Krishna Mahida

Inspirational

2  

Krishna Mahida

Inspirational

ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કવિ દાદ

ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કવિ દાદ

3 mins
103


ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

કાઠીયાવાડી ખમીર કર્યું ભાષા ગુર્જરીનું જતન,

નામમાં જેમના"દાદ"ઝળહળયું નભે સોરઠી રતન.

ગુજરાતી સાહિત્યના મહાન કવિ શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી જેઓ "દાદ"ના હુલામણા નામથી આપણે ઓળખીએ છીએ,જેવો મૂળ ઈશ્વરયા જૂનાગઢના છે. એમના પિતા પ્રતાપદાન ગઢવી જૂનાગઢના નવાબના રાજકવિ હતા.સાહિત્યનો વારસો એમન પિતા તરફ થી મળેલો.અનેક લોકપ્રિય રચના આપનાર કવિ દાદ માત્ર ચાર ધોરણ સુધી જ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું .શ્રી કવિ દાદે ૧૪-૧૫ વર્ષના ઉંમરે કવિતા લખવાનું શરુ કર્યુ,તેમના મામા ના અવસાન પછી એમની યાદમાં છંદ લખ્યો હતો,ત્યાર બાદ માતાજીની સ્તુતિ પણ લખી હતી.પછી સાહિત્યક્ષેત્રે ઉત્તમોત્તમ રચનાઓ આપી.

૧૯૭૧માં જયારે આજનું બાંગ્લાદેશ તે સમયનું પૂર્વ પાકિસ્તાન,પાકિસ્તાન થી જુદું થયું,પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તે વખતે પણ કવિ શ્રી દાદેશદેશ માટે મહત્વનું કાર્ય કર્યું,તે વખતે "બંગાળ બાવની" નામના પુસ્તકમાં બાવન(૫૨)કવિતા લખી સરકારે નકલો છપાવીને દેશભરમાં એની વહેંચણી કરી હતી.તેમના આ કાર્ય બદલ

વડાપ્રધાન ઈન્દિરાગાંધી અને વી.વી ગીરીએ તેમનું સન્માન કરેલું.

ગીતો અને કવિતાના ક્ષેત્રમાં તેમણે ઉત્તમ પ્રકારના સાહિત્યનું સર્જન કરેલ છે ૧૫ થી વધુ ગુજરાતી ફિલ્મો અને અનેક સુંદર ગીતો આપ્યા છે જે આજે લોકપ્રિય અને અવિસ્મરણીય છે એમાં સૌથી મોખરે છે,૧૯૭૫માં આવેલી ફિલ્મ'શેતલને કાંઠે' માં 'કન્યા વિદાયનું ગીત" કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો"આ ગીત તેમના એક મિત્ર જેઠા ચાવડાની દીકરીના લગ્ન ટાણે એક પિતાની મન સ્થિતિનું વર્ણન કરેલું છે.શ્રી કવિ દાદે અનેક ભજનોની રચના પણ કરી છે જેમાં "કૈલાસ કે નિવાસી નમું બારબાર હું" એ પ્રખ્યાત ભજન શ્રી કવિ દાદના કલમે લખાયેલું છે" ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,' 'હીરની હલકાળી' ગુજરાતી લોક સંસ્કૃતિને જન્મ દિવસ સુધી પહોંચાડતી લોકપ્રિય રચનાઓ કરી છે તેમના દ્વારા "ટેરવાં",'ચિત્તહરનું

ગીત,'શ્રીકૃષ્ણવૃંદાવલી','રામનામ બારાક્ષરી' વગેરે પુસ્તકો ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય ક્ષેત્રને મળ્યા છે.

શ્રી કવિ દાદના સૌથી લોકપ્રિય ગ્રંથ ટેરવાં છે,જે આઠ ભાગમાં પ્રકાશિત થયેલ છે."સૌથી પ્રિય ટેરવાં કાવ્યની એક પંક્તિ" જીવન જંજાળ ઘડીક મમતાના ખોડલે;બાળક બની ઊંઘી જાય માથા પંપાળે ટેરવાં.  શ્રી કવિ દાદના કેટલાક પુસ્તકો ઘણા વર્ષોથી અલભ્ય હતા. રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા કવિ શ્રી દાદ ના સમગ્ર સાહિત્ય નું સંકલન કરીને પરિવાર મુદ્રણ કરવામાં આવ્યું. શ્રી કવિ દાદને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં. તેમની રચનાઓમાં ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર અને લોકજીવનની સોનેરી સુગંધ મહેકાવી આવી છે. તેથી બાળકોથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈને તેમના ભજનો, ગીતો પોતાના હોય એવું લાગે છે.

કવિ શ્રી દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાના ખૂબ પ્રયાસ કર્યા જેના પરિણામ સ્વરૂપ આજે પણ લોકડાયરામાં એમના ગીતો ભજનો ખૂબ ગવાતા આવ્યા છે પણ સાહિત્યની સમજ વગર ગાનારાઓ પર તેઓ ખૂબ નારાજ હતા, પણ એમના ગીતો ગાવાથી ગાનારાઓના જીવન નિર્વાહ થતો હતો, એ વાતનો એમને સંતોષ હતો.

ગુજરાતી સાહિત્યમાં ભાષાના અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ તેમના સર્જન પર પી.એચ.ડી.ની સર્વોચ્ચ ગણાતી પદવી મેળવી રહ્યા છે. આ સાંભળીને એક ગુજરાતી તરીકે ગર્વ થાય છે કે માત્ર ધોરણ ચાર સુધી ભણેલા કવિ શ્રી દાદ ની રચનાઓ પર વિદ્યાર્થીઓ પી.એચ.ડી. કરી રહ્યા છે. ત્યારે એક વિચાર એવો આવે છે કે વર્તમાન સમયના સાહિત્યના વિદ્યાર્થીઓ એક ઉત્તમ કવિતા કે વાર્તા નથી લખી શકતા ?એવો પ્રશ્ન થાય સ્વાભાવિક છે.

  આજની શૈક્ષણિક પદ્ધતિમાં કંઈક તો અધૂરપ છે આજના ભણેલા સમાજ માં પણ ઓછું ભણેલા કે જેમણે શાળાકીય શિક્ષણ પ્રાપ્ત નોહતું કર્યું એવા "ગંગાસતી" 'અખો' નરસિંહ મહેતા કવિ શ્રી દાદની રચનાઓ આજે પણ એના અધ્યયન કરે છે એમની સામાજિક રચનાને કારણે,પરિવાર માંથી મળેલા સંસ્કાર,એમની ઉછેર પ્રણાલી જીવન જીવવાની આવડત એમનું ઘડતર એમના જીવનની છાપ એમના સર્જનમાં જોવા મળે છે. જે આજે પણ માનનીય સ્વીકારનીય છે.

 ૮૨ વર્ષની ઉંમરે કવિશ્રી દાદને ૨૬મી જાન્યુઆરી ના રોજ પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું જે આપણી ગુજરાતી ભાષા અને ગુજરાત માટે ગૌરવની વાત હતી.એમનું એક મુક્તક યાદ આવે છે.

 શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે.

 કૂવો ખોદો તો આખી સરિતા નીકળે.

જો જનક જેવા આવીને હળ હાંકે,

  તો હજી આ ધરતી માંથી સીતા નીકળે.

આવી અસંખ્ય લોક-કવિતાના રચયિતા કવિ શ્રી દાદ બાપુના ર૬/૪/ર૦૨૧ એપ્રિલના રોજ એમના દુઃખદ નિધનથી ગુજરાતી કલા સાહિત્ય જગતને ખૂબ મોટી ખોટ પડી છે.ગુજરાતી સાહિત્યનનો જાણે ઝળહળતો સૂરજ આથમી ગયો. સાહિત્યનો મૂલ્યવાન કાળજાનો કટકો છૂટી ગયો,પણ એમની રચનાઓ અજર ને અમર રહેશે.

હમણાં જાહેર થયેલી શિક્ષણનીતિએ નવી આશ જગાવી છે પણ ખરેખરો એનો અમલ થાય તો કોઈ નવા શ્રી કવિ 'દાદ' આપણને મળે......!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational