અઘૂરી આશ
અઘૂરી આશ
આ વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં એક અનોખો પ્રેમ પાંગરતો જોવા મળ્યો. એક શિવ નામનો છોકરો એની વિધવા માઁ સાથે રહે. એની માતાએ કપરી પરિસ્થિતિમાં પણ એને ભણાવ્યો, પોલીસની હેડકોન્સ્ટેબલની નોકરી મળી હજુ વરસ થયું હતું.
શિવની માતા એની એક બહેનપણીની દીકરી દિશા સાથે શિવના લગ્ન નક્કી કરવાનું વિચાર્યું. પણ શિવ હમણાં નોકરીમાં થોડો સેટ થઈ જાય પછી લગ્ન કરવાનું વિચારતો હતો પણ ત્યાં તો કોરોના નામની બિમારીના ભારત ભરમાં ફેલાઈ ગઈ.
શિવની માતા એને વારે વારે લગ્ન કરવા કહેતી. શિવ ને પણ થયું હું કે નોકરી ને લીધે વધારે સમય બહાર રહું છું તો મમ્મી એકલા પડી જાય છે. શિવે લગ્ન કરવાની હા પાડી દીધી,અને દિશા સાથે શિવનું સગપણ નક્કી કર્યું. પહેલીવાર દિશા ને જોઈ હતી દેખાવે સામાન્ય છતાં એની નિખાલસતા હૃદયસ્પર્શી ગઈ. બન્ને મધ્યમવર્ગના કુટુંબ હતા, એટલે સાદગી પૂર્ણ લગ્ન કર્યા. અને એ દિવસે ભારતભરમાં બિમારીના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. જે ને લીધે શિવ ને બીજા દિવસેથી શહેરમાં નાકાબંધી કરવા માટે ફરજ પર હાજર રહેવા માટે જાણ કરવામાં આવી.
લગ્નની પ્રથમ રાત હતી, અને શિવે બીજા દિવસેથી ફરજ પર હાજર થવાનું હતું,પણ દિશા ને શું કહું એની વિસામણમાં હતો. એટલે દિશા પલંગમાંથી ઊભી થઈ ને શિવ હાથમાં દૂધનો ગ્લાસ આપતા બોલી તમે મમ્મી જરાયે ચિંતા કરશો નહીં હું એમનો પૂરેપૂરો ખ્યાલ રાખીશ. આ સાંભળતા જ શિવ એને એકીટશે જોઈ રહ્યો. ને મનના ભાવ ભાવ એણે વાંચી લીધા ન હોય.સામું જોઈ બોલ્યો આપણે એક બીજા ને જાણીયે છે કેટલુંક ? દિશા હસતાં હસતાં બોલી સાત પગલાં સાથે ચાલ્યા તમે મિત્ર બની ગયા ને એમ કહી હાથ પકડી પલંગ પર બેસાડ્યો અને દિશા બોલી મને સમજવા અને પોતાની કરવા તમને સમય લાગશે ને ? એમ બોલતાં એની આંખો ભીની થઈ ગઈ. એની આંખમાં મારા માટે અનહદ પ્રેમ દેખાય રહ્યો હતો. ના ના દિશા એવું કશુ નથી કહેતા લાગણીવશ એને વળગી પડ્યો.
શિવે કહ્યું કે હું અશમંજશમા છું કાલથી મારે ફરજ પર હાજર રહેવાનું છે ને ફરજ પર ગયા પછી ક્યારેય ઘરે આવું એ હું કહી ન શકું છું હું તને પૂરતો સમય પણ આપી શકીશ નહીં, દિશા બોલી કોણે કહ્યું કે સમય નથી આખે આખી રાત બાકી છે ને એ કઈ ઓછી છે ? કાલનું કાલ પર છોડીને આજે જીવી લઈએ. શિવે કહ્યું આ નિખાલસતાથી તો હું તારો થઈ ગયો.એમ બોલી દિશા અને શિવ તનમનથી એક થઈ ગયા.
સવાર થતાં શિવ નિત્યક્રમ પતાવી મમ્મીને પગે લાગી ને ફરજ પર જવા માટેની રજા લીધી, દિશા ને મળી એક યાદ રૂપે એના અધરોને ભીંજવીને કહ્યું કે મા આ મહાબિમારી સામે આપણે બધાએ લડવાનું છે એમાં તારો સાથ જોઈએ છે દિશા ? હું તો તમારી સાથે જ છું, જાઓ આ કોરોના જેવી મહામારીથી સૌને બચાવવામાં સફળ થાવો હું તમારી રાહ જોઈશ.
શિવ ચાલ્યો ગયો. દિશા સાથે કોઈ વાર ફોન પર વાતો કરતા. બધાની ખબર પૂછતો અને સાવધાની રાખવાનું કહેતો.એમ કરતાં કરતાં દોઢ મહિનો થવા આવ્યો. શિવ પોતાની ફરજ બજાવતાં બજાવતાં કોરોના બિમારીનો ભોગ બની જાય છે. શિવ બિમારીની જાણ કરવા દિશાને ફોન કરે છે, દિશા ફોન ઉપાડતાં જ બોલી હું તમને યાદ કરતી હતી અને તમારો ફોન આવ્યો. દિશા જાણે ખૂબ ખુશ હોય એવું લાગ્યું. શિવે ભારે હદયથી પોતાનીની બિમારીની જાણ કરી. દિશાના પગનીચેથી જાણે જમીન સરકી ગઈ એવું લાગ્યું, શું બોલવું કંઈ સમજ પડતી ન હતી, મમ્મીને વાત ન જણાવતી. એ ચિંતા કરશે. બોલાયું નહિ. શિવે ખ્યાલ રાખજે એમ કહી ફોન મૂકી દીધો.
આ કોરોના વાઈરસે આખરે શિવનો જીવ લઈ લીધો. દિશા એ ઘણી હિંમત રાખી મમ્મીને સંભાળી લીધાં.... શિવના પ્રેમની નિશાની ને સાચવતી એનાં આગમનની રાહ જોઈ રહી છે.
