STORYMIRROR

Kalpesh Patel

Classics Inspirational Children

4  

Kalpesh Patel

Classics Inspirational Children

અગ્નિ અને અમૃત.

અગ્નિ અને અમૃત.

2 mins
5



🌿 “અગ્નિ અને અમૃત” 🌿

સતયુગના પ્રાચીન કાળમાં, જ્યારે સૃષ્ટિના દરેક કણમાં દિવ્ય શક્તિનો નિવાસ હતો, ત્યારે પુરાણોની કથાઓ માત્ર સમય વિતાવવાનો સાધન નહોતી—એ તો ધર્મ, સત્ય અને જીવનના ઊંડા રહસ્યોનો જીવંત પ્રતિબિંબ હતી. દેવો અને દૈત્યોના સંઘર્ષમાં, શક્તિઓના અથડામણમાં અને યોગમાયાના અજાણ્યા ખેલમાં, એક એવું સત્ય છુપાયેલું હતું કે જે માનવજીવનને ઉન્નત બનાવે. એ જ યુગમાં જન્મી હતી એક વિરલ ગાથા—અગ્નિ અને અમૃતની… જ્યાં વિપરીત તત્વોએ સંગઠિત થઈ, માત્ર અંધકારને જ નહીં, પરંતુ ભાગ્યને પણ બદલવાની હિંમત બતાવી…✨

પૃથ્વી ઉપર,સતયુગમા હિમાલયની ગોદમાં એક ગુપ્ત લોક હતું,“અર્કલોક”. અહીં દેવતાઓ અને પ્રકૃતિના તત્વો એકસાથે વસતા.

આવા વિરલલોકમાં  બે મિત્ર રહેતા હતા.
એક હતો અગ્નિદેવનો પુત્ર ‘અનિરુદ્ધ’, અને બીજો હતો ચંદ્રદેવનો શિષ્ય ‘સોમિત’.
અનિરુદ્ધ 🔥આગ જેવો—તીવ્ર, ઉગ્ર, અને સાહસિક. જયારે 
સોમિત ચાંદ 🌙 જેવો શાંત, શીતળ અને વિચારીશીલ.
બંને એકબીજાથી સંપૂર્ણ વિપરીત… પણ મિત્રતા એટલી ઘનિષ્ઠ કે કોઈ તોડી ન શકે.

એક દિવસ…
અર્કલોક પર એક ભયંકર સંકટ આવ્યું.“કાળસુર” નામનો રાક્ષસ પાતાળમાંથી બહાર આવ્યો,
જેને શાપ હતો.
“જ્યાં જાય ત્યાંનું જીવન, સૃષ્ટિ સૂકાઈ જાય!”
વન સુકાઈ ગયા… નદીઓ સૂકઈ ગઈ… ઋષિ દેવતાઓ પણ ડરી ગયા.
🔥🌙મિત્રોની કસોટી
દેવોએ કહ્યું, આ 
“કાળસુરને હરાવવો હોય તો ‘અગ્નિ’ 🔥 અને  ‘અમૃત’🌙 એકસાથે જોઈએ.”
અનિરુદ્ધ પાસે અગ્નિ હતી,
અને અમૃત માત્ર ચંદ્રલોકમાં—સોમિત પાસે.
પણ એક મુશ્કેલી હતી…🔥🌙
અગ્નિ અને અમૃત એકસાથે આવે તો બંને નષ્ટ થઈ જાય!
આર્કલોક ને કાળસુર થી દુખી થતા જોઈ બંને મિત્રો એ 
⚔️ નિર્ણય કર્યોં,અનિરુદ્ધ બોલ્યો:
“જો દુનિયા બચાવવી હોય, તો જાન ની પરવા કર્યા વગર જોખમ લેવું પડશે!”
સોમિત શાંત અવાજમાં બોલ્યો:
“મિત્રતા એ જ છે,જ્યાં તું હોય, ત્યાં હું પણ હોઈશ ”

બંનેએ સાથે મળીને એક યોજના બનાવી.
અગ્નિ અને અમૃત,કાળસુર સાથે સીધા ભીડવા ને બદલે,
એક “સંતુલન મંત્ર” વડે બંને શક્તિઓને સંયમમાં રાખી.

કાળસુર સામે બંને ઉભા રહ્યા.
અનિરુદ્ધની અગ્નિ ભભૂકી…
સોમિતનું અમૃત ઝળહળ્યું…
અને જ્યારે બંને શક્તિઓ એકસાથે સંયમિત થઇ ત્યારે 
એક નવી શક્તિ જન્મી…
“જીવનજ્યોતિ”
એ જ્યોતિ કાળસુરને ભસ્મ કરી નાખાવામા વિલીન થઇ ગઈ. આ ભીષણ યુદ્ધ પર્યન્ત, કાળસૂર શાપ મુક્ત બન્યો. તેણે તેની દેવીશક્તિ ઘી બન્ને મિત્રો ને જીવિત કર્યા.

🌈 અંત
અર્કલોક ફરી હરિયાળું બન્યું.
દેવોએ કહ્યું.

“આજ નો વિજય શક્તિનો નથી… મિત્રતાનો છે!”
અનિરુદ્ધ હસ્યો,
સોમિતે કહ્યું“અગ્નિ અને અમૃત ભલે અલગ જગત મા રહેતા હોય…પણ મિત્રતા તેમને એક કરી શકે છે.”

✨ સંદેશ:
સાચી મિત્રતા એ છે—
જેમાં ભિન્નતા હોવા છતાં,
એકબીજાની શક્તિઓને જોડીને મિત્રો દુનિયા બદલી શકે .



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics