અને એટ્લે જ કોઈને હજી કાંઇ કીધું નથી આ વિષે.... અને જ્વલિતનાં ગયાં પછી બીજાં ઘણાં બધાં લોકોનાં અસલી રંગ જોયા છે મેં.... આ બધુ જોઈને તો હું અંદર ને અંદર વધારે ને વધારે મરી રહી છું.....’

                                              *       *       *       *

‘જ્વલિત, કાલથી કેમ્પસ ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે....આઈ એએમ સો નર્વસ...!!’ આહનાએ નીચું જોતાં કહ્યું.

‘આહના, લૂક એટ મી...યૂ આર ગોઇંગ ટૂ ડૂ ધ બેસ્ટ....ડોન્ટ વરી...’ જ્વલિતે આહનાનો હાથ પકડતાં કહ્યું.

‘ઇટ્સ નોટ લાઈક ધેટ...આઈ જસ્ટ નીડ ધ જોબ .....કોઈ પણ હિસાબે...ધિસ ઇસ નોટ ફોર મી...ઇટ્સ ફોર માય ફેમિલી.....’ આહનાએ જ્વલિતની સામે જોતાં કહ્યું.

‘આઈ નો ના બાબા.....લિસન...આજે તું જલ્દી ઘરે જા...કાલ માટેની તૈયારી કર....આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ યોર ટાઈમ...એંડ વન મોર થીંગ કોલ મી એનીટાઇમ રાતે પણ એવું થાય કે બીક લાગે છે તો પણ....યૂ વિલ ફીલ ગુડ....’

‘હા...’

‘તું કેવી રીતે જઈશ ઘરે અત્યારે....કોલેજ બસ તો છેક 2 વાગે ઉપડશે...’

‘કરીશ કાઈક તો ...એસટી બસ તો છે જ ને અંતે...’

‘એક કામ કરીએ, હું કાર લઈને જ આવ્યો છું આજે...મારે હવે કોઈ જ લેકચર નથી ઇમ્પોર્ટન્ટ....હું તને ઉતારીને ઘરે જાઉં...’ જ્વલિતે આહનાની સામે જોતાં કહ્યું.

‘જ્વલિત, તમારે છેક ત્યાં આવવાની જરૂર નથી....આઇ કેન મેનેજ બાબા...’

‘નો...આપણે સાથે જ જઈએ છે...એંડ ધેટ્સ ફાઇનલ....આઈ ડોન્ટ વોન્ટ એની આર્ગ્યુમેંટ્સ...’ જ્વલિતે ઓર્ડર આપતાં જ કહ્યું.

‘ઓકે...ફાઇન...નો વન કેન બીટ યૂ ઈન આર્ગ્યુમેંટ્સ એવર...ચાલો...’

જ્વલિત ડ્રાઇવિંગ સીટ પર અને આહના એની બાજુની સિટમાં ગોઠવાઈ ગઈ અને બંને જણાં આહનાના ઘર તરફ આવવા નીકળ્યા.

‘શું વિચારે છે ....કેમ આટલી શાંત છે તું ..?’ જ્વલિતે શાંત બેઠેલી અને બારીમાંથી બહાર જોતી આહનાને પૂછ્યું.

‘બસ એમ જ...’ આહનાએ હજી પણ બહાર જોતાં જોતાં જ જવાબ આપ્યો.

જ્વલિતે અડધે રસ્તે ગાડી રોકી દીધી.ગાડી બંધ થતાંની સાથે જ આહના જ્વલિત તરફ મોઢું ફેરવ્યું.

‘શું થયું જ્વલિત...? કાર કેમ સ્ટોપ કરી..?’

‘જ્યાં સુધી તું નહીં બોલે શું થયું તને ત્યાં સુધી કાર સ્ટાર્ટ નહીં થાય..’

‘કશું જ નથી જ્વલિત.... તમે કાર સ્ટાર્ટ કરો ને પ્લીઝ...’

‘તારી આ નીલી આંખોમાં હું બધુ જ વાંચી શકું છું, બેટા.....બોલને....પછી એમ ના કહેતી કે તારે મોડુ થઈ ગયું...!!’ જ્વલિતે આહનાનો હાથ એનાં હાથમાં લેતાં કહ્યું.

‘જ્વલિત, અમુક વાર એવું લાગે છે આ બધુ સાવ જ અશક્ય છે ....હું નહીં કરી શકું....ખબર નહીં મારે જે મારા ફૅમિલી માટે કરવું છે એ ક્યારે સંપૂર્ણ થશે...!!’

‘ઓકે...ચલ મને એક વાત કહે...તને ભગવાન પર વિશ્વાસ છે કે નહીં...?’

‘હા....ખૂબ જ છે.....એમના લીધે જ તો આપણે મળ્યાં છે....આઈ બિલિવ ઈન ગોડ સો મચ...’

‘તો પછી ચલ આખો બંધ કર...અને દિલથી પ્રાર્થના કર ભગવાનને....કાલે જે પણ થશે એ સારું જ થશે ...જો યૂ વિલ ગેટ સેલેકટેડ તો તો બેસ્ટ જ છે પણ જો સિલેક્ટ ના પણ થવાયું તો એનાથી પણ કાંઇક વધારે સારું હશે તારાં માટે...તું અત્યારથી રિઝલ્ટની ચિંતા ના કર...તું ફક્ત મહેનત જ કર...રિઝલ્ટનું ભગવાન પર છોડી દે...અને બીજી પણ એક વાત કે સ્કોલરશીપનું પણ ક્યાં કઈ નક્કી જ હતું કે મળશે કે નહીં છતાં પણ યૂ ગોટ ધેટ....સો જસ્ટ બિલિવ ઈન ગોડ...ગોડ વિલ ડૂ ધ બેસ્ટ ફોર યૂ...’ જ્વલિતે આહનાનો હાથ પકડતા કહ્યું.

આહનાએ આંખો બંધ કરી અને દિલથી ભગવાનને પ્રાર્થના કરી.જ્વલિત એ વખતે બસ આહનાની સૌમ્યતા એનું ભોળપણ, એની ચિંતા એ બધાં જ ભાવને એના ચહેરા પર જોતો જોતો અનુભવી રહ્યો.

‘થેંક્યું સો મચ જ્વલિત ફોર એવરીથિંગ...’ આહનાએ આંખો ખોલતાં જ જ્વલિતને કહ્યું.

‘ઓકે...સો હવે મેડમને જરાક સારું ફીલ થઈ રહ્યું છે ....અને આ થેંક્યું તો નહીં જ ચાલે...’ આટલું કહેતાં જ્વલિતે કાર સ્ટાર્ટ કરી.

‘યેસ....યૂ ઓલ્વેઝ મેક મી ફીલ ગુડ....સો વોટ ડૂ યૂ વોન્ટ થેંક્યું ના બદલામાં....?’

‘ધ બિગ સ્માઇલ ઓન યોર ફેસ કે જે મારી બર્થડેના દિવસે તારાં ફેસ પર હતી...’

આહનાને કેમ્પસમાંથી જોબ મળી ગઈ.

જોબ મળ્યા પછી ના તો આહનાએ દિવસ જોયા છે ના તો રાત...જોબ સિવાય પણ ઘરે આવીને ખૂબ જ મહેનતથી એક હોટલનું સૉફ્ટવેર બનાવ્યું. દિવસના અઢાર અઢાર કલાક કામ કર્યું, એ સૉફ્ટવેર વેચવાં માટે એ શહેરની દરેક હોટલ પર ગઈ હતી, રઝળી હતી, કેટલાકને ગમતું તો કેટલાક ફક્ત એને બેસાડી રાખતાં અને કહેતા બીજા દિવસે આવજો...છતાં પણ એને આશા નહોતી છોડી. જ્વલિતની જ ઓફિસમાં એક જગ્યા ભાડે લીધી, સમયના અભાવે આહનાએ જોબ છોડી દીધી, જૂની કંપનીમાં એની સાથે કામ કરતાં લોકોને પણ પોતાની નાનકડી કંપનીમાં ભાગ બનાવ્યાં, શરૂવાતના દિવસોમાં ખૂબ જ નિરાશા, નિષ્ફળતા મળી પછી એની મહેનતે જે રંગ લાવ્યો છે, એનું સૉફ્ટવેર માર્કેટમાં ખૂબ જ ચાલ્યું પછી તો બહુ બધાં ક્લાયન્ટ બનાવ્યાં, હોસ્પિટલના સૉફ્ટવેર બનાવ્યાં, જ્વલિતના ભાડાની જગ્યામાથી પોતાની એક મોટી ઓફિસ લીધી, એક એ દિવસ હતો અને એક આજનો દિવસ .... પાંચ વર્ષના સમયગાળામાં આહનાએ એક પાંચ માળની પોતાની આઇટી કંપની ઊભી કરી નાખી છે....બધી જ પ્રકારના સોફ્ટવેર્સ બને છે હવે આહિયાં અને આહનાના બેન્ક અકાઉન્ટમાં હવે ફક્ત નોટો જ છપાય છે....!!

                                              *       *       *       *

 ‘હેપ્પી બર્થડે, આહના’ આહના એના રૂમમાંથી નીચે લિવિંગ રૂમમાં આવી અને બધાંએ એક જ સાથે એને વિશ કર્યું.

‘થેન્ક યૂ સો મચ મોમ ડેડ, મોટા પપ્પા અને સ્પર્શ...’ આહનાના ચહેરા પર ખુશીના કોઈ જ ભાવ હતાં નહીં છતાં પણ એક નકલી સ્મિત લાવી દેતાં બોલી.

‘સો દીદા, વેર આર વી ઓલ ગોઇંગ ટુનાઇટ..?’ સ્પર્શે આહનાને આની શું પ્રતિક્રિયા આવશે એ વિચાર્યા વગર જ પૂછી લીધું.

‘કેમ આજે શું છે સ્પર્શ...?’

‘શું શું છે આહના... તારો જન્મદિવસ છે અને આજે આપણે ક્યાં જઈએ છે એ મને કહે તું..’ હર્ષાબેને બંનેની વચ્ચે બોલતાં કહ્યું.

‘ના આજે ક્યાંય નહીં....મારે ઓફિસમાં બહુ કામ છે ... તો આવતાં લેટ થઈ જશે...’ આહનાએ જાણી જોઈને બહાનું બનાવ્યું.

‘દીદા, લીસન, આઈ નો કે યૂ મિસ હિમ... બટ તમારે હવે ધીમે ધીમે આગળ વધતાં તો શીખવું પડશે ને ..જો જીજુ હોત તો આજના દિવસે તમને દુખી જોઈને એ કેટલા દુખી થાત અને પહેલો જ મારો કાન પકડવા આવત કે શું કર્યું તે એવું તો આહના આટલી બધી દુખી છે? ’ આટલું બોલતાં બોલતાં સ્પર્શ આહનાની બાજુમાં આવીને બેઠો.

‘સ્પર્શ, આઈ રિયલી વોન્ટ કે એ તારો કાન પકડવા આવે ...’ આટલું કહેતાં કહેતાં આહનાના ગળે ડૂમો ભરાઈ આવ્યો અને આસુંઓનો ભાર સહન કરવાને બદલે એણે વહેવાં જ દીધાં.

‘આહના, ચલ તો શાંત થઈ જા ... આજના દિવસે ના રડાય...’ આલોકભાઈ આહનાની નજીક આવ્યાં એને એમના ખોળામાં સુવડાવી અને એનાં માથા પર હાથ ફેરવવા લાગ્યા.

‘ઓકે...દીદા.. વી કેન ડૂ વન થિંગ...તમે કહેતાં હતાંને કે એક દિવસ જે લોકો પાસે જમવાના પણ પૈસા નથી એ લોકોને જમવાનું આપવું છે કોઈ પણ પૈસા લીધા વગર... તો આજે આપણે એ લોકોને જમાડીએ...’ સ્પર્શે કહ્યું.

‘યસ વી કેન ...તું બધાં ફૂડ પેકેટ્સ રેડી કરાવી રાખજે....સાંજે હું આવી જઈશ થોડી જલ્દી એંડ ધેન વી વિલ ગો...’

‘ઓકે...દીદા’

‘મોમ, હું હમણાં તૈયાર થઈને ઓફિસ જવાં નિક્ળુ છું..આજે થોડું કામ પણ છે અને સાંજે આ જવાનું છે તો વહેલાં પણ આવું પડશે.... ’ આટલું કહીને આહના આલોકભાઈના ખોળામાંથી ઊભી થઈને તૈયાર થવા એનાં રૂમમાં ગઈ.

રૂમમાં જઈને એણે મોબાઈલ ચેક કર્યો. આદિત્યના 2 મિસ્ડ કોલ્સ હતાં. આહનાએ આદિત્યને કોલ બક કર્યો.

‘હાય આદિત્ય’

‘હેલ્લો બર્થડે ગર્લ...મેનિ મેંની હેપી રિટર્નસ ઓફ ધ ડે આહના...’

‘થેંક્સ આદિત્ય...’

‘તો બોલ ચલ આજનો શું પ્લાન છે? ’

‘કઈ ખાસ નથી ... કામ છે ઓફિસમાં તો નિકળાય એવું જ નથી...’

‘આજે કામ ના કરાય...પણ તું તો મારૂ માનવાની નથી...તો હું જ ઓફિસ આવું છું ત્યાં જ મળીએ...’

‘ઓકે ધેન... સી યૂ એટ ધ ઓફિસ...’

આહના તૈયાર થઈને બાથરૂમમાંથી બહાર આવી. જ્વલિતના ગયાંના ત્રણ મહિના પછી આજે પહેલી વખત આહના એની નીલી આખોમાં કાજલ લગાવી રહી હતી. જ્વલિતને આહનાની કાજળવાળી નીલી આંખો ખૂબ જ ગમતી હતી. જ્વલિત હમેશાં એ જ કાજલનું નાનું ટપકું આહનાના કાનની પાછળ લગાવતો અને કહેતો તને મારી જ નજર ના લાગી જાય એનાં માટે....!! જ્વલિતની યાદ આહનાના ચહેરા પર સ્મિત અને પછી આંખોમાં પાણી લઈ આવી.આસું લૂછીને આહના તરત જ ઓફિસ જવાં ઘરની બહાર નીકળી ગઈ.

                                     *       *       *       *

આહના એની કેબિનમા પોતાની ખુરશી પર બેઠી હતી. આહના ખુલ્લા વાળ અને ફોર્મલવેરમા ખૂબ જ સુંદર લાગી રહી હતી, આહનાની ત્વચા એટલી સુંદર હતી કે મેક અપ કરવાની કોઈ જ જરૂરિયાત એને લાગતી નહોતી, પણ જ્વલિત માટે એ હમેશાં આખોમાં કાજલ લાગાવતી. ઓફિસનું આખું ઇંટિરિયર બ્લેક એંડ વ્હાઇટ કલરમાં હતું, નીચે વૂડન ફ્લોરિંગ કરેલું હતું, કેબિનમાં વચ્ચે એક પૉલિશ કરેલું સિસમનું ટેબલ હતું, જેના ઉપર આહનાનું લેપટોપ અને 2 ફોટોફ્રેમ પડી હતી, એક ફોટોફ્રેમમા જ્વલિતનો ફોટો હતો અને બીજામાં એનું આખું ફેમિલી. ટેબલની બરાબર સામે એકદમ મોટું એક એલઇડી ટીવી દીવાલ પર લગાવેલું હતું. આહનાની બાજુમા એની જ ઓફિસનો એક એમ્પ્લોયી અર્જુન ઊભો હતો અને એ આહનાને એનાં પ્રોજેક્ટનું સ્ટેટસ આહનાના લેપટોપમાં સમજાવી રહ્યો હતો, આહના અને અર્જુન વચ્ચે ખૂબ જ ઓછું અંતર હતું,

આહનાની કેબિનના દરવાજે ટકોરાં પડ્યાં.

‘કમ ઇન...’ આહના ઊંચું જોયા વગર જ બોલી.

દરવાજામાથી જ્વલિત અંદર આવ્યો, એણે ગ્રે કલરનો સૂટ અને આહનાએ ગિફ્ટમાં આપેલી ટાઈ પહેરી હતી. આહના એનાં કામમા એટલી ખોવાયેલી હતી કે એણે ઉપર જોવાની તસ્દી પણ ન લીધી. આહના માઉસ વડે કઈક ક્લિક કરી રહી હતી ત્યાં જ અર્જુન નો હાથ આહનાને અનાયાસે અડયો અને એનાથી અર્જુન સામે જોવાઈ ગયું.

‘સોરી....’ અર્જુન બોલ્યો.

‘સોરી ટુ ઈંટરપ્ટ......મેય આઈ નો યોર ગૂડ નેમ...?’ આ જોઈને જ્વલિતે તરત જ અર્જુન ની સામે જોતાં પૂછ્યું.

‘અર્જુન...’

‘અર્જુન....કેન યૂ પ્લીઝ લીવ અલોન ફોર સમટાઈમ....?’ જ્વલિતે બોસની જેમ ઓર્ડર આપતાં જ કહ્યું.

‘શ્યોર સર....’ આટલું કહેતાં અર્જુન રૂમમાંથી બહાર નીકળી ગયો.

‘જવલિત, અમે ખૂબ જ જરૂરી વસ્તુ ડિસ્કસ કરી રહ્યા હતા.....’

‘તું એ મારાં ગયાં પછી પણ કરી જ શકે છે...!!’

જ્વલિતને આવેલો જોઈને આહના એની ખુરશી પરથી ઊભી થઈ અને એની તરફ આગળ વધી. આહના જ્વલિતને બસ જોતી જ રહી. જ્વલિત સૂટમા હમેશાં જ મનમોહક લાગતો હતો. એનાં ફ્રેમ્લેસ્સ ચશ્મામાથી એની કથ્થાઇ આંખો વધારે ને વધારે જ સુંદર લાગતી હતી.

‘હાય બ્યૂટીફૂલ.....’ જ્વલિત દરવાજા થી આહના તરફ આવ્યો અને એનાં કપાળ પર કિસ કરતાં કહ્યું.

‘હાય જ્વલિત....યુ લૂક ક્યૂટ ટૂડે.’ આહનાએ પણ મસ્તીમાં આવતા કહ્યું.

‘યૂ કેન નોટ કોલ મી ક્યૂટ.... આઈ એમ નોટ પેટ ડોગ.... યૂ કેન કોલ મી હેન્ડસમ...!!’ થોડાકસ્મિત સાથે જ્વલિતની અંદરનો પુરુષ બોલી રહ્યો.

‘ઓકે....મિ. હેન્ડસમ....શું થયું આજે કેમ સવાર સવારમાં મારી ઓફિસે?’ આહનાએ પૂછ્યું.

‘આઈ વોઝ મિસિંગ યૂ....આહના....’ જ્વલિતના અવાજમાં એક આકર્ષણ હતું.

‘જ્વલિત, આપણે હજી કાલે જ મળ્યાં હતાં, આજે સવારે ઊઠીને ફોન પર વાત પણ કરી હતી અને દસ મિનિટ પહેલાં જ મે તમારાં મેસેજનો રિપ્લાય પણ આપ્યો હતો....’

‘આઈ નો, આઈ જસ્ટ વોન્ટ ટુ સી યૂ એંડ હગ યૂ અને તારો અવાજ ફરીથી સાંભળવો હતો...’

આહના અને જ્વલિત એકબીજાની ખૂબ જ નજીક આવીને ઊભા રહ્યાં.જ્વલિતે એનાં બંને હાથ આહનાની કમર ફરતે વીંટાળ્યા, આહનાને થોડીક વધારે પોતાની તરફ ખેચી, આહનાએ એનાં બંને હાથ જ્વલિતના ગળા ફરતે વીંટળ્યા.

‘નો વન કેન કમ ક્લોઝ ટુ માય ગર્લફ્રેન્ડ એક્સેપ્ટ મી..... ’ આટલું કહેતાં કહેતાં જ્વલિતે આહનાને સહેજ વધારે પોતાની તરફ ખેચી એટલી નજીક કે બંનેના હોઠ વચ્ચે હવે કોઈ જ અંતર બાકી નહોતું.

આહનાએ પહેલી જ વખત જ્વલિતની આંખોમાં આ બીજા પુરુષ પ્રત્યેની ઇર્ષ્યાનો ભાવ જોયો. ઊંડે ઊંડે એ ખૂબ જ ખુશ હતી અને એ અત્યારે ખૂબ જ મસ્તીના મૂડમા હતી.

‘ઓહ....મિ. મહેતા ઇસ જેલસ ઓફ સમવન.....’ આહનાએ જ્વલિતને હેરાન કરતાં કહ્યું.

‘ઓફ કોર્સ..... આફ્ટર ઓલ યૂ આર માય ગર્લફ્રેન્ડ....’ જ્વલિતે આહનાના હોઠ પર કિસ કરી અને આહનાએ પણ એ જ પેશન, અગ્રેશન, પ્રેમથી જ્વલિતને કિસ કરી.

‘સો આઈ એમ યોર ગર્લફ્રેન્ડ.....ગર્લ કે જે ફ્રેન્ડ હોય એ કે પછી ગર્લફ્રેન્ડ વાળી ગર્લ ફ્રેન્ડ...?’ સહેજ મજાક કરતાં આહના એ પૂછ્યું.

‘સેકંડ ઓપ્શન આહના.....’

જ્વલિત આહનાને એનાં ટેબલ પાસે લઈ ગયો. એ ટેબલ પર બેઠો, આહના એની જ સામે ઊભી હતી, હવે એ બંને ની હાઇટ એકદમ સરખી લાગતી હતી, જ્વલિતે એનાં બંને પગની વચ્ચે આહનાને ઊભી રાખી અને એનાં બંને પગ આહનાના પગની આસપાસ અને હાથ આહનાની કમર ફરતે વીંટાળ્યા કે જેથી આહના એનાથી દૂર ના જાય.

‘આહના, તું મને છોડીને તો નહીં જાયને ક્યારેય પણ...? ’ જ્વલિતે થોડીક ગંભીરતાથી પૂછ્યું.

‘તું મને આહિયાથી બહાર નીકળવા દઇશ તો તો હું ચોક્કસ તને છોડી ને જ જઈશ... ’ આહના હજી પણ મજાકનાં મૂડમાં જ હતી. એણે હસતાં હસતાં કહ્યું.

‘આહના, આઈ એમ સિરિયસ...પ્રોમિસ મી તું મને છોડીને ક્યારેય નહીં જાય......!! એંડ લેટ્સ ગેટ મેરીડ....!! આઈ એએમ સો મચ ફ્રીકિંગ આઉટ...!!’ જ્વલિતે થોડુક વધારે ગંભીરતાથી કહ્યું.

આ સાંભળીને આહના પણ થોડીક ગંભીર થઈ. જ્વલિતે લગ્નનો નિર્ણય હમેશાંથી આહના પર જ છોડ્યો હતો, ક્યારેય એણે સામેથી લગ્ન કરવાનું ના તો પૂછ્યું હતું ના તો દબાણ કર્યું હતું. આજે પહેલી વખત આહના જ્વલિતની આંખોમાં પોતાને ખોવી દેવાનો ડર જોઈ રહી. જવલિતનો એ જ મનમોહક સ્મિતભરયો ચહેરો અત્યારે એને ઝાંખો દેખાતો હતો. જ્વલિતને ખબર નહીં પણ કેમ આજે એના પ્રેમની શ્યોરિટી જોઈતી હતી આહના પાસેથી..!! જ્વલિત આહનાને હમેશાં પોતાની લાગણીઓ જતાવતો....પણ આહના એ બાબતે થોડીક કાચી હતી....કદાચ એની થોડીક વધારે પડતી સ્ટ્રગલે જ એને આવી બનાવી દીધી હતી. જવલિત દિવસમાં ઘણી બધી બખત આઈ લવ યૂ કહેતો હતો. પણ હજી સુધીના આ વર્ષોમાં આહનાએ કયારેય પણ જ્વલિતને આઈ લવ યૂ નહોતું કીધું.

‘આઈ એમ નેવર ગોઇંગ ટુ લીવ યૂ જ્વલિત જ્યાં સુધી મારૂ મૃત્યુ જ આપણને બંનેને અલગ ના કરી દે, શું થયું અચાનક.... મે તમને ક્યારેય પણ આવી રીતે નથી જોયા આટલાં ગભરાયેલાં...’ પહેલાં તો આહના જ્વલિતની નજીક ગઈ, એની છાતી પર એણે માથું મૂક્યું, એક હાથેથી એની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો, પછી એનાં બંને હાથેથી જ્વલિતના વાળમાં હાથ ફેરવ્યો, એનાં બંને હાથ એણે જ્વલિતના ગાલ પર સ્થિર કર્યા અને જ્વલિતની આંખોમાં એ ડરને સહેજ ઓછો પડતો જોઇને આહના બોલી.

‘આઈ એમ ગેટિંગ ઓલ્ડર આહના, વી આર ગેટિંગ ઓલ્ડર.....મારે તારી જોડે જીવનની એ દરેક ક્ષણ માણવી છે કશું પણ થઈ જાય એ પહેલાં....’ જ્વલિતે આહનાની સામેથી એની નજર હટાવીને નીચે જોતાં કહ્યું.

‘જ્વલિત, આપણાં બંનેની ઉમર વધી રહી છે એ તો કોઈ જ કારણ નથી....તમે મારી આંખોમાં જોઈને ના બોલ્યાં એટ્લે કોઈક અલગ જ કારણ છે....મને કહી દો પ્લીઝ...’ આહનાએ એનાં હાથ વડે જ્વલિતનો ચહેરો ઊંચો કર્યો પછી થોડુક ગંભીરતા અને નાના બાળકની જેમ નિર્દોષતાથી બોલી.

‘આહના, સ્પર્શનો ફોન આવ્યો હતો...એવું કહેવાં માટે કે તારી મમ્મીએ તારાં લગ્ન માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દીધું છે....તો એવું કહેતો હતો કે કોઈ બીજું તને લઈ જાય એ પહેલાં તમે ઘરે આવીને કહી દેજો કારણકે હવે તારો બિઝનેસ પણ સેટઅપ થઈ ગયો છે અને લગ્નની જ રાહ જોવાય છે....’

‘બરાબર છે, મારો ભાઈ મને તો આવું કઈજ કહેશે નહીં કારણકે એને ખબર કે એની બહેન કોઇની વાત સાંભળવાની નથી, એને જે કરવું હશે એ જ કરશે અને જ્યારે કરવું હશે ત્યારે જ કરશે એટ્લે સ્પર્શે તમને ફોન કર્યો કે કદાચ તમે ગભરાઈ જાઓ અને મને સમજાઓ તો....’

‘આહના, તું ઘરે કહી દે ને એકવાર...પ્લીઝ...તને એવું કઈ હોય તો હું ઘરે આવીને વાત કરું...’ જ્વલિતની આંખોમાં નાના બાળક જેવી કરગરતા હતી.

‘ના, મારે કોઈ પણ છોકરાં સાથે એક મિટિંગ તો કરવી જ છે, અરેંજ મેરેજનું સેટઅપ જોવું છે, ખાલી એક જ મિટિંગ....પછ હું પાકું ઘરે કહી દઇશ આપણાં વિષે....’ આહનાએ ફરીથી મસ્તી કરતાં કહ્યું.   

‘આહના, હું અત્યારે સિરિયસ છું અને તું મને જ ચીડવે છે....!!’ જ્વલિત ખૂબ જ ઠંડા પણ આકર્ષિત અવાજે બોલી રહ્યો. જ્યારે પણ જ્વલિત આહનાને એનાં નામથી બોલાવતો એનાં અવાજમાં પોતાનાં પ્રત્યે રહેલું એ ખોવાઈ જવાય એવું આકર્ષણ અનુભવતી અને થતું બસ એનો અવાજ આહના સાંભળ્યા જ કરે, જ્વલિતમાં જ ખોવાઈ જાય. આ સાંભળીને આહનાને એક વાર તો થઈ આવ્યું કે અત્યારે જ જ્વલિતને જણાવી દે કે બસ આજથી, આ જ ક્ષણથી હું તમારી છું. પણ આહના એક ચોક્કસ સમયની રાહ જોતી હતી અને એ સમય ખૂબ જ જલ્દી આવવાનો હતો.

‘સો મી.મહેતા, બી રિલેક્સ અબાઉટ ધિસ, આઈ વિલ ટોક ટુ માય મૉમ ટૂડે ઇટસેલ્ફ......જ્વલિત, તમારાં જેટલો પ્રેમ મને કોઈ જ નહીં કરે, હું તમારાંથી અલગ થવાનું વિચારી પણ ના શકું, મારા દિવસની શરૂવાત જ તમારાં થી થાય છે, જે રીતે તમે મારો હાથ પકડો છો ત્યારે મને જે હુફ અનુભવાય છે, બસ એવું લાગે કે જીવનનું બધુ જ સુખ મળી ગયું. જ્યારે તમે પાછળથી આવીને મારી કમરની ફરતે હાથ વીંટાળો છો અને તમારી આંગળીઓ મારાં પેટ પર ફરતો હોય છે, તમને કેવી રીતે ખબર પડી જાય છે કે હું જ્યારે મૂડમાં નથી હોતી ત્યારે આવું કરશો તો મૂડમાં આવી જઈશ....!! અને સૌથી અગત્યની વસ્તુ ધ વે યૂ કિસમી ઓન માય લીપ્સ, ધ વે યૂ સિડક્ટિવલી સ્ટેર મી, આજે પણ મારી હ્રદયની ધડકનો તેજ થઈ જાય છે, પેટમાં પતંગિયા ઊડતાં હોય એવું લાગે છે અને મારાં શરીર પર રુવાંટા ઊભા થઈ જાય છે..... ’

આહના ઘણા બધાં સમય બાદ આજે ફરી એકવખત આટલું બધુ ખૂલીને બોલી, આ બધુ જ સાંભળીને જ્વલિતનો એ સફેદ ચહેરો લાલ લાલ થઈ ગયો અને એને આહનાની દરેક લાગણીઓની ખાતરી મળી હોય એમ હવે હળવાશ અનુભવી રહ્યો.

                                     *       *       *       *

‘આજે આહનાનો જન્મદિવસ છે, શું કરું હું એનાં માટે એવું કે આજે એ ખુશ રહે..? આ બધા માથી સહેજ બહાર આવે. મને ખબર છે કે આજનાં જ દિવસે એ જ્વલિતને સૌથી વધારે યાદ કરશે પણ મારે એને ખુશ તો કરવી જ છે ...’ આદિત્ય મનોમન વિચારી રહ્યો અને એ એનાં કોલેજના દિવસોમાં ખોવાઈ ગયો.

આદિત્ય અને આહનાની પ્રથમ મુલાકાત કોલેજમાં પ્રિન્સિપાલની ઓફિસમાં થઈ હતી, એ સમયે આહના અને જ્વલિત ફક્ત એકબીજાને ઓળખતાં હતાં, બંને માથી કોઈએ પણ એકબીજા સાથે પોતપોતાની લાગણીઓ વ્તક્ત નહોતી કરી. આહના જે રીતે પ્રિન્સિપાલ સાથે વાત કરી રહી હતી એના અવાજમાં એક ઠંડક અને દ્રઢતા હતી, ચહેરા પર પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો, આહનાની ઘઉંવર્ણી ચામડી, આહનાના વાળ વારંવાર એની આંખોમાં આવતા હતાં અને એ એનાં કાનની પાછળ નાખી દેતી હતી, એની નીલી આંખો એને જોઈને એમાં વધારે ને વધારે જ ડૂબવાની ઈચ્છા થતી હતી. આહના જ્યારે પ્રિન્સિપાલ સાથે વાત કરી રહી હતી ત્યારે આ દ્રશ્ય આદિત્ય દૂરથી જોઈ રહ્યો હતો, આદિત્ય આહનાને પહેલી વખત જોતાં જ ગમવા લાગી હતી. આહના અને આદિત્યે કોલેજના એક – બે ઈવેન્ટ માં સાથે કામ પણ કર્યું હતું, આહના અને આદિત્ય વચ્ચે એક સારી મિત્રતા હતી. આહના માટે એ હમેશાં એક મિત્રતા જ હતી કારણકે એનાં મનમાં તો માત્રને માત્ર જ્વલિત જ વસેલો હતો. આદિત્ય એ મિત્રતાને મિત્રતા કરતાં સહેજ વધારે સમજી રહ્યો હતો, આદિત્યની આહના પ્રત્યેની આ લાગણી ની જાણ એણે કોઈને પણ નહોતી કરી, જ્વલિતને પણ નહીં...!! જે દિવસે એને ખબર પડી કે આહના અને જ્વલિત એકબીજાને પસંદ કરે છે ત્યાર દુખ તો ખૂબ જ થયું એને પણ જ્વલિત એનાં ભાઈ જેવો હતો અને આહનાની ખુશી જ્વલિતમાં જ હતી એટ્લે એણે એની લાગણીઓ પર ત્યાં જ લગામ લગાવી દીધી. બંને હમેશાં ખુશ રહે એનાં માટે એણે બધા જ પ્રયત્નો કર્યા.

‘હું એને કોઈ પણ ગિફ્ટ આપીશ તો એ સ્વીકારશે તો નહીં જ, પણ હું એને એનાં મનપસંદ ફૂલો તો ચોક્કસ મોકલવી જ શકું છું, એમાં એ ક્યારેય ના નહીં પાડે....’ આદિત્યના મગજમાં અચાનક જ એક વિચાર આવ્યો હોય એમ એણે આહનાના મનપસંદ ફૂલો મંગાવવા માટે કોઈકને ફોન કર્યો.

                                              *       *       *       *

આહનાએ સવારે જ્વલિતને ઘણા બધાં ફોન કર્યા પણ એ વ્યસ્ત હતો એટ્લે એણે એક પણ ફોન ન ઉપડયો, છેલ્લે આહનાએ જ્વલિતને મેસેજ કર્યો.

જ્વલિત, આઈ વોન્ટ ટુ ડિસ્કસ સમથિંગ ઇમ્પોર્ટન્ટ વિથ યૂ...... આપણે આજે મળી શકીએ?

- આહના

લગભગ બે કલાક પછી જ્વલિતનો મેસેજ આવ્યો.

મારે ખૂબ જ કામ છે, એટ્લે કદાચ થોડુક મોડુ થાય તો.... બાકી આપડે 9 વાગે હયાતમાં મળીએ. તું પ્લીઝ ટેબલ બૂક કરાવી લેજે ને.... આઈ ડોન્ટ હેવ ટાઈમ...

- જ્વલિત

છેલ્લાં લગભગ બે અઠવાડીયાથી જ્વલિત કામમાં ખૂબ જ વ્યસ્ત હતો, બે અઠવાડીયાથી આહના અને જ્વલિત મળ્યાં પણ નહોતાં, ક્યારેક ક્યારેક તો જ્વલિત આહનાના ફોન પણ ના ઉપાડતો કે ફોન પણ જલ્દી પતાવી દેતો, આ બધુ જ જોઈને આહના જ્વલિતથી થોડીક ગુસ્સે હતી, એણે પણ જ્વલિતને ફોન કરવાંનાં બંધ કરી દીધાં હતાં પણ આજે અચાનક જ એક જરૂરી વાત માટે આહનાએ જ્વલિતને મેસેજ કર્યો.

આહનાએ બ્લેક કલરનો ઘૂંટણ સુધી આવે એટલો સ્લીવ્લેસ ડ્રેસ પહેર્યો હતો. થોડોક આછો મેક અપ, લાલ કલરની જ્વલિતની મનપસંદ લિપસ્ટિક, અને આંખોમાં કરેલી કાજલ એની નીલી આંખોને વધારે માદક અને ચહેરાને વધારે જ આકર્ષક બનાવટો હતો. આહના એની મર્સિસીઝમાં હયાત જવાં નીકળી. આહના પાસે લગભગ દસેક જેટલી મોંઘી ગાડીઓ હતી, એને હાઇ સ્પીડ રેસિંગ એને પસંદ હતું. આહનાની આ જ આદત જ્વલિતને સૌથી વધારે ખટકતી હતી એટ્લે એ હમેશાં આહનાને ડ્રાઇવિંગ કરાવવાનું અવોઈડ કરતો પણ આજે એની વ્યસ્તતા નાં કારણે એને સીધું જ આહનાને હયાત પર પહોચવાં કહ્યું. આહના 8:50 એ હયાત આવી પહોચી અને એણે ગાડીની ચાવી પાર્ક કરવાં આપી.

‘આઈ હેવ બૂકડ અ ટેબલ ફોર ટૂ... આહના ઝવેરી’ આહનાએ અંદર પ્રવેશતાંની સાથે જ મેનેજરને કહ્યું.

‘પ્લીઝ કમ ધીસ વે....’ મેનેજર આહનાને એના ટેબલ તરફ લઈ ગયો.

આહનાએ આજનાં ડિનરને ખાસ બનાવવાં માટે કેંડલ લાઇટ ડિનરનું પ્લાનિંગ કર્યું હતું, બધુ જ અર્રેંજ્મેંટ્સ એ રીતે કરાવ્યુ હતું જે રીતે જ્વલિતને પસંદ હતું, એનાં મનપસંદ રેડ રોઝનું ડેકોરેશન...!! આહના આવીને ચેર પર બેઠી અને જ્વલિતની રાહ જોતી હતી.

સાડા નવ વાગ્યા છતાં પણ જ્વલિત ન આવ્યો, આહનાએ જ્વલિતને ફોન કર્યો પણ એણે ફોન ન ઉપાડયો. આહનાને થયું જ્વલિત કદાચ રસ્તામાં હશે એટ્લે ફોન નહીં ઉપાડયો હોય, હમણાં આવતો જ હશે....આહનાની ઘડિયાળમાથી અવાજ આવ્યો અને એણે જોયું તો દસ વાગ્યા હતાં, એણે જ્વલિતને ફરી એક વખત ફોન કર્યો, થોડાક મેસેજ કર્યા... ઓન નાં તો જ્વલિતનો ફોન આવ્યો કે ના તો એનો મેસેજ.....આહનાની બધી જ ભૂખ મારી ગઈ હતી, છેવટે આહનાનો ગુસ્સો પણ વધી રહ્યો હતો, છેલ્લે 10:45એ આહના ડેકોરેશનાનું બિલ પેય કરીને હયાતમાથી નીકળી ગઈ, એનો ગુસ્સો હવે આસુંમાં બદલાઈ રહ્યો હતો, કોઈ જોઈ ન લે એટ્લે એ માથું નીચું કરીને બહાર નીકળી, એની ગાડી આવી પહોચી. આહના ડ્રાઇવિંગ સીટ પર બેઠી અને એનાં ઘર તરફ એણે ગાડી મારી મૂકી, એની આંખમાં નીકળતાં આંસુઑને કારણે એને થોડુક ધૂંધળું દેખાતું હતું, એક વખત તો અથડાતાં અથડાતાં બચી ગઈ. ઘરના કમ્પાઉન્ડમાં એણે ગાડી પાર્ક કરી. ગાડીનો અવાજ સાંભળીને સ્પર્શ ઘરનો દરવાજો ખોલવા આવ્યો.

‘સો કેવી રહી તમારી સ્પેશિયલ ડેટ...દીદા.... તમે જીજુને કીધું બધુ....?’ સ્પર્શે બારણાં પાસે ઊભેલી આહનાને ત્યાં જ પૂછી લીધું.

આહના કશો જ જવાબ આપ્યાં વગર નીચું જોતાં જોતાં પોતાનાં રૂમ તરફ ચાલી.

‘દીદા, શું થયું...? લૂક એટ મી...’ સ્પર્શે સહેજ ચિંતાતુર અવાજે પૂછ્યું.

‘જ્વલિત આવ્યો જ નહીં... ’ આહના આંખોમાં આંસુ સાથે બોલી.

બંને આહનાનાં રૂમમાં ગયાં, આહના કપડાં બદલવા બાથરૂમમાં ગઈ, કપડાં બદલીને આવી અને પલગમાં સૂતી, સ્પર્શ એની બાજુમાં જ બેઠો હતો. અને જ્વલિતને ફોન કરી રહ્યો હતો.

‘સ્પર્શ, જવલિતને ફોન ન કરીશ તું... મારે હવે એને નથી મળવું....’ આહના હજી પણ આંખોમાં આંસુ સાથે બોલી રહી.

‘એમણે તમને ઇન્ફોર્મ કર્યું હતું કે એ નહીં આવે...?’ સ્પર્શે પૂછ્યું.

‘નાં, એણે કોઈજ મેસેજ કે ફોન કશું જ નથી કર્યું.....હવે તું જા તારાં રૂમમાં અને મને ઊંઘવા દે....’ આહનાનાં આંસુ હજી પણ સુકાતા નહોતાં.

‘દીદા, તમારી વચ્ચે કોઈ ઝગડો થયો છે..?’

‘ના,…. બસ એ થોડો બીઝી છે લાસ્ટ ટૂ વીકથી....’

‘તમે ખાધું કાઇ...?’

‘ના, મે કાઇ જ નથી ખાધું.....અને મને કાઇ ખાવું પણ નથી, આઈ એમ નોટ ફીલિંગ ગૂડ.... આઈ એમ હેવિંગ ટૂ મચ બેક પેઇન એંડ સ્ટમક પેઇન.....’

‘દીદા, પ્લીઝ કાઈક ખાઈ લો.....અને હું જીજુ સાથે વાત કરું છું....’

‘નાં... મને નહીં ખવાય અત્યારે કાઇ પણ.....અને તું જ્વલિત સાથે વાત નાં કરીશ...’

‘દીદા, પહેલાં તો તમે રડવાનું બંધ કરી દો.....અને ચાલો સૂઈ જાઓ....’ સ્પર્શ આહનાનાં માથે હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યો.

ધીમે ધીમે આહના સૂઈ ગઈ, સ્પર્શે જ્વલિતની ઓફિસે ફોન કર્યો, જ્વલિત ઓફિસે પણ નહોતો. સ્પર્શ હજી પણ આહનાની બાજુમાં જ બેઠો હતો, એણે નક્કી કર્યું હતું કે આજે એ આહનાની જોડે જ સૂઈ જશે કારણકે આહનાએ ઘણી બધી રાતો એવી રીતે કાઢી હતી કે એ અડધી રાતે જાગી જતી અને ચિંતાનાં કારણે રડતી, ત્યારે સ્પર્શ હમેશાં જ એની જોડે રહેતો એનો ટેકો બનીને....એને બીક હતી કે આજે પણ આહના અધવચ્ચે જાગી ન જાય...!! રાતના એક વાગ્યે અચાનક જ આહનાનાં ફોન પર જ્વલિતનો ફોન આવ્યો. આહના સૂતી હતી, સ્પર્શે ફોન ઉપાડયો.

‘આહના, લીસન આઈ એમ રિયલી સોરી હું આજે ના આવી શક્યો.... ક્યાં છે તું...?’ જ્વલિતે સામે કોણ છે એ સાંભળ્યા વગર જ બોલી ગયો.

‘જીજુ, આજે તમે જે પણ કર્યું એ ઠીક નાં કર્યું આજે .... મે મારી દીદાની આંખોમાં ક્યારેય પણ આંસુ નથી આવવાં દીધાં અને આજે તમારા કારણે મારી બહેન ખૂબ જ રડી છે....હું આ વાત માટે તમને ક્યારેય માફ નહીં કરી શકું....’

‘સ્પર્શ, આઈ નો આઈ હર્ટ હર... બટ પ્લીઝ લીસન ટુ મી વન્સ.....’

‘બોલો….’

‘બે અઠવાડીયા પહેલાં એક પ્રોજેકટ આવ્યો હતો એંડ મે એ ડીલ સાઇન કરી એ લોકોનું કન્સ્ટ્રકશન શરૂ થઈ ગયું, એ લોકોને ખૂબ જ જલ્દી જોઈએ છે બધુ અને આ ડીલ ગુમાવવી એ કદાચ મને પોસાય એવું નહોતું, તો હું એમાં જ બીઝી હતો આજે હું નવ વાગ્યા સુધી ઓફિસમાં જ હતો, નવ વાગે મિટિંગ પતિ જવાની હતી, પણ પછી મિટિંગ થોડીક લાંબી ચાલી 9:30 સુધી, કાલે રાત્રે પણ હું ઊંઘયો નહોતો, હું ખૂબ જ થાકી ગયો હતો, એટ્લે મે નક્કી કર્યું કે નીકળતાં પહેલાં હું પંદર મિનિટ સૂઈ જવું તો આહનાને થોડોક ફ્રેશ મળી શકું, અને ઓફિસના ડેસ્ક પર જ માથું રાખીને હું સૂઈ ગયો.... મારો ફોન સાઇલેન્ટ પર હતો, કોઈના ફોન મને નાં સંભળાયા, મને એમ હતું કે હું ઉઠી જઈશ પંદર મિનિટમાં પણ હું ઉઠ્યો ત્યારે સીધાં રાતના 12:45 થયા હતાં, મે તરત જ મારો ફોન હાથમાં લીધો, તારાં અને આહનાનાં મિસ કોલ અને મેસેજ હતાં એટ્લે તરત જ આહનાને મે ફોન કર્યો..... આઈ નો કે એ ખૂબ જ ગુસ્સે થઈ હશે મારી ઉપર....છેલ્લાં બે અઠવાડીયા થી મે એને બરાબર સમય જ નથી આપ્યો....’

આ સાંભળીને સ્પર્શ હસી પડ્યો.

‘તમે જો એવું કહેશો દીદાને કે તમે સૂઈ ગયાં હતાં તો તમને સહેજ પણ માફ નહીં કરે...પણ તમારે એકવાર એને ફોન કરીને કહી દેવું જોઈતું હતું કે તમને આવતાં મોડુ થશે....’ સ્પર્શે હસતાં હસતાં કહ્યું.

‘આહના જાગે છે અત્યારે...?’

‘ના, દીદા બહુ જ રડ્યા આજે, એમની તબિયત સારી નથી એમને ખૂબ જ બેક પેઇન એંડ સ્ટમક પેઇન થતું હતું...અને કાઈ પણ ખાધું પણ નહીં....’

‘ઓહ... શીટ....ઇટ્સ હર પિરિયડ્સ....હાઉ કેન આઈ મિસ ટુ રિમેમ્બર.... આઈ એમ શ્યોર આહના ઇસ નોટ વેલ....અને એનાં મૂડ સ્વિંગ્સ તો ખૂબ જ ખરાબ હશે...એટ્લે જ એ રડી આજે .....અને એણે કાઈ ખાધું પણ નથી.... ઇટ્સ ઓલ માય ફોલ્ટ....’ જ્વલિત એકીસાથે દુખી થતાં બોલી ઉઠ્યો.

‘જીજુ, આ વખતે તો કાઈક તમારે મોટું જ કરવું પડશે દીદાને મનાવવા...બાકી દીદા માનશે જ નહીં....’

સ્પર્શનો અવાજ સાંભળીને આહના જાગી ગઈ.

‘સ્પર્શ, તું કોની જોડે વાત કરે છે અત્યારે આટલી મોડી રાત્રે...?’ આહના ઊંઘમાં ને ઊંઘમાં જ બોલી.

‘સ્પર્શ, હું ઘરે આવું છું, તું ખાલી દરવાજો ખોલજે ને....કોઈને ખબર ના પડે એવી રીતે... અને આહનાને કશું ના કહીશ.... હું નિકળું છું, ચલ બાય ’

‘દીદા, તમે સૂઈ જાવ..... કોઈ નથી ફોન પર....’

જ્વલિત આહનાનાં ઘરે આવી પહોચ્યો, સ્પર્શ દરવાજા પાસે જ ઊભી હતો, જ્વલિત અંદર આવ્યો અને આહનાનાં રૂમમાં ગયો, સ્પર્શ જ્વલિતને આહનાનાં રૂમમાં મૂકીને ગયો. જ્વલિત આહનાનાં પલંગ પર એ સૂતી હતી એની બાજુમાં બેઠો. આહનાની સુજેલી આંખો જોઈને જ્વલિતને મનમાં ખૂબ જ દુખ થયું કે આ બધાની પાછળનું કારણ એ પોતે જ છે...!!

‘આહના... આહના...’ જ્વલિત આહનાનાં માથા પર હાથ ફેરવીને એને ઉઠાડી રહ્યો.

જ્વલિતનો અવાજ સાંભળીને સફાળી બેઠી થઈ ગઈ, એણે રૂમમાં લાઇટ ચાલુ કરી, જ્વલિતને જોયો. આહના કશું પણ સમજી શકે એ પહેલાં જ્વલિત એની નજીક આવ્યો અને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. આહનાએ જ્વલિતને સહેજ પોતાનાથી દૂર કર્યો.

‘જ્વલિત, તમે અત્યારે આહિયા આટલી મોડી રાત્રે શું કરો છો...? તમે અંદર કેવી રીતે આવ્યાં? કોઈએ તમને જોયાં..?’ આહના એક જ શ્વાસે બધુ જ બોલી રહી.

‘આહના, બ્રીથ....શાંતિથી બેટા...હું તમે મળવા આવ્યો છું આહિયાં, સ્પર્શે દરવાજો ખોલ્યો, તારાં સિવાય મને કોઈએ નથી જોયો ....’ જ્વલિત એક અલગ જ આકર્ષિત અવાજ થી બોલી રહ્યો.

‘જ્વલિત, તમે ઘરે જાવ અત્યારે, મારે તમારી જોડે કોઈ જ વાત નથી કરવી.....અને હા, તમારી પાસે મારાં માટે કોઈ જ સમય પણ નથી, મારે તમારી સાથે નથી રહેવું, આઈ વોન્ટ ટુ બ્રેક અપ વિથ યૂ.... ’ આહના ગુસ્સામાં બોલી રહી.

‘આહના, આઈ એમ સોરી બેટા, ખૂબ જ કામ હતું, હું પંદર મિનિટ સૂઈ ગયો અને ખબર જ નાં પડી કે ક્યારે પંદર મિનિટ કલાકો માં ફેરવાઇ ગઈ.... બ્રેક અપની તો તું વાત જ નાં કરીશ, હું તને ક્યારેય પણ છોડવાનો નથી....’

‘જ્વલિત તમે મને એક ફોન તો કરી શકતા હતાં કે નહીં, મે ત્યાં ટેબલ બૂક કરેલું હતું, કેંડલ લાઇટ ડિનર ડેટ હતી, તમારાં મોસ્ટ ફેવરિટ રેડ રોસનું ડેકોરેશન કરાવ્યુ હતું, પણ તમે જ નાં આવ્યાં....’ આહના દુખી થઈને બોલી રહી.

‘આઈ એમ રિયલી સોરી, બધાં જ માટે.... આઈ નો કે તે એ બધાં માટે ખૂબ જ મહેનત કરી હતી.....તું પહેલાં એમ કહે મને કહે તે શું ખાધું..?ડૂ યૂ સ્ટિલ હેવ ધેટ પેઇન ઇન યોર બૅક એંડ સ્ટમક..?’ જ્વલિતે આહનાની નજીક આવીને આહનાનાં માથા પર એક કિસ કરી, ત્યાર બાદ હગ કરીને એનાં પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.

જ્વલિતની કિસથી આહના પીગળી ગઈ, એણે જ્વલિતને પોતાનાં હાથોમાં જકડી લીધો.

‘ના, મે કશું જ નથી ખાધું....એંડ ઇટ્સ પેઇનીંગ ટુ મચ... ’ આહના જ્વલિતને હગ કરતાં બોલી રહી અને ફરી એક વાર એની આંખોમાથી આંસુ સરી પડ્યા.

‘ડોન્ટ ક્રાય, બેટા... પ્લીઝ....તું ચલ ઊભી થા આપણે જઈએ અને કાઈક ખાઈએ...’

‘નાં, મને ભૂખ નથી.....અને અત્યારે કઈ ખુલ્લુ પણ નહીં હોય આટલી મોડી રાત્રે...’

‘પણ મને તો ખૂબ જ લાગી છે....મને એવી એક જગ્યા ખબર છે...’ આહના કાઇ પણ બોલે એ પહેલાં જ્વલિત એણે ઊચકીને ઘરના કમ્પાઉન્ડમાં કે જ્યાં એની ગાડી પાર્ક કરી હતી ત્યાં લઈ ગયો અને ગાડીમાં બેસવા કહ્યું.

આહના અને જ્વલિત બંને ગાડીમાં ગોઠવાઈ ગયાં. જ્વલિતે એક ડેઝર્ટ શોપની સામે ગાડી ઊભી રાખી. અને આહનાની ફેવરિટ સીઝલિંગ બ્રાઊની ઓર્ડર કરી. બ્રાઊની જોઈને આહના નાનાં બાળકની જેમ ખુશ થઈ ગઈ. જ્વલિત આહનાને ખવડાવી રહ્યો અને મનોમન વિચારી રહ્યો, શું છે આ છોકરી !! ક્યારેક નાના બાળકની જેમ હસ્તી હોય છે, ક્યારેક એટલો ગુસ્સો કરે છે કે એવું લાગે કે મને હવે ક્યારેય માફ નહીં કરે અને આજે જ બ્રેક અપ કરી દેશે, ક્યારેક એટલો બધો પ્રેમ જતાવશે કે એવું લાગે કે મને છોડશે જ નહીં, ક્યારેક એકદમ કંપનીના હેડની જેમ વાત કરશે, ક્યારેક એટલો બધો ઇગનોર કરશે મને કે જાણે એ મને ઓળખતી જ નથી...!! આહનાનું બધુ જ હમેશાં એક્સ્ટ્રીમ રહેતું પછી એ પ્રેમ હોય, ગુસ્સો હોય, નફરત હોય કે એની ઇગ્નોરન્સ હોય, પણ એનાં બધાં જ સ્વભાવ મને ખૂબ જ પસંદ છે.

‘યુ નો વોટ જ્વલિત, તમને બધુ જ ખબર છે, મારાં દરેક મૂડ સ્વિંગ્સ માટે તમારે મને કેવી રીતે ટ્રીટ કરવી...!!’ આહનાએ ખાવાનું પતાવીને જ્વલિતને હોઠ પર કિસ કરતાં કહ્યું.

‘જ્વલિત, તમે ગમે તેટલા પણ બીઝી હોવ મારી જોડે તો વાત કરવી જ પડશે તમારે....પ્લીઝ ડોન્ટ લીવ મી આલોન ઇન ધિસ ડેયસ...તમને ખબર જ છે કે મારાં મૂડ સ્વિંગ્સ કેટલાં જ ખરાબ હોય છે....!!’ આહનાએ જ્વલિતને વળગીને કહ્યું.

‘પ્રોમિસ આહના, નેક્સ્ટ ટાઈમથી આવું કઈ જ નહીં થાય...!!’ જ્વલિતે આહનાની નીલી આંખોમાં જોતાં કહ્યું.

જ્વલિતે ફરીથી ગાડી આહનાનાં ઘર તરફ વાળી, આહનાએ રસ્તામાથી સ્પર્શને ઘરનો દરવાજો ખોલવા માટે ફોન કર્યો. સ્પર્શ દરવાજા પાસે જ ઊભો હતો, આહનાનાં ચહેરા પર ફરી એક વખત સ્મિત જોઈને સ્પર્શ ખૂબ જ ખુશ થઈ ગયો. આહના અને જ્વલિત આહનાનાં રૂમમાં આવ્યાં.

‘આહના, ચલ તું સૂઈ જા, હું તને એકદમ સરસ બેક મસાજ કરી આપું...!!’ જ્વલિતે આહનાની સામે જોતાં કહ્યું.

આહના એનાં પલંગમાં ઊંધી સૂઈ ગઈ, જ્વલિત એની બેક પર મસાજ કરી રહ્યો હતો, આહનાને ખૂબ સારું લાગી રહ્યું હતું.

‘આહના, મને એમ તો કહે કે આજની ડેટમાં તું મને કાઈક ખાસ કહેવાની હતી એ હતું શું..?’ જ્વલિતે ઉત્સુકતાથી પૂછ્યું.

‘જ્વલિત, મે ઘરમાં મમ્મી, પપ્પા અને મોટા પપ્પા બધાં જ જોડે આપણાં બંનેની વાત કરી......એંડ ધ ગૂડ ન્યુસ ઇસ એ લોકોને કોઈ જ વાંધો નથી.... ઇનફેક્ટ એ લોકોને આપણાં બંનેનો થોડોક આઇડિયા તો હતો જ...’

આ સાંભળીને જ્વલિતના મન પરથી આહનાને ખોવી દેવાનો બધો જ ભાર ઉતરી ગયો.

‘ઇટ્સ એક્ચુઅલ્લી અ ગ્રેટ ન્યુસ આહના....હવે હું નિકળું સવારના ચાર વાગી ગયાં છે, હમણાં થોડી વારમાં કોઈનું કોઈ ઉઠશે અને મારી ગાડી બહાર જોશે તો શું વિચારશે...!!’ જ્વલિતે આહનાની સામે સ્મિત સાથે જોતાં કહ્યું.

જ્વલિત આહનાની રજા લઈને એનાં ઘરે જવાં નીકળ્યો.

                                            *         *       *       *

આહના ઓફિસ જવાં માટે એની ગાડીમાં ગોઠવાઈ ગઈ એટલામાં સ્પર્શ પણ ઓફિસ જવાંમાટે આવી પહોચ્યો.=, એણે આહનાની ગાડી’માં આહનાની બાજુની સિટનો દરવાજો ખોલ્યો અને બેસી ગયો.

‘તું કેમ વહેલો આવે છે સ્પર્શ આજે...?’ આહનાએ સ્પર્શને બેઠેલો જોઈને પૂછ્યું.

‘આજે મારે પણ થોડુક કામ છે ઓફિસમાં અને સાંજે આપણે બહાર પણ જવાનું છે તો એ પહેલાં કામ પતાવવું પડશે.... સો આઈ એમ કમિંગ વિથ યૂ...’ સ્પર્શે આહનાની સામે જોઈને બોલતાં કહ્યું.

થોડી વાર બંને વચ્ચે શાંતિ છવાઈ રહી.

‘દીદા, કેન આઈ આસ્ક યૂ સમથિંગ...?’ સ્પર્શે પૂછ્યું.

‘સ્પર્શ, તારે મને જે પણ મુચવું હોય એ પૂછી શકે છે...’ ગાડી ચલાવતા ચલાવતાં આહનાએ કહ્યું.

‘એમ આઈ આડોપ્ટેડ...?’

આ સાંભળીને તરતા જ આહનાએ ગાડીની બ્રેક મારી અને ગાડી સહેજ બાજુમાં ઊભી રાખી.

‘ના, સ્પર્શ આવું કોણે કહ્યું તને...?’

‘આજે મમ્મી અને પપ્પા એવી વાત કરી રહ્યાં હતાં કે ક્યારે સ્પર્શને ખબર પડશે કે આપણે સગા ભાઈ બહેન નથી ત્યારે એ શું વિચારશે...!! એટલે આપણે જેટલું બને એટલું જલ્દી એને કહી દેવું જોઈએ.....!!!’

‘સ્પર્શ, મને એક વસ્તુનો જવાબ આપ... જો હું તારી સગી બહેન ના હોવું તો તું મને એટલો પ્રેમ નહીં કરે જેટલો અત્યારે કરે છે? તારાં માટે હું બદલાઈ જઈશ? ’

‘ના, તમારી જગ્યા, તમારાં પ્રત્યેનો મારો પ્રેમ કશું જ નહીં બદલાય મારાં માટે.... ક્યારેય પણ.... ’

‘તો સાંભળ... તું આડોપ્ટેડ નથી.... હું આડોપ્ટેડ છું....!!’

‘શું...!!’ આ સાંભળીને સ્પર્શ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો.

‘હા, સ્પર્શ, હું મોટા પપ્પાની દીકરી છું, હું ખૂબ જ નાની હતી ત્યારે મોટી મમ્મીનો એક્સિડેંટ થઈ ગયો, એમણે બીજા લગ્ન કરવાની ના પાડી, પણ છોકરાંઓને મોટાં કરવાંમાં સૌથી મોટો ભાગ એનાં મમ્મીનો જ હોય છે...પછી 2 વર્ષમાં જ તારો જન્મ થયો, ત્યાં સુધી મમ્મી પપ્પાએ નક્કી કરી લીધું હતું કે મને ભવિષ્યમાં ક્યારેય એવું ફીલ નાં થાય કે મારી મમ્મી હવે નથી એ માટે એ લોકોએ મને આડોપ્ટ કરી, અને મોટા પપ્પા તો આમ પણ આપણી સાથે જ રહે છે તો તેમને આનાથી કોઈ જ પ્રોબ્લેમ નહોતો....!!’

‘યૂ નો વોટ દીદા, એ લોકો સૌથી વધારે પ્રેમ પણ તમને જ કરે છે...અને હું પણ ....!! મારાં કરતાં પણ વધારે...!! એટ્લે મને થયું કે હું જ આડોપ્ટેડ છું...’ સ્પર્શે સહેજ સ્મિત સાથે આહના તરફ જોતાં કહ્યું.

‘મમ્મીને હમેશાં આ જ વસ્તુની બીક હતી સ્પર્શ કે આ સાંભળીને તારો મારાં પ્રત્યેનો પ્રેમ ઓછો તો નહીં થાય ણે ....!!’

‘ના, દીદા ક્યારેય પણ નહીં...’ સ્પર્શે આહનાને ભેટતા કહ્યું.

‘સ્પર્શ, મને હજુ પણ એ વસ્તુની ખબર નથી પડતી કે તને ક્યારેય પણ એવો પ્રશ્ન કેમ નાં થયો કે મારી આંખો નીલી કેમ છે...!! આપણાં મમ્મી પપ્પામાથી તો કોઇની પણ આંખો નીલી નથી...!!’

‘મે કદાચ એવું ક્યારેય વિચાર્યું જ નહોતું એટ્લે...’

‘મોટા મમ્મીની આંખો નીલી હતી સ્પર્શ.... એટ્લે મારી પણ.....’ આહનાએ એક ઝાંખા સ્મિત સાથે કહ્યું.

‘હા, મને ખબર છે હો જીજુને તમારી આ આંખો સૌથી વધારે ગમતી હતી....’ સ્પર્શ એકદમ આ વકી બોલી તો ગયો પણ પછી એને એહસાસ થયો કે આ એની ખૂબ જ મોટી ભૂલ હતી, આજે એક તો આહનાનો જન્મદિવસ અને એમાં પણ જ્વલિત હવે નથી રહ્યો..!!

આહનાએ ગાડી સ્ટાર્ટ કરી અને ઓફિસ તરફ મારી મૂકી.

                                   * *       *       *

 ‘આહના, કાલના કોઈ જ પ્રોગ્રામ્સ ના રાખીશ અને કામ પણ જે હોય એ કોઈ બીજાને આપી દેજે અથવા તું આજે કંપ્લીટ કરી દેજે.’ જ્વલિતે કહ્યું.

‘કેમ કાલે શું છે..? ’ આહનાએ ઉતસુકતાથી પૂછ્યું.

‘કાલે તો કઈ નથી પણ ધ ડે આફ્ટર ટુમોરો ઇસ વેરી સ્પેશિયલ ફોર મી એંડ આઈ હેવ સમ પ્લાન્સ ફોર ધેટ ડે... સો મિસ. આહના ઝવેરી પ્લીઝ તમે થોડા ફ્રી રહેજો જેથી એ પ્લાન્સનું એક્ઝિક્યુશન સારી રીતે હું કરી શકું..!’ જ્વલિતે આહનનો હાથ પોતાનાં હાથમાં લેતાં કહ્યું.

‘જ્વલિત, તમને એવું નથી લાગતું તમે થોડા વધારે જ ભારે શબ્દો બોલી ગયાં....હાહાહા’ કહેતાં કહેતાં આહના હસી પડી.

‘ઓકે .. લીસન... આમ તો મારે સરપ્રાઇઝ જ રાખવું હતું બટ મેય બી તારે કઈક પૅકિંગ કરવૂ હોય તો એટ્લે જ હું તને અત્યારે કહું છું....વી આર ગોઇંગ ગોવા કાલે સાંજે....ત્રણ દિવસ માટે.... સો પૅક યોર બેસ્ગ..!!’ જ્વલિતે ઓર્ડર આપતાં કહ્યું.

‘જ્વલિત, તમે સાચું બોલો છો ને મસ્તી તો નથી કરતાં ને... આઈ સ્ટિલ કેન નોટ બિલિવ...!!’ આહનાએ આશ્ચર્યસહિત જ્વલિત સામે જોતાં કહ્યું.

‘ના, બેટા...એંડ મમ્મી પપ્પાને પણ મેં પૂછી લીધું છે એ લોકોને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી સો એની મોર ક્વેસ્શન્સ મિસ ઝવેરી?’           

‘નો...નોટ એટ ઓલ...આઈ એએમ સો હેપી જ્વલિત... થેન્ક યૂ ફોર એવરીથિંગ...’ આહનાએ જ્વલિતની નજીક જઈ એણે હગ અને કિસ કરતાં કહ્યું.

‘તું ખુશ એટ્લે હું પણ ખુશ....તારી ખુશી થી વધારે કશું જ નહીં...’

                                              *       *       *       *

આહનાએ એની કેબિનમાં એનાં ટેબલ પર એક મોટો બુકે પડેલો જોયો. વ્હાઇટ લીલી, યલ્લો અને પિન્ક રોઝિસનું કોમ્બિનેશન...!! આ ફૂલો આહના ના સૌથી વધારે મનપસંદ હતાં અને આ વાતની જ્વલિત સિવાય કોઈને અત્યાર સુધી ખબર નહોતી. બુકે જોઈને આહના આશ્ચર્યચકિત થઈ ગઈ. અને એ બુકે પરના નાનકડા કાર્ડમાં જ્વલિતનું જ નામ શોધી રહી...!!

‘હેપી બર્થડે આહના ... ફ્રોમ : આદિત્ય’ આહનાએ એ બુકે પરનું કાર્ડ ખોલ્યું અને વાચ્યુ અને એટલાંમાં જ આદિત્ય એની પાછળ આવીને ઊભો રહી ગયો.

‘સો યૂ લાઈક યોર ફેવરિટ ફ્લાવર્સ..? એંડ હેપી બર્થડે અગેન...’ આદિત્યએ પૂછ્યું.

‘થેન્ક્સ....એંડ...યસ..તને કેમની ખબર પણ કે આ મારા ફેવરિટ ફ્લાવર્સ છે...?’

‘જ્વલિત તને દરરોજ ફ્લાવર્સ મોકલાવતો હતો...એમાં ઘણી બધી વખત એવું થયું હતું કે એને આ કોમ્બિનેશન નહોતું મળતું તો એ દરેક વખ્તે એ મારી પાસે આવતો અને કહેતો ‘આદિ, ફ્લાવર્સનું કઈક સેટિંગ કર ને...આજે નથી મળ્યા મને હજી’ અને પછી હું એના માટે ગમે ત્યાથી આ કોમ્બિનેશન શોધી લાવતો...જ્વલિત માટે બધુ જ....એટ્લે જ મને તારા વિષે ઘણું બધુ છે..’

‘સ્ટ્રેંજ.... આઈ નેવર થોટ કે જ્વલિત ક્યારેય કોઈની પાસે હેલ્પ પણ માંગે છે....એની પાસે એનાં ઘણા જ બધાં માણસો હતાં....!!’

‘આહના તું અને હું બંને જ તો હતાં એના ફેમિલીમાં... આપણને નહીં કહે તો કોને કહેતો એ...!! સો આજે આપણે ક્યાં જઈએ છે સાંજે ડિનરમાં..? ’

‘સાચું કહું આદિત્ય તો મને જ્વલિત વગર મારી બર્થડે સેલિબ્રેટ કરવી જ નથી... એના વગર કશી જ મજા નથી આવતી એંડ યસ અમે સાંજે થોડાક ચેરિટિના કામથી બહાર જવાના છીએ’

‘ઓકે ધેન... આઈ વિલ જોઇન યૂ ...બટ ફર્સ્ટ તારે આ કેક કટ કરવી પડશે....જો જ્વલિત હોત તો એ આનાથી ઘણું જ બધુ વધારે કરત...બસ ખાલી એના માટે જ તું કટ કરી લે.. ’

‘ઓકે..’ ખબર નહીં કેમ પણ આહના આદિત્યને ના ન પડી શકી અને એણે આદિત્ય સાથે એની બર્થડે કેક કટ કરી.

                                              *       *       *       *

 ‘આહના, મેં જે રૂમ બૂક કરાવ્યો હતો ને એમાં હજી સર્વિસ બાકી છે એ લોકો એક કલાક રહીને જ આપી શકશે....’ જ્વલિતે રિસેપ્શન પરથી સોફામાં બેઠેલી આહનાને કહ્યું.

‘જ્વલિત, રાતના 12 વાગવા આવ્યાં અને હજી રૂમ સર્વિસ નથી....આવી ખરાબ સર્વિસ એ પણ તાજ માં...!! અને આપણે કલાક કરી શું પણ શું..!!’

‘આહના, અહિયાં વેટિંગ રૂમ છે એ લોકો કહે છે ત્યાં જ બેસો...ચલ.. પછી જેવુ થઈ જશે સર્વિસ ધે વિલ કોલ..!’

‘ઓકે..ચાલો’

આહના અને જ્વલિત વેટિંગ રૂમ તરફ ગયાં. આહનાએ એક મોટો દરવાજો ખોલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગઈ.ખૂબ જ મોટો એક બેંકવેટ હોલ હતો જમીન પર બધે જ ફુગ્ગાઓ વિખરાયેલા હતાં અને હોલની ઉપરની દીવાલ પણ ફુગ્ગાઑથી શણગારેલી હતી. એ દરેક ફુગ્ગાની દોરી આહનાના માથા સુધી આવતી હતી અને એ દરેક દોરીના અંતે આહનાના અલગ અલગ ફોટો લાગેવેલો હતો. સામે ની દીવાલ પર એક ખૂબ જ મોટો સ્ક્રીન હતો જેમાં આહના અને જ્વલિતની અત્યાર સુધીની નાની નાની યાદોને એક સુંદર વિડિયોમાં ભેગી કરી હતી અને એ વિડીયો ચાલી રહ્યો હતો. એ વિડીયો આરામથી જોઈ શકાય એનાં માટે એક સુન્દર સોફો હતો અને સોફાની આગળના ભાગમાં ટેબલ પર આહનની સૌથી મનપસંદ રેડ વેલ્વેટ કેક હતી. એ ટેબલની ફરતે 27 ગિફ્ટના બોક્સ પડ્યા હતાં. હોલનાં ત્રણ મોટાં મોટાં ઝૂમ્મરો ડેકોરેશનને વધારે જ સુંદર બનાવતાં હતાં.આહના આ બધુ જોઈને થોડી વાર તો કશું જ બોલી ન શકી, એ ફુગ્ગાની દોરી ની નીચે લટકાવેલા ફોટા જોતાં આગળ વધી અને પછી ધીમેથી પાછળ ફરી અને બસ જ્વલિતને વળગી પડી.

‘હેપ્પી બર્થડે.....આહના’ જ્વલિતે આહનાને થોડીક વધારે આવેગથી એનાં હાથમાં જકડી લીધી અને એનાં હોઠ ચૂમી લીધાં.

‘જ્વલિત... આઈ સ્ટીલ કેન નોટ બિલિવ ધિસ ઇસ માય પ્રેઝન્ટ લાઈફ....ઈટ ફીલ્સ લાઈક આ ફેરી ટેલ..ધીસ ઇસ સો સો બ્યૂટીફૂલ.... થેન્ક યૂ સો મચ ફોર એવરીથિંગ....!!’

‘ધિસ ઇસ યોર પ્રેઝંટ લાઈફ આહના અને આગળ પણ મારે તારા જીવનનો દરેક દિવસ આટલો જ ખુશ બનાવો છે’

આહના જ્વલિતનો હાથ પકડીને અંદર ગઈ અને બંને જણાં સોફા પર બેસી ગયાં. આહનાએ કેક કાપી એકદમ હળવા મ્યુઝિકમાં બંનેએ ડાન્સ કર્યો અને બંને જણાં સ્ક્રીન પર નો વિડીયો જોવા ગોઠવાઈ ગયાં. આહનાનએ હજી પણ જ્વલિતનો હાથ એનાં હાથમાં જ પકડી રાખ્યો હતો.

‘જ્વલિત... 27 ગિફ્ટ્સ....ધિસ ઇસ ટૂ મચ ...હજી પણ મને વિશ્વાસ નથી થતો...!!’ આહનાએ ગિફ્ટ બોક્સની સામે જોતાં કહ્યું.

‘યસ, તમે 27 વર્ષના થયા તો 27 ગિફ્ટ્સ તો હોય કે નહીં...!! અને આ જ રીયાલિટી છે...!!’ આટલું કહેતાં જ્વલિતે ફરી વખત આહનાનાં હોઠ ચૂમી લીધાં.

‘આહના, હવે રૂમ માં જઈશું...આ બધુ જ એ લોકો ત્યાં પહોચાડી દેશે અને પછી તું રૂમ માં જ ખોલજે બધી ગિફ્ટસ...!! ’

‘જ્વલિત, મને અત્યારે જ ગિફ્ટ્સ ખોલવી છે પ્લીઝ..!!’ આહનાને નાના છોકરા જેવો નિર્દોષ ચહેરો બનાવતાં કહ્યું.

‘બેટા, તું રાતે શાંતિ થી સૂઈ જઈશ તો જ કાલે મજા આવશે.... કાલે હજી આનાથી પણ વધારે સરપ્રાઇસ છે...!! ગિફ્ટ્સ કાલે ફ્રી ટાઈમ માં ખોલ્જે...’ જ્વલિતે આહનાનાં માથા પર હાથ ફેરવતા કહ્યું.

‘ઓકે....’

‘હું ખૂબ જ થાકેલો છું, હું શાવર લઈને આવું....’ જ્વલિતે બાથરૂમમાં જતાં કહ્યું.

જ્વલિત નાહીને બહાર આવ્યો. એનાં વાળમાથી પાણીની બુંદો જમીન પર પડી રહી હતી, એ એનાં વાળને ધીમેથી લૂછી રહ્યો હતો, એણે સફેદ રંગનું શોર્ટ પહેર્યું હતું, એની કથ્થાઇ આંખો, એની ટ્રીમ કરેલી દાઢી એનાં ચહેરાને વધારે આકર્ષિત અને મનમોહક બનાવતી હતી, એણે કોઈ જ ટીશર્ટ પહેરી નહોતી, એનું મસ્ક્યુલર શરીર કોઈને પણ એનાં પ્રેમમાં પાડી દે એવું હતું. આહના પલંગમાં બેઠાં બેઠાં ક્યાય સુધી જ્વલિતને તાકી રહી, એવું નહોતું કે આહનાએ અત્યાર સુધી જ્વલિતને કયારેય પણ આવી રીતે જોયો નહોતો પણ આજે આહનાના મગજમાં કઈક અલગ જ શરારત ચાલી રહી હતી.

‘આહના, મારૂ ટીશર્ટ જોયું તે ? ક્યાં ગયું હમણાં જ મે આહિયા મૂક્યું હતું ..?’ જ્વલિતે માથું લૂછતા લૂછતાં કહ્યું.

આ સાંભળીને આહના તરત જ પલંગમાથી કૂદકો મારીને નીચે ઉતારી અને જ્વલિતની તરફ ગઈ. જ્વલિત આહનાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, એની આંખોમાં પણ શરારત આવી ગઈ. આહનાએ જ્વલિતનું ટીશર્ટ પહેરેલું હતું. જ્વલિતના ટીશર્ટમાથી એનાં મોસ્ટ ફેવરિટ પેરફ્યુમની સુગંધ આવતી હતી. જ્વલિતનું ટીશર્ટ આહનાને એની કમર અને ઘૂટણના વચ્ચે આવતું હતું. આહનાએ નીચે કશું જ પહેર્યું નહોતું.

‘ઓહ માય ગોડ, યૂ લૂક સો હોટ...!!’ જ્વલિતે આહનાને દૂરથી પોતાની તરફ આવતાં જોતાં કહ્યું.

આ સાંભળીને આહનાનો ચહેરો લાલ થઈ ગયો. એ જલ્દીથી જ્વલિતની નજીક આવી, એનાં ભીના માથામાં હાથ ફેરવ્યો, પછી એનાં પંજા પર ઊંચી થઈ કે જેથી આહનાના હોઠ જ્વલિતના કપાળ સુધી પહોચી શકે. એણે જ્વલિતના કપાળે કિસ કરી ધીમે ધીમે એની આંખો, નાક, અને હોઠ પર હોઠ સરકાવી દીધા. જ્વલિતના આફ્ટરશેવની એ સુગંધ આહનાની સૌથી વધારે પસંદ હતી. જ્વલિતે એનાં બંને હાથ આહનાની કમર પર સરકાવ્યા, જ્વલિતે આહનાના હોઠ પર એનાં હોઠ મૂકી દીધા, એનાં ખભા પર એ કિસ કરી રહ્યો. આહનાની આંખો બંધ હતી, એ આ પળને પૂરેપુરી માણી રહી હતી.અચાનક જ જ્વલિતે પોતાની આંખો ખોલી.

‘સ્વીટહાર્ટ, હવે જો હું આગળ વધીશ તો આઈ વિલ નોટ કંટ્રોલ માયસેલ્ફ.....જેટલી વખત હું તને મારી ટીશર્ટમાં જોવું છુ હું વધારે ને વધારે જ તારા પ્રત્યે લલચાઈ રહ્યો છું...એંડ આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ એનિથિંગ બિફોર અવર મેરેજ....’ જ્વલિતે એક શરારતી સ્મિત અને આંખોમાં પ્રેમ સાથે આહના ને કહ્યું.

‘સો મિ.બોયફ્રેંડ, હું પણ મારી જાતને કંટ્રોલ નહીં કરી શકું....’ આટલું કહેતાં કહેતાં આહનાથી નીચું જોવાઈ ગયું અને એનાં ગાલ વધારેને વધારે લાલ થઈ ગયા.

‘સો ઇટ્સ બેટર ધેટ વી શુડ ગો ટુ સ્લીપ...’ આહના કશું પણ બોલે એ પહેલા જ જ્વલિત આહનાને એનાં બંને હાથમાં ઊચકીને એને પલંગ પર સુવડાવી.

જ્વલિત એની બાજુમાં સૂઈ ગયો. આહના જ્વલિતની સહેજ નજીક આવી, જ્વલિતની છાતી પર આહનાએ માથું મૂક્યું, જવલિતે એનો એક હાથ આહનાની કમર ફરતે વિટળ્યો બીજા હાથેથી આહનાની પીઠ પર હાથ ફેરવીને એને સુવડાવી રહ્યો.  

                                   * *       *       *

આદિત્ય એના રૂમના એક ખૂણામાં બેઠો હતો અને વિચારતો હતો કે કેવી હતી આહના અને કેવી થઈ ગઈ છે અત્યારે..!! એને જ્વલિતની યાદોમાંથી બહાર લાવવા અને ફરી વખત એ જ રીતે હસ્તી જોવા મારે જે કરવું પડશે એ કરીશ. આહનાને ખુશ કરવાના પ્રયત્નોમાં ક્યાકને ક્યાક એ આહનાને ફરીથી પસંદ કરવા લાગ્યો હતો અને એને એનું પરિણામ પણ ખબર હતી કે આહના કદાચ ક્યારેય કોઈને પણ જ્વલિત જેટલો કે જ્વલિત થી વધારે પ્રેમ નહીં કરી શકે અથવા એવું કહેવું ખોટું નથી કે આહના કદાચ કોઈ પણ પુરુષને એના જીવનમાં ફરી આવવા જ નહીં દે...!! કોઈ કેમનું આહનાને ના પસંદ કરી શકે ક્યારેય પણ ...!!! એ હતી જ એવી જ્યાં સુધી તમે એને ઓળખતા નથી ત્યાં સુધી તમને એ તમને ઓફિસ અને ઘર વચ્ચે બેલેન્સ કરનારી એક પર્ફેક્ટ છોકરી લાગશે પણ જેમ જેમ તમે એને ઓળખશો એમ એમ તમે એની વાતો, એની બુધ્ધિ, એના વિચારો, એની દરેક વસ્તુને એક અલગ જ રીતથી જોવાની નજર, એની પ્રેમ કરવાની રીત, એની દરેક સંબંધ નિભાવવાની રીત એ બધાંમાં તમે ડૂબતાં જ જશો અને એની ખબર તમને આખા ડૂબી ગયાં પછી જ પડશે...!! આહનાને જ્વલિત જેટલો ખુશ રાખતો હતો એના એક ટકા પણ જો હું ખુશ રાખી શકું તો હું આહનાને ખુશ કરવાના મારા પ્રયત્નોમાં સફળ થયો એવું ગણીશ.

અચાનક જ બહારથી કોઈક અવાજ આવ્યો અને આદિત્યની વિચારધારા તૂટી. એણે બારીનો પડદો ઊંચો કરીને જોયું. જ્વલિતના ઘરની બહાર જ્વલિતનો કાકાનો દીકરો અનુજ અને બીજા પાંચ છ લોકો ઊભા હતા.અનુજ જ્વલિતના ઘરનું લોક તોડવાનો પ્રયત્ન કરતો હતો આ જોઈને આદિત્યએ તરત જ આહનાને ફોન કર્યો અને અહિયાં આવવા કહ્યું.

‘અનુજ, વોટ આર યૂ ડૂઇંગ...?’ લોક તોડતા અનુજના ખભે હાથ મુક્તા આદિત્યએ કહ્યું.

‘અરે આદિત્ય, તને જ્વલિતના ઘરનો ડિજિટલ પાસવર્ડ ખબર છે ..? જો ખબર હોય તો મને ખોલી આપ તો મારે લોક તોડવું ના પડે.’

‘મને ખબર છે પણ હું નહીં ખોલી આપું... આ જ્વલિતનું ઘર છે અને આના ઉપર ખાલી આહનાનો જ હક છે....!!’

‘આ ઘર જ્વલિતનું હતું, હવે નથી અને હા બીજી વાત આની ઉપર આહનાનો નહીં મારો જ હક છે, હું એના કાકાનો દીકરો છું....!!’ અનુજે આદિત્યને સહેજ ધક્કો મારી પોતે દરવાજા આગળ જઈને લોક તોડતા કહ્યું. એટલામાં જ આહના ત્યાં આવી ગઈ.

‘સ્ટોપ અનુજ...આઇ હેવ ધ રિયલ વિલ ઓફ જ્વલિત વિચ ઇંડિકેટ્સ આઈ એમ ધ ઓનર ઓફ ધિસ હાઉસ ’ આહનાને આવીને તરત જ કહ્યું.

વિલ વાંચીને અનુજ એનો હાથ બારણાં પર પછાડીને અને એની જોડે આવેલા બીજા લોકો સાથે તરત જ ત્યાથી નીકળી ગયો.

અનુજ જ્વલિત ઉમર કરતાં વધારે મેંચ્યોર હતો અને અનુજ ઉમરના પ્રમાણમા વધારે ઇમમેચ્યોર. જ્વલિતની કન્સ્ટ્રકશન કંપની એના કાકા અને એના પપ્પાએ શરૂ કરી હતી. એના પપ્પા અને કાકા બંને એમાં 50-50 પરસેંટના પાર્ટનર હતા. જ્વલિતના મમ્મી પપ્પાનું મૃત્યુ એ ખૂબ જ નાનો હતો ત્યારે થઈ ગયું હતું. અને ત્યાર બાદ એ 50 પરસેંટની પાર્ટનરશીપ જ્વલિતના નામે જ હતી.જ્વલિતે કોલેજની સાથે સાથે જ ઓફિસ આવીને એના કાકા સાથે કામ શીખવાનું શરૂ કર્યું હતું. જ્યારે અનુજ બાળપણથી જ ખૂબ જ લાડકોડમાં ઉછર્યો હતો. કામ કરીને પૈસા કમાવવા કરતાં પૈસા કેમના ઓછા કરવા એ જ એનો ધ્યેય હતો. કાકાને પેરલિસિસ થયા બાદ એમણે એમના 50 પેરસેંટની પાર્ટનરશીપ અનુજના નામે કરી દીધી હતી. પણ અનુજ ના તો રેગ્યુલર ઓફિસ જતો ના તો કોઈ પણ કામ માં ધ્યાન આપતો અને એક વખત તો પૈસા મેંળવવા માટે તેણે કંપનીના 10 પરસેંટ શેર્સ વેચવા કાઢ્યાં હતાં પણ જ્વલિતને યોગ્ય સમયે આ વાતની ખબર પડતાં એ બધું જ એણે ઠીક કર્યું હતું તે દિવસથી કાકાએ જ્વલિને 60 પરસેંટ અને અનુજને 40 પરસેંટના પાર્ટનર બનાવ્યાં હતાં અને બીજા કંપનીને લાગતાં ઘણાં બધાં નિર્ણય માંથી અનુજને બેદખલ કર્યો હતો. અનુજની કોઈ પણ લેવડ દેવડ કે કોઈ પણ નવી વસ્તુ અમલ માં મૂકવા માટે હવે જ્વલિતની સિગ્નેચર આવશ્યક હતી અને આ જ વસ્તુ અનુજને ખૂબ જ ખટકતી હતી.

અનુજના ગયાં પછી આહના અને આદિત્ય બંને આદિત્યના ઘરનાં ઓટલે બેઠાં હતા. આજની ઘટના પછી આદિત્ય પ્રત્યેનું આહનાનું માન થોડુંક વધારે વધી ગયું.

‘થેન્ક્સ આદિત્ય, તને વાગ્યું તો નથીને વધારે અનુજે ધક્કો માર્યો અને તું પડી ગયો તો...!! તે મને એકદમ રાઇટ ટાઈમ પર બોલાઈ લીધી નહિતર તો આજે અનુજે ઘરનું લોક તોડીને અંદરથી શું શું લઈ લીધું હોત..!!’

‘થોડુંક દુખે છે પણ આવી જશે, આહના, આ તો મારી ફરજ હતી...પણ અનુજ પહેલેથી જ આવો હતો...મને હજી પણ યાદ છે અમે લોકો નાના હતાં ત્યારે જ્વલિતના ફાર્મ હાઉસ પર ગયાં હતાં ત્યારે જ્વલિતને અને મને સ્વિમિંગ નહોતું આવડતું હજી પણ અનુજે જ્વલિતને પૂલમાં ધક્કો માર્યો હતો... અને પછી ત્યાથી દોડી ગયો હતો ... જ્વલિતે કેટલી બધી બૂમો પાડી હતી પણ એ ન જ આવ્યો એક વખત માટે તો મને થઈ આવ્યું જ્વલિત મરી જ જશે જો કોઈ નહીં આવે તો..!! પછી હું જ્વલિતના મમ્મી પપ્પા ને બોલાવી આવ્યો અને એમણે જ્વલિતને બચાવ્યો હતો...!! અને આવો આ એક જ નહીં બીજા ઘણા બધાં ઇંસિડેંટ્સ છે...!!’ 

                           *        *       *       *

 ‘જ્વલિત, જ્વલિત તમારો ફોનમાં કોઈનો કોલ આવે છે...’ આહનાની બર્થડેની વહેલી સવારે જ જ્વલિતના ફોનની રિંગ વાગતાં આહનાએ ઊંઘમાં ને ઊંઘમાં જ જ્વલિતને બૂમ પાડી.

જ્વલિતનો કોઈ જ અવાજ ના સાંભળતાં એણે નામ જોયા વગર જ ફોન ઉપાડી લીધો.

‘હેલો..’ આહના ખૂબ જ ધીમા અવાજે ઊંઘમાં બોલી.

‘જ્વલિત, તે પેલી ડીલ કેમ સાઇન નથી કરી હજી સુધી .... જો તું આજે રાત સુધીમાં એ ડીલ સાઇન નહીં કરે તો યાદ રાખજે મારાથી વધારે ખરાબ તારી જોડે કોઈ નહીં કરે..!! મને લોકોને સીધા રસ્તા પર લાવતા પણ આવડે છે અને જો લોકો તૈયાર ના થાય તો એમને રસ્તામાંથી દૂર ફેકી દેતા પણ આવડે છે.... અને યાદ રાખજે ત્રણ મહિના સુધી મેં રાહ જોઈ છે સાઇન કરવાની પણ હવે નહીં જોવું... તારા ગયાં પછી તારો ભાઈ તો તૈયાર જ છે સાઇન કરવા માટે..!! જો સાઇન નહીં કરે તો તૈયાર રહેજે તું...તારી સાથે ગમે ત્યારે કઈ પણ થઈ શકે ....તારા માતા પિતા જ્યાં છે ત્યાં પણ તું પહોચી શકે..!!’ સામેથી એકદમ ગુસ્સાવાળા અવાજમાં કોઈ એક પુરુષ બોલી રહ્યો.

આટલું સાંભળીને આહના સફાળી બેઠી થઈ ગઈ. એની આંખોમાં કોઈ જ ઊંઘ બાકી નહોતી, એના ર્હદયના ધબકારા વધી ગયાં હતાં એને જ્વલિતની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. એણે તરત જ મોબાઇલમા નામ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એ નંબર જ્વલિતના ફોનમાં સેવ નહોતો.

‘હૂ ઇસ ધિસ....?’ આહનાએ ધ્રૂજતાં પણ સહેજ મોટાં અવાજે બોલ્યું.

અને તરત જ સામેની બાજુએથી ફોન કટ થઈ ગયો. આહના ઊભી થઈને તરત જ જ્વલિતને શોધવાં માટે રૂમની બહાર જવાં બારણાં પાસે ગઈ અને ત્યાં જ એકદમ જ્વલિત બ્રેકફસ્ટની ટ્રૉલી સાથે રૂમમાં આવ્યો. એને જોતાની સાથે જ આહના એને વળગી પડી અને એની આખોમાં આંસુ આવી ગયાં.જ્વલિતને કઈક અજુગતું લાગ્યું.

‘આહના, શું થયું...?’જ્વલિતે એને શાંતિથી પોતાનાથી સહેજ દૂર કરતાં કહ્યું.

‘જ્વલિત, તમારાં ફોન પર કોઈનો કોલ આવ્યો હતો એણે એવું કીધું કે જો તમે આજે રાત સુધીમાં ડીલ સાઇન નહીં કરો તો તમને મારી નાખશે...વોટ ઇસ ધિસ ઓલ અબાઉટ...? આઇ એમ રિયલી સો સ્કેર્ડ..!!’ આહના ગભરતાં ગભરતાં એકીશ્વાસે બધુ બોલી.

‘આહના, પહેલા તું શ્વાસ લે....આહના, અમારાં બિઝનેસમાં આ ખૂબ જ કોમન છે, ધમકીઓ આપીને પોતાનું કામ કરાવવું અને એવું નથી કે આ પહેલી વખત છે.... હવે તો આ નોર્મલ છે મારા માટે...અને જ્યારથી અનુજ આવવા લાગ્યો છે ઓફિસમાં ત્યાથી થોડુંક આ બધુ વધી ગયું છે...’

‘તમે મને આજ સુધી કીધું કેમ નહીં કોઈ પણ ધમકી વિષે...? અને એ કોણ હતો અને કઈ ડીલની વાત કરતો હતો..?’

‘આહના, પહેલાં તો તું ટેન્શન ના લઈશ મારૂ... જો આજ કારણ છે કે મેં તને આજ સુધી એક પણ આવા કોલ વિષે નથી કીધું....એક બિલ્ડર છે એને ઇલલીગલ કામ કરવું છે અને એણે અમને સારી એવી મોટી ઓફર પણ આપી છે, જો હું સાઇન નહીં કરું તો અમને કોઈ ફાયદો નહીં થાય પણ બિલ્ડરને નુકશાન તો ચોકસ જશે જ... પણ મારા સિધ્ધાંત પ્રમાણે હું ક્યારેય કોઈ જ ઇલલીગલ કામ નહીં કરું, પણ અનુજ આ માટે તૈયાર છે અને આ ડીલ માટે અમારાં બંનેના સિગ્નેચર જરૂરી છે , એણે તો કરી દીધા છે મારાં બાકી છે ખાલી...!!’

‘જ્વલિત, આપણે નક્કી કર્યું હતું કે ગમે તેવી વાત હશે આપણે એકબીજાથી નહીં છુપાવીએ....એંડ ધિસ ઇસ અબાઉટ યોર લાઈફ ...તારી લાઈફ મારી સાથે એ રીતે જોડાયેલી છે કે જો તને કઈક થઈ જશે તો હું જીવી નહીં શકું તારા વગર...!!’ આહનાએ જ્વલિતનો હાથ પકડતા કહ્યું.

‘આહના બેટા, એવું કશું જ નથી થવાનું....મને ખબર છે સૌથી વધારે ચિંતા છે તને મારી એટ્લે જ કદાચ હું તને ના કહી શક્યો.... મને એમ હતું કે બસ તું આવી બધી વસ્તુઓના લીધે તું ઉદાસ ના થઈ જાય..!!એંડ લીવ ધિસ ટોપિક .. આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ યોર બર્થડે..’ જ્વલિતે આહનાના હાથ પર એનો હાથ મુક્તા કહ્યું.

‘આપણે પોલીસ સ્ટેશન જઈને કંપલેન કરીયે ચલને ....’

‘અહિયાં તો મને કઈ પણ થવાનું નથી કારણકે મેં કોઈને નથી જ કીધું નથી કે હું અહિયાં છું અને આપણે ઘરે જઈને જઇ આવીશું બસ પોલીસ સ્ટેશન..ખુશ હવે...!! ’ જ્વલિતે આહનાની આંખોમાં રહેલો ડર વાંચી કાઢતાં કહ્યું.

‘ઓકે..’

આહના પણ લાચાર હતી. ડર તો એની આંખોમાં હજી હતો જ. જ્વલિત બ્રેકફાસ્ટની ટ્રૉલી આહનાની નજીક લઈ આવ્યો અને બંનેએ સાથે બ્રેકફાસ્ટ કર્યો. પછી જ્વલિત ક્યાંય સુધી આહનાની સામે બેસીને એને જોતો રહ્યો આહના પણ જ્વલિતને જોતી રહી પણ બંનેમાંથી કોઈ પણ કશું બોલ્યું નહીં. આહનાની આખોમાંથી એક આસું સરી પડ્યું,જ્વલિત એની નજીક આવ્યો અને આહનાના ખોળામાં માથું મૂકીને પલંગ પર આડો પડ્યો. આહનાના ગાલ પરથી આસું લૂછયું અને પછી આહનાને વળગીને ખૂબ જ રડ્યો જ્વલિત ફક્ત આહનાથી અલગ થવાનાં વિચારથી..!! આહના એનાં મનના વિચારો સમજી ગઈ, જ્વલિને શાંત પાડ્યો, એની એટલી નજીક ગઈ કે બંને એકબીજાના શ્વાચોશ્વાસ અનુભવી શકે અને બંને એકબીજામાં ખોવાઈ ગયાં.

‘જ્વલિત, આજની સરપ્રાઇસ તો બોલો..’

‘સરપ્રાઇસ થોડી કહેવાની હોય....આહના...પણ હું એટલું કહી શકું કે બી પ્રિપેર ફોર ધ ઈવનિંગ...માય લવ....’ જ્વલિતે હસતાં હસતાં કહ્યું.

‘આઈ કાન્ટ વેટ ફોર ઇટ....મિસ્ટર જે...’

                          * *       *       *

 ‘હેલો, સીબીઆઇ..?’

‘યસ....’

‘મે આઈ સ્પીક ટુ મિ.પવન બક્ષી..?’

‘વેઇટ ફોર અ મોમેન્ટ સર, વી આર કનેકટિંગ વિથ હિમ...’

‘હેલો, પવન સ્પીકિંગ....’

‘પવન, તું અત્યારે જ મને મારા ઘરે મળ.... થોડુંક જરૂરી છે....અને હા આજુબાજુ કોઈ તને અંદર આવતાં જોવે નહીં એવી રીતે અંદર આવજે....દરવાજો ત્રણ વખત ખખડાવજે એટ્લે હું ખોલીશ...’ સામેથી એક ખૂબ જ પરિચિત અવાજ બોલ્યો.

‘ઓકે....હું આવું છું મોટાભાઇ....મળીએ..’

પવન એના કેસનું ઇન્વેસ્ટિગેશન પડતું મૂકીને મોટાભાઈનાં ઘરે જવા નીકળ્યો. દરવાજા પર ત્રણ ટકોરા માર્યા અને અંદરથી દરવાજો ખૂલ્યો. પવન અંદર આવતાની સાથે જ મોટાભાઈને ભેટી પડ્યો અને આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા.

‘જ્વલિત ભાઇ, તમને જોઈને આજે મને એટલી ખુશી થઈ છે કે એનું વર્ણન પણ નહીં કરી શકું..પહેલાં જ્યારે ફોન પર તમારો અવાજ સાંભળ્યો ત્યારે એક પળ માટે થયું કે આ સાચે માં તમે જ છો કે કોઈ બીજું મારી જોડે મજાક કરે છે...!! અને મારાં ર્હદયના ધબકાર આત્યંત વધી ગયાં હતાં કે એક મારી ગયેલો માણસ જીવતો કેમનો છે...!!’ પવન સહેજ ગળગળા અવાજે બોલ્યો.

‘મને પણ....’

‘ન્યુઝમાંથી ખબર પડી હતી મને કે તમારી કારનો એક્સિડેંટ થઈ ગયો છે અને એ ત્યાં જ સળગી ગઈ છે... અને ત્યાથી ડેડબોડી પણ સળગેલી અવસ્થામાં જ મળી હતી...!! અને એમાંથી એકનું ડિસ્ક્રિપ્શન તો હૂબહૂ તમારા જેવુ જ હતું...અને પોલીસે પણ કહી દીધું કે તમારું અડધું સળગેલું વોલેટ મળી આવ્યું હતું કે જેમાં આહના નો ફોટો હતો...છેલ્લે તો અમે પણ માની લીધૂ કે તમે....’ પવને વાક્ય અધૂરું જ છોડી દીધું.

‘હા, મને ખબર પડી એ બધી જ વસ્તુ. હું પૂના જઇ રહયો હતો ત્યારે હાઇવે પર અચાનક જ એક ટ્રક આવી ગયું મારી આગળ, મેં બ્રેક મારવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ બ્રેક જ ના વાગી અને ગાડી ટ્રક માં ઘૂસી ગઈ, પછી તો મને ખૂબ જ આછું પાતળું યાદ છે, કે મને ખૂબ વાગ્યું હતું, લોહી નીકળી રહ્યું, અમુક લોકો મને બચાવવા પણ આવ્યાં હતાં અને જે બન્યું એ બધુ મને ત્યના ગામના લોકોએ કહ્યું. મને ગાડીમાંથી બહાર નીકળી રહ્યાં હતાં એટલામાં જ બીજી એક કાર આવી અને એ ટ્રક સાથે ખૂબ જ ખરાબ રીતે અથડાઇ, એની પેટ્રોલ ટેન્ક કાણી થઈ ગઈ અને આગ લાગી ગઈ ત્યાં...પણ ત્યાં સુધી ત્યાંના ગામડાના લોકો મને બહાર નીકળીને લઈ જવામાં સફળ રહ્યાં હતાં...બીજી જે ગાડી હતી એમા 2 જણા ટ્રાવેલ કરતાં હતાં એમાંથી એક માણસની લાશ માટી કારની બરાબર બાજુમાં પડી તો બધાંએ એવું જ માની લીધું કે એ હું જ છું’

‘તો આટલાં ત્રણ મહિના સુધી તમે હતાં ક્યાં?’

‘જે લોકો એ મને ગાડીમાંથી બહાર નીકળ્યો હતો, એ લોકો ખૂબ જ સારા હતો, મને તરત જ નજીકની સરકારી હોસ્પિટલ લઈ ગયાં, ડોકટરે તો એવું પણ કહી દીધું હતું કે મારાં બચવાના ચાન્સ ખૂબ જ ઓછાં છે જો મને 48 કલાકમાં ભાન નહીં આવે તો...પણ બધાંની પ્રાર્થનાના બળે મને 48 કલાકમાં ભાન આવી ગયું...પછીનાં બે મહિના હું હોસ્પીટલમાં જ હતો મારી બધી રિકવરી માટે...ગામના લોકોને મારાં શર્ટના ખીસામાંથી એક ડેબિટ કાર્ડ મળ્યું હતો અને એનાં બધાં જ પૈસા મારાં ઇલાજમાં ખર્ચાઈ ગયાં હતાં. પણ તકલીફ તો એક જ વસ્તુની હતી હવે ના તો મારી પાસે કોઈ ફોન હતો કે ના તો કોઈ પૈસા કે જેથી હું કોઈકનો કૉન્ટૅક્ટ પણ કરી શકું...અને ગામના લોકોની આ મદદ તો હું મારાં જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું.... બે મહિના પછી મને હોસ્પિટલમાંથી મને ડિસ્ચાર્જ કર્યો અને હું ગામમાં એક જણે એનાં ઘરે રહેવા માટે મને થોડા દિવસ ત્યાં જ રહીને આરામ કરવાં જગ્યા આપી ત્યારે મને થયું કે હું આહના, આદિત્ય અનુજ કે તને ફોન કરું..પણ પછી મેં જ્યારે શાંતિથી વિચાર્યું ત્યારે મને થયું કે મારી સાથે જે એક્સિડેંટ થયો એ એક્સિડેંટ નહોતો....પણ કોઈક મને મારી નાખવાં માંગે છે એટ્લે જ મેં પછી કોઈને ફોન ના કર્યો અને સીધા જ ઘરે આવવાનું વિચાર્યું....એ લોકો પાસેથી થોડાક પૈસા ઉધાર લઈને હું ઘરે પહોચ્યો. તારો ફોન નંબર મને યાદ નહોતો એટલે જ મેં તને કોઈ પણ બીજાને ફોન કરતાં પહેલાં તને ઓફિસે ફોન કર્યો... ’ જ્વલિતે આશ્ચર્ય સાથ કહ્યું.

‘તમને કોઈ મારી નાખવાં માંગે છે...!! પણ કોણ અને કેમ...? અને તમને કેમ એવું લાગે છે?’ પવને આશ્ચર્ય સાથે એકીસાથે ઘણું બધુ પૂછ્યું.

‘એનાં ઇન્વેસ્ટિગેશન માટે જ મેં તને અહિયાં બોલાવ્યો છે...!! મારી ગાડી મેં પૂના જતાં પહેલાં જ સર્વિસ કરવી હતી અને એમાં બ્રેકનો કોઈ જ પ્રોબ્લેમ નહોતો. અમુક લોકો છે એવા કે જેમણે મને મારી નાખવાની ધમકી આપી હતી પણ મેં બહુ ધ્યાન ન આપ્યું, એ વાત પર અને એનું જ પરિણામ હું આજે ભોગવી રહ્યો છું... ’

‘તમને કોના પર શક છે..?’

‘એક તો એક બિલ્ડર છે અને બીજો અનુજ...’

અચાનક જ પવનનો ફોન રણક્યો. પવન ફોન પર વાત કરીને પાછો આવ્યો.

‘મોટાભાઇ, મારે અત્યારે જ નીકળવું પડશે... એક અર્જન્ટ કામ આવી ગયું છે...હું રાત્રે આવું છું અને પછી આપણે ડીટેલ માં વાત કરીએ. તમે ઘરમાંથી સહેજ પણ બહાર ન નિકળશો. તમારાં જમવાનના અને બીજી જે પણ વસ્તુની જરૂર હોય એ મને કહી દો. એ બધાંની વ્યવસ્થા હું કરાવી દઇશ. એ પહેલાં તમે મારો ફોન નંબર લખી રાખો. ગમે ત્યારે જરૂર પડે મને એ જ નંબર પરથી ફોન કરજો. બીજી વસ્તુ હવે તમારી તબિયત કેવી છે? અને જો હજી પણ તમારે ક્યાંય કોઈ પણ ડોક્ટર પાસે જવું હોય તો હું તમારી સાથે આવીશ તમે કોઈ જ ચિંતા ના કરશો..’

‘મને પહેલાં તો એક મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જોઈશે.... એનું કઈક કરવી દેજે .... બાકીનું હું તને પછી કહું ....અને હવે તો સારું છે, પણ હમણાં મારે ક્યાંય જ બહાર નથી નીકળવું થોડાક દિવસ બસ ઘરમાં જ આરામ કરવો છે...તું રાત્રે આવ ઘરે પછી ડીટેલમાં વાત કરીયે...’

‘હા, મોબાઈલ અને સિમકાર્ડ હું મોકલાવું છું...’

આટલી વાતચીત પછી પવન એની ઓફિસે જવા નીકળે છે.

પવનએ જ્વલિતના ઘરના ચોકીદારનો દીકરો હતો. નાનપણથી જ એ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ ઘરમાં કોઇની પણ પાસે એને ભણાવવાના પૈસા નહોતા. જ્વલિતના પપ્પાએ પવનને ભણાવ્યો અને એનો દરેક ખર્ચો ઉઠાવ્યો. જ્વલિતના પપ્પા હમેશાં કહેતાં મારાં માટે પવન અને જ્વલિત બંને સરખાં જ છે... પવન તારે જેટલું ભણવું હોય એટલું ભણજે...પૈસાની ચિંતા તું ના કરીશ બસ તું તારાં પિતાનું નામ આગળ લાવજે....પવન જ્વલિત કરતાં ત્રણ વર્ષ નાનો હતો અને એ બાળપણથી જ જ્વલિને મોટાભાઇ કહીને બોલાવતો. જ્વલિના મમ્મી પપ્પાના મૃત્યુ પછી પણ પવનનું ભણવાનું અને નહોતું અટક્યું. પવનના ભણવાના પૈસા જ્વલિત આપતો હતો. પવને નાની જ ઉમરથી જ્વલિને ખૂબ જ મહેનત કરતાં જોયો હતો, એ જ મહેનતના પ્રતાપે આજે જ્વલિની કંપની ખૂબ જ આગળ હતી. પવન માટે જ્વલિત જ એનો મોટોભાઈ, એનો આઇડિયલ, એનો ગુરુ, એને જ્વલિતની જેમ જ ખૂબ જ મહેનત કરીને આગળ આવવું હતું અને એનાં પિતાનું નામ રોશન કરવું હતું....જ્વલિત અને એનાં પપ્પાના કારણે જ આજે પવન સીબીઆઇમાં નાની ઉમરમાં ખૂબ જ ઊચી પોસીશન પર હતો. પવન જ્વલિતને હમેશાં કહેતો ‘મોટાભાઇ,તમારાં પરિવારનું ઋણ ચૂકવવા માટે તો મારાં પરિવારને વર્ષો ના વર્ષો ઓછાં પડશે....’ ત્યારે જ્વલિત કહેતો ‘તારાં જેવો બીજો કોઈ પવન માળે તો એને પણ આગળ આવવા મટે મદદ કરજે, એમાં મારૂ બધુ જ ઋણ ચુકવાઇ જશે..અને એટલું હમેશાં યાદ રાખજે આજે તું જે પણ છે એ તારાં પિતાની મહેનત અને તારી મહેનત ના કારણે જ છે... અમે તો ફક્ત તને એક રસ્તો બતાવ્યો હતો આગળ વધવા માટે....’

                                   * *       *       *

કોણ કહે છે આથમતો સૂરજ સુંદર ન હોય શકે..!! એક તરફ ગોવાનો દરિયાકિનારો, સૂરજ વધુને વધુ દરિયાનો પ્રેમ મેંળવવા પોતાની જાતને દરિયાના પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દૂરથી દેખાતો ક્ષિતિજનો આ વ્યૂ ખૂબ જ અદભૂત હતો...!! એ દરિયાકિનારે જ્યાં પાણીની ધીમી લહેર પગને એટલું ધીમેથી પલાળીને પછી ચાલી જાય કે જાણે દરિયાનું પાણી પણ થોડોક પ્રેમ વરસાવીને બીજો થોડોક પ્રેમ પોતાનાંમાં ભરી લેવાં દરિયામાં સમાઈ ગયુ..!! આજ દરિયાકિનારે એક સુંદર ચૌરી જેવુ બનાવ્યું હતું એના ઉપર ગુલાબી અને પીળા ગુલાબ અને સફેદ લીલીનું ડેકોરેશન કર્યું હતું. એ ચૌરી સુધી પહોચવાં માટે હોટલથી ચૌરી સુધી પહોચવાં લાલ કાર્પેટ પથરેલી હતી, એ કરપેટની બંને બાજુ નાના નાના ફાનસ મૂકેલા હતાં. ચોરીની એકદમ વચ્ચે એક ટેબલ મૂકેલું હતું. એની ઉપર નાની નાની કેંડલ્સ સળગી રહી હતી. આહના અને જ્વલિત હોટલથી ચોરી તરફ રેડ કાર્પેટ પર એકબીજાનો હાથ પકડીને ચાલતા ચાલતાં આવી રહ્યાં હતાં. આહના રેડ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. એના ગળાનો ડાયમંડ નેકલેસ એના પર એટલો સુંદર લાગી રહ્યો હતો કે જાણે એના માટે જ બન્યો ન હોય..!! એના ખુલ્લા વાળ પવનની ધીમી ધીમી લહેરખીથી ઊડી રહ્યાં હતાં, જ્વલિત એને પોતાની આંગળિયોથી સરખા કરી રહ્યો હતો. જ્વલિતે બ્લેક બ્લેઝર પહેર્યું હતું. અને બંને ધીમે ધીમે ચોરી તરફ આગળ વધી રહ્યાં હતાં. આહનાની કાજળ લગાડેલી મોટી આંખો આ બધુ જ જોતાં જોતાં થોડી વધારે મોટી લગતી હતી. બંનેની આ સ્પેશિયલ મોમેન્ટને કેદ કરવા માટે ઉપરની તરફ ડ્રોન ઊડી રહ્યાં હતાં.

‘વેરી વેલ પ્લાનડ મિ. જ્વલિત....ધિસ સો રોમાંટિક, બ્યૂટીફૂલ એંડ અમેઝિગ....આઈ હેવ નેવર સીન ધિસ સાઇડ ઓફ યૌર્સ...!! હજી મને તો ફેરિટેલ જેવુ જ લાગે છે..!! મારા ફેવરિટ ફ્લાવર્સ...એંડ ધિસ બ્યૂટીફૂલ સનસેટ...વાવ..જસ્ટ ઓસમ..!!’ આહનાએ ધીમે ધીમે ચાલતાં ચાલતાં જ્વલિતની સામે જોતાં જોતાં કહ્યું.

‘મારી આ સાઈડ ફક્ત અને ફક્ત તારા માટે જ છે અને ફક્ત તારા માટે જ રહેશે...!!’ જ્વલિતે આહનાનું માથું ચૂમી લેતાં કહ્યું.

આહના અને જ્વલિત ચૌરી પાસે આવી પહોચ્યાં. આહના ખુરશી પર બેસવા જતી હતી, એ બેસે એ પહેલાં જ્વલિતે આહનાનો હાથ પકડ્યો અને એ પોતાનાં ઘૂટણ પર બેસી ગયો.

‘આમ તો મને તારો જવાબ પણ ખબર જ છે અને આઈ હેવ પ્રપોસડ યૂ ઈવન અર્લિયર અલ્સો, પણ અત્યારે એ સમય છે જેની તે રાહ જોઈ હતી આપણે બંનેએ રાહ જોઈ હતી .... તારાં સક્સેસ પછીનો સમય...આપણાં બંને નો સમય....એંડ ટૂડે આઈ વોન્ટ ટુ ઓફિશીયલી આસ્ક યૂ વિલ યૂ બી માય લાઈફ ટાઈમ સ્ક્રેબલ પાર્ટનર..?’ જ્વલિતે આહનાના હાથમાં વિટી પહેરાવતાં કહ્યું.

‘હાહાહા,વોટ અ પ્રપોઝલ...!! આઈ વુડ લવ ટુ બી યોર લાઈફ ટાઈમ સ્ક્રેબલ પાર્ટનર...જ્વલિત..!! સ્ટેન્ડ એંડ ગિવ મી યોર રાઇટ હૅન્ડ.. ’ આહનાએ હસતાં હસતાં કહ્યું.

જ્વલિત ઊભો થયો અને આહના એનાં ઘૂટણ પર બેઠી અને આહનાએ જ્વલિના જમણા હાથમાં રિંગ પહેરાવતાં કહ્યું.

‘વુડ યૂ લાઈક ટુ બી માય લાઈફ ટાઈમ પિઝા પાર્ટનર..?’

‘આઈ વુડ લવ ટુ.....સ્વીટહાર્ટ...!! આઈ એએમ શોકડ..એંડ અમેઝ્ડ હાઉ યૂ મેંનેજ ટુ હેવ રિંગ...?’ જ્વલિતે થોડુંક હસતાં હસતાં અને થોડાક આશ્ચર્ય સાથે જવાબ આપ્યો.

‘મને થોડોક આઇડિયા તો હતો જ....એટ્લે હું સાથે લઈને જ આવી હતી...!!’

‘સુપર સ્માર્ટ....મિસ ઝવેરી’

જ્વલિતે આહનાને ઊભી કરી અને એની નજીક જઈને એના હોઠ ચૂમી લીધાં. બંને જણાં ટેબલની સામ સામે પડેલી ખુરશીમાં બેસી ગયાં.

‘જ્વલિત, લેટ્સ ગેટ મેંરીડ....’

‘સાચે આ તું જ કહે છે ને આહના...!!’ જ્વલિતે આહના સામે આશ્ચર્યથી જોતાં કહ્યું.

‘જ્વલિત, મને જે પોઝીશન પર પહોચવું હતું, જે મુકામ મેંળવવો હતો એ બધુ જ છે આજે...બધુ જ શક્ય થયું ફક્ત તમારાં જ કારણે ....બસ એક તમે જ ખૂટો છે આ બધાંમાં, મેં કહ્યું હતું ને કે જે દિવસે હું એ મુકામ કમાવી લઇશ એ દિવસથી મારાં જીવનની દરેક ક્ષણ તમારી...અને ફક્ત તમારી...અને મારે મારી એ ખૂબસૂરત પળોને જીવવા માટે હવે સહેજ પણ વધારે રાહ નથી જોવી...અને તમારી સાથેની એ જિંદગી શરૂ કરવી છે...!! ’

‘આહના, આ બધો જ નિર્ણય હમેશાં મેં તારા પર જ છોડ્યો હતો કે જે દિવસે તને એવું થાય કે બસ હવે તારે લગ્ન કરવાં છે ત્યારે જ કરીશું...ગોવાથી ઘરે જઈને હું તારાં મમ્મી પપ્પાને મળીશ અને પછી બધુ નક્કી કરીયે...!!’

જ્વલિતે ઊભાં થઈને ફરી એક વખત આહનાના હોઠ ચૂમી લીધા.

                                       *     *     *     *

રાત્રે જ્વલિતના દરવાજા પર ત્રણ ટકોરા પડ્યા. જ્વલિતે દરવાજો ખોલ્યો અને પવન અંદર આવ્યો.

‘તમને ફોન અને જમવાનું બધુ મળી ગયું હતું ને મોટાભાઇ...?’ પવને જ્વલિતને પૂછ્યું.

‘હા, મને બધુ જ મળી ગયું હતું એકદમ સમયસર... તું હોય પછી મારે ક્યાં કોઈ ચિંતા...!!’

‘હવે તમે મને એકદમ શરૂવાતથી કહો કે તમે કેટલા લોકોને ઓળખો છો અને એમથી કેટલામાં તમને એવું લાગે છે કે એમણે તમને મારવાનો પ્રયત્ન કર્યો હશે...?’

‘મારાં નજીકના ઓળખીતા લોકોમાં આહના, આહનાના મમ્મી- પપ્પા, કાકા, એનો ભાઈ સ્પર્શ, મારાં કાકા, અનુજ, આદિત્ય અને તું... બાકીના બધાં રેલટિવ છે પણ નોટ સો ક્લોઝ...અને બિઝનેસમાં જોવા જઈએ તો પણ અનુજ જ આવે, એક બિઝનેસમાં હરીફ છે ...મંદાર શર્મા નામ જો તે સંભાળ્યું હોય તો...’

‘હા સાંભળેલું છે...હવે મને એમ કહો કે તમને કોના પર શંકા છે આ બધાં માંથી..?’

‘પહેલાં તો આ મંદાર...મને જેટલી પણ મારી નાખવાની ધમકીઓ મળી છે એ બધી એના તરફથી જ મળી છે અને બીજો તો આ અનુજ...આહના, આદિત્ય પર તો શંકા કરવાનો સવાલ જ નથી ઊઠતો...એકવાર મને સ્પર્શે હસતાં હસતાં કહ્યું હતું ખરું કે મારી દીદા ના આંખોમાં તમારાં લીધે જે દિવસે મેં આંસુ જોયા કે એ દુખી થયા તો તમને સુખી હું તો નહીં જ રહેવા દવું....પણ એ તો એની બહેન માટે ખૂબ જ પ્રોટેકટિવ છે એટલે એણે મને આવું કીધું હતું બાકી તો આહનના પરિવારે ક્યારે પણ એમના દીકરા કરતાં ઓછો નથી ગણ્યો મને...!!’

‘મોટાભાઇ, ભલે તમને બીજા બધાં પર શંકા ના હોય પણ એ લોકોનો હાથ હોઇ જ શકે....!!તમે હમણાં કોઈને પણ તમારાં વિષે ના જણાવશો અને ઘરની અંદર જ રહેજો.’

‘બીજા કોઈને નહીં પણ આહનાને જણાવવાની ઈચ્છા છે મારી....’

‘ના, એ પણ હમણાં નહીં...એ હું તમને કહીશ યોગ્ય સમય પર, ત્યારે જ ....’

‘આપણે એક એક કરીને બધાંને લઈએ કે તમને મારવાથી કોને કોને કેટલો ફાયદો થાય..’

‘પહેલાં તો મંદાર... એણે મને લગભગ દોઢ વર્ષ પહેલાં ધમકી આપવાની શરૂ કરી હતી એક ઇલલીગલ કામ માટે, જેના માટે મેં સાઇન કરવાની ના પડી હતી, પણ અનુજ તૈયાર હતો અને એ પણ એવું જ ઈચ્છતો હતો કે હું સાઇન કરી દવું. એટ્લે જો હું સાઇન ના કરું તો મંદારને ખૂબ જ મોટો લોસ જવાનો હતો અને એ કદાચ એની ભરપાઈ પણ ના કરી શકે..!! હવે જો મંદાર જ મને મારી નાખે તો મારી પ્રોપેર્ટી અનુજના નામે થઈ જાય અને એ 100 પરસેંટનો માલિક બની જાય અને પછી તો બધુ એ બંને ના હાથમાં જ હતું એટ્લે અનુજને પણ ફાયદો અને મંદારને પણ....પણ અનુજને એ નહોતી ખબર કે જ્યારે પહેલી વખત મને મારી નાખવાની ધમકી મળી હતી ત્યારે જ મેં મારૂ બધુ જ આહનાના નામે કરી નાખ્યું હતું…’

‘ઓકે...અનુજ અને મંદાર અત્યારે સૌથી વધારે શંકાપાત્ર છે, તો તમને આહનાને કીધું હતું કે તમે બધુ જ એમના નામે કરી દીધું છે..?’

‘હું આહનાને કહેવાનો હતો પણ પછી અમારાં બંને વચ્ચે આ વિષે કોઈ વાત નહોતી થઈ કારણકે એ કદાચ આ વસ્તુ એકસેપ્ટ જ ના કરત...ખૂબ જ ખુદ્દાર છોકરી છે એ... આજ સુધી એને પૈસાની જરૂર હતી પહેલાં તો પણ એને મારી પાસેથી લોન પર લીધા હતાં અને હવે હું એને એવું કહું કે મને ધમકી મળી હતી એટ્લે મને કાંઇ પણ થઈ શકે તો હું મારું બધુ જ તારાં નામે કરું છું...એ સાંભળીને મને પહેલાં પોલીસ સ્ટેશન લઈ જાય પ્રોટેક્શન માટે...અથવા બોડીગાર્ડ રખાવવાનું કહી દે.... એનાં માટે પૈસાનું ક્યારેય એટલું મૂલ્ય જ નહોતું જેટલું માણસોનુ હતું...!!’

‘પણ બીજું કાંઇક એવું કે જે આહનાને જોઈતું હોય અને તમે ના પાડી હોય..?’

‘ના, આજ સુધી એવું કશું જ નહોતું કે જે આહનાને જોઈતું હોય અને મેં ના પાડી હોય....ઇનફેક્ટ આજ સુધી એણે મારી પાસે ફક્ત એટલું જ માંગ્યું હતું કે હું એને લગ્ન માટે ક્યારેય ફોર્સ નહીં કરું, જે દિવસે એનાં બધાં ગોલ્સ કે જે એને અચિવ કરવાં હતાં એ પૂર્ણ થઈ જશે એ પછી જ એ લગ્ન કરશે....અને એ બધુ પણ સરસ જ ચાલતું હતું...આહના લગ્ન માટે પણ તૈયાર હતી.... ’

‘ઓકે...અને વોટ અબાઉટ સ્પર્શ...?’

‘ના, એ પણ ના જ હોય શકે....’

‘હું આ બધુ જ ઇન્વેસ્ટિગેશન ઓફિશિયલી તો નહીં જ કરી શકું, એક કામ કરીયે પહેલાં હું મારા માણસોને મંદાર અને અનુજ પાછળ લગાડું છું એ લોકો ઇન્વેસ્ટિગેશન કરશે અને આપણને કાંઇક તો જાણવા મળશે જ...!!’

                                   * *       *       *

 ‘અંકલ, આંટી... જે કારણથી હું આજે અહિયાં આવ્યો છું મને ખૂબ જ ઈચ્છા હતી કે મારી જોડે કોઈક મારાં પરિવારમાંથી આવે પણ તમને તો ખબર જ છે મમ્મી પપ્પાના ગયાં પછી કાકા, કાકી જ હતાં મારાં માટે અને તેમની તબિયત સારી નથી તો હું એમને પણ લાવી શક્યો નથી....એટ્લે હું આદિત્યને સાથે લાવ્યો છું. મને એ તો નથી ખબર કે આમાં શું વાતચીત કરવી જોઈએ પણ હું મને જે રીતે યોગ્ય લાગે છે તેમ રજુવાત કરું છું...મારાં અને આહના વિષે તો તમને બધાંને જ ખબર છે કે અમે એકબીજાને ખૂબ જ પસંદ કરીયે છીએ....અને આજે હું આહિયાં તમારી દીકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યો છું...તમારી મરજી પછી જ અમે લગ્ન કરીશું...’ જ્વલિતે આહનના મમ્મી પપ્પા અને મોટા પપ્પાને ઉદ્દેશીને કહ્યું.

આટલું સાંભળીને આહના શરમથી લાલ લાલ થઈ ગઈ.જ્વલિત આવ્યો અત્યારે એની સાથે એની સાથે પાંચ છાબ લઈને આવ્યો હતો.

‘જ્વલિતકુમાર, અમે તો તમને ક્યારના પસંદ કરી લીધાં હતાં ....બસ તમારાં બંનેની તૈયારીની જ રાહ જોતાં હતાં...પણ લગ્ન પહેલાં અમારી એક શરત છે...’ આહનાના પપ્પાએ થોડુંક વિચાર્યા પછી કહ્યું.

‘શું શરત છે અંકલ..?’

‘આહનાને હમેશાં જ એકલાં કરતાં પરિવાર સાથે રહેવું વધારે જ ગમ્યું છે...તો લગ્ન પછી તમે અને આહના બંને આહિયાં જ આ જ ઘરમાં રહેશો...’

‘તો તો પછી વિદાઇ આહનાની નહીં પણ મારી થશે...મારે વિદાઇ સમયે રડવું પડશે...’ જ્વલિત હસતાં હસતાં બોલ્યો.

આ સાંભળીને ત્યાં બેઠેલાં બધાંમાં એક હાસ્યની લહેરખી ફરી વળી.

‘જેવી તમારી અને આહનાની ઈચ્છા...અંકલ....અને આ થોડુંક મારાં તરફથી તમારાં બધાં જ માટે.... ’ જ્વલિતે એ પાંચ છાબ આહનાના પપ્પાને આપતાં કહ્યું.

‘શંકરકાકા, મીઠાઇ લેતાં આવજો... કુમારનું મોં મીઠું કરાવીએ જરા....’ આલોકભાઈએ શંકરકાકાને મીઠાઇ લાવવા કહ્યું.

શંકરકાકા મીઠાઇ લઈને આવ્યાં. બધાંએ એકબીજાનું મોઢું ગળ્યું કરાવ્યુ.

‘કુમાર, બીજી એક વાત અમારે અમારી દીકરીના લગ્નનાં દરેક ફંક્શન ખૂબ જ ધામધૂમથી જ કરવાં છે....’ આહનાના મોટા પપ્પાએ કહ્યું.

‘જેવી તમારી ઈચ્છા અંકલ...’

‘કુમાર, હવે મમ્મી પપ્પા કહેવાની આદત પાડી દો....’ આહનાના મોટા પપ્પાએ જ્વલિતને કહ્યું.

આ સાંભળીને જ્વલિતે એક પળ માટે આહના સામે જોયું બંનેએ મનોમન જાણે કોઈક વાત કરી હોય એમ અને પછી જ્વલિત બોલ્યો.

‘હા, મોટા પપ્પા...’

‘જ્વલિત, તું તો હવે આહિયાં રહેવા આવી જઈશ... મને પણ તારી સાથે દહેજમાં લેતો આવજેને...અને અંકલ આંટી તમને પણ કાંઇ વાંધો તો નથીને... હું જ્વલિત જોડે દહેજમાં આવી જવું તો....’ આદિત્યે એ જ્વલિત સામે જોતાં જોતાં કહ્યું.

આ સાંભળીને ફરી એકવખત બધાં હસી પડ્યાં.

‘પપ્પા મમ્મી, મોટા પપ્પા, મારી ઈચ્છા એવી છે કે આ મહિનાના અંત સુધીમાં ગોળ ધાણા નું એક ફંકશન રાખીએ મારાં ઘરે અથવા જો બહાર રાખવું હોય તો પણ વાંધો નથી....અને સગાઈનું પછી મુહુરત કઢાવીએ જ્યોતિષ પાસે...આમાં તમારો શું વિચાર છે?.’ જ્વલિતે કહ્યું.

‘હા, અમને પણ એ જ યોગ્ય લાગે છે....’

‘તો તમે જ્યોતિષને પૂછીને આ માહિનામાં ગોળ ધાણા માટે પણ તારીખ નક્કી કરી જ દેજો...!!’ જ્વલિતે કહ્યું.

‘ચોક્કસ....’

આજે આહના અને જ્વલિતનું એ વર્ષો પહેલાં જોયું સવ્પ્ન હકીકતમાં ફેરવાયું. બંનેએ આ દિવસ માટે ખૂબ જ રાહ જોઈ હતી. અને હવે બસ ખુશીનાં જ દિવસો આવવાના હતાં, બંનેના સાથના દિવસો. આહના આજે જ્વલિતને જોઈને ફક્ત એક જ વસ્તુ વિચારી રહી કે આ એ જ જ્વલિત છે કે જેણે મને પહેલી વખત સાત વર્ષ પહેલાં એનાં ફાર્મ હાઉસમાં પ્રપોઝ કર્યું હતું અને આજે મારાં માતા પિતાને અમારાં લગ્ન વિષે પૂછી રહ્યો છે ....સમય કેટલો બધો જલ્દી વીતી ગયો હોય એવું લાગે છે...!!

                                              *       *       *       *

દરવાજે ત્રણ ટકોરા પડ્યાં અને જ્વલિતે દરવાજો ખોલ્યો. પવન સામેની તરફથી અંદર આવ્યો. પવને જ્વલિતની ખબર પૂછી.

‘મોટાભાઇ, તમને જે ડીલ સાઇન કરવાની હતી એ સાણંદ પાસે કોઈ ક્લબ બનવાની છે અત્યારે એની હતી ને... ’

‘હા, એ ક્લબની જ ડીલ હતી...’

‘તમે કેમ સાઇન ના કરી એમાં....? એવું તું શું ઇલલીગલ હતું..?’

‘મંદારે ઓલરેડી દેવાળું ફૂકેલું છે, ઘણી બધી લોન લીધેલી છે… એ બધી લોન રેપેય કરવાં માટે એ મારી પાસે આવ્યો હતો એક ડીલ લઈને....એની પાસે એક ખૂબ જ મોટી જમીન પડી છે, જેનાં પર એને ક્લબ બનાવવી છે અને એનાં પૈસાથી એ એની બધી જ લોન રીપેય કરશે...અને એની સામે મંદારે મને અનુજ બંનેને ટોટલ 40 પરસેંટની પાર્ટનરશીપ ઓફર કરી હતી… બધુ જ સારું લાગતું હતું મને એ ડીલ માં... પ્લાન પણ ઘણો સરસ હતો અને લોકો તો આવવાંનાં જ છે....પછી મેં એને કીધું કે મને થોડોક સમય આપ હું બરાબર બધુ સમજીને તને કહીશ... આ દરમિયાન મંદાર અનુજ પાસે પણ ગયો કારણકે અમારી કંપની એ મારાં અને અનુજ બંનેની છે એટ્લે એનું મંતવ્ય પણ જરૂરી હતું. અનુજે લાંબુ કાંઇ પણ વિચાર્યા વગર એ ડીલ પર સાઇન કરી દીધી....આ જ દરમિયાન મને એવું જાણવા મળ્યું કે આ જમીન એ મંદારની નથી... એનાં પિતાના નામે હતી એટ્લે મંદાર અને એનો ભાઈ બંનેના ભાગે અડધી અડધી આવે .... મંદારનો ભાઈ આહિયાં નથી રહેતો અને એણે આ જમીન પર સાઇન કરવાની ના પડી દીધી હતી અને મંદારે એનાં સિગ્નેચર ફોર્જ કરાવ્યાં હતાં....વિચ ઇસ ઇલલીગલ અને એમાં ક્યારેય પણ કઈક પણ થઈ શકે અમારાં કન્સ્ટ્રકશન પર સ્ટે પણ આવી જાય.... આ બધુ મને મારાં માણસો તરફથી ખબર પડી હતી એટ્લે મેં સાઇન કરવાની ના પાડી દીધી....’

‘ઓકે....હવે મને પણ એનાં વિષે થોડુંક જાણવા મળ્યું છે, અત્યારે એ જ જમીન પર કન્સ્ટ્રકશન થઈ પણ રહ્યું છે અને એનાં પાર્ટનરશીપમાં અનુજ અને અચલ મજમુદાર કરીને કોઈક છે....પણ મને એ વાતની સમજ નથી પડતી કે જો તમારી કંપનીમાંથી તમારો બધો જ ભાગ આહનાના નામે હોય તો એકલો અનુજ આહનાના સિગ્નેચર વગર પાર્ટનર કેવી રીતે બની શકે..? ’

‘એ ફક્ત બે જ રીતે થઈ શકે...એક તો અનુજે આહના પાસે ગમે તે રીતે એમાં સિગ્નેચર કરાવ્યાં હોય અથવા અનુજ ફક્ત એનો 40 પરસેંટનો ભાગ વેચીને સ્ટેન્ડ અલોન કંપની ખોલી હોય... પણ એ તો પોસિબલ જ નથી....ઓકે...હજી પણ એક શક્યતા છે એણે એનાં ભાગના અમુક પરસેંટ શેર્સ વેચીને મંદારને હેલ્પ કરી હોય લોન રિપેય કરવામાં..... હા, આ કારણ જ યોગ્ય લાગે છે...’

‘ઓકે.... આહનાએ સાઇન કરી હોય એવું પણ બી તો હોય શકે ને?’

‘ના, મને નથી લાગતું કારણકે આહના કોઈ પણ પેપર્સ ધ્યાનથી વાંચ્યા વગર કાયરેય સાઇન નહીં જ કરે, ઉતાવળમાં તો બિલકુલ પણ નહીં....’

‘ઓકે...મે એક બીજી વસ્તુ માર્ક કરી... મને ખૂબ જ વિચિત્ર લાગ્યું....’

‘એવું તો શું થયું પવન...?’

‘હું મંદારની ઓફિસે ગયો હતો, થોડુંક ઇન્વેસ્ટિગેશન કરવાં માટે.... તો એનાં જ ફ્લોર પર મેં સ્પર્શને જોયો....એ ત્યાની જ એક ઓફિસમાં લોક ખોલીને અંદર ગયો એની જોડે એક બીજો પણ માણસ હતો અને એ બંનેની વાતોમાં મેં તમારું નામ સંભાળ્યું....હું હજી બહાર જ ઊભો હતો કોરિડોરમાં... થોડીક જ વારમાં એ બંને બહાર નીકળ્યાં, આ જ ઘટનાક્રમ બીજા દિવસે પણ થયો... એ બંને એક ચોક્કસ સમયે અંદર ગયાં અને બહાર નીકળ્યાં...એ ઓફિસમાં કોઈ જ ખાસ ઇંટિરિયર નહોતું, મેં મારી રીતે લોક ખોલ્યું અને હું અંદર ગયો. અને ત્યાં જઈને મેં જે જોયું એમાં હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો... સ્પર્શની ઓફિસ એક નાનકડા ઓરડા જેટલી જગ્યામાં જ હતી.એ ઓફિસમાં જ્વલિત અને આહના, જ્વલિતના એકલાના ખૂબ જ ફોટાં હતાં. જ્વલિતની એક ફાઈલ પડી હતી એમાં એ કોને કોને ઓળખે છે, કોણ એનાં મિત્રો છે, કોણ એનાં દુશ્મનો છે, જવલિતને શું ભાવે છે , શું ગમે છે, એનું ડેઈલિ રૂટિન શું હતું, કેટલી પ્રોપર્ટિ છે જ્વલિત પાસે, એની નાનામાં નાની દરેક વસ્તુનું બધુ જ ડિસ્કરીપ્શન હતું. જ્વલિતના એક્સિડેંટની જગ્યાના પણ ફોટાં હતાં. ’ આટલું કહેતાં પવને પોતાનો ફોન કાઢ્યો અને એમાં પડેલાં ફોટાં બતાવવા લાગ્યો.

‘જવલિતભાઈ, તમને કાંઇ ખ્યાલ છે કે આહનાની આવી કોઈ ઓફિસ પણ હતી? તમને શું લાગે છે સ્પર્શ હોય શકે આની પાછળ..?’ પવને પૂછ્યું.

‘હા, આહનાએ આ ઓફિસ ખાલી ઈન્વેસ્ટમેન્ટ માટે જ લીધી હતી....પણ સ્પર્શ મને મારવાનો પ્રયત્ન શું કરવાં કરે...?’ જ્વલિતે થોડાક આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘મને પણ એ જ નથી સમજાતું...કે સ્પર્શ તમને મારવાનો પ્રયત્ન શું કરવાં કરે..!! તમને ક્યારેય પણ એનાં વર્તન પરથી એવું લાગ્યું હતું કે તમને હાની પહોચાડશે કે મારી નાખવાનો પ્રયત્ન કરશે..? ’

‘ના, મને ક્યારેય પણ એવું નથી લાગ્યું...!! ના તો એની પાસે કોઈ કારણ મને મારવા માટે....એને તો હમેશાં આહનાની ખુશી જ જોઈતી હતી....એનાં માટે એ કાંઇ પણ કરવાં તૈયાર હતો અને આહના મારી સાથે ખૂબ જ ખુશ હતી...પછી એ શું કામ મને મારી નાખવાનો પ્રયત્ન કરે....?’

‘એવું પણ બી તો હોય શકે ને કે આહના અને સ્પર્શ બંને મળેલાં હોય....’

‘ના, એ શક્ય જ નથી ..... આહના ક્યારેય પણ ના કરી શકે...અને જો એ મારાં પૈસાની પાછળ જ હોય તો એ મને લગ્ન પછી જ મારે કે જ્યારે મારી બધી જ પ્રોપર્ટિ એનાં નામે થઈ જાય...મે એનાં નામે મારી વિલમાં લખ્યું હતું પણ એ વાતની ખબર ખાલી મને જ હતી... આહના અને સ્પર્શ બંને પાસે એવું કોઈ જ કારણ નથી મને મારવા માટેનું..એવું પણ હોય શકે પવન કે આહનાને આ વાતની કશી ખબર જ ના હોય...!!.’

‘એવું પણ હોય શકે...!! તમને એવી કોઈ વાત કે વસ્તુ યાદ છે જેની તમે ના પડી હોય અને આહનાને જોઈતી હોય...?’

‘ના, એવી આહનાએ મારી પાસેથી આજ સુધી એવું કાંઇ જ માંગ્યું નથી.જો એણે કાંઇ પણ માંગ્યું હશે તો મેં એને ના પણ નથી પાડી....આપણે આહના સાથે વાત કરવી જોઈએ’

‘મોટાભાઇ, વાત કરવામાં થોડુંક રિસ્ક તો છે જ પણ જો વાત કરીશું તો જ આપણને ખબર પડશે કે એની ઓફિસમાં આ બધુ ક્યાથી આવ્યું....!! અત્યારે આપણે આહનાને ઘરે જ બોલાવીએ...’ પવને કહ્યું.

જ્વલિતે પોતના ફોનમાંથી આહનાને મેંસેજ કર્યો. આહનાના ફોન પર કોઈ અજાણ્યા નંબર પરથી મેંસેજ આવ્યો.’મીટ મી એટ માય હોમ અલોન... વિથ લવ જે’ આ વાંચીને આહના ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણકે જ્વલિત જ હંમેશા એના લેટર્સમાં વિથ લવ જે એવું લખતો હતો. એણે તરત જ નંબર પર કોલ કર્યો. સામેથી ફોન સ્વિચ ઓફ હતો. એ તરત જ જ્વલિતના ઘરે આવવા નીકળી. એનાં મનમાં ખૂબ જ પ્રશ્નો હતાં. શું સાચે એ મેસેજ જ્વલિતે કર્યો છે? જ્વલિત જીવે છે..? આવું શક્ય જ કેવી રીતે હોઈ શકે? જ્વલિતના મેસેજ મોકલવાની શક્યતા ફક્ત 1 પરસેંટ હતાં છતાં પણ આહનાને એ શક્યતાને 100 પરસેંટ કરવી હતી. ક્યાક ક્યાક જ્વલિતના જીવતાં હોવાની આશા એનાં ચહેરાં પર સ્મિત લાવી દેતી હતી અને એની ગાડીની સ્પીડ વધી જતી તો ક્યાક એનાં ના હોવાનાં અહેસાસને કારણે આહનાની આંખોમાં આંસુ આવી જતાં.આહનના મનમાં લાગણીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું હતું. આહના જ્વલિતના ઘરે આવી પહોચી. એણે જૂનો પાસવર્ડ નાખ્યો પણ ઘરનું બારણું ના ખૂલ્યું અને જ્વલિતે બારણું ખોલ્યું. જ્વલિતને સામે ઉભેલો જોઈને એક પળ માટે તો એ એની આંખો પર વિશ્વાસ જ ના કરી શકી. એના ચહેરાં પર સ્મિત, આંખોમાં આંસુ અને મનમાં અઢળક પ્રશ્નો. આહના સહેજ અંદર આવી અને જ્વલિતે તરત જ બારણું બંધ કર્યું. આહના કઈક બોલવા જતી હતી અને તરત જ ત્યાં જ ઢળી પડી. જ્વલિત અને પવન બંને તરત જ દોડી ગયાં. બંનેએ આહનાને ઊચકીને પલંગમાં સૂવાડી. જ્વલિત રસોડામાંથી તરત જ પાણી લઈ આવ્યો અને આહનાને ઉઠાડવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

‘પવન, ડોક્ટરને બોલાવવાં પડશે....આહના આંખો નથી ખોલતી...!!’ જ્વલિતે થોડાક ચિંતાતુર અવાજે કીધું. 

‘ભાઈ, આપણે અહિયાં અત્યારે કોઈને નહીં બોલાવી શકીએ....તમારાં વિષે આપણે કોઈને જણાવો શકીએ એમ નથી...તમે આહનાને જગાડવાનો પ્રયત્ન કરો, હું મારાં એક ઓળખીતાં ડોક્ટર છે એમને પૂછું છું....’ પવને બીજા એક ડોક્ટરને ફોન લાગાડતા કહ્યું.

‘આહના... કમ ઓન…. વેક અપ....પ્લીઝ...આઈ કાંટ લૂસ યૂ અગેન.....’ જ્વલિત આહનના માથા પર હાથ ફેરવતો હતો થોડું થોડું પાણી છાંટતો હતો. આટલું બોલતા બોલતાં જ્વલિતની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.

આહનાની આંગળિયો સહેજ હલી અને એણે ધીમેથી આંખો ખોલી. જ્વલિતે તરત જ પવનને અહિયાં આવવા કહ્યું.

‘જ્વલિત, આઈ સ્ટીલ કાંટ બિલિવ યૂ આર અલાઈવ...!! મને છોડીને કેમ જતો રહ્યો હતો તું...? તારાં વગર ......’ આહના એકીશ્વાસે બધુ બોલી રહી.

જ્વલિત આહનાની એકદમ નજીક આવ્યો, આહનના હોઠ પર આંગળી મૂકી અને આહનાને વળગી પડ્યો. બંને જણાં કશું જ ના બોલ્યાં અને એક બીજાને વળગીને ખુબ જ રડ્યા. આહના તો જાણે જ્વલિતને છોડવા જ નહોતી માંગતી...!! થોડીક ક્ષણો પછી જ્વલિત સહેજ દૂર થયો. દૂરથી પવન આ બધુ જ જોઈ રહ્યો અને મનોમન વિચારી રહ્યો કે સાચું કહેતાં હતાં જ્વલિતભાઈ... આહનાનો તો દૂર દૂર સુધી એમને મારવામાં કોઈ જ સંબંધ ના હોય શકે...!! પવન આહના માટે લીંબુનું શરબત બનાવીને લેતો આવ્યો.

‘આહના, હાઉ આર યૂ ફીલિંગ નાઉ..?’ જ્વલિતે આહનાને લીંબુનું શરબત પીવડાવતા કહ્યું.

‘બેટર....’ આહનાની આંખો હજી જ્વલિત પર જ મંડાયેલી હતી. એને કશું જ બોલવું નહોતું બસ જ્વલિતને જોયા જ કરવો હતો..

ત્યારબાદ જ્વલિતે એને અત્યાર સુધીની થયેલી બધી જ ઘટનાઑ વર્ણવી.

‘જ્વલિત, અમને સીધા એવાં જ ન્યૂસ મળ્યાં હતાં કે બે કાર અને એક ટૃકનો અકસ્માત થયો છે ,એમાંથી એક કાર તમારી હતી, કાર ની નજીક બે ડેડ બોડી મળ્યાં છે એ પણ સંપૂર્ણ સળગેલા, ડેડબોડીની જોડે એક વોલેટ હતું જે અડધું સળગેલું હતું જેમાં મારો ફોટો હતો અને એ ડેડબોડીનું ડેસ્ક્રિપ્શન હૂબહૂ તમારાં જેવુ જ હતું....અમારી પાસે વિશ્વાસ કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ જ નહોતો....’ આહના ફરી રડતાં રડતાં બોલી.

‘હવે તો હું આવી ગયો છું ને ...ડોન્ટ ક્રાય આહના….’

‘આહનાભાભી, તમને સ્પર્શ વિષે કઈ પણ ખ્યાલ છે કે એ તમારી ઓફિસે જાય છે અને એણે એ ઓફિસમાં આ બધાં ફોટા રાખેલાં છે..?’ પવને આહનાને એનાં મોબાઇલમા પાડેલા ફોટાં બતાવતાં કહ્યું.

‘સાચું કહું તો જ્વલિતના ગયાં પછી ના તો મેં ઓફિસમાં બરાબર ધ્યાન આપ્યું છે ના તો ઘરમાં....મને સ્પર્શ વિષે કશી જ ખબર નથી પવન......પણ મને એટલું ચોક્કસ ખબર છે કે સ્પર્શ જ્વલિતને મારવાનો પ્રયત્ન કરવાનું વિચારી પણ ના શકે...!! મને તો મંદાર અને અનુજ પર જ શંકા છે....કારણકે મને પાકું યાદ છે અમે ગોવા ગયાં હતાં ત્યારે મંદારે જ જ્વલિતને મારી નાખવાની ધમકી આપી હતી...!!’

‘આહનાભાભી, હા, એ સાચું છે પણ તમારી ઓફિસમાંથી જે બધુ મળ્યું છે એ તો કઈક બીજા તરફ જ ઈશારો કરે છે...!!’

‘હું કાલે જ સ્પર્શ જોડે આ વિશે વાત કરીશ અને તમને બંનેને જણાવીશ....’

‘જ્વલિતભાઈ ભાભી તો હવે હું રજા લઉં....તમે બંને થોડો ટાઈમ સાથે સ્પેન્ડ કરો....અને હા ભાભી જ્વલિતભાઈનું કોઈને કશું જ બહાર હમણાં નથી જણાવવાનું તો થોડુંક ધ્યાન રાખજો....!!’ પવને ઘરે જવા નીકળતાં કહ્યું.

‘આ વાતનું હું ચોક્કસ ધ્યાન રાખીશ....જ્વાલિતને ફરી વખત ગુમાવી દેવાની હિમ્મત નથી હવે મારામાં...!!’ આહનાએ કહ્યું.

રાતના બાર વાગ્યા હતાં. જ્વલિત અને આહના બંને જણાં પલંગ પર એકબીજાની તરફ માથું રાખીને આડા પડ્યાં હતાં. બનનેમાંથી કોઇની આંખોમાં ઊંઘ નહોતી.

‘જ્વાલિત, મારે તમને ઘણું જ બધુ કહેવાનું છે પૂછવાનું છે પણ આજે જ્યારે તમે મારી સામે છો ત્યારે મારી પાસે બોલવા માટે કોઈ જ શબ્દ નથી..... બસ તમે જોયા જ કરવાં છે....!!’

‘અને મારે તારો આ હાથ હવે ફરી ક્યારેય છોડવો નથી આહના....’

‘જ્વલિત, યૂ હેવ તો પ્રોમિસ મી..... કે હવેથી તમે ક્યારેય આટલું લાંબુ ડ્રાઇવિંગ જાતે નહીં કરો....ફ્લાઈટમાં જ જશો...અને મને કીધા વગર તો ક્યાંય પણ નહીં જાવ....હજી પણ એ તમારા મારી જવાની ઘટના મને એક ખૂબ જ ભયાનક સ્વપન જેવી જ લાગે છે....!! ’ આટલું કહેતાં કહેતાં આહનાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યાં.

જ્વલિત આહનાની થોડીક વધારે નજીક આવ્યો. એના આસું લૂછયા. એના માથા પર હાથ ફેરવ્યો, એનું માથું, એના ગાલ, એની આંખો એક પછી એક બધુ જ ચૂમી લીધું. આહના સહેજ શાંત થઈ.

‘આઈ પ્રોમિસ યૂ, આહના હવે ફરી ક્યારેય તને છોડીને નહીં જવું....પણ આજની રાત બસ આપણે બંને પહેલાંની કોઈ જ વાત નહીં વિચારીએ...ના તો કોણે મને મારવાનો પ્રયત્ન કર્યો...ના તો આપણે બંને કેવી પરિસ્થિતિમાંથી પસાર થયાં.....આજે ફક્ત આપણે બંને અને આપણા બંનેના સાથે હોવાની ખુશી....’

એટલામાં જ આહનાનો ફોન રણક્યો.

‘જ્વલિત, ઘરેથી ફોન છે, શું કહું...?’

‘કહી દે ને કે જ્વલિતના ઘરે છું... થોડું કામ હતું તો ....હવે લેટ થઈ ગયું છે તો કાલે સવારે આવીશ...’

‘ઓકે...’

આહનાએ ફોન ઉપાડીને વાત કરી.

‘આહના, તારી કાર તે ક્યાં પાર્ક કરી છે...?’ જ્વલિતે પૂછ્યું.

‘સામે જ ...એકદમ...ઘરની’

‘જો આદિત્ય જોઈ જશે તો ચોક્કસ આહિયાં આવશે....!!’

‘જ્વલિત, તમે જ્યારે નહોતાંને તારે આદિત્યએ મારી ખૂબ જ મદદ કરી હતી.... હી ઇસ યોર ટ્રૂ ફ્રેન્ડ...જ્યારે અનુજ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હતોને ત્યારે એણે જ મને ફોન કરીને બોલાવ્યો હતો....’

‘હા, મમ્મી પપ્પાના ગયાં પછી એ જ તો હતો મારાં નાનકડાં પરિવારનો એક ભાગ...!!’

‘જ્વલિત, આદિત્યનો મેસેજ આવ્યો જો...કે તું ક્યાં છે... તારી કાર જ્વલિતના ઘરની બહાર પડી છે....જો એના ઘરે જ આવી હોય તો બહાર આય... પાચેક મિનિટ માટે મળીએ...’

‘જા, મળતી આવ એને....કોઈ પણ શંકા જાય એ પહેલાં....’

આહના મેસેજનો રિપ્લાય આપીને આદિત્યને મળવા બહાર ગઈ. બંને ઘરના હીચકા પર બેઠાં.

‘કેમ આહિયાં આજે અને અત્યાર સુધી....ખાસું લેટ થઈ ગયું છે આહના...’ આદિત્યએ પૂછ્યું.

‘થોડુંક કામ હતું...જ્વલિતની અમુક વસ્તુઓ લેવાની હતી...તો આવી હતી...અને લેટ થઈ ગયું તો વિચાર્યું કે આજે રાત્રે આહિયાં જ સૂઈ જવું..’

‘યૂ સીમ હેપી ટૂડે.... કઈ ખાસ થયું કે શું આજે..? જેવી ચમક તું જ્વલિત સાથે રહેતી હતી ત્યારે તારાં ચહેરા પર હતી એવી જ ચમક અત્યારે તારા ચહેરા પર છે...!! ’ આદિત્યએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘ના, એવું કાંઇ જ ખાસ નથી... બસ મેં મારી લાઈફ ફરી વખત ખુશીથી જીવવાનું નક્કી કયું છે...એંડ આઈ એમ ટ્રાયિંગ ટુ ઓવરકોમ...!!’

‘ગ્રેટ.... ગ્લેડ ટુ હિયર ધેટ....ચાલો મારાં શબ્દો પર કોઇકે અમલ કરવાનું શરૂ તો કર્યું... ’

‘હા, આદિત્ય મને થોડીક ઊંઘ આવે છે હવે... આપણે કાલે શાંતિથી વાત કરીએ...’ આહનાએ બગાસું ખાતા ખાતા કહ્યું.

‘ઓકે...સી યૂ ટુમોરો...’ આટલું કહીને આદિત્ય નીકળી ગયો.

આદિત્યને આહનાનું વર્તન થોડુંક અલગ લાગ્યું, એના ચહેરા પર જ્વલિતના પ્રેમની એ જ ચમક ફરી દેખાઈ, આંખોમાં ઊંઘ તો નહોતી પણ થાક ચોક્કસ દેખાયો. આહના આદિત્યથી કઈક છુપાવી રહી હોય એવું લાગ્યું. આહના જ્વલિતના ઘરમાં અંદર ગઈ. બંને જણા પલંગ પર એકબીજાને જોતાં જોતાં ક્યારે સૂઈ ગયાં ખબર જ ના પડી.

                                   * *       *       *


 ‘આહના, પપ્પાનો હમણાં જ ફોન આવ્યો, જ્યોતિષે નેક્સ્ટ વીકમાં ગોળ ધાણાનું મુહૂર્ત નિકાળ્યું છે....ગુરુવારનું...’ જ્વલિતે આહનાને ફોન કરીને કહ્યું.

‘ગ્રેટ ન્યુસ.... હવે તો મારાં પપ્પા મારાં કરતાં પહેલાં તમને ફોન કરે છે... !!’ આહનાએ હસતાં હસતાં કહ્યું.

‘હાસ્તો, કેમ ના કરે..!! હું એમનો ઘર જમાઈ જો બનવાનો છું....!!’ જ્વલિતે પણ હસતાં હસતાં જવાબ આપ્યો.

‘અરે, એ દિવસે હું તમને પૂછવાનું ભૂલી જ ગઈ... તમને ફાવશેને મારાં ઘરમાં... નહિતર હું પપ્પાને કહી દઉ કે આપણે લગ્ન પછી તમારા ઘરે જ રહીશું....આ વિષે એમને મારી સાથે કોઈ જ વાત નહોતી કરી...!!’

‘તારી સાથે તો હું કોઈ પણ જગ્યાએ રહેવા તૈયાર છું....!!’

‘ઓકે લેટ્સ સી... ’

‘તો કેવું ડેકોરેશન કરાવવું છે ...? એ જ તારાં ફેવરિટ ફ્લાવર્સ કે કઈક બીજું...?’

‘મારી બધી જ ચોઇસ તમને ખબર જ છે એટ્લે તમને જેમ યોગ્ય લાગે એમ કરવજો.....અને તમને એ પણ ખબર છે તમારું હમેશાં અમને ગમ્યું જ છે.....!!’

‘ઓકે મેડમ...!! આપણે હજી ક્લોથ્સ પણ ડીસાઈડ કરવાનાં છે....’

‘આજે રાત્રે જલ્દી આવી જજો ઘરે, પછી જઈએ અને ગમી જાય તો લઈ લઈશું...’

‘ઓકે.... આઈ વિલ પિક યૂ ફ્રોમ ધ ઓફિસ એટ સેવન...’

‘બાઇ...’

 સાંજના સાત વાગ્યા. બંને જણાં ખરીદી કરવાં નીકળ્યાં.

‘જ્વલિત, આપણે કોઈ પણ શોપમાં જઈએ એ પહેલાં મારે તમને એક જગ્યાએ લઈ જવાં છે...સો આઈ ડ્રાઈવ...’

‘ઓકે...’આટલું કહીને જ્વલિત ડ્રાઇવિંગ સીટ પરથી ઉતાર્યો અને આહના ડ્રાઇવિંગ સીટ પર આવી ગઈ.

આહનાએ રિવરફ્રન્ટ પાસે ગાડી ઊભી રાખી, બંને જણાં ગાડીમાંથી ઉતાર્યા. આહનાએ જ્વલિતનો હાથ પકડ્યો અને એક તરફ ચાલવા લાગી.

‘જ્વલિત, તમને યાદ છે...કોલેજ પછી જ્યારે હું જોબ કરતી હતી અને મેં મારૂ પોતાનું શરૂ કર્યું હતું એ સમયે કશું જ ઠીક નહોતું ચાલતું, હું તમને સમય નહોતી આપી શક્તી, મારૂ ડેવલપ કરેલું સૉફ્ટવેર ક્યાંય વેચાતું નહોતું, હું ખૂબ જ કામ કરતી હતી છતાં પણ સફળતા નહોતી મળતી, ત્યારે એક સાંજે હું ખૂબ જ નિરાશ હતી, મારી કલ્પનાઑ અને હકીકત વચ્ચે ખૂબ જ તફાવત હતો, કલ્પનાઓ મને ખુશી આપતી હતી જ્યારે હકીકત મને નિરાશા.... ત્યારે એ સાંજે તમે મને અહિયાં લઈને આવ્યાં હતાં...’

‘હા, એ સાંજ તો કેવી રીતે ભૂલી શકું હું, એ સાંજ કદાચ તારાં નિરાશાના દિવસોમાનો છેલ્લો દિવસ હતો, ત્યારે તું ખૂલીને રડી હતી મારી સામે, તારું એક નવું જ સ્વરૂપ જોયું હતું મેં એ દિવસે, પહેલી જ વખત હારી ગયેલી અને થાકી ગયેલી લાગતી હતી તું....’

‘હા, ત્યારે તમે ખાલી મને એક જ વાક્ય કીધું હતું કે તારી જે કલ્પનાઓ તને અત્યારે ખુશી આપે છે, એક દિવસ તારી એ જ હકીકત તને એ બધી જ ખુશી આપશે....અને તારી એ દરેક કલ્પનાને ખુશીમાં ફેરવવાં માટેની મહેનતમાં હું હમેશાં જ તારી સાથે હોઈશ....!! અને આજે એ દિવસ છે જ્વલિત કે જ્યારે મારી બધી જ કલ્પનાઑ મને ખુશી આપી રહી છે, આજે હું જે પણ મુકામ પર છું ફક્ત અને ફક્ત તમારાં કારણે જ છું...એ બધાં સાથ માટે તમારો આભાર હું ક્યારેય નહીં ભૂલી શકું...!!’ આટલું બોલતાં બોલતાં આહનાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં એણે જ્વલિત સામેથી નજર ફેરવી લીધી.

‘તું આજે જ્યાં છું ત્યાં તારી મહેનતના કારણે જ છું, મેં તો ફક્ત તારાં દરેક નિર્ણયમાં તારો સાથ જ આપ્યો છે....!!’ જ્વલિતે આહનાનો ચહેરો પોતાનાં તરફ ફેરવ્યો અને એનો હાથ પકડીને ઊભો રહ્યો.

બંને જણાં ક્યાંય સુધી ત્યાં ઊભાં રહ્યાં બાદ ખરીદી કરવાં નીકળ્યાં.

                                              *       *       *       *

 ‘સ્પર્શ, આ બધુ શું છે. એક્સપ્લેન એવરીથિંગ ટુ મી.....’ આહનાએ એની નાનકડી ઓફિસમાં કે જ્યાં જ્વલિતના ફોટાં અને એની બધી જ ડિટેલ્સ પડી હતી ત્યાં સ્પર્શને લઈ જઈને થોડાક મોટાં અવાજે બોલતાં કહ્યું.

‘દીદા, તમે સમજો છો એવું કશું જ નથી....’

‘ધેન, એક્સપ્લેન ઈટ ટુ મી સ્પર્શ’ આહના પહેલાં કરતાં સહેજ મોટાં અવાજે બોલ્યો.

‘દીદા, જે દિવસે આપણને એવી ખબર પડી કે જીજુ હવે નથી રહ્યાં તો મને એ જ નહોતી ખબર કે હું તમને કેવી રીતે સંભાળીશ, તમારી બધી જ ખુશી જીજુમાં હતી, તમને ના તો હું દુખી જોઈ શકત ના તો મમ્મી પપ્પા...એ જ રાત્રે હું જાગતો હતો અને વિચારતો હતો કે જીજુનો અકસ્માત થઈ જ કેવી રીતે શકે, જીજુ જેટલું સેફ ડ્રાઇવિંગ આપણાં ઘરમાં કોઈ જ નથી કરતું, ના તમે, ના હું, અને હું જ એમની સર્વિસમાં આપેલી ગાડી લેવા ગયો હતો આગલા દિવસે....સોરી પણ જીજુએ મને તમને કહેવાની ના પાડી હતી એ એ અહિયાં પાછાં આવ્યાં હતાં અને પછી ફરી જાતે જ ડ્રાઈવ કરીને પૂના જતાં હતાં...એ ગાડી પણ એકદમ પરફેક્ટ ચાલતી હતી....પછી મને તરત જ એ વસ્તુ યાદ આવી કે તમે ગોવા ગયાં હતાં ત્યારે તમે મને કીધું હતું કે મંદારે જીજુને મારી નાખવાની ધમકી આપી હતી, એટ્લે મને મંદાર પર શંકા ગઈ અને એવું લાગ્યું કે આ અકસ્માત પણ એણે જ કરાવ્યો હશે....એટ્લે મેં એક પ્રાઈવેટ ડિટેક્ટિવ હાયર કર્યો હતો, મેં તમને કશું જ જણાવ્યુ નહોતું કારણકે હું એના કોઈ પણ પ્રકારના સવાલોથી તમને દુખી કરવાં નહોતો માંગતો અને જ્યાં સુધી હું જ એ વસ્તુ માટે પાકો ના હોવું ત્યાં સુધી તમને કેવી રીતે કહી પણ શકું...!! પોલીસ પાસે જવાનો કોઈ જ અર્થ નહોતો, ડિટેક્ટિવનું નામ છે પ્રશાંત વર્મા, મેં એને કહ્યું કે મારી એક ઓફિસ છે મંદારની ઓફિસની નજીકમાં....એટ્લે એ અહિયાં આવીને જ એનું ઇન્વેસ્ટિગેશન કરતો હતો. એણે અનુજ અને મંદારના ફોન રેકોર્ડ કર્યા છે... મારી પાસે એનાં રેકોર્ડિંગ પણ છે.... રેકોર્ડિંગ સાંભળ્યા પણ એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ હતી કે મંદારે તો જીજુને મારવાનો પ્રયત્ન નથી જ કર્યો.... ’

‘સ્પર્શ બીજી બધી જ વાત આપણે પછી કરીશું પણ પહેલાં મને એમ કહે કે કોણે જ્વલિતને મારવાનો પ્રયત્ન કર્યો હતો..?’

‘પ્રશાંતને અનુજ પર શંકા છે... પણ એની વિરુધ્ધમાં હજી એવું કશું જ મળ્યું નથી કે જેના લીધે એને દોષિત જાહેર કરી શકાય...’

‘તું મને એ રેકોર્ડિંગ્સ આપને...’ આહનાએ રેકોર્ડિંગ માનતા કહ્યું.

સ્પર્શે આહનાને મંદાર અને અનુજના ફોનના રેકોર્ડિંગ આપ્યાં.

‘સ્પર્શ, અત્યાર હું નીકળું છું, પછી ઘરે આવીને તને ડીટેલમાં જણાવીશ....’

‘દીદા, પણ તમે મને એટલું તો કહો, તમે રેકોર્ડિંગ લઈને જાવ છો ક્યાં...?’

‘સ્પર્શ, હું તને ફોના કરીશ પછી અને બધાં જ જવાબ આપીશ....અત્યારે મોડું થાય છે મને....હું નીકળું છું...’ સ્પર્શ કાંઇ પણ બોલે એ પહેલાં આહના જ્વલિતના ઘરે જવાં નીકળી પડી.

આહના રેકોર્ડિંગ્સ લઈને જ્વલિતના ઘરે જવાં નીકળી પડી. આહનાને આટલી ઉતાવળમાં જતી જોઈને જ્વલિત પણ એની પાછળ ગયો, આહનાએ જ્વલિતના ઘરનું બારણું ખખડવ્યું અને જ્વલિતે બારણું ખોલ્યું. જ્વલિતે દૂરથી જ સ્પર્શને પણ આવતાં જોયો.

‘આહના, સ્પર્શ અહિયાં શું કરે છે..?’ જ્વલિતે આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘સ્પર્શ ક્યાં છે, જ્વલિત..?’ આહના એકદમ પાછળ ફરતાં ફરતાં બોલી.

આહના, સ્પર્શ અને જ્વલિત જ્વલિતના ઘરમાં પ્રવેશ્યા. સ્પર્શ જ્વલિતને જીવતો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો, શું બોલવું એને સમજાતું જ નહોતું. મનમાં એકીસાથે ખૂબ જ બધાં પ્રશ્નો ઉમટી પડ્યાં. આહનાએ બંને જણાને બેસાડયાં.પછી જ્વલિતે એની સાથે થયેલી દરેક ઘટના વર્ણવી અને ત્યાર બાદ સ્પર્શે ડિટેક્ટિવ સાથે થયેલી દરેક વાત તથા સંભાવના વર્ણવી. જ્વલિતના મગજમાંથી સ્પર્શ પ્રત્યેની શંકા સાવ જ દૂર થઈ ગઈ. સ્પર્શ એ જાણીને ખૂબ જ ખુશ થયો કે જીજાજી હજી જીવતાં છે. એટલામાં પવન પણ ત્યાં આવી પહોચ્યો. ચારેય જણા ફોન રેકોર્ડિંગ સાંભળવા લાગ્યાં.

‘તને શું લાગે છે અનુજ, હું એટલો બધો બુધ્ધિવગરનો માણસ છું કે હું મારાં જ પગ પર કુહાડી મારૂ..તારાં ભાઈને મારીને.... કે જે એક માત્ર મારી આશા હતો આ ક્લબની જમીન માટે....’ મંદાર ઉગ્ર અવાજે બોલી રહ્યો.

‘તારે જ્વલિતની સાઇન જોઈતી હતી અને એટ્લે આપણે એને ધમકીઑ પણ આપી હતી...’ સામે અનુજ પણ ઉગ્ર અવાજે બોલી રહ્યો.

‘હા, પણ મને એ પણ ખબર છે કે એ એની પ્રોપર્ટી તારાં નામે ના પણ કરે... તો મને એને મારવાનો કોઈ જ ફાયદો ના થાય....એટ્લે જો મારે એની પાસે સાઇન કરાવવી હોય તો હું એને ક્યારેય પણ ના મારૂ.... મેં જ્વલિતને નથી મરાવ્યો...એટલું યાદ રાખજે અનુજ... મરેલો જ્વલિત મારાં કોઈ જ કામનો નહોતો.....’ આટલું બોલતાની સાથે જ મંદારે ફોન કાપી નાખ્યો.

‘જીજુ, દીદા...આ રેકોર્ડિંગ પરથી તો એક વસ્તુ સાબિત થાય છે કે મંદારનો આમાં કોઈ જ હાથ નથી...બીજા બધાં જ રેકોર્ડિંગ પરથી કોઈ જ આવી ખબર પડતી નથી...એ બધાંમાં એમના બિઝનેસ રિલેટેડ જ વાતો છે...’ સ્પર્શ બોલ્યો.

‘હા, સાચી વાત છે...જ્વલિતને મારવાથી મંદારને કોઈ જ ફાયદો ના થાય...’ પવન બોલ્યો.

‘મોટાભાઇ, હવે આપણે અનુજ પર ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ....’

‘પવન, પ્રશાંતે એ પણ કર્યું જ છે છેલ્લાં ત્રણ મહિનાથી .... પણ અનુજના વિરુધ્ધમાં કોઈ જ પુરાવો મળ્યો નથી....’

‘સ્પર્શ, મારો એક્સિડેંટ થયો એ દિવસે તું જ ગાડી અહિયાં લઈને આવ્યો હતો સર્વિસમાંથી...રાઇટ..?’ જ્વલિતે પૂછ્યું.

‘હા, અને મેં તમારાં પાર્કિંગમાં પાર્ક કરી હતી...’

‘ત્યારે એમાં બ્રેકનો કોઈ જ પ્રોબ્લેમ નહોતો રાઇટ...?’

‘હા, બ્રેક એકદમ બરાબર ચાલતી હતી....’

‘તો, જેણે પણ બ્રેક સાથે ચેડાં કર્યા હશે એ આ પાર્કિંગમાં જ કર્યા હશે....અને મારા પાર્કિંગમાં કેમેરાં લાગેલાં છે....એટ્લે આપણે સીસીટીવી ફૂટેજમાં જોઈ જ શકીએ... ’

‘ગ્રેટ....જ્વલિતભાઈ........’પવને કહ્યું.

જ્વલિત સીસીટીવી ફૂટેજ લઈને આવ્યો અને એણે વિડીયો શરૂ કર્યો. વિડીયોમાં એક માણસ જ્વલિતના પાર્કિંગમાં અંદર પ્રવેશતો દેખાયો. ત્યારબાદ ગાડીની બ્રેક સાથે કાંઇક કરતો નજરે પડ્યો. એણે આજુ બાજુ જોયું કે એને કોઈ જોઈ તો નથી રહ્યું ને…!! એનું કામ પતાવ્યા બાદ એ નીકળી ગયો.

‘આવો જ કોઈક પુરાવો આપણે જોઈતો હતો અને હવે મળી ગયો છે....!! જ્વલિતભાઈ મને આ માણસનો ખાલી એક ફોટો મોકલી આપજો એટ્લે હું એની તપાસ કરવી શકું અને એનાં પરથી જ આપણે આરોપી સુધી પહોચી શકીશું.....!!’ પવને કહ્યું.

‘અને જીજુ મને પણ મોકલી આપજો...હું પ્રશાંતની બતાવીશ એ એની રીતે શોધશે.... ’

‘ઓકે હું તમને બંનેને મોકલી આપું છું.’

 ‘ઓકે લેટ્સ કોન્સર્નટ્રેટ ઓન અનુજ, સ્પર્શ તુ અને પ્રશાંત પણ એનાં પર જ ધ્યાન રાખો અને હું મારાં માણસોને પણ જણાવી દઇશ....’ પવન બોલ્યો.

‘બીજી એક વસ્તુ સ્પર્શ, હજી મારાં વિષે કોઈને જ કીધું નથી એટ્લે હવે આપણે બધાં રાતના સમયે જ મળીશું....નહિતર આદિત્યને ચોક્કસ કાઈક અજુગતું લાગશે....’

                                          *   *   *   *

આહના અને જ્વલિતના ફંકશનનો દિવસ હતો આજે. આહના એનાં ઘરે એનાં રૂમમાં તૈયાર થઈ રહી હતી. આહનાએ લાઇટ પિન્ક કલરનાં સિલ્કના ચણિયો અને બ્લાઉઝ પહેર્યા હતાં. એક છોકરી એને ઓઢણી પહેરાવી રહી હતી અને બીજી એક છોકરી એનાં વાળમાં હેરસ્ટાઇલ કરી રહી હતી.

‘જ્વલિત, યૂ આર નોટ સપોસ ટુ કમ ઇન ધ રૂમ.....’ જ્વલિતને રૂમમાં આવતો જોઈને આહનાએ એક શરારતી સ્મિત સાથે કહ્યું.

‘કેન યૂ બોથ સ્પેર અસ સમ ટાઈમ અલોન...પ્લીઝ’ જ્વલિતે બીજી બંને છોકરીઓને પૂછતાં કહ્યું.

આ સાંભળીને બંને છોકરીઓ રૂમની બહાર નીકળી ગઈ.

જ્વલિત આહનાની પાછળ જઈને ઊભો રહી ગયો, એનાં હાથ એણે આહનાની કમર ફરતે વીંટાળ્યા અને માથું આહનાના ખભા પર ટેકવ્યું. આહનાએ એનાં બંને હાથ જ્વલિતના હાથ પર મૂક્યા, બંને જણાં અરિસાની સામે ઊભાં હતાં. જ્વલિત અરીસામાંથી આહનાની આંખોમાં જોઇ રહ્યો.આહનાના હાથોમાં મહેંદી લાગેલી હતી. જ્વલિતના નજીક આવવાથી આહનાની હ્રદયની ધડકનો વધી ગઈ હતી.

‘સો વુડ બી મિસિસ મહેતા હાઉ આર યૂ ફીલિંગ નાઉ....?’

‘આઈ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ એક્સપ્રેસ માય હેપ્પીનેસ...!! જ્વલિત, મારી વધેલી હાર્ટબિટ્સ જ બધુ વર્ણવે છે...!!’ આટલું બોલતાં આહનાએ પોતાની નજરો ઝુકાવી દીધી.

‘આહના, કમ ઓન લૂક એટ મી...યૂ લૂક સો બ્યુટીફુલ ટૂડે....’જ્વલિત હજી અરીસામાંથી આહનાની સામે જ જોતો હતો.

‘કોઈક પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યું છે આજે...!!’ આહનાએ ઊચું જોયું અને જ્વલિતના ગાલ ચૂમી લેતાં કહ્યું.

જ્વલિતે આહનાને પોતાની તરફ ફેરવી. એનાં એક હાથથી આહનાની આંખોમાં આવતી લટોને એનાં કાનની પાછળ નાખી. ડ્રેસિંગ ટેબલ પર પડેલી બુટ્ટી હાથમાં લીધી અને આહનાના કાનમાં પહેરાવી.

‘જ્વલિત, આઈ વોન્ટ તો ટેલ યૂ સમથિંગ...’

‘બોલને.....’

‘આઈ લવ યૂ’

‘આઈ લવ યૂ ટૂ આહના’

આ ત્રણ શબ્દ સાંભળીને જ્વલિતની આંખોમાંથી હર્ષના આસુ નીકળી આવ્યાં. જ્વલિત એની ફીલિંગ્સ જતાવવા માટે હમેશાં તત્પર રહેતો, જ્યારે આહના ખૂબ જ ઓછી જતાવતી. એણે આહનાના મોઢે ફક્ત એક જ વખત આ ત્રણ શબ્દો સાંભળવા હતાં. આ જ શબ્દો સાંભળવા માટે એ છેલ્લા સાત વર્ષથી રાહ જોઈ રહ્યો હતો અને આજે એનું એ સ્વપ્ન પણ પૂર્ણ થઈ ગયું હતું.

                                              *       *       *       *

રાતના એક વાગયાં હતાં. આહના, સ્પર્શ, પવન જ્વલિતના ઘરે ભેગા થયાં હતાં.

‘જ્વલિતભાઈ, આ રહ્યાં અનુજના બેન્ક ટ્રાન્જેક્શનનું લિસ્ટ... તમારો અકસ્માત થયો એ દિવસે એણે એનાં અકાઉંટ માંથી કંપનીના પાંચ ટકા શેર્સ વેચી નાખ્યાં હતાં, જો તમે હાજર હોત ટુ તમે તમારી કંપનીના શેર્સ વેચવાં જ ન દેત અને એનાં પૈસા એણે મંદારના અકાઉંટમાં ટ્રાન્સફર કર્યા હતાં....એ ફોટોવાળો માણસ નજીકના એક ગેરેજમાં મિકેનિક છે... એનું એડડ્રેસ મેં પ્રશાંતને મોકલી આપ્યું હતું....’ પવને ટ્રાન્સેકશનનું લિસ્ટ જ્વલિતને આપતાં કહ્યું.

‘હા, પ્રશાંત એ મિકેનિકને મળ્યો....પેલી વિડીયો બતાવી.....મિકેનિકે ભાગવાનો પ્રયત્ન કર્યો, પ્રશાંતે એને રોક્યો અને કહ્યું જો એ સાચું નામ બતાવી દેશે કે કોણે એને પૈસા આપ્યાં હતાં આવું કરવાં માટે તો એને કોઈ જ સજા નહીં થાય...એટ્લે પછી એ મિકેનિકે પ્રશાંતને નામ કહ્યું. અને એ નામ હતું અનુજ....પ્રશાંતે અનુજનો ફોટો બતાવીને પણ કન્ફર્મ કર્યું હતું. મિકેનિકે કીધું આ એ જ માણસ હતો જેણે ખૂબ જ પૈસા આપ્યાં હતાં બ્રેક ફેલ કરવાં માટે.....’

‘તો સ્પર્શ, જો કોર્ટમાં આવવું પડશે તો પણ આવશે ને એ ...?’ પવને પૂછ્યું.

‘હા, એ કોર્ટમાં પણ આવશે.....’

‘સો, અનુજ જ એ માણસ છે જેણે મને મારવાનો પ્રયત્ન કર્યો...’ જ્વલિત થોડીક હતાશા સાથે બોલી રહ્યો.

‘પવન, તો હવે આપણે લીગલી બધુ કરી શકીએને...? આઈ મીન અનુજને અરેસ્ટ કરવાનો અને હું પણ હવે બહાર નીકળી શકું ને...?’

‘હા, આપણે હવે લીગલી મૂવ કરી શકીએ....કાલે સવારે તમારે પોલીસસ્ટેશન જવાનું અને ફરિયાદ્દ દાખલ કરવાની આ વિષે.... અને ત્યાર બાદ આ બધાં જ પુરાવાની એક એક કોપી બનાવીને પોલીસને હેન્ડઓવર કરવાના....ત્યારબાદ પોલીસ એની રીતે જ એનું કામ કરશે...’

જ્વલિત થોડોક દુખી હતો, કદાચ એક વાર એ પોતાનાં ખૂની તરીકે મંદારને માની શકત પણ અનુજને પોતાના સગા કાકાના દીકરાને ખૂની તરીકે જોવાની જ્વલિતમાં કોઈ જ હિમ્મત નહોતી. કાલનો દિવસ જ્વલિત માટે ખૂબ જ અઘરો રહેવાનો હતો..!!

એ રાત્રે ચારેય જણાંએ સાથે બેસીને ખૂબ જ વાતો કરી.

બીજા દિવસે સવારે જ્વલિત પોલીસ સ્ટેશન ગયો અને અનુજના વિરુધ્ધમાં બધાં જ પુરાવા આપીને ફરિયાદ નોધાવી. પોલીસ અનુજના ઘરે જઈને અનુજને અરેસ્ટ કરી લીધો. અનુજ ખૂબ જ કરગર્યોં કે આમાં એનો કોઈ જ હાથ નથી પણ બધાં જ પુરાવા એનાં વિરરૂધ્ધમાં જ હતાં.અનુજના જેલમાં ગયાં બાદ જ્વલિત આહનાના ઘરે ગયો, બધાંને મળ્યો અને અત્યાર સુધીની દરેક ઘટના વર્ણવી. જ્વલિતને પાછો આવેલો જોઈને આહનાના ઘરમાં બધાં આશ્ચર્યચકિત અને ખુશ હતાં.

‘જ્વલિત, આદિત્ય સાથ તમારે કાંઇ વાત થઈ..? એનો કોઈ મેસેજ કે ફોન..?’ આહનાએ બધાંની સામે જ પૂછ્યું.

‘ના, મારે કોઈ જ વાત નથી થઈ...મને સમય જ નથી મળ્યો એની સાથ વાત કરવાનો હજી સુધી....કાલે ઘરે જઈને વાત કરીશ શાંતિથી એની જોડે....’

‘એને ખબર પડી તમારાં વિશે ધેટ યૂ આર અલાઈવ અને અનુજે જ તમને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો....એનો હમણાં જ મારાં પર મેસેજ આવ્યો.... એ મળવા માટે બોલાવે છે....મને અને તમને બંનેને...’

‘તું મળતી આવ એને....હું કાલે મળી લઇશ ...અત્યારે હું થોડોક સમય મમ્મી પપ્પા સાથે બેઠો છું....’

‘ઓકે...તો હું મળતી આવું છું...’ આહના આટલું કહીને આદિત્યને મળવા નીકળી.

આહના આદિત્યને મળવા એક નજીકની કોફી શોપમાં ગઈ.

‘ગ્રેટ..ટુ હિયર...આહના ધેટ જ્વલિત ઇસ અલાઈવ... તમે બંને ખૂબ જ બીસી હતાં એટ્લે સ્પર્શ સાથે મેં વાત કરી ત્યારે એણે મને કીધું કે જ્વલિત ઇસ અલાઈવ ફ્રોમ લાસ્ટ થ્રી મન્થ્સ... એની સાથે શું થયું એ બધી તો વાત નથી થઈ..પણ સ્પર્શે એટલું કીધું કે અનુજે એને મારવાનો પ્રયત્ન કર્યો હતો....કેવી રીતે એ તો હજી સાંભળવાનું બાકી રહ્યું મારે.... કારણકે સ્પર્શને કોઈકનો ફોન આવી ગયો....’ આદિત્યે સહેજ ખુશી લાવતાં કહ્યું.

‘હા, હું તો ખૂબ જ ખુશ છું....’ આહના એનાં ચહેરા પર ખુશીના ભાવો છુપાડી ના શકી.

‘આહના, આ પહેલી વખત નથી કે જ્યારે અનુજે જ્વલિતને મારવાનો પ્રયત્ન કર્યો છે...’

’મતલબ, તારો કહેવાનો અર્થ શું છે...? ’ આ સાંભળીને આહના ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ.

‘અમે લોકો નાના હતાં, હું જ્વલિત, અનુજ અને જ્વલિતના મમ્મી પપ્પા ત્યારે, જ્વલિતના ફાર્મ હાઉસ પર ગયાં હતાં, જ્વલિતને તરતાં નહોતું આવડતું, અનુજને આ વસ્તુની ખબર હતી છતાં પણ એ જ્વલિતને સ્વિમિંગ પૂલમાં ધક્કો મારીને ભાગી ગયો હતો... પછી દૂરથી મેં જ્વલિતને ડૂબતો જોયો તારે હું એનાં મમ્મી પપ્પાને બોલવા દોડ્યો અને એનાં પપ્પાએ જ્વલિતને પૂલમાંથી બહાર કાઢ્યો હતો...એવી જ એક બીજી પણ ઘટના છે કે જ્યારે દિવાળીમાં અમે લોકો ફટાકડાં ફોડતાં હતાં તારે...જ્વલિતના ઘરમાં પાછળની બાજુએ એક સ્ટોરેજ રૂમ છે કે જ્યાં અમે ફટાકડાં મૂકતાં હતાં, જ્વલિત અંદર ફટાકડાં લેવાં ગયો અને અનુએ તરત જ બહારથી એ રૂમને લોક મારી દીધું અને એનું બારણું સળગાવી દીધું....એ સમયે જ્વલિતના મમ્મી પપ્પા ઘરે નહોતાં એટ્લે મેં એનાં કાકાને બૂમો પાડી, એ દોડતાં આવ્યાં અને જ્વલિત ને બચાવ્યા...’

‘ઓહ માય ગોડ....જ્વલિતે આ બધાં માંથી કશું જ મને નથી જણાવ્યુ.સારું થયું કે અનુજ પકડાઈ ગયો નહિતર ભવિષ્યમાં તો શું નું શું કરત એ....!!’

‘તને તો ના જ કહે ને એ આ બધુ...પછી છું કારણ વગર જ એનું ટેન્શન લે....’

‘તો જ્વલિતના કારની બ્રેક ફેઇલ થઈ કેવી રીતે હતી... આઈ મીન કોણે કરી હતી...અનુજે જાતે?’

‘ના, એને એક મિકેનિકને પૈસા આપ્યાં હતાં.....’

એટલામાં જ આહનાનો ફોન રણક્યો.

‘હા, હું આવું છું...’ આહનાએ ફોન પર વાત કરતાં કહ્યું.

‘આદિત્ય, તું હું અને જ્વલિત કાલે શાંતિથી જ મળીએ અત્યારે પોલીસ સ્ટેશન જવાનું છે....મારે નીકળવું જ પડશે’ આહનાએ નીકળતાં કહ્યું.

‘ઓકે... સી યૂ ટુમોરો....’

સ્પર્શ અને જ્વલિત આહનાને લેવાં કોફી શોપ પર આવી પહોચ્યાં. આહના ગાડીમાં બેઠી અને સ્પર્શે ગાડી પોલીસ સ્ટેશન તરફ મારી મૂકી.

‘જ્વલિત, આદિત્ય એવું કહેતો હતો કે આ પહેલી વખત નથી કે જ્યારે અનુજે તમને મારવાનો પ્રયત્ન કર્યો હોય...તમે લોકો જ્યારે નાના હતાં ત્યારે એક વખત સ્વિમિંગ પૂલમાં ધક્કો માર્યો હતો અને બીજી વખત રૂમ માં બંધ કરીને રૂમ સળગાવી દીધો હતો...શું એ સાચું છે..?’

‘હા, આહના પણ બાળપણમાં અમે એનું દરેક વાત એક મસ્તી તરીકે ગણીને નજરઅંદાજ જ કરી છે...’

‘પછી એણે મને કહ્યું કે એણે સ્પર્શ સાથે વાત કરી અને એણે મને એવું પૂછ્યું કે કારની બ્રેક ફેઇલ કેમની થઈ.... અને ત્યાં જ તમારો ફોન આવી ગયો.... વધારે તો અમે કોઈ વાત ના કરી શક્યાં....’

‘વેટ, દીદા વોટ ડિડ યૂ સે...? આદિત્યએ તમને એવું પૂછ્યું કે બ્રેક ફેઇલ કેમની થઈ...?’

‘હા, સ્પર્શ...’

‘આદિત્યને એવું ક્યાથી ખબર કે જીજુના કારની બ્રેક ફેઇલ થવાથી એમનો અકસ્માત થયો છે..!! મેં તો એમને એવું કશું જ નથી કીધું....’

‘સ્પર્શ, તું ફરી એક વખત વિચાર....તે ચોક્કસ કીધું જ હશે અથવા ઘરમાંથી કોઇકે કીધું હશે...!!’ જ્વલિતે કીધું.

‘ના, જીજુ ..... આદિત્યે મારાં સિવાય કોઇની સાથે વાત નથી કરી....’

‘જ્વલિત, એનો મતલબ એ થયો કે આ બધુ આદિત્યએ કરાવ્યુ છે...?’

‘મને કશી જ સમજ નથી પડતી આહના....તો પેલો મિકેનિક અનુજનું નામ કેમ આપે..?’

‘જ્વલિત, એ તો આદિત્યએ વધારે પૈસા આપ્યાં હોય અનુજને ફસાવવાં માટે... એક મિનિટ, મને તું ખાલી એટલું કહે કે તું મને દરરોજ જે ફ્લાવર મોકલાવતો હતો એ તે ક્યારેય આદિત્યને લાવવા માટે કહ્યું હતું..?’

‘ના, આહના ક્યારેય નહીં....’

‘મારી આ બિર્થડે પર એણે મને સેમ એ જ કોમ્બિનેશનનાં ફ્લાવર્સ આપ્યાં હતાં તો એને કેમની ખબર પડી આ બધી વસ્તુની..? શું એ આપણાં બંને પર આટલાં સમયથી નજર રાખી રહ્યો હતો..? અને એણે મને એવું કેમ કહ્યું કે જ્વલિત જ મને ઘણી વખત ફ્લાવર્સ લેવાં મોકલે છે એટ્લે મને તારી ચોઈસ ખબર છે...’

‘એક કામ કરીએ...દીદા અને જીજુ.... તમારી સાથે બાળપણમાં જે ઘટનાઑ બની અને અત્યારે જે પણ થયું એ બધાંની પાછળ એક જ વ્યક્તિ છે ક્યાં તો અનુજ ક્યાં તો આદિત્ય.... આપણે તમારાં બાળપણની આ સ્ટોરી અનુજ સાથેથી ફરી એકવાર સાંભળીએ તો ...? આમ અન આપણે પોલીસ સ્ટેશન તો જઇ જ રહ્યાં છીએ...’

આહના, જ્વલિત અને સ્પર્શ ત્રણેય ખૂબ જ અસમંજસમાં હતાં. ત્રણેય જણાં અનુજને મળવા પોલીસ સ્ટેશન આવી પહોચ્યાં હતાં.

‘ભાઈ, પ્લીઝ મને અહિયાંથી લઈ જાવો, મેં તને મારવાનો પ્રયત્ન નથી કર્યો...’    જ્વલિતને પોલીસ સ્ટેશન્મા આવેલો જોઈને અનુજ દૂરથી જ બોલ્યો.

આહના, જ્વલિત અને સ્પર્શ અનુજની પાસે દોડી આવ્યાં.

‘અનુજ, તું પહેલાં મને એક વાતનો સાચે સાચો જવાબ આપજે કે આપણે જ્યારે નાના હતાં અને ફાર્મ હાઉસ પર ગયાં હતાં, હું સ્વિમિંગ પૂલમાં ડૂબી રહ્યો હતો તારે મને કોણે ધક્કો માર્યો હતો....?’

‘ભાઈ, પહેલાં તમે મને અહિયાંથી લઈ જાવ પછી જ હું આનો જવાબ આપીશ...’

‘અનુજ, અત્યારે મારાં માટે આ જવાબ સાંભળવો ખૂબ જ અગત્યનો છે અને કદાચ આ જ જવાબ તને અહિયાંથી છોડવશે....’

‘જ્વલિત એ દિવસે હું, તું અને આદિત્ય હતાં...તું પૂલની એકદમ નજીક ઊંધો ઊભો હતો, હું અને આદિત્ય તારાથી સરખાં જ અંતરે પાછળની બાજુએ ઊભાં હતાં, મારાં હાથમાં કોઈ એક રમકડું હતું એ નીચે પડી ગયું, એ લેવાં હું નીચે વળ્યો, એટલાંમાં આદિત્યએ તને ધક્કો માર્યો...મને એક મિનિટ માટે તો ખબર જ ના પડી કે શું થઈ રહ્યું છે..!! તું બચાવવા માટે બૂમો પાડતા હતાં અને હું ત્યાં જ ઊભો હતો મારૂ રમકડું લઈને....પછી હું તરત જ કાકા કાકીને બોલાવવા માટે દોડ્યો ત્યારે આદિત્યે મને ધક્કો માર્યો અને હું પડી ગયો એટ્લે એ કાકા કાકીને મારાં કરતાં પહેલાં બોલાવી લાવ્યો....અને એવું કીધું કે મેં ધક્કો માર્યો છે....હું આમ પણ ખૂબ જ તોફાની હતો તો એ લોકોએ એવું માની પણ લીધું...’

‘અને જ્યારે દિવાળી હતી ત્યારે હું સ્ટોરેજ રૂમમાં પૂરાઈ ગયો હતો, એ દરવાજો બહારથી કોણે બંધ કયો હતો..?’ જ્વલિતે ઉતાવળમાં અનુજને પૂછ્યું.

‘એ દિવાળીએ જ્યારે તમે સ્ટોરેજ રૂમમાં પુરાઈ ગયાં હતાં ત્યારે, મને એ જ સમયે પપ્પાએ બૂમ પડી હતી એટ્લે હું ત્યાં ગયો, પાછાં આવીને જ્યારે મેં આદિત્યને પૂછ્યું કે જ્વલિત ક્યાં છે ત્યારે એણે મને કહ્યું કે એ પણ તારી પાછળ અંદર જ આવ્યો હતો, મેં કીધું કે મેં તો એને જોયો નહીં અંદર...પછી એણે કહ્યું કે આવી જશે હમણાં જ આપણે ફટાકડાં ફોડીએ.....ફટાકડાં બહાર પડેલા હતાં, મેં એને દરવાજાની નજીક ફોડવાની ના પાડી, પણ એ ના માન્યો....દરવાજો એકદમ જ સળગવાં લાગ્યો, અમને બંનેને તારી બૂમો સંભળાઈ....એની સાથે તરત જ એણે મને દોષિત ગણાવી દીધો કે કેમ તે તારાં ભાઈને અંદર બંધ કર્યો..... એ તરત જ પપ્પાને બોલાવવા દોડ્યો......મને વાતની કાશી જ ખ્બરા નહોતી...મે પપ્પાણે કેટલું બધુ સમજાવ્યાં કે આ બધુ જ મેં નથી કર્યું...છતાં પણ કોઈ માનવા જ તૈયાર નહોતું...અને એ દિવસ પછી આપણા બંનેનું સાથે રમવાનું બંધ કરવી દીધું…..’

‘અનુજ, મને માફ કરી દે....મારે સમજવામાં ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે.....હું જ તને અહિયાંથી બહાર નિકાળીશ... તું ચિંતા ના કર.... ’ જ્વલિતે અનુજને માફી માંગતા કહ્યું.

‘પણ જવલિત, તો શું આ બધુ આદિત્યએ કર્યું છે...?’

‘હા, અનુજ....’

‘જ્વલિત, પણ આદિત્ય પાસે મોટિવ શું હતો તમને મારવાનો..?’ આહનાએ પૂછ્યું.

‘એ તો મને નથી ખબર...આહના...’

‘હવે આપણે આદિત્યને કેવી રીતે પકડીશું...? જીજુ..?’ સ્પર્શે પૂછ્યું.

જ્વલિતે તરત જ પવનને ફોન લગાડ્યો અને આ બધી જ ઘટનાઑ વર્ણવી. પવને જ્વલિતને એક પ્લાન કહ્યો.

‘ઓકે...અનુજ અત્યારે આમે અહિયાંથી નિકળીએ છીએ.... તને જેમ બને એમ જલ્દીથી અહિયાંથી છોડાવીશ હું...’ આટલું બોલતાં બોલતાં જ્વલિત સ્પર્શ અને આહના સાથે નીકળી ગયો.

ત્રણેય જણાં ગાડીમાં બેઠાં.

‘ઓકે લીસન.... આહના...પવને એક પ્લાન કીધો છે મને આદિત્યને પકડવાનો.....તું આદિત્યને આજે રાત્રે મેસેજ કરીશ 11 વાગતા ની આસપાસ ....તારે એને એવું કહેવાનું છે કે જ્વલિતને એ વિડીયો મળ્યો છે કે જેમાં કોઈ માનસ એ મિકેનિકને પૈસા આપતો હતો...અને એ તે જ્વલિતની કારમાં મૂકેલી છે હજી સુધી તે જોયો નથી ....હવે જ્યારે કોઈ પણ નહીં હોય ત્યારે એ વિડીયો ટેપ ચોરી કરશે જ કારણકે અક્ચુલીમાં તો એ જ હતો તારે આપણે એને પકડવાનો છે....’

રાતના 11 વાગ્યે...

‘હાય, આદિત્ય’ આહનાએ મેંસેજ કર્યો.

‘હાય, આહના...કેમ હજી સુધી જાગે છે..?’

‘અમને એક બીજો પુરાવો મળ્યો છે, જે માણસે મિકેનિકને પૈસા આપ્યાં હતાં ને એ આખો વિડીયો મળ્યો છે, જ્વલિતની કારમાં પડી છે ટેપ....પણ અમારા બંનેમાંથી કોઈના ડિવાઇસમાં ચાલતી નથી.... અને અત્યારે તો કોઈ જ દુકાન પણ ખુલ્લી ના હોય કે અમે જઈને નવું કાંઇ પણ ખરીદી શકીએ...કાલે એ પુરાવો પોલીસને આપવાનો છે પછી જ બધુ ખબર પડશે....એટ્લે મને ઊંઘ નથી આવતી...’

આટલું વાંચીને આદિત્ય ખૂબ જ ગભરાઈ ગયો કારણકે મિકેનિકને પૈસા અનુજે નહીં પણ એણે પોતે જ આપ્યાં હતાં, જો એ ટેપ આ લોકો જોઈ લેશે તો ખબર પડી જશે કે જ્વલિતને મારવાનો પ્રયત્ન અનુજે નહીં પણ મેં કર્યો હતો.

‘આહના, જ્વલિત સાથે વાત કર તું... યૂ વિલ ફીલ ગૂડ...’

આદિત્ય એનાં ઘરની બહાર નીકળ્યો. ત્યાં સામે જ જ્વલિતની કાર પાર્ક થયેલી દેખાઈ. આદિત્યે જ્વલિતની કાર સુધી ત્રણ ચાર વાર એમ જ આટા માર્યા ફક્ત એવું જોવા માટે કે કોઈ છે તો નહીં ને ત્યાં કે કોઈ એને જોઈ તો નથી રહ્યું ને...!! આદિત્ય જ્વલિતની કારની નજીક આવ્યો, કારનો ગ્લાસ નજીકમાં પડેલા એક લોખંડના સળિયા વડે તોડ્યો અને તરત જ ત્યાં સીટ પર પડેલી વિડીયો ટેપ હાથમાં લીધી, એટલાંમાં જ ત્યાં જ્વલિત, આહના, સ્પર્શ, પવન અને પોલીસ આવી પહોચી.

‘યૂ આર અંડર અરેસ્ટ....આદિત્ય’ ઈન્સપેકટરે હાથકડીઓ પહેરાવતાં કહ્યું.

‘આવું કેમ કર્યું આદિત્ય તે મારી સાથે...?’ જ્વલિતે પૂછ્યું.

‘જ્વલિત, નાનપણથી જ તું બધી જ વસ્તુઓમાં અવ્વલ... તને બધુ જ ગોડ ગિફટેડ મળ્યું છે.....કોઈ પણ સ્પોર્ટ્સમાં તું પાર્ટિસિપેટ કરે તો પહેલાં નંબરે જ આવે, અને હું ભાગ લઉં તો મને હંમેશા ફક્ત કોન્સોલેશન પ્રાઇઝ મળતું, ભણવામાં પણ હંમેશા અવ્વલ, નાનપણથી જ મેં મારાં મમ્મી પપ્પાના મોઢે ફક્ત એક જ વસ્તુ સાંભળી છે જ્વલિતની જેમ શીખ, જ્વલિતની જેમ વિચાર, જ્વલિતની જેમ રમ, જ્વલિતની જેમ ભણ...બધે જ જ્વલિત....ત્યારથી જ મને ગુસ્સો આવવા લાગ્યો હતો તારા પ્રત્યે, અને મેં તને મારવાનો પ્રયાસ ફક્ત અત્યારે જ નથી કર્યો, સ્વિમિંગ પૂલમાં ધક્કો અનુજે નહીં મેં જ માર્યો હતો, સ્ટોરેજ રૂમમાં મેં જ તને પૂરી દીધો હતો અને આગ પણ મેં જ લગાડી હતી કે જેથી તું મારી જાય, પણ તારાં નસીબ ખૂબ જ સારાં હતાં... દર વખતે તું બચી જ ગયો છે...અને મેં એ બધાંમાં અનુજને ફસાવી દીધો....પછી આપણે કોલેજમાં આવ્યાં, કોલેજમાં આહનાને મેં જ્યારે પહેલી વાર જોઈ હતી ત્યારથી જ મને એ ખૂબ જ ગમી ગઈ હતી, મેં નક્કી પણ કરી લીધું હતું કે લગ્ન તો હું આની સાથે જ કરીશ, એમાં પણ તું વચ્ચે આવી ગયો....કોલેજ પછી તારી પાસે તો બધુ જ હતું બાપાનો તૈયાર બિઝનેસ.... એક ગર્લફ્રેંડ...કે જેને મારે અમરી ગર્લફ્રેન્ડ બનનાવવી હતી, પણ ના, એ પણ તે લઈ લીધી મારી પાસેથી....મારી પાસે કશું જ નહોતું નાં તો નોકરી, ના તો ગર્લફ્રેંડ અને ના તો કોલેજની ડિગ્રીમાં સારાં માર્કસ.... તે મને તારી કંપનીમાં નોકરી આપી.... તારાં હાથ નીચે હું કામ જ કેવી રીતે કરી શકું જ્વલિત....પછી મેં તમારાં બંને પર નજર રાખવાનું નક્કી કર્યું....તમે બંને ગોવા ગયાં હતાં થાય પણ હું આવ્યો હતો.... હું એ એક જ મોકાની શોધમાં હતો કે જ્યારે હું તને મારી શકું..ગોવામાં પણ મે તને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, તારી વાઇનની બોટલમાં મે ઝેર ભેળવ્યું હતું પણ અગેન તારાં નસીબ કાઈક વધારે જ સારાં હતાં કે આહનાના હાથમાથી એ બોટલ પડી ગઈ અને ફૂટી ગઈ અને તું બચી ગયો .પછી જ્યારે મેં તમારાં બંનેની સગાઈ વિશે સાંભળ્યુ તો એ હું સહન ન કરી શક્યો અને મેં વિચાર્યું કે જો હું તને મારી નાખું તો આહના મારી થઈ જાય અને તારી બધી જ પ્રોપર્ટિ આહનાની....મને તો બંને બાજુથી ફાયદો જ હતો...અને મેં તને મારી નાખવાનો પ્લાન બનાવ્યો, એમાં હું ઘણાં ખરાં અંશે સફળ પણ રહ્યો, આહના પણ તારાં ગયાં પછી દુ:ખી હતી, એનાં ચહેરા પર પણ સ્મિત લાવવામાં સફળ રહ્યો હતો, પણ તારાં નસીબ થોડાક વધારે જ સારાં હતાં કે તું એમાંથી પણ બચી ગયો...’

‘પવને મને બહુ જ બધી વખત કીધું કે આદિત્ય હોય શકે પણ મેં જ એને ના પડી કે ના આદિત્ય તો આવું કરી જ ના શકે ક્યારેય પણ...!! અને તે જ દગો કર્યો મારી સાથે…!! અફસોસ તો મને એ વાતનો છે કે મેં અનુજને ગુનેગાર ગણ્યો ફક્ત તારાં કારણે....’

બીજા દિવસે સવારે અનુજ જેલમાંથી છૂટી ગયો, એણે જ્વલિતનો ખૂબ જ આભાર માન્યો. આદિત્ય જેલમાં પૂરાયો.

બે મહિના પછી,

આજે આહના અને જ્વલિતના લગ્ન છે, ડેસ્ટિનેશન વેડિંગ, ગોવામાં, આહનાની એ જ બધી મહેનતથી બનેલી કલ્પનાઓની સત્ય હકીકત...!


Rate this content
Log in

More gujarati story from Birva Shah

Similar gujarati story from Drama