અમારા 'એ' ભણેલા બહુ પણ્...
અમારા 'એ' ભણેલા બહુ પણ્...
લોકોને મન હું જડ છું.
કોઈનું કશું સાંભળતો નથી.
મારી પત્નિ મારા કહ્યામાં નથી.
ઓફીસમાં બોસ કાયમ ફરિયાદ કરે છે. મી.કતારીયા તમને કહે છે તે સમજો. આ કામ રીસર્ચ ડીપાર્ટ્મેંટનું છે તેમને તેમનું કામ કરવા દો તમે વેચાણ સંભાળો. મહિનાને અંતે 'ટાર્ગેટ' નહિં થાય તો પગારનાં ફાંફા પડશે.
જમાઇ કહે છે તમે વિના કારણ મારા ધંધામાં માથા ન મારો. તમને માર્કેટીંગ તમારી લાઇનનું આવડે. આ કોમ્પ્યુટરનું ફીલ્ડ છે તમારી દવાબજારની વાતો ના ચાલે.
પાડોશીને કાયદાના ફાયદા બતાવવા જતા તેણે જ કાયદો ઝુડી કેસ ઠોકી દીધો. પણ હું જે કહું છું તે કેટલી રીસર્ચ કરીને કહેતો હોઉં છું.
કન્ઝ્યુમર ક્રેડીટ રીપોર્ટ પ્રમાણે જે સાચું હોય તે જ લોકો તો વાપરે ને? ક્યારેક મને લાગે છે મારી કોઇને કદર જ નથી. પત્નીના અવાજે મને ચોંકાવી દીધો. અમારા 'એ' ભણેલા બહુ પણ...