Jatin Humbal

Romance Tragedy

3  

Jatin Humbal

Romance Tragedy

અમે ક્યાં બોલીએ છીએ

અમે ક્યાં બોલીએ છીએ

5 mins
14.5K


‘ચા આપું સર ?’ ચા વેચવા વાળા એ એના અવાજથી મને તંદ્રામાંથી જગાડ્યો. મેં એની સામે જોયું.

‘ના ભાઈ’ મેં ધીમેથી કહ્યું.

ટ્રેઈનની બારીની બહાર નજર પડતા જ મેં એને અંદર આવતા જોઈ. ખુલ્લું આકાશ સોનેરી રંગથી ચમકતું હતું, લગભગ એના જેટલું જ. મારુ સર્વસ્વ મારી પ્રેમિકા જેવું. પણ હવે અમે ક્યાં બોલીએ છીએ.

થોડા દિવસો પહેલા મને સમાચાર મળ્યા હતા ત્યારે તો મારા માનવામાં નોહતું આવ્યું. બધા કહેતા હતા કે એ મારાથી દુર જાય છે. એના હૃદયમાં હવે કોઈ બીજા માટે જગ્યા હતી અને હું સીધો મુંબઇથી અમદાવાદ એના ઘરે જવા નીકળ્યો મારે એ એના મોઢેથી સાંભળવું હતું. હું પોહચ્યો, અને એની આંખો એ મને કહી દીધું મેં જે સાંભળ્યું હતું એ સાચું હતું. એનો પરિવાર મુંબઇમાં હતો ને એ પણ ત્યાં જાવાની હતી અને મને પૂછ્યું, 'તું મારી સાથે આવીશ ?' હું ના ન કહી શક્યો પણ અમે નક્કી કર્યું અમે સાથે નહીં બેસીએ એનો કશો અર્થ નહોતો કરણ કે હવે અમે ક્યાં બોલીએ છીએ.

હું પાછળ ફર્યો, ઉંચુ થઈને એને થોડી જોવા માટે પ્રયત્ન કર્યો. એ ૩૨ નંબરની સીટ માં હતી અને હું બાજુના કંપાર્ટમેન્ટમાં હતો. મેં આંખો ઝીણી કરીને પ્રયત્ન કર્યો પણ એ દેખાણી નહીં. મેં ફોનમાં ગીત ચાલુ કરીને એને યાદ ન કરતો હોવાનો દેખાવ કર્યો. પણ ખરેખર તો મારુ રોમરોમ રાડો પાડતુ હતું કે બસ એકવાર એનો સ્પર્શ મળી જાય. હા અમે વાત ન કરતા હતા પણ એના વિશેના વિચારો બંધ નોહતા થતા. પણ તો ય મેં મારા મનને શાંત રાખવા પ્રયત્ન કર્યો કારણ કે એ હવે મારી નોહતી.

મેં છાનું છૂપું ફરી પાછળ જોયું કદાચ એનો ચહેરો જોવા મળી જાય. એની આદત હતી ટ્રેનના બારણા પાસે ઉભવાની ટ્રેન ચાલુ થઈ જાય પછી. પણ બે કલાક નીકળી ગઈ છતાં એ સીટ પરથી ઉભી નોહતી થઈ, આ બેકલાક મારા માટે ઘણી લાંબી હતી ચૂપચાપ બેસવા માટે હું ખરેખર એને મિસ કરતો હતો. હા મને ખબર હતી કે આમારે થોડો સમય જોઈતો હતો સાથે ફરી એ સમજવા કે અમારું શુ સપનું હતું, તો ય હું એને ખૂબ મિસ કરતો હતો. કદાચ એની સાથે રહીને અણસમજુ રહેવાની ય મજા હતી એના વગર સમજદાર રહેવા કરતા. એણે મને થોડા સમય પહેલા ઈશારો તો આપવો જોઈતો હતો તો હું કદાચ આ ખરાબ સમય માટે થોડો તૈયાર થઈ શક્યો હોત પણ નહીં એને તો કીધા વગર જ જાવાનું નક્કી કર્યું.

હું ફોનમાં એના ફોટા જોવા લાગ્યો ને અચાનક જ લાગ્યું કે કદાચ ફોટાના બદલે હું એને જ હાથમાં પકડીને બેઠો હોત તો. મને ખબર નઈ કે મેં શુ ખોટુ કર્યું કે જેથી આ બધું બન્યું. પણ હું એને સાચે જ મિસ કરતો હતો. મેં ગીત સાંભળીને થોડી સાંત્વના મેળવવાની ટ્રાઇ કરી પણ એક એક ગીતમાં મને એની જ યાદ આવતી હતી. મેં નક્કી કર્યું એ મારી પાસે પાછી ના આવે ત્યાં સુધી હું આ બધા ગીત નહીં સાંભળું.

મને હજી એ દિવસ યાદ હતો જ્યારે મેં પેહલી વાર એની આંખોમાં જોયું તું અને આખી દુનિયા જ બદલાઈ ગઈ હતી મારા માટે. હું એને એટલો પ્રેમ કરતો હતો કે કદાચ એ ટાઈમે એના માટે આખી દુનિયા પણ છોડવા તૈયાર હતો. એ મારી આંગળીઓમાં એની આંગળીઓ પકડતી એ સ્પર્શ હજી હું યાદ કરતો હતો. અને એની સાથે ચાલવું જાણે કોઈ સપનું હું ઈચ્છતો હતો કે એ સમય ક્યારેય પૂરો જ ના થાય.

હું વિચારો માંથી જાગ્યો, ઉભો થઇને મારી દવા પીવા ઉભો થયો. એ પોતે ઘણી બધી દવા ઓ પર જીવતી તો ય મારી દવાની હંમેશા મજાક કરતી. એને હૃદયની તકલીફ હતી એ મને ખબર હતી, તેને મને એક વાર કહ્યું હતું કે એના લીધે જ એ કોઈ પણ સમયે મને આઈ લવ યુ કહેતી. જ્યારે જ્યારે એને છાતીમાં દુખતું ત્યારે એ ઈ લવ યુ કહેતી રહેતી કદાચ એ છેલ્લી વારનું હોઈ. એ ટાઈમે મને એહસાસ થયો કે મેં કોઈને આટલો પ્રેમ કર્યો નોહતો કે કરીશ પણ નહીં. હા એ મારી ઝીંદગી હતી ને હું એની. નસીબના પણ અલગ જ ખેલ હતા.એક ટાઈમે ગળાડૂબ પ્રેમમાં હતા પણ હવે અમે ક્યાં બોલીએ છીએ.

ટ્રેન બસ મુંબઇ પોહચવાની તૈયારીમાં જ હતી. એ જ પળનો મને સૌથી વધુ ડર હતો. મારે એને સ્ટેશન પર જોવી જ પડશે, એની એ આંખો જોવાનો ડર હતો. મને ખબર હતી કે આ યાદો જીવન ભર મારો પીછો નહી છોડે. મારી સામે મારી આખી ઝીંદગી હતી, પણ એનાથી અલગ થવાના વિચારોથી હું ભાંગી પડતો હતો. હું સ્ટેશન પર બીજા લોકો સાથે ઉભો રહ્યો મનમાં એના વિચારો સાથે અને ડરેલો. એ બસ થોડી જ વારમાં ટ્રેનની બહાર આવશે એના સમાન સાથે એમાં અમુક વસ્તુઓ મેં જ ગિફ્ટ કરેલી હતી. હું મનમાં વાક્યો ગોઠવતો હતો કે એ મળશે તો શુ કહીશ. શબ્દો નોહતા મળતા કે હું શુ કહું એને પણ મેં એને સૌથી વધુ પ્રેમ કર્યો હતો અને એ જ મને મોત જેવું લાગતું હતું. ઈમાનદારીથી કહું તો હું બસ એના જ વિશે વિચારતો હતો, બધા જ સમયે સવાર બપોર સાંજ અને રાત. ક્યારેક દિવસની વચ્ચેય બસ એ જ હતી. હંમેશા એ જ હતી.

આખરે એ દેખાણી અને બસ એને જોઈને જ હું રડી પડ્યો રાડો પાડતો હતો નાના બાળકની જેમ આજુ બાજુ બધા જ લોકો હતા. એ મને મુંજાયેલ નજરે જોતા હતા પણ મને ખબર હતી કે એ કોઈ સમજી નહીં શકે મારા મનમાં શુ ચાલે છે. એ જ મારુ કારણ હતું. એ જ મારુ સપનું હતી.

આખરે હું થોડી હિમ્મત જોડીને એની પાસે ગયો. એના જોવામાં એના મા-બાપ વચ્ચે આવતા હતા. ભલે અમે બોલતા નોહતા પણ હું એને આમ છેલ્લા શબ્દો કીધા વગર નોહતો જવા દેવા માંગતો. એના વિના જીવન પેહલા જેવું ક્યારેય નહીં રહે. હું એના મા-બાપને ખસેડીને એની પાસે ગયો. એના કાનમાં મેં કહ્યું “વાંધો નહીં કે તું મને પ્રેમ નથી કરતી પણ હું તને હંમેશા માટે ચાહતો રહીશ.”

એની લાશમાં થોડો ગરમાવો હતો જે એના લીધે મારા જીવનમાંય આવ્યો હતો. મેં લાશના મો પર કપડું ઢાક્યુંને બહારની તરફ નીકળી ગયો.

એને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. હું અમદાવાદ ગયો હતો કરણ કે એની ઈચ્છા હતી કે હું એને મળું. હોસ્પિટલ એ પોહચ્યો ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું ન એના ચહેરા એ જાણે મને કીધું કે હવે આપણે ક્યારેય નહીં બોલીએ. એના માં બાપ એ એની લાશ મુંબઇ સુધી મને પોહચાડવા નું કહ્યું હતું અંતિમ સંસ્કાર માટે.

હું બહારની તરફ નીકળ્યો, અને મારા કાનમાં એનો અવાજ સંભળાયો “તારી દવા ખાઈ લે જે પાગલ મને ખબર છે કે તું ટ્રેનમાં ભૂલી ગયો હતો.”

પણ હવે અમે ક્યાં બોલીએ છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Romance