અધૂરો પ્રેમ
અધૂરો પ્રેમ
••••••••
અધૂરો પ્રેમ
••••••••
"હેલો, ક્યાં છે તું? મેં કહ્યું હતું ને કે સમયસર તું આવી જજે, મારે તને એક જરૂરી વાત કહેવી છે." મેઘાએ ફોન પર કોઈને કહ્યું.
"હા મારી જાન, આવું છું, ઘરેથી નીકળ્યો જ છું." સામે છેડેથી સુનીલ બોલ્યો.
"ઠીક છે જલ્દી આવ." મેઘાએ આટલું બોલી ફોન મૂકી દીધો.
મેઘા અને સુનીલ કોલેજનાં સ્ટુડન્ટ હતા, મેઘા અને સુનીલ એકબીજાને ચાહતા હતા પણ ઘરનાં લોકોને કહી ના શકતા, આમપણ સુનીલનો ઘર તો લવ મેરેજ ખિલાફ હતો, ભલે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા પણ સમાજ ક્યાં આ સમજવા તૈયાર છે? બંને રોજ છુપાઈ છુપાઈને એકબીજાને મળતા હતાં. આજે મેઘાએ કંઈક જરૂરી વાત કરવા માટે સુનીલને બોલાવ્યો હતો.
........
"અરે કેટલી વાર લાગી તને?" મેઘા બોલી.
"અરે રસ્તામાં ટ્રાફિક નડ્યું એટલે મોડું થયું, બોલ શું જરૂરી વાત કહેવાની હતી?"
"આ ખૂબસૂરત જગ્યાને જોવે છે તું?" મેઘાએ કહ્યું.
"હા આંખો છે મારી તો જોઈશ જ ને." સુનીલ કટાક્ષ કરતો બોલ્યો.
" મજાક ના કર, જો આ ખૂબસૂરત જગ્યાને, આપણે રોજ આ જગ્યાએ બેસીને કલાકો સુધી વાતો કરીએ છીએ, ખૂબ શાંત જગ્યા, કોંક્રિટનાં જંગલોથી ઘણું દૂર, ફક્ત તું અને હું હોઈએ છીએ આ જગ્યાએ! અહી બેસીને આખા મલકની વાતો કરતા જ રહીએ." મેઘાએ પોતાનું માથું સુનીલનાં ખભા પર મૂકતા કહ્યું.
સાંજના ડૂબતા કેસરિયા સૂરજ અને સમુદ્રના કિનારે આવીને પાછા જતા રહેતા મોજાઓ ખૂબ સરસ નજારો બનાવી રહ્યા હતા. આવાં રમણીય દ્રશ્યને જોતા અને અલકમલકની વાતો કરતા સુનીલ અને મેઘા અહીં રોજ સમય કાઢતાં.
"હા ખૂબ સુંદર, આ શાંત જગ્યાએ તારો સાથ... જાણે જન્નતનો અહેસાસ!" સુનીલ બોલ્યો.
"પણ હવે જરૂરી વાત તો કહે!" થોડીવાર મૌન રહ્યા પછી અચાનક તે બોલ્યો.
"હંમેશા તું મારી સાથે રહીશ ને? મને એકલી મૂકીને ચાલ્યો તો નહિ જાય ને?" સુનીલનો હાથ પકડીને મેઘા થોડી રડમસ અને લાગણીસભર અવાજે બોલી.
"હા ગાંડી, હું હંમેશા તારી જોડે રહીશ, તને મૂકીને ક્યાં જવાનો હું? તારા વગર એક પળ પણ હું દૂર ના રહી શકી.
સુનીલ થોડો ગંભીર અને થોડો આશ્ચર્યનાં મિશ્ર ભાવ સાથે બોલ્યો.
"શું આ જ જરૂરી વાત હતી?" તેણે ફરીથી પૂછ્યું.
"આપણે લગ્ન ક્યારે કરીશું?"
"બોવ જ જલ્દી, આપણી બંનેની ફેમિલી રાજીખુશીથી માની જાય તો આપણે ખૂબ જ જલ્દી લગ્ન કરી લઈએ."
"શું આજ જરૂરી વાત હતી?" જાણે જાણવાની ઉત્સુકતા તેનું વધતી જ જતી હોય તેમ તેણે ફરીથી પૂછ્યું.
"કહેવું તો ઘણું છે, પણ કેવી રીતે કહ્યું."
"ભગવાને આ જીભ અને મોં આપ્યું છે ને તેનાંથી જ કહેવાનું છે." સુનીલ મજાકનાં મૂડમાં બોલ્યો.
"શું સુનીલ! હું અહી સિરિયસ વાત કરું છું અને તું મજાક કરે છે?" મેઘા ચિડાઈને બોલી.
"અરે પણ તું વાત કરતી જ નથી ને..." સુનીલ બોલ્યો.
"વાત એવી છે કે... કેમ કરી કહું...?" મેઘા વાત કરતા અટકાતી હતી એ જોઈને જ સુનીલ સમજી ગયો કે કોઈ ગંભીર વાત હશે.
"જો મેઘા તું આમ ચૂપ રહીશ તો સમસ્યાનો નિકાલ નહી આવે, જે વાત હોય તે તું બોલી જા." સુનીલ બોલ્યો.
"મારા લગ્ન નક્કી થઈ ગયા છે!" તે એકીશ્વાસે બોલી ગઈ.
વાતાવરણમાં શાંતિ પ્રસેરાઈ ગઈ, હવાનું એક ઝોકું આવ્યું અને મેઘાનાં વાળ હવામાં લહેરાઈ ગયા.
"What? તારા લગ્ન નક્કી થઈ ગયા અને તું જણાવતી પણ નથી? યાર એમ કેમ કરી ચાલે?" સુનીલ બોલ્યો.
"હું બોલવા જ માંગતી હતી પણ મારી જીભ જ નહોતી ચાલતી આ બોલતા..."
"હા મને સંભળાવવાનું હોય તો જીભ કાતર જેવી ચાલે છે અને અત્યારે જરૂરી વાત કહેવાતી નથી."સુનીલ મનમાં બડબડતા બોલ્યો.
"શું બોલ્યો?"
"કંઈ નઈ!" સુનિલે બત્રીસી ચમકાવતા કહ્યું.
"પણ હવે શું કરીશું, આનો શું ઉપાય છે? સુનીલ વાત બદલતા બોલ્યો.
"એક કામ કરું કાલે આવું છું તારા ઘરે, તારા પપ્પાને સમજાવવા....." થોડીવાર કંઈક વિચારોમાં પરોવાયા પછી સુનીલ અચાનક બોલ્યો.
"સુનીલ તે નહિ માને, તું મને આજે ભગાવીને લઈ જા, ક્યાંક દૂર મને લઇ જા, જ્યાં આ સમાજથી બચીને આપણે ફ્કત આપણા માટે અને એકબીજા સાથે જીવન વિતાવી શકીએ." મેઘા બોલી.
"શું બોલે છે? આપણી સમાજમાં કંઈ ઈજ્જત છે, આવું કેમ કરી કરવું?"
"ઈજ્જત મારા પપ્પાની અને મારી જશે, પ્લીઝ ! આ રવિવારે મારી સગાઈ છે, પ્લીઝ સુનીલ! હું તારી આગળ હાથ જોડું છું, આપણા પ્રેમ ખાતર! મને આજે ભગાવીને લઈ જા. મારે કોઈ બીજા સાથે આખી જિંદગી નથી કાઢવી, મારે તારી સાથે રહેવું છે." તે બોલી.
"પણ... પણ, આ સમાજ તને ગાળો બોલશે, વિચાર તો ખરી કે તારા પપ્પા અને કુટુંબનું શું થશે."
" સુનીલ, મેં કદી નહોતું વિચાર્યું કે તું આવો બાયલો હોઈશ, કે જે આ સમાજનાં ડરથી આપણા પ્રેમને પણ કુરબાન કરી દઈશ. સાચે આજે હું તને આપણા પ્રેમની કસમ આપી કહું છું, જો મર્દ હોય તો મને અહીંથી મને ક્યાંક દૂર લઇ જા." એક ઊંડો શ્વાસ ભરીને તે એકીશ્વાસે ઘણું બોલી ગઈ.
"ઠીક છે, મારો એક મિત્ર છે જે પૂણેમાં રહે છે, આપણે અત્યારે તેનાં ઘરે જતા રહીએ, આગળનું પછી વિચારીશું." થોડું વિચાર્યા બાદ તે બોલ્યો.
બીજા દિવસે સવારમાં જ તેઓ ઘરેથી વહેલા નીકળી ગયા, મુંબઈથી પુણે જતી બસમાં તેઓ રવાના થઈ ગયા.
..........
બે દિવસ પછીનાં ન્યુઝ પેપરની હેડલાઇન;
"મુંબઈથી પુણે જતી બસમાં આતંકી હુમલો, બોમ્બબ્લાસ્ટમાં બધા પેસેન્જરની મૃત્યુ."
આ હેડલાઇન વાંચી બધા દુઃખી હતા.
આ એજ બસ હતી જેમાં મેઘા અને સુનીલ બેઠા હતા. લાગે ભગવાનને મંજૂર નહિ હોય કે બંને પ્રેમીપંખીડાનો પ્રેમ સફળ થાય, આખરે બંનેનો પ્રેમ અધુરો રહ્યો.
(સમાપ્ત)
▪️▪️▪️▪️▪️▪️▪️

